SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૩૬૫ નંદિવર્ધનની સાથે હિંસાનો વિવાહ તેથી તે વેશ્વાનરને તે માર્ગમાં મારી સાથે જતા આવા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ. કેવી બુદ્ધિ થઈ? તે ‘'થી બતાવે છે – આ નંદિવર્ધનકુમારને હું=શ્વાનર, રૌદ્રચિત્તનગરમાં લઈ જઉં. દુષ્ટ અભિસંધિ દ્વારા તે હિંસા કન્યાને આવે નંદિવર્ધનને અપાવું, તેથી તેણી સાથે પરણવાથી હિંસા નામની કન્યા સાથે પરણવાથી, મને સર્વ પ્રયોજનમાં આ=નંદિવર્ધન, ગાઢતર તિવ્યભિચારવાળો થશે. ત્યારપછી વિચાર કરીને=આને હું હિંસા કન્યા પરણાવું એ પ્રમાણે વિચાર કરીને, તેના વડે= વૈશ્વાનર વડે, આ પ્રમાણે ત્યાં ગમન માટે-રૌદ્રચિત્તનગરમાં જવા માટે, હું કહેવાયો-નંદિવર્ધન કહેવાયો. મારા વડે નંદિવર્ધત વડે, કહેવાયું વૈય્યાતરને કહેવાયું, કતકશેખર આદિ પણ જાવ. અર્થાત્ રૌદ્રચિત્તનગરમાં જાવ. વૈશ્લાનર કહે છે – હે કુમાર ! આમતોત્રકનકશેખર આદિતો, ત્યાં= રૌદ્રચિત્તનગરમાં, ગમનનો સંભવ નથી, જે કારણથી તે રૌદ્રચિત વગર અંતરંગ છે, તે કારણથી પરિજન વગર કનકશેખર આદિ પરિજન વગર, મારી સહાયતાવાળો જ કુમાર વૈશ્વાનરની સહાયતાવાળો જ કુમાર, ત્યાં-રૌદ્રચિતનગરમાં, જવા માટે યોગ્ય છે. તેથી તે સાંભળીને વૈશ્વાનરનું તે વચન સાંભળીને, હું નંદિવર્ધન, તેના વચનનું અલંઘનીયપણું હોવાથી વૈશ્વાનરના વચનનું અલંઘનીયપણું હોવાથી, ત્યાં=વધ્વાનરમાં, સ્નેહભાવતું ગુરુપણાથી નંદિવર્ધનને વૈશ્વાનરમાં અત્યંત સ્નેહ હોવાથી, ચિત્તનું અજ્ઞાન ઉપહતપણું હોવાથી=નંદિવર્ધનનું ચિત વૈશ્વાનરને શત્રુરૂપે જાણી શકે તેવા જ્ઞાનતા અભાવવાળું હોવાથી, તેની=વૈધ્ધાનરની, પરમશત્રુતાને જાણ્યા વગર, પોતાના હિતાહિતનું પર્યાલોચન કર્યા વગર, આગામિની અનર્થ પરંપરાને જોયા વગર પણ વૈશ્વાનરના વચનથી હું રૌદ્રચિત્તનગરમાં જઈશ તેના કારણે ભવિષ્યમાં નરકાદિની પરંપરા પ્રાપ્ત થશે તેને જોયા વગર પણ, વૈશ્વાનરની સાથે હું રૌદ્રચિત્તનગરમાં ગયો. દુષ્ટ અભિસંધિ જોવાયો. વૈધ્ધાનર વડે મને તે હિંસા અપાવાઈ-પરણાવાઈ, ક્રમથી ઉચિત કરણીય કરાયું હિંસાને પરણ્યા પછી જે ઉચિત કરણીય હતું તે કરાવાયું. ત્યારપછી દુષ્ટ અભિસંધિની સાથે હિંસા અને વૈશ્વાનરથી સહિત હું મોકલાવાયો, કતકશેખર આદિના સેવ્યમાં મળ્યો. માર્ગમાં જતાં વૈશ્વાનરની સાથે અમારો સહર્ષ એવો જલ્પ પ્રારંભ થયો. જે જલ્પ થયો તે વહુ'થી બતાવે છે – હે કુમાર ! હું વૈય્યાતર, હમણાં કૃતકૃત્ય છું. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, કેવી રીતે કૃતકૃત્ય છો ? તે=વૈશ્વાનર, કહે છે. જે કારણથી આ હિંસા કુમાર વડે પરણાવાઈ તે કારણથી હું કૃતકૃત્ય છું એમ અવય છે. કેવલ હમણાં હું આટલી પ્રાર્થના કરું છું-વૈશ્વાનર નંદિવર્ધનને કહે છે હું આટલી પ્રાર્થના કરું છું, જે કારણથી કુમારને સતત અનુરક્તવાળી આ હિંસા થાય, મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, આતો=હિંસાનો આવા પ્રકારના થવામાં વળી, કયો ઉપાય થશે ? હિંસા મારામાં અનુરક્ત થાય એનો કયો ઉપાય થશે ? વધ્વાનર કહે છે – સાપરાધ કે નિરપરાધ પ્રાણીને મારતા કુમાર વડે થોડીક પણ ઘણા કરવી જોઈએ નહીં. આ બીજાની હિંસા, કરવામાં ધૃણા ન કરવી એ, આનો હિંસાનો, અનુરક્ત થવાનો ઉપાય છે, મારા વડે=નંદિવર્ધત વડે, કહેવાયું – અત્યંત અનુરક્ત એવી આના વડે શું થશે ? વૈશ્વાનર કહે છે – હે કુમાર ! મારાથી પણ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy