SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરાયો. ભુવનની લક્ષ્મી જેવું તે જંગલ અધ્યાસિત કરાયું તે જંગલ જાણે ભુવનની લક્ષ્મી ન હોય એવું સુંદર દેવતાઓ વડે કરાયું. એક સાથે જ સર્વ ઋતુઓ ખીલી ઊઠી. પક્ષીઓના સમૂહો પ્રમુદિત થયા. ભમરાઓના સમૂહ વડે મનોહર ઉતાલતાલ ગુંજન કરાયું. વિશેષથી વિગતતાપવાળા તે દેશને ઉદ્યોત કરવા માટે સૂર્યોદય થયો. અને મારા પણ ચિત્તમાં સંતાપ કંઈક ગલિત થયો. અને ત્યારપછી દેહભૂષણ પ્રભાના પ્રવાહથી દિફચક્રવાલને ઉદ્યોત કરતાં=બધી દિશાઓને પ્રકાશિત કરતાં, ત્યાં તે જંગલમાં, દેવતાઓ આવ્યા. દેવો વડે ભૂતલ શોધિત કરાયું. અતિ સુરભિગંધવાળું પાણી વરસાવાયું. પાંચ વર્ણવાળા મનોહર કુસુમનો સમૂહ મુકાવાયો. વિશાલ અતિ રમણીય મણિની ભૂમિકા રચાઈ. તેના ઉપર સુવર્ણકમલ કરાયું. ઉપરથી દેવદૂષ્યનો સમૂહ વિસ્તારિત કરાયો. ત્યાં મોતીની અવચૂલા અવલંબિત કરાઈ. ત્યારપછી સમુત્સુક એવા તે દેવતાઓ વડે અવલોકિત માર્ગવાળા, યથા ઈષ્ટ કુલદાયિપણું હોવાને કારણે કલ્પદ્રમ જેવા, સ્થિરપણું હોવાને કારણે મેરુપર્વત જેવા, ગુણરત્નાકરપણું હોવાથી ક્ષીરસમુદ્ર જેવા, શીતલેશ્યા હોવાથી ચંદ્ર જેવા, સપ્રતાપપણું હોવાથી સૂર્ય જેવા, દુર્લભ હોવાથી ચિંતામણિ જેવા, નિર્મલપણું હોવાથી સ્ફટિક જેવા, સર્વસહિષ્ણુપણું હોવાથી ભૂમિ જેવા, નિરાલંબનપણું હોવાથી ગગડતલ જેવા સર્વત્ર ચિત્ત સંશ્લેષ વગરનું હોવાને કારણે ગગનતલ જેવા, ગંધ હસ્તીની જેમ શ્રેષ્ઠ હાથીઓથી પરિકરિત, સ્વપ્રતિબિંબ વડે જાણે બહુવિધવિનય વડે પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનરૂપી દિવાકર એવા વિવેક નામના આચાર્ય સુવર્ણના કમલ ઉપર બેઠા. ભાવાર્થ : નંદિવર્ધનને પુણ્યના ઉદયથી આ પ્રકારની સર્વત્ર સફળતા મળી, તેમાં તેના શરીરનું બળ, કુશળતા આદિ અંગો પણ કારણ હતાં અને તેનો ક્રોધ અને હિંસક સ્વભાવ પણ બાહ્ય રીતે કારણ હતા. તોપણ પુણ્યના સહકારથી જ તે સર્વ પ્રકારની સફળતા તેને પ્રાપ્ત થયેલી. આમ છતાં મોહને વશ નંદિવર્ધનને ચિત્તમાં એ જ જણાય છે કે હિંસા અને વૈશ્વાનરનો જ આ અતિશય પ્રભાવ છે જેથી આ સર્વ સંપત્તિ મને મળી. વસ્તુતઃ તેની યુદ્ધમાં કરાયેલી હિંસા અને ગુસ્સો શત્રુને મારવાનાં કારણ હોવા છતાં અને તેના કારણે જ બાહ્યથી તેને આ પ્રકારનો યશ સર્વત્ર મળ્યો, તોપણ પ્રધાન કારણ તેનું પુણ્ય જ હતું, છતાં મૂઢતાદિને કારણે હિંસા અને વૈશ્વાનર જ આ સર્વ યશની પ્રાપ્તિનું કારણ છે એવો સ્થિર વિશ્વાસ નંદિવર્ધનને વર્તે છે, તેથી તેની પ્રકૃતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે છે. આથી જ કનકશેખર અને કનકચૂડે તેને હિતશિક્ષા આપી તોપણ તે હિતશિક્ષાને ગ્રહણ કરવાને બદલે તેમને મારવા માટે તત્પર થયો. આમ છતાં તે બંનેનું ત વિદ્યમાન હતું અને કનકશખર અને કનકચૂડ મહાપ્રતાપવાળા હોવાથી અને તેઓની તેવી જ ભવિતવ્યતા હતી કે નંદિવર્ધનથી તેઓનો નાશ થાય નહીં, તેથી નંદિવર્ધન પ્રહાર કર્યા વગર ચાલ્યો જાય છે. તેથી ફલિત થાય કે જેની હિંસા થાય છે તેઓનો તથા પ્રકારનો પાપનો ઉદય હોય છે ત્યારે જ ક્રોધી જીવ પણ હિંસા કરી શકે છે અને કનકશખર અને કનકચૂડનું તેવું પુણ્ય હોવાને કારણે ગુસ્સો કરવા છતાં અને મારવા માટે તત્પર થવા છતાં માર્યા વગર જવાનો પરિણામ નંદિવર્ધનને થયો. વળી, જયસ્થલ નગરથી મંત્રીએ મોકલેલ દારુક નામનો દૂત જયસ્થલના સમાચાર આપે છે અને પવનરાજથી પોતાનું નગર ઘેરાયેલું ને પ્રય
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy