SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપવા માટે શૂરસેન અને બલાધિકૃતને વ્યાપારવાળા કરીને સુમતિ, વરાંગ, કેસરી નામના પ્રધાન મહત્તમ એવા અમારા પ્રત્યે કહે છે, જુઓ નંદનરાજાની બે પુત્રીઓનું આ આગમન અમને પરમઆનંદનું કારણ, પણ કુમારના વિરહને કારણે અગ્નિમાં ઘીપ્રક્ષેપકલ્પપણું હોવાથી ક્ષત ઉપર ક્ષારનિષકતુલ્ય ભાસે છે, તે કારણથી તમે શીઘ્ર જયસ્થલ નગરમાં જાઓ. આ નિશ્ચિત છે કે ત્યાં કુમાર રહેલ છે. પદ્મરાજ નૃપતિને મારી અવસ્થા અને કન્યાનું આગમન નિવેદિત કરો. અને બે કારણને જાણીને પદ્મરાજ કુમારને મોકલશે જ અને બીજું, નંદિવર્ધનકુમાર પણ પદ્મરાજને અનુજ્ઞાપન કરીને તમારા વડે લાવવો, જે કારણથી રત્નવતીને ઉચિત વર છે. તેથી અમારા વડે કહેવાયું=તે ત્રણ પુરુષો વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે છે, ત્યારપછી અહીં=જયસ્થલ નગરમાં, આ પ્રયોજનથી=કતકશેખર અને નંદિવર્ધનને લેવાના પ્રયોજનથી, અમે આવ્યા છીએ, તે કારણથી આ સર્વ અમોને આમના વડે=કુશાવર્ત નગરથી આવેલા પ્રધાન પુરુષો વડે, કહેવાયું, તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે જો કે તમારા વિરહનું કાયર હૃદયપણું હોવાને કારણે આ અમારા વડે કહેવું શક્ય નથી=નંદિવર્ધનના પિતા વડે આ કહેવાનું શક્ય નથી, તોપણ મહાપ્રયોજન છે એ જાણીને કહેવાય છે=નંદિવર્ધનના પિતા વડે કહેવાય છે. શું કહેવાય છે તે ‘વદ્યુત'થી બતાવે છે હવે કાલવિલંબત કરો નહીં. અતિત્વરાથી કુશાવર્ત જાઓ=તમે બંને જાઓ, બંને પણ તમે=નંદિવર્ધન અને કનકશેખર, કનકચૂડરાજાના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરો. ત્યારપછી પિતા વડે=નંદિવર્ધનના પિતા વડે, શોભન આજ્ઞાપન કરાયું, કનકશેખરની સાથે મારો પણ અવિયોગ થશે જ એ પ્રકારનું ચિંતવન કરતા મારા વડે=નંદિવર્ધન વડે, કહેવાયું જે પિતા આજ્ઞા કરે છે, ત્યારપછી તોષથી નિર્ભર એવા પિતા વડે તે જ ક્ષણમાં પ્રસ્થાનને ઉચિત ચતુરંગ બળ સજ્જ કરાયું. મોટા પુરુષો નિયુક્ત કરાયા, કરાવાયા છે અશેષ માંગલિક કર્તવ્યો જેને એવા અમે બે પ્રસ્થાપિત કરાવાયા, અંતરંગ પરિજનમાં મારી સાથે અભિવ્યક્તરૂપે વૈશ્વાનર પ્રવૃત્ત થયો. પુણ્યોદય પણ કેવલ પ્રચ્છન્નરૂપપણાથી પ્રવૃત્ત છે, ત્યારપછી પ્રયાણક અપાયું. કેટલોક માર્ગ ઉલ્લંઘન કરાયો. - ભાવાર્થ: નંદિવર્ધનને પાપમિત્ર વૈશ્વાનર સાથે વિયોજન અશક્ય છે, એમ પિતાએ નિશ્ચય કર્યો, ત્યારપછી અનુસુંદર ચક્રવર્તી નંદિવર્ધનના ભવમાં પોતે કલાગ્રહણ કરીને કઈ રીતે રાજા પાસે આવે છે, કઈ રીતે યૌવનમાં તેનો દેહ રૂપસંપન્ન બને છે, વળી, નંદિવર્ધન અતિક્રોધી હોવા છતાં રાજકુળની મર્યાદાનુસાર માતા-પિતાને પ્રતિદિન નમસ્કાર કરે છે તે બતાવીને શિષ્ટાચાર ઉત્તમકુળમાં કેવો હોય છે તેનો બોધ કરાવે છે. ત્યારપછી નંદિવર્ધનના મામાનો દીકરો-ભાઈ કઈ રીતે નંદિવર્ધન પાસે આવે છે તે બતાવીને વિવેકપૂર્વક નંદિવર્ધન ઉચિતકાળે કનકશેખરને પિતાથી અપમાનિત થવાનું પ્રયોજન પૂછે છે, ત્યારે કનકશેખરને પોતે કઈ રીતે ધર્મ પામ્યો છે તેનું વર્ણન કરે છે અને વિવેકી જીવો ધર્મ પામ્યા પછી શ્રાવકોની સાથે પ્રતિદિન ધર્મની ચર્ચા કરીને પ્રાયઃ બહુશ્રુત થાય છે તેમ કનકશેખર પણ બહુશ્રુત થયો અને નિપુણતાપૂર્વક શાસ્ત્રના ૫રમાર્થને જાણનાર થયો. તેનાથી બોધ થાય છે કે શ્રાવકો માત્ર ધર્મકૃત્યો કરીને સંતોષ માનનારા હોતા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy