SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પૂર્વક હું રહું, આમાં મનીષીના વાર્તાલાપમાં બહુ બડાઈ હાંકવી શ્રેયસ્કર નથી. એ પ્રકારે વિચારીને ધૂર્તપણાથી જ કાકલી કરાઈ=સૂક્ષ્મધ્વનિ કરાયો, મુખવિકાર પણ બતાવ્યો નહીં-હું ખિન્ન છું એ પ્રકારનો મુખવિકાર પણ બતાવ્યો નહીં. મોતથી જ રહ્યો=સ્પર્શન મનીષીની સાથે વાર્તાલાપમાં મૌનથી જ રહ્યો. अकुशलमालाशुभसुन्दर्योरभिप्रायः इतश्च बालेनापि स्वमातुरकुशलमालायाः कथितः समस्तोऽपि रभसेन यो योगदीपनशक्तिपुरःसरं सुखसंपादनसामर्थ्यलक्षणः स्पर्शनव्यतिकरः । अकुशलमालोवाच-जात! सूचितमिदमादावेव मया यथा सुन्दरस्तवानेन वरमित्रेण सार्द्ध संबन्धः, हेतुः सुखपरम्परायाः । किञ्च-अस्ति ममापीदृशी योगशक्तिरिति दर्शयिष्याम्यहमपि जातस्य कुतूहलम् । बालस्तूवाच-यद्येवं ततो बहुतरमम्बायाः प्रसादेनास्माभिरद्यापि द्रष्टव्यम् । अकुशलमालोवाच-तत्कथनीयं भवता यदा प्रयुज्यते योगशक्तिरिति । इतश्च मनीषिणाऽपि स्वमातुः शुभसुन्दर्या निवेदितः सर्वोऽपि स्पर्शनवृत्तान्तः । तयाऽभिहितंवत्स! न चारुस्तवानेन पापमित्रेण सह संसर्गः, कारणमेष दुःखपद्धतेः । मनीषिणाऽभिहितंसत्यमेतत्, केवलं न कर्त्तव्यमत्र भयमम्बया, लक्षितो मयाऽयं स्वरूपेण, नाहमस्य यत्नवतोऽपि वञ्चनागोचरः, केवलमस्य परित्यागकालं प्रतिपालयामि, यतः प्रतिपन्नोऽयं मया मित्रतया नाकाण्ड एव हातुं युक्तः । शुभसुन्दर्युवाच-जात! सुन्दरमिदमनुष्ठितं भवता, अहो ते लोकज्ञता, अहो ते प्रतिपन्नवात्सल्यं, अहो ते नीतिपरता, अहो ते गम्भीरता, अहो ते स्थैर्यातिरेकः । અકુશલમાલા અને શુભસુંદરીનો અભિપ્રાય અને આ બાજુ બાલ વડે પણ યોગ દીપનશક્તિપૂર્વક સુખસંપાદનના સામર્થરૂપ સમસ્ત પણ જે સ્પર્શનનો વ્યતિકર રાભસથી=રાભસિકવૃત્તિથી, સ્વમાતા અકુશલમાલાને કહેવાયો. અકુશલમાલા કહે છે, હે પુત્ર ! આદિમાં જ=જ્યારે તું સ્પર્શેન્દ્રિયની સાથે મિત્ર થઈને આવ્યો ત્યારે જ, આ મારા વડે સૂચન કરાયું જે પ્રમાણે આ વરમિત્ર સાથે તારો સુંદર સંબંધ છે, સુખની પરંપરાનો હેતુ છે તે પ્રમાણે સૂચિત કરાયું હતું. વળી, મારી પણ આવી યોગશક્તિ છે એવી હું પણ પુત્રને કુતૂહલ બતાવીશ. બાલ કહે છે – જો આ પ્રમાણે છેઃહે માતા, તારામાં યોગશક્તિ છે એ પ્રમાણે છે, તો માતાના પ્રસાદથી અમારા વડે હજી પણ ઘણું જોવા જેવું છે. અકુશલમાલા કહે છે – ક્યારે યોગશક્તિ પ્રયોગ કરાય=મારા વડે યોગશક્તિનો પ્રયોગ કરાય તે તારા વડે કહેવા યોગ્ય છે. અને આ બાજુ મનીષી વડે પણ પોતાની માતા શુભસુંદરીને સર્વ પણ પોતાનો વૃત્તાંત નિવેદિત કરાયો=પૂર્વમાં સ્પર્શત સાથે મૈત્રી થયેલી તે વૃત્તાંત નિવેદિત કરેલો, હમણાં સ્પર્શને પોતાની યોગશક્તિથી દેહમાં પ્રવેશ કરીને કેવું સુખ આપ્યું તે સર્વ પણ સ્પર્શતનો વૃતાંત નિવેદિત કરાયો. તેણી વડે=શુભસુંદરી વડે, કહેવાયું હે વત્સલ ! આ પાપમિત્રની સાથે તારો સંસર્ગ સુંદર નથી=મનીષીનાં શુભ કર્મોની
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy