SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततश्च सा दया द्वयमप्येतद्वारयत्येव देहिनाम् । तेन सा भुवनाह्लादकारणं परिकीर्तिता ।।२।। શ્લોકાર્થ : અને તેથી તે દયા જીવોને આ બેને=દુઃખ અને મરણને અટકાવે છે અર્થાત્ કોઈ જીવને દુઃખ આપવું જોઈએ નહીં અને કોઈ જીવને મારવા જોઈએ નહીં. એ પ્રકારે જીવમાં વર્તતો દયાનો પરિણામ વારણ કરે છે તે કારણથી તે=દયા, ભુવનના આહ્લાદનું કારણ કહેવાય છે. II૨।। શ્લોક ઃ मुखं शशधराकारं, माभीर्दानाख्यमुत्तमम् । सद्दानदुःखत्राणाख्यौ, दयायाः पीवरौ स्तनौ ||३|| શ્લોકાર્થ ઃ ભય ન પામો એ પ્રકારનું દાન નામનું ઉત્તમ ચંદ્રના આકાર જેવું મુખ છે. સદ્દાન અને દુઃખત્રાણ નામના દયાના પુષ્ટ બે સ્તનો છે. II3II શ્લોક ઃ - विस्तीर्णं जगदानन्दं, शमाख्यं जघनस्थलम् । यद्वा नास्त्येव तद्देहे, किञ्चिदङ्गमसुन्दरम् ।।४॥ શ્લોકાર્થ : વિસ્તીર્ણ જગતના આનંદને કરનારું શમ નામનું જઘનસ્થલ છે અથવા તેના દેહમાં કોઈ અંગ અસુંદર નથી. II૪ા શ્લોક ઃ रूपेण सुन्दरा प्रोक्ता, तेन सा मुनिपुङ्गवैः । यथेष्टा बन्धुवर्गस्य तथेदानीं निगद्यते । । ५ । શ્લોકાર્થ તે કારણથી=દયાનાં કોઈ અંગો અસુંદર નથી તે કારણથી, તે=દયા, મુનિપુંગવો વડે રૂપથી સુંદર કહેવાય છે. જે પ્રમાણે બંધુવર્ગને ઇષ્ટ છે=દયા ઇષ્ટ છે, તે પ્રમાણે હવે કહેવાય છે. IINI
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy