________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૬૧
કરાવ્યો. તેથી નક્કી થાય છે કે આ સ્પર્શન વિશ્વસનીય નથી. અને બાલ આની સાથે જે ગાઢ મૈત્રી કરે છે તે ખોટું છે. આ પ્રમાણે વિચારીને મનીષી સ્પર્શન સાથે ઉચિત સંભાષણ કરે છે. અને બહિર્છાયાથી મૈત્રી રાખે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યાં સુધી તે બુદ્ધિમાન પુરુષ સદાગમના વચનથી ભાવિત થઈને સંયમગ્રહણ કરે નહીં ત્યાં સુધી સ્પર્શેન્દ્રિયને અનુકૂળ કંઈક આચરણાઓ કરે છે. તે વખતે સ્પર્શનના સુખનો અનુભવ થાય છે તોપણ આ સુખ પારમાર્થિક નથી. તેવો બોધ મનીષીને છે. તેથી વિષયોમાં ગાઢ સંશ્લેષ થાય તેવો સ્પર્શેન્દ્રિય પ્રત્યે રાગ નથી. ત્યારપછી સ્પર્શન, બાલ, મનીષી ત્રણેય પોતાનાં માતા-પિતા પાસે આવે છે. ઉચિત સંભાષણ કરીને પોતે સ્પર્શનની સાથે મૈત્રી સ્વીકારી છે તેમ કહે છે તે વખતે કર્મવિલાસ૨ાજા, અકુશલમાલા અર્થાત્ અશુભકર્મોની હારમાળા બાલની માતા અને શુભસુંદરી=શુભકર્મોની પરિણતિ મનીષીની માતા છે તે ત્રણેયને સ્પર્શનની સાથે મૈત્રીનો સંબંધ સાંભળીને શું પરિણામ થાય છે ? તે બતાવતાં કહે છે. કર્મવિલાસ૨ાજા પરિતોષ પામે છે; કેમ કે સ્પર્શન એ કર્મની વૃદ્ધિને અનુકૂળ કર્મનો જ એક પરિણામ છે. તેથી જે જીવો સ્પર્શનની સાથે મૈત્રી કરે અને તેની સાથે અનુકૂળ વર્તે છે તેના કર્મનો ઉપચય થાય છે. તેથી અપથ્યનું સેવન જેમ વ્યાધિની વૃદ્ધિનો હેતુ છે તેમ સ્પર્શન પણ કર્મની વૃદ્ધિનો હેતુ છે. આ પ્રમાણે કર્મવિલાસ૨ાજાને પૂર્વનો અનુભવ છે તેથી પોતાની વૃદ્ધિનો હેતુ સ્પર્શન છે માટે તે ખુશ થાય છે. વળી, કર્મપરિણામ રાજા વિચારે છે કે જે સ્પર્શનને અનુકૂળ હોય તેને મારે પ્રતિકૂળ વર્તવું જોઈએ. અને જે સ્પર્શનને પ્રતિકૂળ છે તેના પ્રત્યે મારે અનુકૂળ વર્તવું જોઈએ અને જેઓ સ્પર્શનનો ત્યાગ કરે છે. તે જીવને મારે પણ છોડી દેવો જોઈએ. એ પ્રકારનો મારો સ્વભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવો ગાઢ આસકિતપૂર્વક સ્પર્શેન્દ્રિયના વિલાસો કરે છે તેઓને અશુભકર્મો બંધાય છે અને તે જીવોને તે કર્મો અનેક પ્રકારની કદર્શના પ્રાપ્ત કરાવે છે. જે જીવો વિવેકવાળા છે તેઓ સદાગમના વચનનું અવલંબન લઈને સ્પર્શન સાથે ગાઢ સંબંધ કરતા નથી પરંતુ તેને પ્રતિકૂળ વર્તન કરે છે તે જીવો શ્રેષ્ઠકોટિનું પુણ્ય બાંધે છે, તેથી કર્મવિલાસ પણ તે જીવોને સદ્ગતિમાં સ્થાપન કરે છે. અનેક પ્રકારનાં બાહ્ય સુખોની પ્રાપ્તિ કરાવે છે અને જ્યારે તે મહાત્માઓ પૂર્ણ વિવેકવાળા થઈને સદાગમના વચનથી સાધનામાં યત્ન કરે છે ત્યારે પ્રથમ સ્પર્શન પ્રત્યે અતિ કઠોર બને છે. તેથી લોચાદિ કષ્ટો વેઠે છે. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામે છે. ત્યારે મતિજ્ઞાનના ઉપયોગરૂપ સ્પર્શેન્દ્રિયનો પરિણામ સર્વથા નાશ પામે છે. ફક્ત દ્રવ્ય શરીરરૂપ સ્પર્શેન્દ્રિય છે. તેના બળથી શાતા-અશાતાના અનુભવ રૂપ કેવલજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ સ્પર્શેન્દ્રિયવાળા કેવલી છે. તેટલા અંશમાં કેવલીને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે. અને જ્યારે યોગનિરોધ કરીને સર્વકર્મ રહિત થાય છે, ત્યારે શાતા-અશાતાના અનુભવ રૂપ સ્પર્શેન્દ્રિયનો સર્વથા ત્યાગ થાય છે અને કર્મો પણ એવા જીવોનો સર્વથા ત્યાગ કરે છે.
આ રીતે સ્પર્શેન્દ્રિયની સાથે બાલની અને મનીષીની મૈત્રી જોઈને કર્મપરિણામ રાજાએ શું વિચાર કર્યો તે બતાવ્યું. હવે, બાલની માતા અકુશલમાલા શું વિચારે છે તે બતાવે છે. વસ્તુતઃ બાલ અશુભકર્મોની હારમાળા લઈને મનુષ્યભવમાં જન્મ્યો છે તેથી તેનો જનક કર્મપરિણામ રાજા છે અને તે કર્મપરિણામ રાજાની અંગભૂત જ અકુશલકર્મોની હારમાળા તે બાળની માતા છે. અને સ્પર્શેન્દ્રિય સાથેનો બાલનો સંબંધ