SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્ય અન્ય પ્રહાર કરતા એવા અમારા બંનેના પણ શરીરો વિદીર્ણ થયાં=નાશ પામ્યાં. પ્રાચીન ગુટિકા જીર્ણ થયે છતે=પૂર્વભવનું આયુષ્ય નાશ થયે છતે, ફરી બીજી ગુટિકા વિસ્તીર્ણ કરાઈ=ભવિતવ્યતા વડે બીજા ભવનું આયુષ્ય બંધાવ્યું. વળી, તે જ નગરીમાં=પાપિષ્ઠ નગરીમાં શર્કરાપ્રભા નામના બીજા પાડામાં અમે બંને લઈ જવાયા. ત્યારપછી કરાયેલા બીભત્સ સ્વરૂપવાળા અમે બંનેને અન્યોન્ય પીસતા ૫૨માધાર્મિકની કદર્થનાને, ક્ષેત્રજનિત સંતાપને વેદન કરતાં ત્યાં ત્રણ સાગરોપમ પસાર કરાયા. આ રીતે પાપિષ્ઠનિવાસ નગરથી પંચાક્ષનિવાસ નગરમાં, ત્યાંથી પણ વળી તે ગતિમાં=નરકગતિમાં, આગમન કરતાં તેના વડે=નંદિવર્ધન વડે, ધરાધરની સાથે વૈરને ખેડતા=વધારતા, હે ભદ્ર ! અગૃહીતસંકેતા મારા વડે ભવિતવ્યતાથી પ્રેરિત ઘણાં રૂપો વિડંબિત કરાયાં. તેથી વળી કુતૂહલવશથી તે પોતાની ભાર્યા વડે એકભવવેદ્ય નામવાળી કર્મપરિણામ મહારાજાથી સમર્પિત કરાયેલી ગુટિકા જીર્ણ થયે છતે ફરી પણ બીજી બીજી ગુટિકાને યોજન કરતી તે અસંવ્યવહાર નગરને છોડીને અપર અપર પ્રાયઃ સર્વસ્થાનોમાં તિલપીડક ન્યાયથી-તલને પીલનાર બળદના ન્યાયથી, હું અનંતકાળ ભમ્યો. एवं वदति संसारिजीवे प्रज्ञाविशालया चिन्तितं - अहो रौद्ररूपोऽसौ क्रोधः, दारुणतरा हिंसा, तथाहि तद्वशवर्तिनाऽनेन संसारिजीवेन घोरं संसारसागरं कथञ्चिदतिलङ्घ्य प्राप्तेऽपि मनुष्यभवे विहितं तत्तादृशमतिरौद्रं कर्म, न प्रतिपन्नं भागवतं वचनं, हारिता मनुष्यरूपता, निर्वर्तिता वैरपरम्परा, उपार्जिता संसारसागरेऽनन्तरूपा विडम्बना, स्वीकृतो महादुःखसन्तानः । तदिदमनुभवाऽऽगमसिद्धमनुभवन्तोऽप्येते मनुष्यभावाऽऽपन्नाः प्राणिनो न लक्षयन्तीवानयोः स्वरूपं, आत्मवैरिण इव समाचरन्ति तमेव क्रोधं, तामेव हिंसां सततमनुवर्तन्ते, तदेतेऽपि वराका लप्स्यन्ते नूनमेवंविधामनर्थपरम्परामित्येषा चिन्ता ममाऽन्तःकरणमाकुलयति । તે આ રીતે સંસારી જીવે કહ્યુ છતે પ્રજ્ઞાવિશાલા વડે વિચારાયું અહો રૌદ્રરૂપ આ ક્રોધ છે, દારુણતર હિંસા છે. તે આ પ્રમાણે – તેના વશવર્તી એવા આ સંસારી જીવ વડે ઘોર સંસારસાગર કોઈક રીતે અતિલંઘન કરીને પ્રાપ્ત પણ મનુષ્યભવ હોતે છતે=નંદિવર્ધનનો ભવ પ્રાપ્ત હોતે છતે, પણ તે તેવું અતિ રૌદ્ર કર્મ કરાયું. ભગવાનનું વચન સ્વીકારાયું નહીં. મનુષ્યરૂપતા નિષ્ફળ કરાઈ, વૈરની પરંપરા નિષ્પાદન કરાઈ, સંસારસાગરમાં અનંતરૂપ વિડંબના ઉપાર્જન કરતાં મહાદુ:ખનો સંતાન સ્વીકાર કરાયો. તે આ અનુભવ આગમસિદ્ધ અનુભવતા પણ મનુષ્યભવને પામેલા પ્રાણીઓ આ બેનું સ્વરૂપ જાણતા નથી=હિંસા અને ક્રોધનું સ્વરૂપ જાણતા નથી. આત્મવેરીની જેમ તે જ ક્રોધને આચરે છે. તે જ હિંસાને સતત અનુસરે છે. તે આ પણ રાંકડાઓ ખરેખર આવા પ્રકારની અનર્થપરંપરાને=નંદિવર્ધને જે પ્રકારે અનર્થપરંપરાને પ્રાપ્ત કરી એવા પ્રકારની અનર્થપરંપરાને પામશે. આ પ્રકારની ચિંતા મારા અંતઃકરણને આકુલ કરે છે. -
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy