SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રસ્તુત વર્ણનથી પ્રાપ્ત થાય છે. વળી, રાજાને સંદેહ થાય છે કે આવાં સુંદર નિમિત્તોમાં પણ બાલને કઈ રીતે તેવો અત્યંત અનુચિત અધ્યવસાય થયો તેનું કારણ ક્ષેત્ર છે એમ બતાવીને ભગવાનના વચનાનુસાર જીવના અધ્યવસાય પ્રત્યે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ કઈ રીતે કારણ બને છે વળી સ્વભાવ, કર્મ, નિયતિ, પુરુષકાર આદિ પણ કઈ રીતે કારણ બને છે તેવો માર્ગાનુસારી બોધ મંત્રીએ રાજાને કરાવ્યો. તેથી એ ફલિત થાય કે સર્વજનસાધારણ એવું પણ ક્ષેત્ર જીવોના પોતપોતાના અધ્યવસાયને અનુરૂપ કર્મના વિપાકની પ્રાપ્તિનું કારણ બને છે, તેથી નિજવિલસિત ઉદ્યાન તરીકે પ્રસ્તુત ગ્રંથમાં તેનો ઉલ્લેખ કરેલ છે. વળી, તે ક્ષેત્ર તે જીવોનાં અંતરંગ શુભાશુભકર્મોના વિપાક દ્વારા તે તે પ્રકારના પરિણામનું કારણ છે આથી જ જે ક્ષેત્રમાં બાલને અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ થયો તે ક્ષેત્રમાં મનીષીને ઉપદેશ આદિ સામગ્રીના નિમિત્તને પામીને સર્વવિરતિનો પરિણામ પ્રગટ થયો. ત્યારે મધ્યમબુદ્ધિને, રાજાને અને મંત્રીને તે જ ક્ષેત્રના નિમિત્તને પામીને પોતાની ભૂમિકાનુસાર દેશવિરતિરૂપ પરિણામ પ્રગટ થયો. તેથી તે તે ક્ષેત્રના નિમિત્તે તે તે બાહ્યસામગ્રીના નિમિત્તે જીવમાં વર્તતાં શુભ-અશુભ કર્મોનો ઉદય થાય છે, તે તે શુભઅશુભકર્મોનો ક્ષયોપશમ થાય છે જેનાથી તેને અનુરૂપ તે તે જીવોને સુંદર કે અસુંદર ભાવો થાય છે. राज्ञो मनीषिदीक्षाविलम्बेच्छा मंत्रीकृतानुशास्तिश्च तदेवं विचिन्त्याभिहितमनेन-सखे! पर्याप्तमिदानी, विदितोऽस्माभिरेष वृत्तान्तः । केवलमिदमिदानीमभिधीयते यदुत-यद्येष मनीषी विषयानुषङ्गं कियन्तमपि कालं भजेत ततो वयमप्यनेनैव सह दीक्षाग्रहणं कुर्वीमहि, यतः प्रथमदर्शनादारभ्य प्रवर्धते ममास्योपरि स्नेहानुबन्धः, न संचरति विरहकातरतयाऽन्यत्र हृदयं, न निवर्तेयातामेतद्वदनकमलावलोकनाल्लोचने, ततो नास्य विरहे वयं क्षणमप्यासितुमुत्सहामहे । न च तथाविधोऽद्यापि अस्माकमाविर्भवति चरणकरणपरिणामः, तदेनं तावदभ्यर्थय प्रणयस्नेहसारं, अनुभावय निरुपचरितशब्दादिभोगान्, प्रकटयाऽस्य पुरतस्तत्स्वामिभावं, दर्शय वज्रेन्द्रनीलमहानीलकतनपद्मरागमरकतवैडूर्यचन्द्रकान्तपुष्परागादिमहारत्नपूगान्, दर्शयाऽपहसितत्रिदशसुन्दरीलावण्याः कन्यकाः, सर्वथा कथञ्चिदुपप्रलोभय यथा कियन्तमपि कालमस्मत्समीहितमेष मनीषी निर्विचारं संपादयति । सुबुद्धिनाऽभिहितं-यदाज्ञापयति देवः, केवलमत्रार्थे किञ्चिदहं विज्ञापयामि तद्युक्तमयुक्तं वा क्षन्तुमर्हति देवः । नृपतिराह-सखे! सदुपदेशदानाधिकारिणां भवतां शिष्यकल्पे मय्यप्यलमियता संभ्रमण, वदतु विवक्षितं निर्विकल्पमार्यः, सुबुद्धिरुवाच-देव! यद्येवं ततो यत्तावदुक्तं देवेन यथा ममात्र मनीषिणि गुरुः स्नेहातिरेकः तद्युक्तमेव, यतः समुचितो महतां गुणिषु पक्षपातः, स हि क्रियमाणः पापाणुपूगं दलयति, सदाशयं स्फीतयति, सुजनतां जनयति, यशो वर्धयति, धर्ममुपचिनोति, मोक्षयोग्यतामालक्षयतीति । यत्पुनरुक्तं 'यथा कथञ्चिदुपप्रलोभ्य कियन्तमपि कालमेष धारणीय इति' तन्नन्याय्यं, प्रत्युतानुचितमाभासते यतो नैवमस्योपरि स्नेहानुबन्धो दर्शितो भवति, किं तर्हि ? प्रत्युत प्रत्यनीकतां संपद्यते ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy