SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કર્મવિલાસરાજા વગેરેના સ્વરૂપનું કથન રાજા કહે છે – હે મિત્ર ! આ હમણાં સુંદર કહેવાયું–બાલ પ્રત્યે ક્ષેત્ર કઈ રીતે કારણ છે અને આપણા પ્રત્યે ક્ષેત્ર કઈ રીતે કારણ છે અને કાર્યમાત્ર પ્રત્યે દ્રવ્ય, ક્ષેત્ર આદિ કારણનો સંપ્રદાય કઈ રીતે કારણ છે ઈત્યાદિ મંત્રીએ રાજાને યથાયોગ્ય વિસ્તારથી કહ્યું એ હમણાં સુંદર કહેવાયું. એ પ્રમાણે રાજા કહે છે એમ અત્રય છે, જે તારા વડે ત્યારે ભગવાનની આગળ કહેવાયેલું હતું આચાર્યની સમુખ કહેવાયેલું હતું, શું કહેવાયેલું હતું? તે “યથા'થી કહે છે – હું દેવને આ કર્મવિલાસરાજાનું સ્વરૂપ નિવેદિત કરીશ, તે તું નિવેદિત કર, હું સાંભળવા ઇચ્છું છું. સુબુદ્ધિ કહે છે – હે દેવ ! જો આ પ્રમાણે છેઃકર્મવિલાસનું સ્વરૂપ તમને જાણવાની ઇચ્છા છે, તો દેવ વડે એકાંતમાં બેસવું જોઈએ. રાજા વડે કહેવાયું. આ પ્રમાણે હો=આપણે એકાંતમાં બેસીએ, ત્યારપછી મનીષી વડે અનુજ્ઞા પામેલા રાજા અને અમાત્ય બંનેએ સભામંડપથી ઊભા થઈને કક્ષાત્તરમાં બીજા ઓરડામાં પ્રવેશ કર્યો, સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! અહીં કર્મવિલાસના વિષયમાં, આ પરમાર્થ છે જે ભગવાન વડે તે ચાર પુરુષો પ્રરૂપણા કરાયા, તેઓમાં ઉત્કૃષ્ટતમ પુરુષો સર્વકર્મના પ્રપંચથી રહિત સિદ્ધ ભગવંતો કહેવાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વળી, આ જ બાલ, મધ્યમબુદ્ધિ અને મનીષી જાણવા. આથી જે કર્મવિલાસરાજા ભગવાન વડે કહેવાયો તેઃકર્મવિલાસરાજા, આવા સ્વરૂપવાળા આ બધાનો–બાલ, મધ્યમ, મનીષીનો, જનક પોતપોતાના કર્મનો ઉદય જાણવો, અને તે જ યથાવણિત વીર્યવાળો છે, અપર નહીં તે કર્મપરિણામરાજા પૂર્વમાં વર્ણન કરાયેલા જગતના સર્વ જીવોને તે તે પ્રકારે કાર્ય કરવામાં પોતાની શક્તિ અનુસાર કરવા સમર્થ બને તેવા વીર્યવાળો છે, બીજો કોઈ નથી. અને તેની=ને કર્મપરિણામ રાજાની, ત્રણ શુભ, અશુભ અને મિશ્રરૂપ પરિણતિઓ છે. તે ભગવાન વડે–તે ત્રણ પરિણતિઓ ભગવાન વડે, જ આ મનીષી, બાલ, મધ્યમબુદ્ધિના શુભસુંદરી, અકુશલમાલા, અને સામાન્યરૂપા નામવાળી માતા છે એ પ્રમાણે પ્રતિપાદિત કરાયું, તેઓ જ=તે ત્રણ કર્મની પરિણતિઓ જ, જે કારણથી આમનેકમનીષી આદિ ત્રણેને, આવા સ્વરૂપપણાથી ઉત્પન્ન કર્યા. રાજા કહે છે – તો આ બધાનો મિત્ર કોણ કહેવાય છે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! તે સર્વ અનર્થ કરનાર સ્પર્શનેન્દ્રિય જાણવો. રાજા વડે વિચારાયું – અરે ! મારા વડે પણ ભગવાનથી કહેવાયેલું આ સર્વ સંભળાયેલું હતું, કેવલ જે પ્રમાણે આના વડે=મંત્રી વડે વિજ્ઞાત છે તે પ્રમાણે સમ્યમ્ વિજ્ઞાત નથી. તે કારણથી આ સુબુદ્ધિના આવા પ્રકારના બોધમાં સુસાધુ સાથે ચિરપરિચય કારણ છે, અહો ભગવાનનું વચન-કૌશલ્ય, આથી-આચાર્યનું પદાર્થબોધ કરાવવાને અનુકૂળ એવું વચનકૌશલ્ય છે આથી, આ મનીષી વગેરે સંબંધી સર્વ ચરિત્ર અન્ય વ્યપદેશથી ત્યારે=ઉપદેશકાળમાં, કહેવાયું જ હતું અથવા અહીં મહાપુરુષોના વિષયમાં, શું આશ્ચર્ય છે? આથી જ પ્રબોધતરતિવાળા તે ભગવંત કહેવાય છે=યોગ્ય જીવોને બોધ કરાવવામાં રતિવાળા તે ભગવાન કહેવાય છે. ભાવાર્થ :પ્રબોધનરતિ આચાર્ય મુનિ ભગવંતો કેવા પ્રકારના અપ્રમાદયંત્રથી અંતરંગ શત્રુઓને પીડે છે તેનું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy