________________
૩૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સર્વ મહાત્માએ કહ્યું એ પ્રમાણે થયું. મુનિભાષિત અન્યથા નથી વિશિષ્ટજ્ઞાનવાળા મુનિએ બાલવિષયક જે ભાવિ કહેલું તે અન્યથા નથી. II૭૬ll
આ પ્રમાણે સ્પર્શનનું કથાનક સમાપ્ત થયું. ભાવાર્થ :
રાજાને મનીષીના નિર્લેપ ચિત્તને જોઈને મનીષી પ્રત્યે તીવ્રરોગ થાય છે. તેથી કંઈક વિવેકથી અને કંઈક અજ્ઞાનને વશ મંત્રીને કહે છે કે મનીષીના વિરહને હું સહન કરી શકું તેમ નથી. અને મનીષી જેવો ચારિત્રનો પરિણામ થયો નથી તેથી સર્વસંગનો ત્યાગ કરીને સર્વથા નિર્મભું થવા માટે હું સમર્થ નથી. માટે કેટલોક કાળ મનીષીને દીક્ષાને વિલંબન કરવા અને તેના સાંનિધ્યથી દીક્ષાના બળનો સંચય કરવા રાજા અભિલાષ કરે છે, તે સર્વમાં પણ રાજાને ગુણોનો રાગ અતિશય હતો તોપણ કોને શું ઉચિત અને શું અનુચિત તેનો નિર્ણય કરવાની શક્તિ સુસાધુના પરિચયને કારણે સુબુદ્ધિમંત્રીને છે, તેવી શક્તિ રાજાને પ્રાપ્ત થઈ નથી. છતાં મંત્રીની સલાહથી મનીષીના દીક્ષાના પ્રસંગ માટે સર્વ તૈયારી રાજા કરે છે અને દીક્ષાની રથયાત્રા દરમ્યાન પ્રતિદિન મનીષીના ચિત્તને જ રાજા, મંત્રી આદિ અને મદનકંદલી વગેરે પણ સદા અવલોકન કરે છે. અને સર્વ પ્રસંગોમાં મનીષીનું તદ્દન નિર્મમચિત્ત જોઈને રાજા વગેરેને પણ તેવા નિર્મમચિત્ત પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે તેથી સંયમગ્રહણ કરવાનો વીર્ય ઉલ્લસિત થાય છે. ઉત્તમપુરુષોના દર્શનથી પણ યોગ્ય જીવોને તે પ્રકારના ઉત્તમભાવો થાય છે. કેવી રીતે રાજા વગેરેને સંયમનો પરિણામ થાય છે? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે. મહાપુરુષ એવા મનીષીના સંનિધાનનું અચિંત્ય માહાત્ય છે જેથી તેના ચિત્તને જોઈને રાજા વગેરેને પણ સંયમનો પરિણામ ઉલ્લસિત થયો. વળી, કર્મક્ષયોપશમનું વિચિત્રપણું છે તેથી મનીષીના મુખને જોઈને રાજા વગેરેનું ચારિત્રમોહનીયકર્મ ક્ષયોપશમને પામ્યું. વળી, મનીષીના સ્વાભાવિક ગુણોથી રાજા વગેરેનું ચિત્ત અત્યંત રંજિત થયેલું હોવાને કારણે તે સર્વનું ચારિત્રને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થયું તેથી ઉત્તમ પુરુષોના દર્શન માત્રથી ફળ થતું નથી, પરંતુ જેઓનું ચિત્ત ઉત્તમપુરુષોની શાંત મુદ્રા, તેમના વચનપ્રયોગો આદિના અવલોકન દ્વારા ઉત્તમપુરુષોના ગુણોને જાણવા યત્ન કરે છે, તેના પારમાર્થિક સ્વરૂપનું ભાવન કરે છે તેઓને જ તેવા ઉત્તમગુણો પ્રત્યે પ્રવર્ધમાન રાગ થાય છે, જેથી તેવા ગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મો ક્ષયોપશમ ભાવને પામે છે. આથી જ મનીષીના સંયમના પ્રસંગને પામીને રાજા વગેરેને પણ સંયમને અભિમુખ અતિશય પરિણામ થયો. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી સૂરિએ જે ધર્મદેશના આપી તેનાથી સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે, કેમ કે સૂરિએ કહ્યું કે આ સંસાર અનાદિ અનંતકાળનો છે. જન્મ, મૃત્યુ, આદિ અનેક ભયોથી આક્રાંત છે અને તે સંસારમાં નિર્મળ એવી સર્વજ્ઞકથિત પ્રવજ્યા દુર્લભ છે. અર્થાત્ વેશગ્રહણ દુર્લભ નથી પરંતુ દીક્ષાગ્રહણ કર્યા પછી તે તેલધારક પાત્રવાળા પુરુષની જેમ, અપ્રમાદપૂર્વક મોહનાશને અનુકૂળ સતત પરાક્રમ કરનારા મહાત્માઓ જે રીતે નિર્મળ પ્રવ્રજ્યા પામે છે એવી પ્રવ્રજ્યા અત્યંત દુર્લભ છે; કેમ કે આવી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થયા પછી સંસારનાં દુઃખોની પ્રાપ્તિ નથી. અંતરંગ રાગાદિ સમુદાય સતત ક્ષીણ પામે છે. કર્મોની શક્તિ સતત અલ્પ