________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૭૧
रथावरोहणार्थं देवः । अत्रान्तरे स्मृतमनेन - अये ! न दृष्टोऽद्यापि मया तातः, अहो मे प्रमत्तता, अहो मे दुर्विनीतता, अहो मे तुच्छत्वेन स्वल्पप्रयोजनेऽपि पर्याकुलता यत्तातपादवन्दनमपि विस्मृतमिति । ततो निवृत्त्य चलितस्तद्दर्शनार्थं देवः ।
સંતોષના જય માટે યુદ્ધનો પ્રારંભ
વિપાક વડે કહેવાયું – ત્યારપછી=સ્પર્શન આદિ પાંચ મનુષ્યો જગતને વશ કરવા માટે વિષયાભિલાષે મોકલ્યા ત્યારપછી, વિસ્તારવાળા જગતમાં વિચરતા એવા તેઓ વડે=સ્પર્શનઆદિ પાંચ મનુષ્યો વડે, જગત વશીકૃતપ્રાય વર્તે છે. રાગકેસરીની કિંકરતાને ગ્રાહિતપ્રાય વર્તે છે. કેવલ મહાશસ્યના સમુદાયમાં ઈતિ વિશેષની જેમ=મહાધાન્યતા સમુદાયમાં જીવોત્પત્તિ વિશેષની જેમ, તેઓને=સ્પર્શન આદિ પાંચને, ઉપદ્રવકારી ઉત્પન્ન થયેલો ખરેખર સંતોષ નામનો ચોરટો સંભળાય છે, અને તેઓનો અભિભવ કરીને=સ્પર્શનાદિનો અભિભવ કરીને, તેના વડે=સંતોષ વડે, કેટલાક પણ લોકો નિર્વાહિત કરાયા=સંસારના બંધનોમાંથી મુક્ત કરાવાયા, અને દેવની ભુક્તિથી=રાગકેસરીના રાજ્યથી, અતિક્રાંત એવી નિવૃત્તિ નગરીમાં પ્રવેશિત કરાયા એ પ્રમાણે સંભળાય છે. તેથી=વિપાકનાં તે વચનો સાંભળવાથી, મારા વડે=પ્રભાવ વડે, વિચારાયું, થોડો આ અર્થ વ્યભિચાર પામે છે=સંતોષે કેટલાક લોકોને મોક્ષમાં પહોંચાડ્યા એ કથન પૂર્વમાં સ્પર્શને કહેલા કથન સાથે કંઈક વિરોધવાળો પ્રાપ્ત થાય છે. જે કારણથી સ્પર્શન દ્વારા ભવજંતુનું નિવૃત્તિ નગરીમાં ગમન સદાગમના બળથી અમારી સમક્ષ જ=બોધ અને પ્રભાવની સમક્ષ જ, મનીષી અને બાલને કહેવાયું. વળી, આ=વિપાક, સ્પર્શન આદિનો અભિભવ કરીને સંતોષ વડે લોકો નિર્વાહિત કરાયા અને લોકો નિવૃત્તિ નગરમાં સ્થાપન કરાયા એ પ્રમાણે કહે છે, તે કારણથી=વિપાક કહે છે તે અને સ્પર્શને કહ્યું તે બે વિરોધી છે તે કારણથી, આ=વિપાક કહે છે એ, કેવી રીતે છે ?=કઈ અપેક્ષાએ છે. અથવા આ અકાંડ પર્યાયલોચનથી શું ?=અત્યારે વિપાકના વચનો સાંભળવાનો અવસર છે, તે વખતે જેની વિચારણાનો અવસર નથી તેની વિચારણાથી શું ? આ પ્રમાણે વિચારીને પ્રભાવ વિચારે છે કે ધ્યાનપૂર્વક આવું વચન=વિપાકનું વચન, હું સાંભળું. પાછળથી વિચારણા કરીશ=સદાગમથી જીવો મુકાય છે કે સંતોષથી મુકાય છે તેનો નિર્ણય પાછળથી કરીશ, વિપાક વડે કહેવાયું, તેથી=સંતોષ વડે કેટલાક લોકોને સ્પર્શન આદિનો અભિભવ કરીને નિવૃત્તિ નગરીમાં પહોંચાડાયા તેથી, આપ્તલોકની શ્રુતિથી આજે આ સ્પર્શન આદિના અભિભવનો પ્રસંગ દેવ એવા રાગકેસરી વડે સંભળાયો. તેથી અતિ દુઃસહ અને અશ્રુતપૂર્વ એવું પોતાના સૈનિકોના પરિભવના વચનને સાંભળીને કોપરૂપી અગ્નિથી જનિત રક્તલોચનના યુગલવાળા, વિષમ સ્ફુરિત અધરવાળા, વિકરાલ એવી ભૃકુટિના ભંગથી કુંડલીકૃત લલાટપટવાળા, અબદ્ધતિરંતર સ્વેદબિંદુવાળા, નિર્દય એવા હાથથી અભિહત કર્યું છે ધરણીનું પૃષ્ઠ જેઓએ એવા, પ્રલયના અગ્નિ જેવા ભાસ્વર રૂપને ધારણ કરતા, અમર્ષવશ પરિસ્ખલિત વચનવાળા દેવ એવા રાગકેસરી વડે પરિજન આજ્ઞાપિત કરાયો – અરે ! ઉતાવળા થયેલા તમે પ્રયાણ પડહને વગડાવો, ચતુરંગબલને સજ્જ કરો, પરિજન