________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બાલનું આચરણ
૨૩૯
અને આ બાજુ મધ્યમવર્તીપણાને કારણે અકુશલમાલાથી અને સ્પર્શનેન્દ્રિયથી વિધુરિત ચિત્તવૃત્તિવાળા બાલના વિપર્યાસવિકલ્પો વૃદ્ધિ પામે છે. તે ‘યદ્યુત’થી બતાવે છે – અહો આવા રૂપનો અતિશય= મદનકંદલીના રૂપનો અતિશય, અહો સુકુમારતા, અને બીજું આને=મદનકંદલીને, હું અભિમત છું= મને તે ઇચ્છે છે. જે કારણથી આ=મદનકંદલી અર્ધચક્ષુના વિક્ષેપોથી મતે જુએ છે. આના અંગના સંગના સુખના અમૃતના સિંચનના અનુભવથી હવે મારો જન્મ સફ્ળ થશે. તેથી=આ પ્રકારે બાલ વિચારે છે તેથી, આવા પ્રકારના વિતર્કોની પરંપરાથી આકુલ ચિત્તવાળા તેને=બાલને, પોતાનું સ્વરૂપ વિસ્તૃત થયું, શેષસંજ્ઞા નાશ પામી, મદનકંદલીના ગ્રહણ વિશે એકતાનવાળું અંતઃકરણ થયું, તેથી કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર=મદનકંદલીને ગ્રહણ કરવાને માટે એકતાન થયેલું ચિત્ત હોવાથી હું તેને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરીશ તો શું અનર્થ થશે ? તે રૂપ કાર્ય-અકાર્યનો વિચાર કર્યા વગર, આંધળા પુરુષની જેમ, ગ્રહગૃહિતની જેમ=ભૂતાવિષ્ટ પુરુષની જેમ, તે જ મદનકંદલીમાં સ્થિર સ્થાપન કરાયેલા નયનમાનસવાળો, તેટલો જનસમુદાય જોતે છતે મદનકંદલીને અભિમુખ શૂન્યપાદપાત થાય તેમ દોડે છે=બાલ દોડે છે. તેથી=આ રીતે પર્ષદામાં દોડે છે તેથી, આ શું છે ? એ પ્રમાણે લોકોનો હાહારવ ઊઠ્યો. આ=બાલ મદનકંદલી સમીપ પહોંચ્યો. તેથી આવેગપૂર્વક આ કોણ છે ? એ પ્રમાણે આ=બાલ, રાજા વડે જોવાયો. દૃષ્ટિવિકારથી=બાલના દૃષ્ટિવિકારથી, તેનો ઇરાદો જણાયો=રાજા વડે જણાયો, તે જ આ પાપી બાલ એ પ્રમાણે આના વડે=રાજા વડે, નિર્ણય કરાયો, આને=રાજાને, કોપથી કઠોરદૃષ્ટિ થઈ. ભાસુર વદન કરાયું, હુંકારો મુકાયો=રાજા વડે હુંકારો કરાયો, તેથી=રાજાએ કોપથી હુકારો કર્યો તેથી, દૃષ્ટવિપાકના કારણે=પૂર્વમાં જોયેલા ફ્ળને કારણે, પ્રાદુર્ભૂત ભયના અતિરેકવાળા બાલને કામનો જ્વર નાશ પામ્યો. ચેતના પ્રગટી, દીનતા ઉત્પન્ન થઈ. તેથી પાછળ મુખ કરીને નાસવા લાગ્યો જ્યાં સુધી સન્ધિનાં બંધનો=શરીરના જોડાણના અવયવો, શિથિલભૂત થયા. શરીર વિલીન પામે છે=શરીર પડે છે, ગતિપ્રસર ભગ્ન થયો=દોડવાની ગતિ શિથિલ થઈ. તોપણ કેટલાંક ડગલાં કોઈક રીતે જઈને કંપાયમાન સમસ્તગાત્રવાળો આ બાલ ભૂતલમાં પડ્યો. એ વચમાં=બાલ ભૂતલમાં પડ્યો એ વચમાં, પ્રગટ થયેલો સ્પર્શત ભગવાનના અવગ્રહથી નીકળેલો દૂરદેશમાં ગયેલો તેની=બાલની, પ્રતીક્ષા કરતો રહેલો છે. કલકલ શાંત થયો. મનીષી અને મધ્યમબુદ્ધિ બાલચરિતથી લજ્જા પામ્યા.
आचार्यदर्शितबालचेष्टाहेतुः
ततः 'कोऽस्यापि वराकस्योपरि कोप ?' इति विचिन्त्य शान्तीभूतो राजा, पृष्टोऽनेनाचार्यो यदुत- 'भगवन्! अलौकिकमिदमस्य पुरुषस्य चेष्टितम्, अतीतमिव विचारणायाः अश्रद्धेयमनुभूतवृत्तान्तानाम्, तथाहि - विमलज्ञानालोकेन साक्षाद्भूतसमस्तभुवनवृत्तान्तः पश्यत्येव भगवाननेन यत्पूर्वमाचरितमासीत् यच्चेदानीमध्यवसितं तथापि ममेदमत्र कौतुकं यदुत