Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001210/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્ર સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ Jal Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ ઈ જેનાથસાળા- ૮-૯ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાળા-૮-૨ શ્રી રાજચંદ્ર [જીવનયાત્રા તથા વિચારરત્ન ] સંપાદક: ગોપાલદાસ જીવાભાઈ પટેલ શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ઠે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ : ૬ : Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શૈલેશભાઈ કોદરભાઈ પટેલ કુલસચિવ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪ © ગૂજરાત વિદ્યાપીઠ પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૫ બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૪૬ પ્રથમ પુનર્મુદ્રણ ઑગસ્ટ ઈ. સ. ૨૦૦૦ પ્રત : ૫૦૦ કિંમત રૂ. ૧૨પ-૦૦ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ઓગણીસમા સૈકાની છેલ્લી પચીસીમાં થઈ ગયેલા મહાન ગુજરાતીઓમાંના એક શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી રાયચંદભાઈ) છે. જે આપણે આપણા મહાન પુરુષોનાં જીવનચરિતેને અમૂલ્ય વારસો સંઘરી લેતાં શીખ્યા હતા, તે આજ આપણું સાહિત્યમાં તેઓશ્રીની જીવનકથા કે એમના મિ તથા સગાંસંબંધીઓનાં અનેકવિધ સંસ્મરણે વિદ્યમાન હોત. આ પુસ્તક એવી કશી ખેટ પૂરવાને દાવ કે ઈરાદે સરખો પણ રાખી શકે એમ નથી. શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિષે કાંઈક રૂપરેખા જેવું આપવાને હેતુ જ આ પુસ્તકથી કાંઈક અંશે સરી શકે એમ છે. તેઓશ્રીના ભક્ત સ્વ. પંજાભાઈ હીરાચંદ હયાત હતા ત્યારે તે અમદાવાદમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે તેમની જયંતી ઊજવતા. ત્યાર બાદ એ કામ તેમણે સ્થાપેલી જેન સાહિત્ય પ્રકાશન સમિતિ મારફત થાય એવી તેમની ઈચ્છા હતી. તે પરથી સમિતિએ સં. ૧૯૯૦ની જયંતી વેળા ઠરાવ્યું કે, એ જયંતીઓ પરનાં - વ્યાખ્યાનેને સંગ્રહ પ્રસિદ્ધ કરો. આ સંગ્રહ વધુ ઉપયોગી થા સારુ એના આદિમાં શ્રીમદ રાજચંદ્રના જીવનની રૂપરેખામાત્ર . પણ આવશ્યક ગણાય. તે પ્રમાણે એવી ટૂંકી જીવનરેખા તૈયાર કરીને પુસ્તકના પ્રથમ ખંડમાં મૂકી છે. શ્રી રાજચંદ્રનાં સંસ્મરણે નોંધવામાં એક્મા ગાંધીજીએ પહેલ કરી લાગે છે. તેમણે લખેલાં તે સ્મરણે આ પુસ્તકના બીજા , Page #5 -------------------------------------------------------------------------- ________________ ખંડમાં આપ્યાં છે. આ સ્મરણે તેઓશ્રીએ પોતાના ૧૯૨૨-૪ના પ્રથમ જેલીનિવાસમાં લખેલાં. ત્યારનાં તે અધૂરાં છે તે છે. તેઓશ્રી એ પૂરાં કરે તો એક અમૂલ્ય સ્મૃતિવાર આપણને મળી રહે. તે સ્મરણે તેઓશ્રીએ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથની નવી આવૃત્તિની પ્રસ્તાવના તરીકે છાપવા માટે આપેલાં, પરંતુ પછી “જૈનસાહિત્યસંશોધક” ત્રિમાસિકમાં પ્રસિદ્ધ થયેલાં. આજે અવિદ્યમાન એ ત્રમાસિકમાં દબાઈ રહેલાં તે પ્રકરણે અહીં ખોદી આપ્યાં છે. એ આ ગ્રંથમાં લેવાની રજા આપવા માટે સમિતિ તેના સંચાલકની આભારી છે. . એ સંસ્મરણે ઉપરાંત ગાંધીજીની આત્મકથા માં આવેલું રાયચંદભાઈ' વાળું પ્રકરણ તથા તેમાં જ બીજે બે ઠેકાણે આવેલા કાંઈક ઉપાગી લાગતા ઉલ્લેખો પણ તે ખંડમાં ઉમેરી લીધા છે. પ્રથમ ખંડમાં મૂકેલી “જીવનરેખા' તૈયાર કરવા માટે જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે અહીં કહેવી જોઈએ. શ્રી રાજચંદ્રની રોજનીશી ને તેને સંગ્રહગ્રંથ “શ્રીમદ્રાજચંદ્ર” તો એક મુખ્ય સાધન હતું જ. પરંતુ જીવનરેખા કંઈ કે રસમય બનાવવા એટલી જ માત્ર સામગ્રી પૂરતી ન ગણાય. પરંતુ એટલામાં એક અણધારી મદદ મળી ગઈ. અગાસ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાતા શ્રી લઘુરાજ સ્વામી (શ્રી લલ્લુજી), કે જે શ્રીમદ્ રાજચંદ્રના સમકાલીન સત્સંગી ભક્ત કહેવાય, તેમના સત્સંગમાં શ્રી ગોવર્ધનભાઈ કા. પટેલ (હાલમાં બ્રહ્મચારી ગોવર્ધનભાઈ) રહેતા હતા. જયંતીવ્યાખ્યાન પ્રસંગે ઉપયોગી થાય તેવું કાંઈક લખાણ લખી મોકલવા તેમને વિનંતિ કરતાં, તેઓશ્રીએ ખાસ પરિશ્રમપૂર્વક તથા શ્રી લધુરાજ સ્વામીની દોરવણ અને મદદથી શ્રીમદ્ રાજચંદ્રના જીવનપ્રસંગોથી ભરપૂર એવી એક સળંગ જીવનકથા તૈયાર કરીને મોકલી. જયંતી વ્યાખ્યાન પ્રસંગે તે આખી વાંચી જવી તો શક્ય નહોતું, પણ તેની મદદથી તે વર્ષે એક સરસ જયંતી વ્યાખ્યાન યોજી શકાયું; અને તે પ્રસંગ બાદ પણ તે લખાણુને યથેચ્છ ઉપયોગ કરવાની Page #6 -------------------------------------------------------------------------- ________________ પરવાનગી મળતાં આ જીવનરેખા તૈયાર કરવામાં એક માટી મદદ મળી ગઈ. કેટલાંક વિગતપૂર્ણ સમરણા વગેરે એમાંથી જ મળી શક્યાં છે. આને માટે સમિતિ તરફથી હું એમના આભારી . ? :: એ પ્રમાણે સામગ્રીવાળી શ્રીમદ્ની જીવનયાત્રા ” આ ગ્રંથમાળાના ૮મા મણુકારૂપે પ્રસિદ્ધ કરતી વખતે જ તેના નિવેદનમાં (તા. ૪-૭–’૩૫) એવી આશા પ્રગટ કરેલી કે, “ તેઓશ્રીના વિચારાનું દેહન કરીને, અનુકૂળતા હશે તે તેને સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા ઇરાદે છે. ’” જીવનયાત્રા તૈયાર કરવા સારુ શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણે! આમેય જોવામાં તે આવેલાં. એને લાભ લઈને સાથેાસાથ દોહન પણ સહેજે કરી લીધું હતું. એટલે ચારેક મહિના પછી જ શ્રી રાજ’દ્રનાં વિચારરત્ના' એ નામથી તે સંગ્રહ પણ આ ગ્રંથમાળાના ૯મા અણુકારૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યે. ( શ્રી રાજચંદ્રના વિદ્યમાન નિકટના પરિચિતામાં પૂ. . ગાંધીજી પ્રમુખ ગણાય. વિચારરત્ના ’વાળા સગ્રહ માટે તેઓશ્રી કાંઈક આદિવચન આપે તે સારું એમ સહેજ મનમાં થયું અને તેએાશ્રીએ તે તરત સ્વીકારી લીધું. પોતાના અતિ રાકાયેલા સમયમાંય એ સંગ્રહની હાથપ્રતને જરાક સરખી નજર તળે કરી જ, જે એ ખેલ ' તેઓશ્રીએ લખી આપ્યા છે, તે વાચકા આગળ એ સગ્રહની આખી સિફારસનાં વાક્ય છે. C " સંગ્રહની અનુક્રમણિકા ઉપરથી જ માલૂમ પડી આવશે કે, એમાં મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક વિષય જ પ્રધાનપણે છે. શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય લક્ષ આત્મચિંતન અને આત્મદન હેાવાથી, તેમનાં લખાણેામાં આત્મકથા તથા તેના અંગભૂત ધર્મ કથા જ મેાટે ભાગે છે. તેમાં પણ, શ્રી રાજદ્રે પેાતાના પુરેાગામી મહાવીર જેવા એનેક આત્માર્થીઓના માગ અનુસરવાને જ પ્રયત્ન કર્યાં હાઈ, કાઈ નવા માગ કે નવા સિદ્ધાંત પ્રતિપાદિત કર્યાં નથી. છતાં તેમનાં વચને તેમના તીવ્ર પુરુષાર્થી જીવનમાંથી પ્રગટેલાં ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ હોવાથી, તેઓમાં રહેલી સરળતા અને સચોટતા કોઈને પણ નવીન લાગ્યા વિના રહેશે નહિ. એ વચનમાંથી જુદા જુદા મુદ્દાઓને લગતાં જે વાક્યો ધ્યાન ખેંચે તેવાં તથા તે તે મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં લાગ્યાં, તે બધાને મુદ્દવાર જુદા પ્રકરણમાં ગઠવી આ સંગ્રહમાં રજૂ કર્યા છે. તે પ્રકરણમાં પણ તે વાને કાંઈક દલીલના ક્રમથી ગોઠવવા પ્રયત્ન કર્યો છે. દરેક વાકય પછી તે લખતી વખતની શ્રી રાજચંદ્રની ઉમર [ અથવા વિ. સંવતનું વર્ષ, અથવા કેટલેક ઠેકાણે “શ્રીમદ્ રાજચંદ્ર”ની ચોથી આવૃત્તિમાં ફકરાને નંબર ] કૌંસમાં આંકડાથી દર્શાવેલ છે. જે વાકયે અમુક ખાસ મથાળા હેઠળ લેવાય તેવાં ન લાગ્યાં, તેમને સદુપદેશ” નામના પ્રકરણમાં છેવટે લઈ લીધાં છે. શ્રીમદ્ રાજચંદ્રને પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને તેમના તેમણે આપેલા માર્મિક ઉત્તરે એ તેમનાં લખાણોનું વિશિષ્ટ અંગ ગણાય. તેમાંથી પસંદગી કરી કેટલાક પ્રશ્નોત્તરો નમૂના તરીકે જુદા પ્રકરણમાં આપ્યા છે. મૂળ ગ્રંથના મોટા ફકરાઓમાંથી અમુક વિચાર જુદો તારવી લેવા કેટલીક જગાએ વચ્ચેનાં વાક્ય અથવા શબ્દો છેડી દીધા છે. ત્યાં [...] આવાં ટપકાં મૂક્યાં છે તથા બાકી રહેલાં વા જોડવા માટે ઉમેરેલા શબ્દો [ ] આવા કસમાં જુદા પાડ્યા છે. ગાંધીજીએ પોતાના ધર્મમંથનકાળમાં શ્રીમદ્ રાજચંદ્રને લખેલા પડ્યો અને તેમના તેમણે આપેલા જવાબે છેવટે સ્વતંત્ર પ્રકરણ તરીકે જુદા આપ્યા છે. એકબીજાને પૂરક એવાં “જીવનયાત્રા” અને “વિચાર ” એ બે જુદાં પુસ્તકે, આ બીજી આવૃત્તિ વખતે એક પુસ્તકરૂપે ભેગાં જ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, જેથી વાચકને એક જ પુસ્તકમાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા તથા તેમનો સદુપદેશ સુલભ થાય. એને અંગે પહેલી આવૃત્તિ વખતનાં પ્રકરણની મૂળ ગોઠવણુમાં એકાદ-બે Page #8 -------------------------------------------------------------------------- ________________ ફેરફાર કરવા પડ્યા છે. જેમકે, પંડિત સુખલાલજીનો “શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના” એ નિબંધ “વિચાર”માંથી ખસેડી, જીવનયાત્રા'માં “યંતી વ્યાખ્યાને'વાળા વિભાગમાં મૂક્યો છે તથા જુદું સ્વતંત્ર પુસ્તક હતું ત્યારે “વિચારરત્નો'ની શરૂઆતમાં જે ટૂંક જીવનચરિત્ર આપવામાં આવ્યું હતું, તે હવે આ ભેગા પુસ્તકમાં રદ કર્યું છે. ઉપરાંત, બીજી આવૃત્તિ વેળા મળેલી તકનો લાભ લઈ “જીવનરેખા” તેમજ “વિચારરત્નો'વાળા વિભાગેને વધુ સંપૂર્ણ તથા વધુ ઉપયોગી બનાવવાની દષ્ટિએ ઘણી નવી સામગ્રીનો ઉમેરે કરી લીધો છે. “જયંતી વ્યાખ્યાન'વાળા વિભાગમાં ગાંધીજીનું એક વધુ વ્યાખ્યાન ઉમેરી શકાયું છે. આ નવા સ્વરૂપે પુસ્તક વાચકને વિશેષ ઉપયોગી થશે, એવી આશા છે. અંતે, આ પુસ્તકમાં આપવામાં આવેલા શ્રીમદ્ રાજચંદ્રના ફોટાઓના બ્લોક ખુશીથી વાપરવા દેવા માટે, તેમજ “શ્રીમદ્રાજચંદ્ર’ પુસ્તકનો ઉપયોગ કરવા દેવા બદલ શ્રીપરમકૃતપ્રભાવકમંડળના સંચાલકોને અને આભાર માનવો ઘટે છે. -પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ [ “વિચારને વાળા વિભાગ માટે) બે બોલ સ્વ. રાયચંદભાઈનાં લખાણમાંથી ચૂંટી કાઢેલી આ માળા મૂળ ગ્રંથની પ્રવેશિકારૂપે ઠીક ઉપયોગી થઈ પડશે એમાં સંદેહ નથી. વિષયવાર ગેઠવાયેલી હોવાથી જિજ્ઞાસુને બહુ સહાયભૂત થશે. ૨૪-૧૦-'૩૫ મોહનદાસ ગાંધી Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નિવેદન... ... બે બાલ (ગાંધીજી) ૧. શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ખંડ ૧ લે જીવનરેખા ૧. જન્મ અને કુમારકાળ ૨. કિશોરાવસ્થા ... ૩. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ૪. વાનપ્રશ્ય ... ૫. કેટલાક પરિચય અને પ્રસંગો ... ૬. શ્રીમદ્ રાજચંદ્રનો અક્ષરદેહ .... ૭. શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મારકે ... ખંડ ૨ જે ગાંધીજીનાં સરણે ૧. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે.... ૨. રાયચંદભાઈ . ૧૦૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ જે જયંતી વ્યાખ્યાને ૧. દયા ધર્મ (ગાંધીજી) ... ... ૧૧૦ ૨. બે જયંતીઓ (ગાંધીજી) .. ૩. શ્રી રાયચંદભાઈ (ગાંધીજી) .. ... ૧૨૬ ૪. શ્રીમદ્ રાજચંદ્ર (આચાર્ય આ. બા. ધ્રુવ)... ૧૩૧ ૫. રાજચંદ્ર જયંતી (કાકાસાહેબ કાલેલકર )... ૧૩૯ ૬. શ્રીમદ્ રાજચંદ્રનો જીવનધ (મગનભાઈ દેસાઈ)... ૧૪૭ ૭. શ્રીમદ્ રાજચંદ્ર-એક સમાલોચના (પંડિત સુખલાલજી)... ૧૬૩ ૨. શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૧. વૈરાગ્ય... . ૨૦૩ ૨. માનવદેહ ૨૦૫ ૩. સદ્દગુરુ-સસંગ • ૨૦૭ ૪. સશાસ્ત્ર ... ૨૨૫ ૫. સિદ્ધાંતચર્ચા . ૨૨૮ ૬. સદ્ધર્મ... ૭. સર્વધર્મ સમભાવ ... ૨૩૩ ૮. ગૃહસ્થપણું ... ૨૩૭ ૯. જ્ઞાન ••• ૧૦. વિવેકજ્ઞાન ૨૪૫ ૧૧. અધિકાર–પાત્રતા ૧૨. યાના–અપ્રમાદ ૧૩. પુરુષાર્થ ૨૫૩ ૧૪. અહિંસા ૨૫૬ ૧૫. તપ ... ., ૨૩૧ ૨૪૩ • ૨૪૭ ... ૨૫૯ ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ .. ૨૭૧ ,, ૨૭૬ - ૨૭૪ ૧૬. બ્રચય ૧૭. વિજય ૧૮. વિમાનીપણું ૧૯. પરિગ્રહ ૨૦. વત-નિયમ ૨૧. ભક્તિ - ૨૨. સંન્યાસ ૨૩. મનુષ્યનું સત્ય સ્વરૂપ ૨૪. આત્મા... ૨૫. માક્ષ •• ૨૧. મુક્ત ••• ૨૭. બ્રાહ્મી વેદના ૨૮, સદુપદેશ ૨૯. પ્રશ્નો ૩૦. ગાંધીજી ઉપરના પત્રો , ૨૯૭ ., ૩૦૫ ૩૨૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્ર [ જીવનયાત્રા અને વિચારરત્ન ] ૧. શ્રી રાજચંદ્રની જીવનયાત્રા Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ : જીવનરેખા જન્મ અને કુમારકાળ શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી રાયચંદભાઈ) ને જન્મ કાઠિયાવાડમાં આવેલા વવાણિયા નામે ગામમાં સં. ૧૯૨૪ના કારતક સુદ ૧પને દિવસે થયો હતો. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પચાણભાઈ હતું અને માતાનું નામ દેવબાઈ હતું. - સાત વર્ષની ઉંમરે તેમણે બાળવયની રમતગમતમાં કાઢી હતી. પરંતુ તે વખત દરમ્યાન પણ તેમનામાં “ વિચિત્ર કલ્પનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ થયાં કરતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની” તેમનામાં “પરમ - ઉત્કંઠા હતી. - સાત વર્ષ બાદ તેમને શાળામાં કેળવણું લેવા મૂકવામાં આવ્યા. • તેમની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એક જ વાર પાઠ વાંચી જવાથી તેમને તે તદ્દન યાદ રહી જતો. તેમણે પોતે જ જણાવ્યું છે તે Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પ્રમાણે, “સ્મૃતિ એવી બળવત્તર હતી કે, એવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે.” તેમની એ યાદશક્તિને કારણે સામાન્ય બાળકોની પડે તેમને ઘેર ફરી વાંચી જવાની કાંઈ જરૂર પડતી નહિ. તેથી બહારથી તે અભ્યાસમાં પ્રમાદી લાગતા. શાળામાં શિખવાડતી વખતે શિક્ષક પાઠ વાંચી જાય તેટલાથી જ . તેમને ચાલી જતું. અને એ કારણથી એક માસ જેટલો સમય પણ થયે નહિ, તેટલામાં તો તેમણે આંક પૂરા કર્યા અને બે વર્ષ જેટલી મુદતમાં સાતે પડીઓ પૂરી કરી ! પરિણામે જે વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી તેને પોતે સાતે ચેપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી. તેટલી નાની ઉંમરથી જ રસિક વાતો અને સ્થાઓ જોડી કાઢી રસિક રીતે કહી બતાવવાની તેમનામાં શક્તિ હતી. આઠ વર્ષની ઉંમરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી, “જે પાછળથી તપાસતાં સમાપ હતી.” તે વખતે તેમણે સામાન્ય રીતે મળી શકે તેવા કવિતાના બધા ગ્રંથો વાંચી કાઢ્યા હતા, અને ઘણાખરા તેમને મોઢે હતા. આઠમા વર્ષની ઉંમર દરમ્યાન તેમણે ૫૦૦૦ કડીઓ રચેલી કહેવાય છે. નવ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભાસ પદ્યમાં રચ્યાં હતાં. પહેલેથી જ એ સ્વભાવે બહુ સરળ અને પ્રેમાળ હતા. તે પોતે જણાવે છે: “તે વેળા પ્રીતિ–સરળ વાત્સલ્ય–મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈને અંકુરે જેતો કે મારું અંતઃ કરણ રડી પડતું.” વળી તે જણાવે છે? “ ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતને બહુ વિશ્વાસુ હતા. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.” Page #18 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને સમારકા પોતાના શાળા બહારના અભ્યાસની બાબતમાં તે જણાવે છે: “ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા, તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો–નાના–આડાઅવળા–મેં વાંચ્યા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે.” આવો પ્રખર બુદ્ધિશાળી અને પ્રેમળ વિદ્યાર્થી શિક્ષકો તેમ જ સહાધ્યાયીઓને પ્રિય થઈ પડ્યા વિના ન જ રહે. વર્ગમાં શિક્ષક જોયા કરતા અને શ્રી રાજચંદ્ર સાઠે ય વિદ્યાર્થીઓનું લેસન લેતા. વિદ્યાર્થીઓને તેમના ઉપર એટલો બધો પ્રેમ હતો કે એક વખત કાંઈ કારણસર શિક્ષકે શ્રી રાજચંદ્રને ઠપકો આપ્યો, એટલે બીજે દિવસે તે નિશાળે ન આવ્યા; વિદ્યાર્થીઓ શાળામાં શ્રી રાજચંદ્રને ન જોતાં તેમને ઘેર ગયા, અને તેમની સાથે દૂર ખેતરમાં ચાલ્યા ગયા. શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે કોઈને ન આવેલું જોઈ તપાસ કરી, ખેતરમાં જ્યાં બધા બેઠા હતા ત્યાં આવ્યા અને શ્રી રાજચંદ્રને સમજાવી નિશાળમાં પાછા લાવ્યા. નાનપણથી જ તેમનામાં નવું જાણવાની, નવું સાંભળવાની અને નવું શીખવાની તથા તેના ઉપર મનન કરવાની ભારે ટેવ હતી. દશમે વર્ષે તો તે ઘણું વિષય ઉપર છટાદાર રસિક ભાષણ આપતા. ૧૧ વર્ષની વયથી તેમણે ચોપાનિયાંમાં લેખ લખવા માંડ્યા હતા, અને ઇનામી નિબંધો લખી યોગ્ય ઇનામે પણ સંપાદન કર્યા હતાં. તે જ વર્ષે સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિષે પણ એક નિબંધ તેમણે લખ્યો હતો. બાર વર્ષની વયે, ત્રણ દિવસમાં, ઘડિયાળ ઉપર તેમણે ત્રણસે કડીએ લખી કાઢી હતી. તેર વર્ષની વયે તે અંગ્રેજીનો અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ તેમણે કેટલા વખત સુધી તથા ક્યાં સુધી કર્યો તેની કોઈ માહિતી મળી શકતી નથી. પરંતુ ૨૨મા વર્ષમાં લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છેઃ “શિશુવયમાંથી જ એ (વિક–વૈરાગ્ય અને મુમુક્ષતાની) વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજાની જીવનયાત્રા શક (3) અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ તે થઈ શકે. . . . અને તે ન થઈ શકે તેને માટે કંઈ બીજી વિચારણા (કાંઈ ચિંતા થતી) નથી. કારણ એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કરવા ઈચ્છો હતો. એટલે જે થયું તે કલ્યાણકારક જ (થયું.)” તેમના પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે નાનપણમાં જ તેમણે કૃષ્ણભક્તિનાં પદો સાંભળ્યાં હતાં, તથા જુદા જુદા અવતારોનાં ચરિત્રો સાંભળ્યાં હતાં. તેથી તેમને ત્યારથી જ ઈશ્વર અને અવતારો પ્રથે ભક્તિ તથા પ્રીતિ ઉત્પન્ન થયાં હતાં. રામદાસજી નામના એક સાધુ પાસે તેમણે કંઠી પણ બંધાવી હતી. તે મંદિરમાં કૃષ્ણનાં દર્શન નિલ કરવા જતા તથા ત્યાં જે કથાકીર્તન થાય તે રસપૂર્વક સાંભળતા, અને સમજતા. તે વખતથી જ ઈશ્વરનાં દર્શન કરવાની તેમનામાં તીવ્ર ઉત્કંઠા ઊભી થઈ હતી. અને તે માટે ત્યાગી થયા હોઈએ અને સ્થળે સ્થળે ચમકારથી હરિકથા માં કરતા હોઈએ તો કેવી મજા પડે” એમ તેમના મનમાં આવ્યા કરતું. ગુજરાતી વાચનમાળામાં જગતને રચનાર ઈશ્વર વિષે જે કાંઈ બેધ હતો તે તેમના શ્રદ્ધાળુ મન ઉપર દઢ થઈ ગયો હતો. તે કારણે જ જૈન લોકે ભણું શરૂઆતમાં તેમને “બહુ જુગુપ્સા” હતી. બનાવ્યા વિના કોઈ પદાર્થ બનતો નથી, તો પછી ઈશ્વરે બનાવ્યા વિના જગત કેવી રીતે બન્યું હોયએવો વિચાર ન કરી શકનારા જૈનો તેમને “મૂર્ખ લાગતા. ઉપરાંત મૂર્તિપૂજામાં અશ્રદ્ધાળુ જૈનોની ક્રિયાઓ પણ તેમને મલિન લાગતી હોવાથી તેમના પ્રત્યે પણ તેમને “ભય અને અપ્રીતિ’ બને ઊભાં થયાં હતાં. તેર વર્ષ પૂરાં થયા બાદ તેમણે પિતાની દુકાને બેસવાનું શરૂ કર્યું. ત્યાં પણ તેમણે ગમે તેમ રમતમાં કે બીજા પ્રપંચમાં વખત ગાળવાને બદલે પિતાનું વાચન-મનન ચાલુ જ રાખ્યું. તે Page #20 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને સમારકાળ પોતે જણાવે છે: “પિતાની દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઇત્યાદિનાં ચરિત્રો ઉપર કવિતાઓ રચી છે. . . . છતાં કાઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી, કે કાઈને ઓછું અદકું તેળી દીધું નથી, એ મને ચક્કસ સાંભરે છે.” આમ આટલી નાની ઉંમરે પણ વ્યવહારમાં નીતિધર્મ ઉપર ભાર મૂકવાની વૃત્તિ તેમનામાં હતી તે ધ્યાનમાં રાખવા જેવું છે. પ્રથમથી જ “વાતડાહ્યા’ અને આનંદી હોવાથી તથા “સમર્થ શક્તિવાળા” અને ગામના “નામાંકિત” વિદ્યાર્થી ગણાતા હોવાથી, લેકે તેમના નાને મેં મોટી વાતો સાંભળવા તેમને ચાહીને પાસે બેલાવતા, અને તેમની આસપાસના લોકોને માટે ભાગ મુખ્યત્વે મૂર્તિપૂજામાં ન માનનારા જેનેને હોવાથી, તેઓ તેમની વૈષ્ણવ કંઠી વગેરે બાબતહાસ્યપૂર્વક ટીકા કરીને તેમને વાદવિવાદમાં ઉતારતા; અને શ્રી રાજચંદ્ર પણ તેવા મંડળમાં બેસી, પિતાની “ચપળશક્તિ દર્શાવવા” પ્રયત્ન કરતા, તથા તેઓ સાથે “વાદ કરી તેમને સમજણ પાડવા પ્રયત્ન કરતા. તેમની યાદશક્તિ અત્યંત તીવ્ર હોવાથી અવધાનના પ્રયોગો જેવું પણ તે નાનપણથી કરતા. આટલે પ્રતાપી અને વિભૂતિયુક્ત બાળક છાને ન રહી શકે. કચ્છના દીવાને આ ખ્યાતિ સાંભળી તેમને કચ્છમાં તેડાવ્યા અને ત્યાં તેમણે “ધર્મ” ઉપર સચેટ ભાષણ કર્યું. તે ભાષણ સાંભળી બધા હિંગ થઈ ગયા અને આટલા નાના કુમારની શક્તિઓ અને વિચારગાંભીર્ય જે કહેવા લાગ્યા કે આ છોકરો મેટ થઈ જરૂર નામ કાઢી કચ્છના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ તેમની આ બધી ખ્યાતિથી આકર્ષાઈ તેમને ખાસ મળવા માટે મોરબી આવ્યા. પરંતુ શ્રી રાજચંદ્રને રાજકોટ પોતાને મોસાળ ગયેલા જાણી તેઓ પણ રાજકોટ ગયા. રાજકોટ શ્રી રાજચંદ્ર તેમને આવવાને માર્ગે થોડે સામે ગયા. શ્રી રાજચંદ્રને મળીને તેમની શક્તિઓ જોયા બાદ તેમણે Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તેમને કાશી ભણવા માટે જવાનું કહ્યું તથા તેમને ત્યાંનો બધો ખર્ચ ઉપરાંત પગાર આપવાની તૈયારી બતાવી. પણ રાજચંદ્ર તેમ કરવાની ના પાડી. મેરબીના ન્યાયાધીશ ધારસીભાઈ તે વખતે સાથે હતા. તેમણે રાજચંદ્રને આ તક જતી ન કરવાનું જણાવ્યું. પરંતુ રાજચંદ્ર તે વખતે કોઈ બીજા જ રસમાં તણાતા જતા હતા, એટલે વધુ પુસ્તકિયા જ્ઞાન ભેગું કરવાની તેમનામાં ઉત્કંઠા ન હતી. એ જ ધારસીભાઈ શ્રી રાજચંદ્રના વધુ પરિચયથી પછી એટલા મુગ્ધ થઈ ગયા કે પ્રથમ તેમને પિતાની સાથે ગાદી ઉપર, અને પછી તેમને જ ગાદીએ બેસાડી પોતે નીચે બેસતા. પછીનાં વર્ષોમાં તો તેમણે તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. - શ્રી રાજચંદ્રના અક્ષર એટલા છટાદાર હતા કે કચ્છના દરબારને ઉતારે તેમને લખવા બેલાવવામાં આવતા અને તે ત્યાં જતા પણ ખરા. આ સમય દરમ્યાન બનેલા એક અગત્યના બનાવની અત્રે નેંધ લેવી ઘટે છે. શ્રી રાજચંદ્ર સાત વર્ષની નાની વયના હતા તે વખતે તેમના કુટુંબના પરિચિત એક અમીચંદ નામના ગૃહસ્થ સાપ કરડવાથી અકાળે ગુજરી ગયા. રાજચંદ્ર ઉપર તે ઘણું વહાલ રાખતા હતા; અને રાજચંદ્ર પણ તેમના કદાવર, સુગઠિત શરીર તથા ઉત્તમ ગુણોને કારણે તેમના તરફ ખાસ આકર્ષાયા હતા. તેમના ગુજરી જવાની વાત સાંભળી રાજચંદ્ર દોડતા દોડતા આવી પહોંચી પિતાના દાદાને પૂછવા લાગ્યા કે ગુજરી જવું એટલે શું ? તેમના દાદાએ તેમને જણાવ્યું કે હવે તેમના શરીરમાંથી જીવ ચાલ્યો ગયો છે એટલે તે ખાઈ પી કે બોલી શકશે નહિ, અને તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી મૂકશે. તેમના દાદાએ ધાર્યું કે આ બધી વાતે સાંભળી નાનું બાળક ગભરાશે. એટલે તે તેમને તે વાત ભુલાવવાને પ્રયતન કરવા લાગ્યા. પરંતુ રાજચંદ્ર થોડી વાર ઘરમાં આમતેમ ફરીને પછી છૂપી રીતે તળાવ ઉપર દેડી ગયા અને એક ઝાડ ઉપર ચડી Page #22 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને કુમા૨કાળ દૂરથી જોવા લાગ્યા તે ચિતા સળગતી હતી અને લોકે આસપાસ કુંડાળું વાળીને બેઠા હતા. આમ એક પરિચિત માણસને સળગાવી મુકાતો જોઈ તેમને ઘણું લાગી આવ્યું અને તે ઘણા મૂંઝાયા. તેમણે જોયું કે તેમને બાળી મૂકનાર પણ તેમના જ સગાસંબંધી તથા સમજણું લોકે હતા. એટલે તે વિચારવા લાગ્યા કે આ બધું શું છે? આમ તેમના ચિત્તમાં એક ભારે મૂંઝવણ ઊભી થઈ અને એક ભારે ગડમથલ જામી. તે વખતે જ અચાનક તેમના ચિત્ત ઉપરથી કાંઈક પડદે સરી ગયું અને તેમને માણસના જન્મજન્માંતરનું કાંઈક દર્શન થયું અને તે થોડાક શાંત થયા. આ જ અનુભવ તેમને જૂનાગઢનો કિલ્લો જેવા ગયા ત્યારે ફરી વાર થયો હતું અને ત્યારથી તેમને પુનર્જન્મ વિષે દઢ ખાતરી થઈ ગઈ તે પિતે એ વિષયમાં ૨૫ વર્ષની ઉંમરે લખે છેઃ “શાસ્ત્રોમાં જે જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે તેમાં સંશય લાવવા જેવું નથી; સામાન્ય ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે પણ ભવાંતર જાણી શકાય તેમ છે. એ બધું કાંઈ કલ્પિત નથી. ભવાંતરનું જે સ્પષ્ટ જ્ઞાન કેઈને ન થતું હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કેઈને થતું નથી એમ કહેવા જેવું છે.” * પરંતુ આ વિષે લોકો સાથે વધુ ચર્ચામાં, તે પછીથી મોટી ઉમરે પણ ઊતરતા નહીં. અમુક વખતે કોઈ પરિચિત માણસો આગળ પોતાના અનુભવની તેવી કાંઈ વાત બોલાઈ ગઈ હોય, તો તે ઉપરથી ઘણા તે બાબત તેમને પૂછપરછ કરતા; અને તેવી રીતે જ તેમના પોતાના કહેવાથી શ્રી રાજચંદ્ર પોતાના ૯૦૦ જન્મ જાણે છે એવી લોકોમાં વાત ફેલાઈ ચૂકી હતી. તેમના પરિચયમાં આવેલા કેટલાક ભક્તોના શબ્દો ટાંકીએ તો, શ્રી રાજચંદ્ર તેમને જાતે કહેલું કે પોતે મહાવીર સ્વામીના શિષ્ય હતા, અને અમુક પ્રકારનો પ્રમાદ કરવાથી તેમને આટલા ભવ કરવા * મૂળ લખાણ ટૂંકાવ્યું છે. ૧. ઈડરનરેશ સાથેની વાતચીતમાં આમ કહેલું, “દેશી રાજ્ય' માસિક (૧૯૨૮). Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી શયની જીવનયાત્રા પડ્યા હતા. પરંતુ એ વિષે તેમના સંબંધીએ તરફથી ભારપૂર્વક પૂછવામાં આવતાં તેઓ · એ બાબતના મને અનુભવ છે' એટલું કહી ચૂપ થઈ જતા, અને તે વિષે નકામી કુતૂહુલવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરતા. ૨૬મા વર્ષોમાં તેમણે લખેલા એક પત્રમાં જણાવ્યું છેઃ પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હુ' અનુભવથી હા કહેવા અચલ હ્યું.'——એ વાથ પૂર્વ ભવના કાઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલુ' લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાવ કર્યાં છે, તે પદાને કાઈ પ્રકારે જાણીને તે વાકય લખ્યું છે. "" 66 6 તેઓ કહેતા કે શાસ્ત્રામાં ઘણી વાર કહેવામાં આવ્યું છે કે આત્મા ઉપર અજ્ઞાન અને કર્માંનાં પડળ કરી વળ્યાં છે, તેથી આત્મા પેાતાની અનેક શક્તિઓ અને શુદ્ધ સ્વરૂપ ગુમાવી ખેડે છે. જેમ જેમ મનુષ્ય પેાતાની એ મિલનતા દૂર કરતા જાય છે તેમ તેમ તેની તે શક્તિએ પ્રગટ થતી જાય છે. જે તત્ત્વ જાણવાની અને પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ ઘણી મેટી ઉંમરે ય લેાકેામાં નથી જાગતી, તે તત્ત્વ પ્રાપ્ત કરવાની જે ધાલાવેલી શ્રી રાજચંદ્રમાં ઘણી નાની ઉમરથી જણાય છે, તે ઉપરના સિદ્ધાંતથી જ સમજી શકાય છે. શ્રી રાજચંદ્ર પે।તે જણાવે છે: લધ્રુવયથી અદ્ભુત થયેશ તત્ત્વજ્ઞાનના ખેાધ, એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કયાં શેાધ. જે સત્કાર થવા ઘટે અતિ અભ્યાસે ક્યાંય વિના પરિશ્રમ તે થયા, ભવરાકા શી ત્યાંય ? * * આટલે સુધી આવ્યા બાદ એક વાત સાથે સાથે જ નોંધતા જવાની જરૂર છે. અને તે એ કે, શ્રી રાજચંદ્રમાં આમ પહેલેથી માત્ર × જીવનું આવવું અને જવું—એટલે કે પુનર્જન્મ. ૧૦ # Page #24 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને સુખાકાન ભક્તિ વૈરાગ્યની વૃત્તિએ જ મહેતી વહ્યા કરતી. તે વૃત્તિઓની સાથે સાથે જ તેમનામાં સાંસારિક સુખા અને સાંસારિક વૈભવ પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ તેટલી જ સ્પષ્ટતાથી વહ્યા કરતી હતી. તે લખે છેઃ. 46 કાઈ વૈભવી ભૂમિકા જોતે કે સમર્થ વૈભવી થવાની પૃચ્છા થતી. ‘ પ્રવીણસાગર ' નામના ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા. તે વધારે સમજ્યા નહતા. છતાં સ્ત્રીના સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હેાઈએ અને નિરુપાષિપણે થાકથન શ્રવણુ કરતા હેાઈ એ તા ધ્રુવી આનંદાયક દશા, એ મારી તૃષ્ણા હતી...રમતગમતમાં પણ વિજય મેળવવાની અને સહજ રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.” ઉપરાંત આસ્તિકતાની ખબતમાં પણ પહેલેથી બધું નિષ્કંટક જ નહાતુ. તે બાબતમાં પણ વચ્ચે વચ્ચે તેમને શંકાકુશકા ઊઠતી. અને એક વાર તા તે ધાર નાસ્તિકતાની હદે પહોંચ્યા હતા. તે લખે છેઃ · r સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકાએ જે જે વિચાર કર્યાં છે તે જાતિના અનેક વિચારે તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યો છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અપ વયમાં મહત્ વિચારે કરી નાખ્યા છે.” “ તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું (એટલે કે હતું) કે, પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી, સુખે રહેવું અને સંસાર બાગવવા એ જ કૃતકૃત્યતા છે.” આ ઉતારાઓ તારવી આણવાનું કારણ એ છે કે, શ્રી રાજચંદ્રમાં પહેલેથી દેખાતાં ત્યાગવૈરાગ્ય તથા આસ્તિકતા એ માત્ર પૂર્વ સંસ્કારનું ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ શી રાજચકની જીવનયાત્રા એક પળમાત્ર નહોતું, પરંતુ ગંભીર મંથન અને મનનનું પુરુષાર્થ પૂર્વક મેળવેલું ફળ પણ હતું એ વાચકના ધ્યાનમાં આવે. સામાન્ય રીતે દરેક મહાપુરુષની બાબતમાં બને છે તેમ, તેમના ભકતે હંમેશાં તેમને પ્રથમથી અલૌકિક અવતારી બતાવવાનો પ્રયત્ન કરે છે; અને ટીકાકારો તેમનામાં અમુક કાળે જોવામાં આવતી વિવિધ અપૂર્ણતાઓ ઉપર જ ભાર મૂકી, તે મહાપુરુષ નથી એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈ પણ મહાપુરુષની મહત્તા તેમનામાં કેઈ કાળે કાંઈ જ અપૂર્ણતા ન હોવામાં નથી, પરંતુ અસાધારણ અપૂર્ણતાઓ હોવા છતાં તેમના ઉપર તેમણે મેળવેલા મનુષ્યસાધ્ય વિજયમાં છે. શ્રી રાજચંદ્રમાં સાંસારિક ભગવાસના પ્રથમથી જ નહોતી એમ કહેવાથી કાંઈ જ સિદ્ધ થઈ શકતું નથી. લગ્ન કરવારૂપી ગંભીર પગલું તેમણે તેમની પાકી ઉંમરે–૨૦ વર્ષે–ભરેલું એ આગળ આપણે જોઈશું. - કુમારકાળનું વર્ણન ખતમ કરતાં પહેલાં શ્રી રાજચંદ્રના જીવનના એક વિશેષ પ્રવાહની નોંધ લેવી જોઈએ. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી રાજચંદ્રના પિતામહ વૈષ્ણવ હોવા છતાં તેમનાં માતા જૈન સંપ્રદાયનાં હતાં. અને ગામનાં બીજાં વણિક કુટુંબો મોટે ભાગે જૈન હોવાથી રાજચંદ્રની કંઠીની તથા ભક્તિ વગેરેની સારી પેઠે ઠેકડી થતી. બાળક રાજચંદ્ર તે બધાની સાથે વાદમાં ઊતરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતા. પરંતુ એ અરસામાં જૈનોનાં પ્રતિક્રમણુસૂત્ર વગેરે પુસ્તકે તેમના જેવામાં આવ્યાં અને તેમાં જીવ અને જગત વિષે મિત્રતાનું જે પ્રતિપાદન કર્યું છે તે તેમના પ્રેમાળ સ્વભાવને રુચી ગયું. સ્વચ્છ રહેવાના આચારવિચાર તેમજ જગતકર્તાની શ્રદ્ધા વગેરે વૈષ્ણવ સંપ્રદાયનાં જ ચતાં હતાં, પરંતુ નાનપણથી જ વૈરાગ્યપ્રધાન એવું તેમનું ચિત્ત ભોગપ્રધાન વૈષ્ણવ સંપ્રદાય કરતાં ત્યાગપ્રધાન જૈનધર્મ તરફ વધારે ને વધારે ખેંચાતું ગયું. તે લખે છે: “જ્યાં સ્ત્રીઓ ભોગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રંગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું Page #26 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને કુમાકાળ તત્ત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એને જો ધર્મ'મત ગણીએ તે આખા સંસાર ધમ મતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યાજનાથી ભરપૂર હોય છે. તે પછી અધસ્થાનક કર્યુ ? કાઈ એમ કહે કે એ ધર્માદિરમાં તા પ્રભુની ભક્તિ થઈ શકે છે, તે તેઓને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાના છે કે તે પરમાત્માતત્ત્વને અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. >" ரு ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ કિશોરાવસ્થા ' આપણે આગળ જોઈ ગયા કે નાનપણથી જ શ્રી રાજચંદ્રમાં વિવેકવૈરાગ્ય અને ધર્મભાવનાની સાથે સાથે સંસારમાં વિજય પમાડી શકે તેવી અદ્ભુત શક્તિઓ તેમ જ કામનાઓ હતી. તેમને કારણે તેમને શરૂઆતથી જ એક પ્રકારના આંતરયુદ્ધમાં ઊતરવું પડયું હતું. અને તેથી તેમની વિચારશક્તિ વધુ તીવ્ર અને ગંભીર બની હતી. ધીમે ધીમે તેમના વિચારો દઢ તથા પરિપકવ થતાં તેમનામાં તે વિચારોને પ્રગટ ૨૫ આપવાની, અને બીજાઓને તે વિચારોના ભાગીદાર બનાવવાની વૃત્તિ પ્રગટ થઈ. પરિણામે નાની વયથી જ તે પુસ્તક લખવા અને પ્રસિદ્ધ કરવા પ્રેરાયા. તેનું એક બીજું કારણ પણ હતું. શરૂઆતથી જ તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્રાધ્યયનની વૃત્તિ બહુ પ્રબળ હતી. ૧૬મા વર્ષ પહેલાંની તેમની નેધામાં પણ નીચેનાં વાક આપણને જોવા મળે છે તે ઉપસ્થી તેને ખ્યાલ આવશે. “વીરનાં કહેલાં શામાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. . . . ઉત્તરાધ્યયન નામનું જૈન સૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવેલેકે. . . . જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્દભુત નિધિના ઉપભોગી થાઓ. ધર્મનું મૂળ વિલા છે. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ–પાપને જાણવું જોઈએ. ૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ કિશોરાવસ્થા . . . પછી જે શ્રેય હેય તે સમાચરવું જોઈએ. . . . જે જીવઅછવનું સ્વરૂપ જાણતા નથી તે સંયમની વાત ક્યાંથી જાણે ?” આગળ જણાવ્યું છે તેમ તેમની સ્મરણશક્તિ પ્રથમથી જ બહુ તીવ્ર હતી. એટલે ભાષાજ્ઞાન મેળવતાં તેમને ઘણે વખત લાગતો જ નહિ. તેથી એ નાની ઉંમરે પણ, વિચાર અને સિદ્ધાંતિથી ભરેલા અઘરા દાર્શનિક ગ્રંથ તેમણે વાંચ્યા હતા. એ રીતે પિતાનું ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથોમાંથી જ મેળવવા તે શક્તિમાન થયા હતા.એ ઉંમર સુધીમાં તેમણે કથા કયા ગ્રંથને અભ્યાસ કર્યો હતો તે ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ મુખ્યત્વે જૈન આગમાંથી ઘણુને તેમણે પરિચય કરી લીધો હતો. અને તેથી જૈનધર્મનું મૂળ લક્ષ તથા મૂળ શાસ્ત્રોમાં વર્ણવેલા સાચા ગૃહસ્થ અને સાચા મુનિના આચારે જાણવા તથા સમજવા તે શક્તિમાન થયા. પરંતુ પોતાના સમયના જૈન આચારવિચાર સાથે સરખામણી કરતાં તેમને મૂળ સિદ્ધાંતોમાં અને પ્રચલિત આચારોમાં આકાશ જમીનનો ફરક દેખાયે. તેમને દેખાઈ આવ્યું કે લોકે મૂળ શાસ્ત્રો વાંચતાવિચારતા નથી તેથી જ ગમે તેવા વિચારહીન આચાર પરંપરાથી કે અજ્ઞાનથી સ્વીકારી જીવન ગાળ્યા કરે છે. જૈન મુનિએની દશા પણ તેવી જ હતી. “જે આદર્શ શાસ્ત્રમાં કહ્યો હોય તે પિતાથી પાળી શકાય તેવો ન લાગતાં તેને મોળો કરવાની કે ઢાંકવાની વૃત્તિથી, પરસ્પર બે આચાર્યોના વાદવિવાદથી, કદાગ્રહથી, મતિની ન્યૂનતાથી અને મૂળ શાસ્ત્રનું અધ્યયન તથા વિચાર ઘટી જવાથી તેમનામાં જે મતભેદ અને વહેમનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું તે જોઈ તેમને પુરુષાર્થી અને પ્રેમળ આત્મા દુભા. તીર્થકર જેવા પૂર્ણ પુરુષને ધર્મ પામ્યા પછી પણ લોકે જડતા અને પ્રમાદને લીધે તથા સદ્ગુરુ અને સતશાસ્ત્રના પરિચયના અભાવે જે અંધ કવન ગાળી રહ્યા હતા તેથી તે ઘણુ ખિન્ન થયા. અને ત્યારથી, કેમ કરીને લોકમાં સત્યસિદ્ધાંતના જ્ઞાનને પ્રચાર કરી તેમને જગાડું અને પ્રયત્નશીલ કરું એવી તેમને પાલાવેલી લાગી. ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ૧૭મા વર્ષમાં શ્રી રાજચંદ્ર લખે છે : “જૈન પ્રજા (આખા હિંદુસ્તાનમાં થઈને) ૨૦ લાખ છે. તેમાંથી નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષો પણ નહિ હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે.” તે વખતે “અંગ્રેજી શાસનમાં” જે કેળવણી અપાતી હતી તે એવા પ્રકારની હતી કે જાણ્યું કે અજાણ્યે ભણેલામાંથી તે ધર્મવૃત્તિનો મૂળથી જ લોપ કરી દેતી. શ્રી રાજચંદ્ર ૧૮મા વર્ષમાં લખે છે : “ જે લોકે વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્ત્વ ઉપર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈક હોય છે તેને તે વિષયની કંઈ ગતાગમ હેતી નથી. અને ગતાગમવાળો કોઈ હોય તો તે વસ્તુની વૃદ્ધિમાં વિધ્ર કરનારો હોય છે પણ સહાયક નથી હોતું. આમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા છે.” - આથી, “ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવા,” તથા “ કેટલાંક અજ્ઞાન મનુષ્પો નહિ વાંચવાને એગ્ય પુસ્તકે વાંચીને પિતાને વખત ખાઈ દે છે” તેને બદલે “ આત્માનું હિત થાય, જ્ઞાન, શાંતિ અને આનંદ મળે” તથા “તેઓ પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી” થાય તે અર્થે તેમણે સહેલાં, સરળ પુસ્તકો લખવા માંડ્યાં. ૧૭માં વર્ષમાં તેમણે લખેલી મોક્ષમાળામાં તો તે એટલે સુધી કહે છે : “અંગ્રેજ લોકે સંસારસંબંધી અનેક કળાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે તે વિચાર કરતાં આપણને તત્કાળ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહ પાર પાડવા અનેકનું એક સમાજમાં ભેગા મળવું. • • • એ એનું કારણ છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડ્યું છે તેને પ્રકાશિત કરવા અને પૂર્વાચાર્યોએ ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા તથા પડેલા ગચ્છના મતમતાંતર ટાળવા તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા Page #30 -------------------------------------------------------------------------- ________________ - કિશોરાવસ્થા એક મહાન સમાજ, સદાચરણ શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની જરૂર છે. . . . પવિત્ર જૈનધર્મનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં નહિ આણુએ ત્યાં સુધી સંપ્રદાયની ઉન્નતિ થવાની નથી.” આ વર્ષો દરમ્યાનનાં શ્રી રાજચંદ્રનાં લખાણને વિચાર આપણે જુદા પ્રકરણમાં કરનાર હોવાથી તે વિષે વધુ વિગતોમાં આ જગાએ જવાની જરૂર નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, તેમને જીવનને આ સમય તેમને માટે નિર્વિઘ કે વિના મુશ્કેલીએ ધારી દિશાએ જનારે નહેતો. એક રીતે તેને નજીકમાં જ આવનારા એક મહામંથનકાળની શરૂઆતને વખત કહેવાય. એટલે તેમનાં આ ઉમર સુધીનાં લખાણમાં પિતાની મનોદશા વિષે જે કેટલાક ઉગારો છે, તે અહી કાંઈ તારવીને વિભાગવાર રજૂ કરવા ઠીક થશે. તે ઉપરથી વાચક જોઈ શકશે કે તેમનામાં એક બાજુ પિતાનામાં ઊઠતી વાસનાઓ અને બહારથી આવી પડેલી ઉપાધિઓને કારણે ગૃહસ્થાશ્રમ સ્વીકારી, તેને નીતિમય બનાવી, પિતાની સુખભેગેની વૃત્તિઓ તેમ જ બાહ્ય ઉપાધિઓને હળવી પાડવાની વૃત્તિ છે; જ્યારે બીજી બાજુ આત્મદર્શનની ઊંડી ઉત્કટ જિજ્ઞાસાને લીધે બધું ત્યાગી, માત્ર આત્મચિંતનમાં લીન થવાની પણ ધાલાવેલી છે. આ રહ્યા તે ઉતારાઃ ૧. આહારવિહારની નિયમિતતા સાચવું; અર્થની સિદ્ધિ કરે; ઉત્તમ પુરુષોએ આચરેલું આર્ય જીવન આચરું, પરહિતને નિજહિત સમજું; પરદુઃખને પિતાનું દુઃખ સમજું; નીતિના બાંધા ઉપર પગ ન મૂકું, જિતેન્દ્રિય થાઉં; વિવેકબુદ્ધિ સાચવું; જ્ઞાનચર્ચા અને શાસ્ત્રાભ્યાસમાં ગૂંથાઉં; સંસારમાં રહ્યા છતાં તેને નીતિથી ભોગવતા રહી વિદેહી દશા પ્રાપ્ત કરું; આત્મજ્ઞાન અને સજજનની સંગત રાખું; તથા એમ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિનો ઉપયોગ કરું. ૨. મારો આત્મા દુઃખી છે. તે દુઃખ ટાળવાનો ઉપાય એટલો જ છે કે તેથી (સંસારથી) બાહ્યાભ્યતરથી રહિત થવું. અને એમ Page #31 -------------------------------------------------------------------------- ________________ શી રાજચંદ્રની જીવનયાત્રા થવાય છે, ઓર દશા અનુભવાય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. નિર્મથ સદ્દગુસ્ના ચરણમાં પડવું જોઈએ. પણ જીવન બહુ ટૂંક છે; ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તો પણ જિજ્ઞાસા તે વસ્તુની રાખ. સંસારને બંધન માન. પૂર્વ કર્મ બળવાન છે માટે આ બધો પ્રસંગ બની આવ્યું છે એમ માની બેસીશ નહિ. ૩. આ દુઃખ કયાં કહેવું? અને શાથી ટાળવું? પોતે પિતાને વેરી તે એમ. કેવી ખરી વાત છે ? દે જુદે સ્થળ તે સુખની કલ્પના કરી છે. હે મઢડે એમ ન કર. એ તને હિત કહું છું. અંતરમાં સુખ છે. સાચું કહું છું. સ્ત્રીના ઉપર થતા મેહ અટકાવવા ત્વચા વિનાના સ્વરૂપનું ચિંતન કરવું. હે જીવ! બેગથી શાંત થા. વિચાર તે ખરે કે એમાં શું સુખ છે? ૪. જે મહાકામ માટે નું જન્મે છે તેનું અનુપ્રેક્ષણ કર. ખાન પર. સમાધિસ્થ થા, કોઈ પણ અલ્પ ભૂલ સ્મૃતિમાંથી ન જવા દે. જેને પ્રમાદ થયો છે તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. ' આ લખાણ ૧૬ વર્ષ પહેલાંની વયનું છે. તે ઉપરથી તે ઉંમર સુધીની તેમની મનોદશા આપણને જાણવા મળે છે. પરંતુ વીસમાં વર્ષ સુધીમાં તો તે લગ્ન કરવાનો નિશ્ચય જ કરી લે છે. એટલે ૧૬ થી ૧૮ વર્ષની વય સુધીના, તેમની અંગત નોંધમાંથી તારવેલા નીચેના ઉતારાઓમાં, ગૃહસ્થજીવન કેવી રીતે ગાળવું તથા વ્યવસ્થિત કરવું, તેની તેમણે કરેલી સ્પષ્ટ કલ્પનાઓ આપણને જોવા મળે છે. ૧. ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. લોઅહિત પ્રત ન કરવું. ધર્મ વડે અર્થ પેદા કરું. ભગવાનને સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવું. સ્વાર્થે કેઈની આજીવિકા ન તોડું. જીવહિંસક વેપાર ન કરું. સ્વસ્ત્રીમાં સમભાવથી વધુ. અબ્રહ્મચર્ય ન લેવું. નીતિ વિના સંસાર તે ન ભેગવું. દશાંશ ધર્મમાં કા. સ્ત્રી વિદ્યાશાળી લેવું અને કરું, Page #32 -------------------------------------------------------------------------- ________________ પુત્રીને ભણાવ્યા વિના ન રહે. તેમને પાઠ શિખવાડું અને કુટુંબને સ્વર્ગ બનાવું–મેક્ષ બનાવું. . ૨. કઈ કૃત્યમાં પ્રમાદન કરું. મને વીરત્વની હિ કરું. અયોગ્ય વિલા - સાધું. નિર્માલ્ય અધ્યયન ન કરું. સિારશકિત ખીલવું. આળસને ઉત્તેજન ન આપું. દિનચર્યાને ગેરઉપયોગ ન કરું. ઉત્તમ શક્તિ સાધ્ય કરું. ચારિત્રને અદ્ભુત કરું. વિનય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપગ ન કર્યું. એક વસ્તુને નિયમ કરું. નિયમ વિના વિહાર ન કરું. છેટે ઉત્તમ કરું નહિ. ' અનુલમી પણ ન રહે ૩. કોઈ પણ દર્શનને નિં નહિ. એકપક્ષી મતભેદ બધું નહિ. અજ્ઞાનપક્ષને આરાયું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહિ તત્વજ્ઞાનને અભ્યાસ કરું. આ સાથે જ તેમનામાં બાળપણથી ચાલતી આવેલી બહારની કપના વધુ દઢ થતી જાય છે. તે નીચેના ઉતારાઓ ઉપરથી પષ્ટ થશેઃ - જ્ઞાનનો ઉદ્ધાર કરાવે. જુદા જુદા ધર્મોપદેશના ગ્રંથો વહેવાર . જુદા જુદા ધર્મગ્રંથ થાવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઈચ્છતા હોય તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્વથી જ દુનિયાના દુઃખને નાશ થશે એવી મને ખાતરી છે. અસત્યનો ઉપદેશ આપે નહિ. આજીવિકા માટે ધર્મ બોધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ. તે છતાં તે માટે પિતાને હજુ વધુ લાયકાત મેળવવી જોઈશે એમ પણ તે સમજતા જાય છે. અને તે માટે તેમણે પોતાનામાં જોઈતા આવશ્યક ખિલવણને કંઈક સ્પષ્ટ રીતે આંકવાને પણ પ્રયત્ન કર્યો Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા છે. (જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પા. ૧૨૨, લેખાંક ૩૦ ) તે વર્ષના અંતમાં એક કાગળમાં તે લખે છેઃ હજુ મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજુ હું સંસારમાં તમારી ધારેલી મુદત કરતાં વધારે રહેવાનો છું. . . . પ્રવર્તન કરવા પંચમકાળમાં જે જે ચમત્કારે છે : જોઈએ છે તે એકત્ર છે અને થતા જાય છે. હમણું એ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. . . . હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાને છું.” શ્રી રાજચંદ્રની કિશોરાવસ્થા સુધીને વૃત્તાંત પૂરો કરતા પહેલાં આ સમય સુધીના તેમના અવધાનના પ્રયોગોને ઇતિહાસ ટૂંકમાં જોઈ લેવો જરૂરી છે. કારણ ૧૯મા વર્ષમાં જ તેમણે સંપૂર્ણ શતાવધાન સિદ્ધ કરી બતાવ્યાં એમ કહેવાય; અને પછી લગભગ તે જ વર્ષમાં તેમણે તે પ્રકારના પ્રયોગોની નિરર્થકતા તથા તેમાં થતો શક્તિવ્યય જોઈ અવધાન કરવાનું છોડી દીધું. સં ૧૯૪૦ના અરસામાં રાજચંદ્ર મરબી ગયા હતા ત્યારે ત્યાં તેમણે શંકરલાલ કરીને એક અષ્ટાવધાનીના જાહેર પ્રયોગો જોયા. રાજચંદ્રને તે, જલસામાં આમંત્રણ હતું. તેમણે તરત જ તે અવધાન શીખી લીધાં અને બીજે દિવસે વસંત નામે બગીચામાં પ્રથમ ખાનગી મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ આઠ અવધાન બતાવ્યાં. પછી બીજે દિવસે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ બાર અવધાન કરી બતાવ્યાં. - ત્યાર બાદ ખાનગી પ્રસંગે શ્રી રાજચંદ્રને એક વાર જામનગર જવાનું થતાં, ત્યાં તેમણે ત્યાંના વિદ્વાનની બે સભાઓ સમક્ષ બાર અને સોળ એમ બે વિધિથી અવધાને કરી બતાવ્યાં. ત્યાર બાદ ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ કિશોરાવસ્થા વઢવાણના પ્રદર્શનમાં કર્નલ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી બે હજાર જેટલા પ્રેક્ષકે સામે સેળ અવધાન કરી બતાવ્યાં. આટલું થતાં “ગુજરાતી, “મુંબઈ સમાચાર', “લોકમિત્ર” અને “ન્યાયદર્શક' વગેરે પત્રમાં તેમની તે અદભુત શક્તિનાં યશોગાન શરૂ થઈ ગયાં. ત્યાર બાદ બેટાદમાં એમણે એમના એક ધનિક મિત્ર શેઠ હરિલાલ શિવલાલ સમક્ષ ૧૬થી ઊઠી બાવન અવધાન કોઈ પણ ખાસ પરિશ્રમ કે અભ્યાસ કર્યા વિના જ કરી બતાવ્યાં. એ અવધાનો કેવા પ્રકારનાં હતાં તેનો આછો ખ્યાલ આવી શકે તે માટે અહીં તે બાવન અવધાનની રૂપરેખા આપવામાં આવે છે: પાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકોરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું, આપેલા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ગણતા જવું, ગંજીફે રમતા જવું, સોળ ભાષાઓના જુદા જુદા ક્રમે આડાઅવળા નંબર સાથે આપેલા અક્ષરે યાદ રાખી વાક્ય ગોઠવતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી માગેલા વિષયની કવિતા કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન સમસ્યાઓ પૂર્ણ કરતા જવું તથા સેળ જુદાં જુદાં માગેલાં વૃત્તોમાં માગેલા વિષયની કવિતા તૈયાર કરતા જવું–એમ બાવન કામની શરૂઆત એકસાથે કરવી; એક કામને કંઈક ભાગ કરી, બીજા કામને કંઈક ભાગ કરો, પછી ચોથાને, પછી પાંચમાને. . . . વળી પાછા પહેલા કામ ઉપર આવવું. . . . એમ સઘળાં કામ પૂર્ણ થતા સુધી કર્યા કરવું. લખવું નહિ કે ફરી પૂછવું નહિ. સં. ૧૯૪૩માં શ્રી રાજચંદ્રને મુંબઈ જવાનું થયું હતું. ત્યાં પણ અનેક સ્થળોએ તેમની આ શક્તિની પરીક્ષા થઈ હતી. ત્યાં તેમણે સૌ અવધાન અનેક સ્થળે કરી બતાવ્યાં હતાં. ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અવધાન ઉપરાંત તેમનામાં સ્પર્શે કિયની પણ વિલક્ષણ શક્તિ હતી. તેમને બાર જુદા જુદા કદનાં પુસ્તક બતાવવામાં આવ્યાં તથા તેમનાં નામ વાંચવા દેવામાં આવ્યાં. ત્યાર બાદ તેમની આંખોએ પાટા બાંધી દેવામાં આવ્યા અને એક પછી એક જુદા જુદા ક્રમમાં તે તેમના હાથમાં મૂકવામાં આવ્યાં. આમ પુસ્તકને હાથથી સ્પર્શ કરી તેના કદ ઉપરથી દરેકનું નામ તેમણે કહી આપ્યું ! - આ વિધાનના પ્રયોગોએ માત્ર હિંદીઓનાં જ મન મુગ્ધ નહેતાં કર્યા; પરંતુ તે વખતના ઉચ્ચ પદવી ધારણ કરનારા વિદેશી અંગ્રેજ અને યુરોપીય અમલદારોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેવી એક સભામાં મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ, ડોકટર પીટરસન વગેરે વિદેશી તેમ જ અન્ય સંભાવિત હિંદી સગૃહસ્થો હાજર હતા. ત્યાં તેમણે ૧૦૦ અવધાન કરી બતાવ્યાં હતાં. એ શક્તિથી ચકિત થઈ સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈને તેમની શક્તિના પ્રયોગો કરી બતાવવાનું સૂચવ્યું હતું. પરંતુ શ્રી રાજચંદ્ર ધાર્મિક, સામાજિક એમ અનેક કારણોથી તેમ કરવાની ના પાડી હતી. Page #36 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ શ્રી રાજચંદ્ર સં. ૧૯૪૪ની મહા સુદ ૧૦ને રેજ, ૧૯ વર્ષની યે, સદ્ગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલનાં પુત્રી ઝબકબાઈ સાથે લગ્ન કર્યું. શ્રી રાજચંદ્ર જેવા મૂળથી વિચારવાન પુરુષે, પુખ્ત વયે પહોંચી લગ્નની જવાબદારી સ્વીકારી, એ કઈ મનોદશામાં, એ એમની જીવનસાધનાની દૃષ્ટિએ બેધક ચર્ચા છે. પરંતુ આવી જાતની સફળ ચર્ચા કરવા કદાચ આપણી પાસે પૂરી સામગ્રી નથી. શ્રી રાજચંદ્ર પોતે તે કાળ દરમ્યાન નેધેલા પોતાના વિચારે તેમના પ્રસિદ્ધ ગ્રંથમાંથી મળી આવે છે. એ ઉપરાંત તો તે કાળે તેમની સાથે રહેલા કે બીજી રીતે પરિચયમાં આવેલા લોકો પાસેથી સાંભળનારા પિતાનાં સંસ્મરણો આપે ત્યારે. આપણા મહાન પુરુષોનાં આવાં સંસ્મરણનું સાહિત્ય હજી આપણી ભાષામાં જૂજ જ છે. અને એ બાબતની દૃષ્ટિ પણ ભારે ખીલી ન કહેવાય. એટલે આ ચર્ચા એટલે અંશે અધૂરી છે. છતાં શ્રી રાજચંદ્રનાં પિતાનાં વચને પણ કાંઈક મદશાવ્યંજક તો થશે જ. તે વર્ષમાં મુંબઈથી એક સ્નેહીને લખેલા પત્રમાં તે જણાવે છેઃ લક્ષ્મી ઉપર પ્રીતિ નહિ છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયેગી થઈ પડશે એમ લાગવાથી, મૌન રહી અહીં તે સંબંધી Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા સગવડમાં હતો અને તે બાબત ધારેલું પરિણામ આવવાનો બહુ વખત પણ નહોતે.” આમ “મૌન ગ્રહ’ તે ધનોપાર્જનના કામમાં થડે જ વખત થયાં પડ્યા છે. અને તેમની તે પ્રવૃત્તિનું “ધારેલું પરિણામ આવવાને બહુ વખત પણ નહોતો. તે વખતે કેન્યાપક્ષવાળાઓના “ આગ્રહથી” તથા તેમના પ્રત્યેના પિતાના “મમત્વથી, તે “સઘળું પડતું મૂકી, વદ ૧૩ કે ૧૪ (પિષની) ને રોજ ત્વરાથી' મુંબઈ છોડી પાણિગ્રહણ કરવા નીકળે છે. ઉપરના જ કાગળમાં તે પુછાવે છે : આ શુભ પ્રસંગમાં તેઓ (કન્યાપક્ષીઓ) સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? (બીજો) કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ પુનઃ હદયમાં પર્યટન કરે છે.” લગ્નવિધિમાં પણ જૂની રૂઢિઓને અનુસરવાનું છોડી, સવિવેકપૂર્વક વ્યવહાર કરવાની સૂચના તે શા માટે કરી રહ્યા છે તેનું કારણ જેવા જેવું છે : નિદાન સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, તથા જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટેરિયાને દુર્લભ છે—કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ, અને તે પદની કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું (લગ્નવિધિમાં વિવેક વાપરવા વિષે ), તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને, તો તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે તેમ છે.” લગ્ન પહેલાંના વર્ષમાં જ તેમણે લખ્યું છેઃ “કુટુંબરૂપી કાજળની કેટરીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશે તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાને છે, તેને સોમ હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું (મલિન વૃત્તિઓનું) તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળને પર્વત છે.” ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આમ તવા છતાં તે લગ્ન કરવા કબૂલ થાય છે અને લગ્ન કરે છે. 46 હવે આપણે આગળ ચાલીએ. તેમના લગ્નના વર્ષ દરમ્યાન સ્ત્રીના સબંધમાં મારા વિચાર ' એ મથાળા હેઠળ તે લખે છેઃ સુખ માત્ર આવણિક દૃષ્ટિથી “ સ્ત્રી એ સંસારનું સર્વાંત્તમ કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. જે જે પદાર્થો ઉપર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાના દેખાવ હ્રદયમાં ચીતરાઈ રહી હસાવે છે કે શી આ ભુલવણી ? ટૂંકમાં કહેવાનુ કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અવિચ્છેદરૂપે વર્ણવી જુએ; એટલે માત્ર મેાહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણારો. અહીં હું સ્ત્રીના અવયવાદ ભાગને વિવેક કરવા એડેડ નથી, પણ ત્યાં કરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયા છે તેવું સહેજ સુચવન કર્યું. સ્ત્રીમાં દેષ નથી પણ આત્મામાં છે; અને એ દેષ જવાથી આત્મા જે જુએ છે, તે અદ્ભુત આનંદરૂપ જ છે; માટે એ દાપથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુ ઉપયોગ ( આંતરવૃત્તિ )ની જે પ્રાપ્તિ થઈ, તે। પછી તે, સમયે સમયે પૂર્વોપાર્જિત મેાહનીય કને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વાપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. સ્ત્રીના સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વાંપાનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યા હુ. "" '' આમ પૂર્વોપાર્જન” જણાવીને તેએશ્રી આગળ લખે છેઃ “ સ્ત્રીનું કાઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી, છતાં મારે। દેહ ભાગવે નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતા એ છે. ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પૂર્વકર્મનો જ દોષ છે. . . . હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી, છતાં તેને જ ભોગવું છું. કાંઈ મેં ત્યાખ્યું નથી. . . . અત્યારે હું કોણ છું તેનું મને પૂર્ણ ભાન નથી. . . . હે જીવ ! તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહિ મળે. . . . અંતરની સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું . આશ્ચર્ય ભૂલ.” પરંતુ આ આત્મમંથનની સાથે સાથે ત્યાગ, વૈરાગ્ય તથા તવજિજ્ઞાસા પણ તેમનામાં એટલા જ જોરથી જાગ્રત થતાં જાય છે. તે જ વર્ષના એક પત્રમાં તે લખે છે : એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું સાટું વળી રહેશે એમ હું સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. એ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધનપદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા, એ જ (મારી) માન્યતા છે. તે પછી તે માટે જગતની અનુકૂળતા–પ્રતિકુળતા શું જેવી ? તે ગમે તેમ બોલો પણ આમા જે બંધનરહિત થતો હોય, તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સદાકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોનો જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. . . . . . આ તમારા “માનેલા મુરબી” માટે કોઈપણ પ્રકારે હશેક કરશે નહિ. તેની ઇચ્છા સંકલ્પવિકલ્પથી રહિત થવાની જ છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું નથી કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય, તે ભણે હવે જવા ઈચ્છા નથી. . . . જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ, Page #40 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ઋણમુક્ત થવું એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેઇ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કાંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતા નથી. પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચરવું છે. આ વાત ગુપ્ત રાખશે. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. પણ આત્માને આટલું પૂછવાની જરૂર છે કે, જે મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક; તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તેની મેળે મૂકી દેશે. . . . જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે.” પછીના વર્ષમાં તે એક વિસ્તૃત પત્રમાં જણાવે છે – “આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહસ્થાશ્રમી થયો છું, એ આપના જાણવામાં છે. ગૃહાશમી જેને લઈને કહી શકાય છે તે વસ્તુ (એટલે કે પત્ની) અને મને તે વખતમાં કંઈ ઘણા પરિચય પડ્યો નથી; તો પણ તેનું બનતું કાયિક, ચિક, અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી. . . . મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતિષ પાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હાવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્તગુફાનાં દર્શને લેતાં હાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચિત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યો હતા; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે, તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે ! જે તેમ ન થઈ શક્યું છે, તો તેના (મારા) જીવનનો અંત આવત. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા “ જે વિવેકને મહામેદની સાથે ગૌણુ કરવા પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે; તેનુ ખાદ્ય પ્રાધાન્ય નથી રાખી શકાતું, એ માટે અકથ્ય ખેદ થાય છે, તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં, સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. “ કાઈ કાઈ વાર સંગીએ અને પરસંગીએ તુચ્છ નિમિત્ત થઈ પડે છે, તે વેળા તે વિવેક પર કાઈ જાતનું આવરણ આવે છે; ત્યારે આત્મા બહુ મૂંઝાય છે; જીવનતિ થવાની–દેહત્યાગ કરવાની–દુઃખદ સ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે પણ એવુ ઝાઝા વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે ત્યારે, ચિત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં વર્તુ; એવી અત્યાર સુધી પ્રતિજ્ઞા કાયમ ચાલી આવે છે. [ સ. ૧૯૪૫] પેાતાના ચિત્તમાં ચાલી રહેલું મથન~મે વિરધી વૃત્તિ વચ્ચેની આ અથડામણુ—અને તેને કારણે “ જીવનરહિત થવાની દુઃખદ સ્થિતિ કરતાં પણ ભયંકર ' સ્થિતિનું વન તેમણે ખીજા એક મ વેધી પત્રમાં કર્યું છે, દુ:ખિયા મનુષ્યાનુ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચિત તેના શિરાભાગમાં હું આવી શકું. તમે મને સ્ત્રીના સંબંધી, લક્ષ્મીના સંબંધી, કાર્તિના સંબંધી, ભય સંબંધી કે કાયાના સંબધી અથવા (એ) સ સંબંધી કઈ દુઃખ લેખરોા નહિ. મને દુઃખ બીજી રીતિનું છે. તે દરદ વાતનુ નથી, કનું નથી, કે પિત્તનું નથી. તે શરીરનુ નથી, વચનનું નથી કે મનનું નથી. ગણેા તે બધાયનું છે, અને ન ગણા તા એકનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે. કારણ એમાં કાંઈ આર મ રહ્યો છે. 66 “ તમે જરૂર માનજો કે હું વિના દીવાનાપણે આ કલમ ચલાવુ આ દેહમાં મે મુખ્ય બે ભવ કર્યાં છે. અમુખ્યને છું. • ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ હિસાબ નથી. નાનપણુની નાની સમજણુમાં કાણુ જાણે કયાંથીયે મેટી કલ્પનાએ આવતી. સુખની જિજ્ઞાસા પણ એછી નહોતી. અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મેટી કલ્પના તે, ‘ આ બધું શું છે” તેની હતી. તે કલ્પનાનુ એક વાર એવું રૂપ દીઠુ′ કે, • પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી. સુખે રહેવું અને સંસાર ભાગવવા એ જ કૃતકૃત્યતા છે. એમાંથી, બીજી કાઈ પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી, કેાઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્દાભાવપણું રહ્યું નહીં. 66 ‘( પણ) થાડા વખત ગયા પછી એમાંથી એર જ થયું; ने થવાનું મેં કહ્યું નહાતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હેાય એવુ કાંઈ મારુ પ્રયત્ન પણ નહે।તું. છતાં અચાનક ફેરફાર થયેા. કા એર અનુભવ થયા. અને તે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવા હતા. તે ક્રમે કરીને વચ્ચેા. વધીને અત્યારે એક તુંહિ, તુંહિ,’ના જાપ કરે છે. • " " “ હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહિ હોય અથવા ભયાદિક હશે તેથી દુ:ખ હશે એવું કાંઈ નથી એમ ચિત સમજાઈ જશે. સ્ત્રી સિવાય ખીજો કેાઈ પદાર્થ ખાસ કરીને મને રેકી શકતા નથી. બીજા કાઈ પણુ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. તેમ કાઈ ભયે મને બહુલતાએ ધેર્યાં નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનુ કેટલાક કાળ સુધી સેવન કરવું સંમત કર્યું" છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિઅપ્રીતિ છે; પણ દુ:ખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વ કમ કાં ઘેરે છે ? એટલેથી પતતું નથી પણ તેને લીધે નહિ ગમતા પદાર્થોને જોવા-સૂંધવા–પવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. ’’ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા બાવીસમા વર્ષ સુધીમાં તેમની આંતર દશાનો કાંઈક ખ્યાલ આપણે તેમના ઉપર ટાંકેલા શબ્દોમાં મેળવી શકીએ છીએ. સુજ્ઞ પુરુષો પોતાના દેશોને મોટા જુએ છે અને ગુણેનું વર્ણન કરતા નથી, એટલે સ્વાભાવિક રીતે આ વર્ણનમાં દેષ ઉપર વધારે ભાર મુકાયો હશે. પરંતુ એટલું આપણે જોઈ શકીએ છીએ કે લગ્ન કરીને તેમણે પોતા પર કારમું મારયુદ્ધ નેતર્યું છે અને તેમાં તે હાથમાં પ્રાણ લઈને ઘૂમ્યા છે. પરંતુ થોડા જ વખતમાં તે તેમાંથી વિજયી તથા વધુ તેજસ્વી થી બહાર સાજાસમા નીકળી જાય છે અને તેમની આંતર દશા એક વિશિષ્ટ પ્રકારની તીવ્રતા પકડતી જાય છે. તેવીસમા વર્ષમાં દાખલ થઈએ છીએ ત્યાં તો રણસંગ્રામની ધૂળને બદલે આપણને એક શાંત, સમાહિત અને આત્મલક્ષી પુરુષનું દર્શન થાય છે. આ વર્ષ દરમ્યાન તેમની સમાધિદશા વધતી જાય છે. તેના વર્ણનનાં અમૂલ્ય મેતી સાધક જીવનની ધન્ય પળાનું ચિરસ્મારક છે. તેમાંથી થોડાઘણા ઉતારા આપવાનો લોભ ખાળી શકતો નથી : “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે; આહાર પણ એ જ છે, નિકા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વમ પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણું એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડમાંસ અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું; નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું નથી અસંગ ગમત કે નથી સંગ ગમતો; નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી Page #44 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ગમતી; એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હૈ। તે પણ ભલે, અને ન હેા તે પણ ભલે. એ કઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે; અને તે જો સમ છે, તે! સર્વ સુખ જ છે; એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવ્રુત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવા પાલવતા નથી. ( પરંતુ ) આત્મભાવથી પ્રવૃત્તિ ખાદ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુકામાં જવું, અને અલૈાપ થઈ જવુ ?—એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તા નથી. તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી. “ પ્રભાતમાં વહેલે ઊયેા ત્યારથી કાઈ અપૂર્વ આનંદ વર્તા જ કરતા હતા. ( એ ) એકાકાર વૃત્તિનું વન શબ્દે કેમ કરી શકાય? દિવસના ભાર બન્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તા તેવા ને તેવા જ છે; પરંતુ બીજી જ્ઞાનની વાર્તા કરવામાં ત્યાર પછીના કાળક્ષેપ કર્યો. • · પેાતાને થયેલા એક અદ્ભુત અનુભવ બાબત તે સ. ૧૯૪૪ના આષાઢ વદ ને દિવસે લખેલા પત્રમાં જણાવે છે : 64 આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયાં એક નાના ચંદ્ર જેવા વીજળી સમાન ઝાકારા થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દિષ્ટમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કાઈ પ્રકારની ભ્રમણા નથી. ( બહારનું) નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્યતા ઉપર્જાવે છે. આંખે બીજી કાઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે... અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે; શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. "" ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા હવે અમે અમારી દશા કઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તે લખી ક્યાંથી શકીશું? મુક્તિયે નથી જોઈતી અને જૈનનું કેળળજ્ઞાને જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તે કઈ રીતે કંઈયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. “અલખ નામ ધુની લગી ગગનમેં, મગન ભયા મન મેરાજી. આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘરડેરા. દરશ્યા અલખ દેદારાજ.” “આજના પ્રભાતથી નિરંજનદેવની કેાઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. પીએ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે ત્યાં સ્ત્રદળ કમળ છે; એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ પુરુષની ચિત્તવૃત્તિરૂ૫ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કાઈ માધવ લ્યો ” હાંરે કોઈ માધવ લ્યો’ એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે, આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરે. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો, તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએઃ કોઈ ગ્રાહક થાઓ; અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ; વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપુર છે; અને તે અમને ઘણે કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્દભુત દશા છે. એવી દશાથી છવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહિ. વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત અંતર્ધાન પણ થઈ જાય, એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ. . . . સત્સંગની માત્ર ખામી છે અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ ર્યાફર્યાની વૃત્તિ છે એટલે કંઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી, એ ચિંતના નિરંતર રહ્યા કરે છે.” ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ એટલે જે ઉપાધિગ વર્તે છે તેને પણ સમાધિજેગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય તેવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નંખાય છે, અને વખતે તે કાર્ય કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાનિ માની નથી. . . . એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે. અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે, એમ માનીએ છીએ.” એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. . . . અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. . . . પિતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈછેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. હદય પ્રાયે શન્ય જેવું થઈ ગયું છે. . . . ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ'ની જીવનયાત્રા એક પ્રકારે પૂર્ણ ઘેલા છે, છતાં વેપાર કરીએ છીએ, લઈ એ છીએ, દઈ એ છીએ, લખીએ છીએ, હસીએ છીએ. જેનુ ઠેકાણું નથી એવી અમારી દશા છે. અમારા દેશ હિર છે, જાત હર છે, કાળ હિર છે, દેહ હિર છે, નામ હિર છે, સર્વ હિર છે.” (( " રામ રામ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મષ્ટિ થઈ જશે, એક ' તુહિ તુ હિ' મનન કરવાનેા પણ અવકાશ નહીં રહે, ત્યારે અમરવરના આનંદને અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતી ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાકયની વેઠ કરી છે.” (૧૯૪૭) આમ છતાં પેાતાની આંતર દશાથી તેમને હજુ જે અસંતાપ છે "" તે તેમણે આ શબ્દામાં વ્યક્ત કર્યો છે યથાયાગ્ય દાન તે હા મુમુક્ષુ . તેવા કાંઈ ગુણે! મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ છે એમ ગણીએ તે ગણી શકાય. તથાપિ સ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી.” • . આ વર્ષ દરમ્યાન તેમની નોંધામાં બીજી એક મહત્ત્વની બના આપણને તેેવાની મળે છે. અને તે એ કે, નાનપણથી ઉપદેશક બનવાની અને ધર્મ સુધાર કરવાની તેમનામાં જે વૃત્તિ હતી તે દૂર ધકેલાતી જાય છે. તેનાં કારણેા તેમના પેાતાના શબ્દોમાં નીચે પ્રમાણે છે : “ હવે કેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી છે, જેથી કાઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ ખાધ કરે નહિ, અવલાકનસુખનુ અપ પણ વિસ્મરણ થાય [હ. આવી દશા પામવાથી પરમાર્થ કરેલા પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામીને પછી પ્રગટ માર્ગ કહે– પરમાર્થ પ્રકાશવો. ત્યાં સુધી નહિ. અને એ દશાને હવે કાંઈ ઝાઝે વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. . . . સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. (એ) એક દેશ (પણ) સમજાયા વિના રહ્યો નથી, પણ યોગ ( પ્રવૃત્તિ )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. અને એમ થયે એ દેશ અનુભવાશે. . . . આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું યોગ્ય છે. . . . વેદયને નાશ થતાં સુધી ગૃહાવાસમાં રહેવું યોગ્ય લાગે છે. . . . જ્યાં સુધી અસંગ થઈશું નહિ અને ત્યાર પછી તેની (પરમેશ્વરની) ઈચ્છા મળશે નહિ, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહિ. . . . હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી, ત્યાં સુધી ઈચ્છા થતી નથી–થવાની નથી.” “પૂર્વાપર એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કેઈથી પાડવામાં નથી આવતો, તે જાણે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણો છો, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશે નહીં. (૧૯૪૭) આમ છતાં તેમના સંબંધમાં જે કઈ આવતા તે તેમની વિભૂતિથી આકર્ષાઈ તેમની પાસેથી માર્ગ પામવા ઉત્સુક થાય તેમાં નવાઈ નથી. પરંતુ તેમની આગળ પણ, હાઈએ તેનાથી જરા પણ વધારે ન દેખાવાની તેમની જે સરળતા છે તે જોવા જેવી છે: “ તમે મારા સંબંધી જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. . . . પરંતુ તેવા ગુણે કાંઈ મારામાં પ્રકાશિત ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણુએ તો ગણું શકાય. . . .” તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છો છો તે તે, તે લાભ પામે એ મારી અંતઃકરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા, તેમાં મને . હજી કંઈક આવરણ છે. . . . ફરી ફરી અનુકંપા આવી જાય છે. પણ નિરુપાયતા આગળ શું કરું ? