________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
उपवेशनार्थं देवैर्विरचितं कनककमलं, दृष्टस्तत्रोपविष्टस्तेभ्यो धर्ममाचक्षाणो भगवान्नरपतिना इलातलविलुलितमौलिना, वन्दितं तत्पादारविन्दं शेषमुनयश्च, अभिनन्दिताः कर्मविटपिपाटनपटिष्ठनिष्ठुरकुठारायमाणेन धर्मलाभाशीर्वादेन भगवता शेषयतिभिश्च, उपविष्टा भूतले, कालज्ञादयोऽपि प्रयुज्य समस्तं वन्दनादिविनयं यथास्थानमुपविष्टाः । प्रस्तुता भगवता विशेषतो धर्मदेशना, दर्शिता भवनिर्गुणता, वर्णिताः कर्मबन्धहेतवः, निन्दितः संसारचारकावासः, श्लाघितो मोक्षमार्गः, ख्यापितः शिवसुखातिशयः, कथिता विषयाभिष्वङ्गस्य भवभ्रमणहेतुशिवसुखप्रतिरोधिका दुरन्तता । ततस्तद्भगवद्वचनामृत विचक्षणाकालज्ञयोर्विदलितं मोहजालमाविर्भूतः सम्यग्दर्शनपरिणामः, समुज्ज्वलितः कर्मेन्धनदहनप्रवणः स्वदुश्चरितपश्चात्तापानलः ।
પ્રતિબોધક આચાર્યનો ઉપદેશ
અન્યદા મોહવિલય નામના બગીચામાં સાતિશય જ્ઞાનાદિ ગુણોના રત્નાકર, ઘણા શિષ્યોના પરિકરવાળા પ્રતિબોધક નામના આચાર્ય આવ્યા. નરેન્દ્રને ઉદ્યાનપાલક વડે નિવેદન કરાયું. તેથી નગરના લોકો સહિત તેમના વંદન માટે રાજા નીકળ્યો. ભગવાનના પણ બેસવા માટે દેવો વડે સુવર્ણકમલ રચાયું. ત્યાં બેઠેલા=સુવર્ણકમલ ઉપર બેઠેલા, તેઓને=૫ર્ષદાઓને ધર્મને કહેતા એવા ભગવાન ભૂમિતલ ઉપર નમાવેલા મસ્તકવાળા એવા રાજા વડે જોવાયા. તેમના પાદારવિંદને વંદન કરાયું. અને શેષ મુનિઓ વંદન કરાયા, ભગવાન એવા તે ધર્માચાર્ય વડે અને શેષમુનિઓ વડે કર્મરૂપી વૃક્ષને છેદવામાં પટિષ્ઠ અને નિષ્ઠુર કુઠારના જેવું આચરણ કરતા ‘ધર્મલાભ' એ પ્રકારના આશીર્વાદથી અભિનંદિત કરાયા રાજા આદિ અભિનંદિત કરાયા.
મહાત્માના મુખમાંથી નીકળેલું ધર્મલાભ આશીર્વચન યોગ્ય જીવોને ધર્મ પ્રત્યેનો દૃઢ રાગ ઉલ્લસિત કરે છે. તેથી વારંવાર ધર્મ પ્રત્યેનો પક્ષપાત વૃદ્ધિ પામે છે. તેથી મહાત્માનો તે આશીર્વાદ યોગ્ય જીવોના કર્મરૂપી વૃક્ષોને નાશ કરવા માટે તીક્ષ્ણ કુઠાર જેવું આચરણ કરનાર છે. અને તેવા ગંભીર ધ્વનિ વડે મહાત્મા અને શેષ મુનિઓ વડે રાજાદિ અભિનંદિત કરાયા.
ભૂતલ ઉપર બેઠા, કાલજ્ઞ આદિ પણ સમસ્ત વંદનાદિ વિનયને કરીને યથાસ્થાન બેઠા, ભગવાન વડે વિશેષથી ધર્મદેશના પ્રસ્તુત કરાઈ. ભવની નિર્ગુણતા બતાવાઈ, કર્મબંધના હેતુઓ બતાવાયા, સંસારરૂપી કેદખાનાની નિંદા કરાઈ. મોક્ષમાર્ગની શ્લાધા કરાઈ=ભગવાન વડે સંસારના ઉચ્છેદના કારણભૂત એવો મોક્ષમાર્ગ કઈ રીતે વર્તમાનના ભવમાં સુખાકારી છે, પરલોકમાં સુખાકારી છે અને અંતે પૂર્ણસુખમય મોક્ષનું કારણ છે તેનું સ્વરૂપ શ્રોતાની ભૂમિકા અનુસાર નિરૂપિત કરાયું, મોક્ષનું સુખ સર્વસુખોથી ચઢિયાતું છે તેનું ખ્યાપન કરાયું, વિષયોના રાગની ભવભ્રમણના હેતુપૂર્વક શિવસુખની પ્રતિરોધિકા એવી દુરંતતા કહેવાઈ. તેથી તે ભગવાનના વચનરૂપી અમૃતને સાંભળીને વિચક્ષણા