SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઊલટું અનુચિત ભાસે છે, જે કારણથી આ રીતે=એને પ્રલોભન આપીને સંયમમાં વિલંબન કરવામાં આવે એ રીતે, આના ઉપર મનીષી ઉપર, સ્નેહનો અનુબંધ બતાવાયેલો ન થાય=અધિક સ્નેહ બતાવાયેલ ન થાય, તો શું? એથી કહે છે ઊલટી પ્રત્યતીકતા પ્રાપ્ત થાય છે શત્રુતા પ્રાપ્ત થાય છે, શ્લોક : तथाहिघोरसंसारकान्तारचारनिःसारकाम्यया । प्रवर्त्तमानं जैनेन्द्रे, धर्मे जीवं जगद्धिते ।।१।। मनसा वचसा सम्यक्क्रियया च कृतोद्यमः । प्रोत्साहयति यस्तस्य, स बन्धुः स्नेहनिर्भरः ।।२।। શ્લોકાર્ચ : તે આ પ્રમાણે - ઘરસંસારરૂપી જંગલમાં પરિભ્રમણના નિઃસારની કામના વડે, જગતને હિત કરનાર, જિનેન્દ્રના ધર્મમાં, પ્રવર્તમાન જીવને મનથી, વચનથી અને સમ્યક્તિાથી કૃત ઉધમવાળો જે તેને પ્રવજ્યા ગ્રહણ કરવામાં તત્પર થયેલા જીવને, પ્રોત્સાહિત કરે છે તે સ્નેહનિર્ભર બંધુ છે. I/૧-ચા શ્લોક : अलीकस्नेहमोहेन, यस्तु तं वारयेज्जनः । स तस्याऽहितकारित्वात्परमार्थेन वैरिकः ।।३।। શ્લોકાર્થ : જટ્ટા સ્નેહના મોહથી જે જન તેને વારણ કરે છે સંયમગ્રહણ કરતાં વારણ કરે છે, તે જીવ તેનું અહિતકારિપણું હોવાથી સંયમગ્રહણ કરવા તત્પર થયેલા જીવનું અહિતકારિપણું હોવાથી, પરમાર્થથી શત્રુ છે. IBIL શ્લોક : तस्मान वारणीयोऽयं, स्वहितोद्यतमानसः । एवमारभतां देव! स्नेहोऽत्र विहितो भवेत् ।।४।। શ્લોકાર્ચ - તે કારણથી સ્વહિતમાં ઉધતમાનસવાળો એવો આEસંયમ ગ્રહણ કરવા માટે તત્પર થયેલો મનીષી, વારણીય નથી. હે દેવ ! આ પ્રમાણે આરંભતા તેને સંયમમાં પ્રોત્સાહિત કરવાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિને આચરતા, તમારો સ્નેહ આમાં-મનીષીમાં કરાયેલો થાય છે. |૪||
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy