SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરી શકાય નહીં. તે આ પ્રમાણે, આ જગતમાં ગંધહસ્તિની જેમ વિચરતા અહીં અચિંત્ય પુણ્ય પ્રાગુભારવાળા જે તીર્થકરોના શ્રેષ્ઠ કોટિના પુણ્યના વિપાકવાળા જે તીર્થકરોના, વિહારના પવનના ગંધથી જ મુદ્રઅશેષ ગજ જેવા દુભિક્ષ, ઈતિ, પરચક્ર, મારિ, વૈર વગેરે સર્વ ઉપદ્રવો સો યોજનથી અધિક દૂરથી જ નાશ પામે છે, તે પણ ભગવાનના સંવિધાનમાં નિરુપક્રમકર્મના પાશથી અવાશિત એવા દ્રજીવો =નિરુપક્રમ કર્મને વશ થયેલા મુદ્રજીવો, કેવલ ઉપશાંત થતા નથી એમ નહીં. તો શું છે? તે બતાવતાં કહે છે – પરંતુ તે જ ભગવાન તીર્થકરોને સુદ્રઉપદ્રવકરણમાં પ્રવર્તે છે. હિં=જે કારણથી, ભગવાનને પણ તેવા પ્રકારના ઉપસર્ગ કરનારા ગોવાળિયો, સંગમ આદિ પાપકર્મવાળા જીવો સંભળાય છે. અને બીજુ, દેવવિરચિત સમવસરણવાળા, અધ્યાસિત સિંહાસન ઉપર ચતુષ્ટવાળા એવા તે જ ભગવાનના મૂર્તિમાત્રના દર્શનથી જ પ્રાણીઓના રાગાદિ વિલય પામે છે. કર્મજાલ વિદલન=નાશ પામે છે. વૈરાનુબંધ પ્રશાંત થાય છે, મિથ્યાસ્નેહના પાશ વિચ્છેદ પામે છે. વિપરીત અભિનિવેશ પ્રલય પામે છે. જેટલાથી ત્યાં પણ=તે સમવસરણમાં પણ, કેટલાક જીવોનું અભવ્યપણું હોવાથી વિરુપક્રમકર્મના ઘન પટલથી=પડદાથી, તિરસ્કૃત થયો છે વિવેકરૂપી કિરણનો પ્રસાર તેવા જીવોને કેવલ પૂર્વોક્ત ગુણલેશ પણ થતો નથી એમ નહીં, પરંતુ ભગવાનને આશ્રયીને આવા પ્રકારના કુવિકલ્પો પ્રાદુર્ભાવ પામે છે. કેવા પ્રકારના વિકલ્પો પ્રાદુર્ભાવ પામે છે તે “યતથી બતાવે છે – આનું ભગવાનનું, સિદ્ધ ઈન્દ્રજાલ, અહો ! આવું=ભગવાનનું, લોકવંચનનું ચાતુર્ય, અહો ! લોકોની ગાઢ મૂઢતા જે કારણથી, જુઠ્ઠા વાજાળ એવા અસંબદ્ધ રચનામાં ચતુર એવા આના દ્વારા પણ ભગવાન દ્વારા પણ, ઠગાય છે. આ પ્રમાણે સ્થિત હોતે છતે=ક્લિષ્ટકર્મવાળા જીવો ભગવાનને પણ સાક્ષાત્ ઉપદ્રવ કરે છે અને ભગવાનને ઇન્દ્રજાલિકઆદિ માને છે આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે મહારાજ ! આ કંઈ અદ્ભુત નથી જે આ પુરુષ વડે મારા સંવિધાનમાં પણ આવા પ્રકારનો અધ્યવસાય કરાયો. આ પણ=બાલ પણ, સ્વદેહવર્તી પોતાની માતા વિરુપક્રમ આ અકુશલમાલા વડે પ્રેરણા કરાતો સહચર એવા આ સ્પર્શતને સ્વીકારીને આ પ્રમાણે ચેષ્ટા કરે છે=મારા સાંનિધ્યમાં પણ મદનકંદલીને ગ્રહણ કરવાની ચેષ્ટા કરે છે. તે આમાંકબાલની ચેષ્ટામાં, તારા વડે વિસ્મય કરવો જોઈએ નહીં. ભાવાર્થ: સંસારી જીવ અગૃહીતસંકેતા પાસે પોતાનો પ્રસંગ કહે છે ત્યારે અનાદિ નિગોદથી નીકળીને પોતે નંદિવર્ધનના ભવમાં કઈ રીતે જન્મ્યો તેનું વર્ણન કર્યું. અને નંદિવર્ધનના ભવમાં પોતાને અત્યંત ક્રોધની પ્રકૃતિ હતી. તેના નિવારણ માટે તેના પિતાએ વિદુરને તેનું નિરીક્ષણ કરવા અર્થે કાર્ય સોંપેલ અને તે વિદુર નંદિવર્ધનને કથા કરે છે જેના બળથી નંદિવર્ધનને બોધ થાય કે વૈશ્વાનર તેનો પાપમિત્ર છે. તે કથાનકના પ્રસંગમાં બાલ, મનીષી અને મધ્યમ ત્રણ પુરુષની કથા તે વિદુર કરે છે, ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠનગરમાં કર્મવિલાસરાજા છે તેમ બતાવેલ અને તે રાજાના બાલ આદિ ત્રણ પુત્રો છે તેમ બતાવેલ. વળી, ભગવાનની દેશના સાંભળતી વખતે તે વિદુરે કુમારને કહ્યું કે તે નગરમાં શત્રુમર્દન નામનો રાજા છે. આ પ્રકારનાં
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy