SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩/ તૃતીય પ્રસ્તાવ રાજાની મનીષિની દીક્ષા સંબંધી વિલંબની ઈચ્છા અને મંત્રી દ્વારા કરાયેલ અનુશાસન તે કારણથી આ પ્રમાણે વિચારીને આના વડે=રાજા વડે, કહેવાયું, હે મિત્ર ! હમણાં પર્યાપ્ત છેઃ મંત્રીએ જે અત્યાર સુધી કથન કર્યું તે રાજાની શંકાના નિવારણ માટે પૂરતું છે. અમારા વડે આ વૃતાંત જણાયો છે=મહાત્માએ જે સર્વ કથન કર્યું તે વૃત્તાંત અમારા વડે જણાયો છે. કેવલ આ= આગળ કહ્યું છે એ, હમણાં મારા વડે કહેવાય છે. જે “યહુતીથી રાજા બતાવે છે – પૂર્વમાં રાજાએ મંત્રી પાસેથી શંકાનાં સ્થાનોનું સમાધાન કર્યું. ત્યારપછી રાજા કહે છે કે કેવલ હમણાં આ કહેવાય છે. રાજા મંત્રીને શું કહે છે તે ‘દુત'થી બતાવે છે – જો આ મનીષી વિષયના અનુષંગને કેટલોક પણ કાલ ભજે તો આપણે પણ આની સાથે દીક્ષા ગ્રહણ કરીએ. જે કારણથી પ્રથમદર્શનથી માંડીને મારો આના ઉપર મનીષી ઉપર, સ્નેહનો અનુબંધ પ્રવર્ધમાન થાય છે. વિરહનું કાયાપણું હોવાને કારણે અન્યત્ર મનીષીને છોડીને અન્ય પ્રવૃત્તિઓમાં, હદય જતું નથી, આવા મનીષીના, મુખરૂપી કમળતા અવલોકનથી મારાં બે લોચનો વિવર્તન પામતાં નથી. તેથી આવા વિરહમાં-મનીષીના વિરહમાં, અમે ક્ષણ પણ રહેવા માટે ઉત્સાહી નથી. અને તેવા પ્રકારનો જેવા પ્રકારનો મનીષીને ચારિત્રનો પરિણામ થયો તેવા પ્રકારનો ચરણકરણનો પરિણામ હજી પણ અમને આવિર્ભાવ પામતો નથી. તે કારણથી આને મનીષીને, તું પ્રીતિના સ્નેહથી સાર=બલવાન, અભ્યર્થના કર, નિરુપચરિત શબ્દાદિ ભોગોને અનુભવ કરાવ, આની આગળ=મનીષીની આગળ, તેના સ્વામીભાવને પ્રકટ કરતું આ સર્વ સામગ્રીનો સ્વામી છો તેમ પ્રકટ કર. વજરત્ન, ઈન્દ્રનીલ, મહાતીલ, કર્કેતન, પૌરાગ, મરકત, વૈડૂર્ય, ચંદ્રકાંત, પુષ્પરાગ આદિ મહારત્નોના સમૂહને બતાવ=મનીષીને બતાવ, તિરસ્કૃત કર્યું છે દેવીઓના લાવણ્યને જેમણે એવી કન્યાઓને બતાવ, સર્વથા કોઈક રીતે પ્રલોભન કર જે પ્રમાણે કેટલોક પણ કાળ અમારું સહિત અમારું ઈચ્છિત, આ મનીષી નિર્વિચાર સ્વીકાર કરે. સુબુદ્ધિ વડે કહેવાયું જે દેવ આજ્ઞા કરે છે, કેવલ આ વિષયમાં કંઈક હું વિજ્ઞાપન કરું છું તે યુક્ત છે અથવા અયુક્ત છે, દેવ ક્ષમા કરવા યોગ્ય છે. રાજા કહે છે, હે મિત્ર ! સદુપદેશદાનાદિના અધિકારી એવા તારા શિષ્ય જેવા એવા મારામાં આટલા સંભ્રમથી સર્યું, હે આર્ય ! વિવક્ષિત વસ્તુ નિર્વિકલ્પ-વિકલ્પ કર્યા વગર, મને કહે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! જો આ પ્રમાણે છેઃઉચિત કહું એ પ્રમાણે તમારી અનુમતિ છે, તો દેવ વડે જે કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે. આ મનીષીમાં મારો અત્યંત સ્નેહનો અતિરેક છે, તે યુક્ત જ છે. જે કારણથી મહાપુરુષોના ગુણોમાં પક્ષપાત સમુચિત છે. તે કરાતો-મહાપુરુષોના ગુણોમાં કરાતો, પક્ષપાત પાપઅણુઓના સમૂહનો નાશ કરે છે, સદાશયને સુંદર કરે છે. સુજનતાને ઉત્પન્ન કરે છે. યશની વૃદ્ધિ કરે છે, ધર્મનો ઉપચય કરે છે, મોક્ષની યોગ્યતાને જણાવે છે, જે વળી, કહેવાયું આર્ય વડે કહેવાયું, શું કહેવાયું ? તે “રથા'થી બતાવે છે. કોઈક રીતે પ્રલોભન આપીને કેટલોક પણ કાળ આ મનીષી, ધારણીય છે દીક્ષા માટે વિલંબન કરવા યોગ્ય છે, તે વ્યાપ્ય નથી.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy