________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૩૫ સંયમનો પરિણામ ઉલ્લસિત થયો નથી ત્યાં સુધી ભોગવિલાસનો પરિણામ ઉલ્લસિત કરાવે તેવું અજ્ઞાન અને તે અજ્ઞાનજન્ય ભોગવિલાસરૂપ પાપ પણ તેઓના ચિત્તમાં ફરી ઊઠે તે રીતે તે મહાત્માના અવગ્રહની બહાર જઈને તેઓની રાહ જોતું બેઠેલું હતું અને જ્યારે તે ચારેય જીવોને સંયમનો પરિણામ ઉઠ્યો ત્યારે તેઓનું અજ્ઞાન અને તેઓનું પાપ તેઓના શરીરમાં પ્રવેશ કરવાને બદલે ચાલ્યું જાય છે. આથી જ સંયમગ્રહણ કર્યા પછી તે અજ્ઞાન અને તે પાપ તેઓના શરીરમાં પ્રવેશ કરવાને બદલે પલાયન થયું અને આર્જવ પરિણામરૂપ તે બાળક તેઓના શરીરમાં પ્રવેશ પામ્યું તેથી સરળ પ્રકૃતિવાળા એવા તેઓ આત્મવંચના કર્યા વગર ભગવાનના શાસનના સૂક્ષ્મ પદાર્થોને જાણશે, નિષ્પાપ જીવન ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને વીતરાગતાનું કારણ બનશે તે રીતે સેવશે, તે સર્વની પુષ્ટિ કરનારો તે આર્જવ પરિણામ તેઓના મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપે રહેશે જેનાથી તેઓને સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. વળી, તે મહાત્માએ તે ચારેય જીવોને જે ઉપદેશ આપ્યો તેનાથી એ ફલિત થાય કે સંસાર નિર્ગુણ ભાસ્યા પછી, પાપ પાપ સ્વરૂપે જણાયા પછી મહાત્માએ તેઓને કહ્યું તે ધર્મ જ ઉપાદેય છે. અને વિશુદ્ધ ધર્મ મોક્ષનું કારણ છે, અન્ય સર્વ પ્રવૃત્તિઓ દુઃખનું કારણ છે. વળી, સંસારના સર્વ સંબંધો અનિત્ય છે. સંસારમાં જન્મ-મરણનો પ્રવાહ અનાદિનો છે તેથી ધર્મને છોડીને વિવેકીએ કંઈ કરવું જોઈએ નહિ ઇત્યાદિ જે મહાત્માએ ઉપદેશ આપ્યો તે ઉપદેશ જ શ્રોતાની બુદ્ધિ અનુસાર સંક્ષેપથી કે વિસ્તારથી આપવો જોઈએ, જેથી યોગ્ય જીવોને ધર્મ પ્રત્યેનો પક્ષપાત દઢ-દઢતર થાય અને ગુણસંપન્ન એવા ગીતાર્થ પુરુષ પાસે રહીને તે જીવો ધર્મ પણ તે રીતે જ સેવે કે જેથી પ્રતિદિન સંસાર પ્રત્યેના સંગનો પરિણામ ક્ષીણ-ક્ષીણતર થાય અને અસંગભાવને અનુકૂળ ચિત્ત ધર્મથી વાસિત થાય, તો જ શક્તિ અનુસાર સ્વીકારાયેલ સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મ સફળ થાય. આથી જ કાલજ્ઞ અને વિચક્ષણાને પણ મહાત્માએ તે પ્રકારનો ઉપદેશ આપ્યો કે જેથી તેઓને પણ જન્માંતરમાં વિશુદ્ધતર ચારિત્રની પ્રાપ્તિ થાય. તેથી જીવોની ચિત્તભૂમિકાને અનુરૂપ ઉચિત ઉપદેશ આપવામાં આવે તો અવશ્ય તે જીવો સંસારના ઉચ્છેદને અનુકૂળ સત્ત્વવાળા બને છે. શ્લોક :
कालज्ञेन ततश्चित्ते, सभार्येण विचिन्तितम् । पश्याहो धन्यताऽमीषां, सुलब्धं जन्मजीवितम् ।।३।।
શ્લોકાર્ય :
ત્યારપછી ભાર્યાસહિત કાલજ્ઞ વડે ચિત્તમાં વિચાર કરાયો. અહો ! આમની=ઋજુઆદિ ચારેયની ધન્યતા જુઓ, જન્મજીવિત સુલબ્ધ છે=સુંદર છે. llal શ્લોક :
एतैर्भागवती दीक्षा, यैः प्राप्ता पुण्यकर्मभिः । दुरन्तोऽप्यधुना मन्ये, तैस्तीर्णोऽयं भवोदधिः ।।४।।