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ?” આ પ્રસંગે જ એક બીજા ફેરફારની પણ નોંધ લેવી ઘટે છે. જો કે તેને “ફેરફાર ” કહેવો એ વધારે પડતું છે. છતાં ૧૭મા વર્ષ સુધી તેમ જ તે વર્ષ દરમ્યાન શ્રી રાજચંદ્ર લખેલા “મોક્ષમાળા” આદિ ગ્રંથમાં “જૈનદર્શને જ સાચું છે, “બીજાં દર્શને અપૂર્ણ છે, “જૈનદર્શનના પ્રવર્તક પુરુષો જ પૂર્ણ જ્ઞાની હતા, “ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજે” “વીર સ્વામીનું બેધેલું સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં.” જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે, તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે,” “ સાચો વૈદ્ય તે વીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે,” “અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે, જેવો આત્મકલ્યાણને નિરધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તે નિરધાર બીજા સંપ્રદાયને વિષે નથી,' “બંધમાક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જે કાઈ અમે વિશેષપણે માનતા હોઈએ, તો તે શ્રી તીર્થકર દેવ છે, એવા ભાવાર્થનાં આગ્રહી વાક્યો ઠેર ઠેર નજરે પડે છે. કેટલીક જગાએ તો તે વાક્યો એવું એકાંતિકપણું પડે છે કે, પહેલી નજરે તે કોઈ પણ સમભાવી હદયને આઘાત જ પહોંચે. પરંતુ પછીનાં વર્ષોમાં અમુક દર્શન, પંથ કે વાડામાં જ સત્ય સમાયું છે એમ Page #50 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ માનવાને બદલે, સત્ય આત્માનુભવમાં જ રહેલું છે એવા અભિપ્રાયનાં વાક્યો તેમનાં લખાણમાં વધુ પ્રમાણમાં માલૂમ પડે છે. સાથે સાથે, અંતિમ અનુભવને લગતી બાબતો વિષેને જુદાં જુદાં દર્શને કે પ્રવર્તકેના મતભેદોનો નિવેડે અંતિમ અનુભવ થયે જ મળે, અને ત્યાં સુધી બધા સંપ્રદાયના શાસ્ત્રગ્રંથો ઉપદેશ–બોધ પ્રાપ્ત કરવા પૂરતાં વાંચવા–વિચારવા, એવો તેમનો અભિપ્રાય થતો જાય છે. નીચે આપેલા કેટલાક ઉતારાઓ ઉપરથી તે વાત સ્પષ્ટ થશે. - “સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકારે જોઈ મુમુક્ષુ જીવ સંદેશ–શંકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનાવાયેગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તો જીવને કેાઈ અત્યંત ઉજજવળ ક્ષયોપશમે અને સશુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સતશાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાનનું દઢ થવું ઘટે છે. ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. તેમનું બળ વધવાથી જીવને વિષે સહેજે નિર્મળપણું થાય છે અને (પછી) સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. (કારણ કે,) જીવ અસંગદશામાં આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે.” (૨૭) જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશબંધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચો કહે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમ કે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હેય, તે તેને સમૂળગો પદાર્થ દેખાતું નથી.” (૨૮) વૈરાગ્ય ઉપશમ વર્ધમાન થયે “એક આત્મા છે' કે “અનેક આત્મા છે, એ આદિ પ્રકારે સ્વરૂપ વિચારવા ચોગ્ય છે. જ્યાં સુધી ૩૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચકની જીવનયાત્રા પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને વિચારને નિર્ધાર પ્રાપ્ત થતો નથી.” આ બધા ઉતારાઓ વધુ વિસ્તારથી વિચારતનવાળા ખંડમાં સિદ્ધાંતચર્ચા” એ નામના પ્રકરણમાં આગળ આવવાના છે. એટલે અહીં તેમની વધુ પુનરાવૃત્તિ કરવી જરૂરી નથી. વળી આ જાતની વિચારસરણી ઉપરાંત, જૈન સિવાય બીજાં દર્શનમાં કે મહાત્માઓને પણ “સત ”નું જ્ઞાન હોય એ બનવાજોગ છે, એવા અભિપ્રાયના ઉતારા નીચે આપ્યા છે – ગમે તે સંપ્રદાય—દર્શન–ના મહાત્માઓને લક્ષ એક “સત ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી.” મેક્ષના માર્ગ બે નથી. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર, શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. કાઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યફ યોગે એ જ માર્ગનું સંશોધન કરવાનું છે. તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મા–પ્રાપ્ત પુરુષ જ્યારે મેગ્યતા ગણું તે આત્મત્વ અર્પશે ત્યારે જ તેની વાટ મળશે. ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કેાઈ મોક્ષ પામ્યા નથી.” “ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ (આ) આત્મા ઘણું વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં મેક્ષ છે એમ ધારણા છે.” Page #52 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્ર્ચમમાં પ્રવેશ વાડામાં કલ્યાણુ નથી. અજ્ઞાનીના વાડા હાય. જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણુ. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તે તે માનવું નહિ. એમ કલ્યાણુ હેાય નહિ. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચા આવે તે સાચેા માર્યાં. તે પેાતાને મા. આપણા ધમ ' એવી કલ્પના છે. આપણા ધર્મ શું ? મહાસાગર કાઈ ના નથી. તેમ ધમ કાઈ ના આપના નથી. જેમાં દયા, સત્ય આદિ હાય તે પાળેા. તે કાર્યના આપનાં નથી. અનાદિકાળનાં છે. શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણા ધર્મ ' છે. પણ શાશ્વત મા શું ? શાશ્વત માથી સૌ મેક્ષે ગયા છે. રજોહરણેા, દારા કે સૂમતી કપડાં કાઈ આત્મા નથી. વહેારાના નાડાની માફક જીવ પક્ષને આગ્રહ પકડી બેઠી છે, એવી જીવની મૂઢતા છે. આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે,' · શાસ્ત્રો આપણી પાસે છે,' એવું મિથ્યાભિમાન જીવ કરી ખેડે છે. મતભેદને છેઢે તે જ સાચા પુરુષ. વિચારવાનને માના ભેદ નથી. મા વિચારવાનને પૂછ્યા. 66 * * “ જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કરવા જણાવતા નથી; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી કરવાને જણુાવતા નથી. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈન અને વેદાંતી આદિના ભેદત્યાગ કરે. આત્મા તેવા નથી.” 65 ( વેદાંતનું ) - એક બ્રહ્મ સ્વરૂપ ’વિચારવામાં અડચણ નથી. અથવા ( જૈનના ) · અનેક આત્મા ’ વિચારવામાં અડચણ નથી. તમને અથવા કાઈ મુમુક્ષુને પેાતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કવ્યુ છે.” “ જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. મતમતાંતરને ત્યાગ કરવે!. અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવુ ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજય દ્રની જીવનયાત્રા વાંચન લેવું નહિ.”* આ વર્ષો દરમ્યાન જ તેમને વેપારની તથા અન્ય ઉપાધિએ વધી હાવા છતાં પાતે અંતરમાં પ્રાપ્ત કરેલી સ્વસ્થતાથી એ બધીને તે સમતાથી વેદતા જાય છે. આ સમયના પેાતાના એક પત્રમાં તે લખે છે : : માન. “ જ્યારે આ વ્યવહારેાપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાને હેતુ આ હતા કે, ‘ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણા વખત રાકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તેા પણ થાડા વખતમાં ભેાગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.’ બલે તને વસમું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્તે. અત્યારે કદાપિ વસમુ, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું ધીમું થશે. કાઈના પણ દેષ જો નહીં. તારા પેાતાના દોષથી જે કાંઈ થાય છે તે થાય છે, એમ જે કાંઈ પૂર્વનિબંધન કરવામાં આવ્યાં છે, તે નિવૃત્ત કરવા અર્થે—થેાડા કાળમાં ભાગવી લેવાને અર્થે આ વેપાર નામનું કામ, ખીજાને અર્થે, સેવીએ છીએ. અત્રે ટે ઉપાધિ છે તે માટે શુ થશે એવી કાંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત્ તે ઉપાધિ સંબંધી કઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. જેમ તે માટે થવું હશે તેમ થઈ રહેશે. શ્વર ઉપર વિશ્વાસ રાખવા એ એક સુખદાયક મા છે. આભેચ્છા એ જ વર્તે છે કે સસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવેા, પરંતુ તેમાં પ્રીતિ કે અપ્રીતિ કરવાને! આપણે સકલ્પ પણ ન કરવે.''+ ઉપરના ઉતારાઓમાં મૂળ લખાણ ટૂંકાવ્યું છે. આ વિષયનાં વધુ અવતરણા માટે‘ વિચારરત્ના ’વાળા વિભાગમાં • સવ ધમ સમભાવ ’ વાળુ પ્રકરણ પણ જુઓ. + મૂળ લખાણ ટૂંકાવ્યું છે. ૪૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નીચેના એક ઉતારામાં, તેમણે પોતાનાં કૌટુંબિક કે આર્થિક સંબંધીઓ સાથે કેવી રીતે વર્તન રાખવું, તેની સૂક્ષ્મ ચર્ચા કરી જે નિર્ણય કરેલો, તે આપણને જોવા મળે છે. તે ઉપરથી, પિતાની આંતર મનોદશા બદલાવા છતાં જૂની જવાબદારીઓ કેવી રીતે અદા કરવી અને અદ્રોહ તથા અહિંસા સાચવવાં તે વિષેનો તેમનો ખ્યાલ જોઈ શકાશે. તે પિતાને સંબોધીને લખે છે: “તે વ્યવહારમાં જેનાથી જેડાયો હોય તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ, નહિ તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિ પહોંચાડું. . . . માત્ર તમારી પાસે એટલું ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહિ. તમારી ઈચ્છાનુસાર તમે વર્ત. . . . માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહિ. અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણુને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને દૂભવીશ નહિ. અને છેવટે નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણથી, તમારી સમીપથી, તમને કોઈ પણ જાતની હાનિ કર્યા વગર, બનતો લાભ કરીને . . . ખસી જઈશ.” Yક Page #55 -------------------------------------------------------------------------- ________________ વાનપ્રચ્ય ગયા પ્રકરણમાં આપણે શ્રીમદ રાજચંદ્રના જવને લગ્ન પછી લીધેલો અચૂક પલટો જોઈ આવ્યા; તથા વીસમા વર્ષ સુધીમાં તેમની સાધના કેવી જોરભેર વૃદ્ધિગત થતી ચાલી તે પણ તપાસી આવ્યા. આ પ્રકરણમાં તે પ્રવાહ આગળ કેવી રીતે વધતે ચાલ્યો તે આપણે તપાસીશું. પચીસમા વર્ષમાં શ્રીમદ રાજચંદ્રની તે “મસ્તી” વધતી જાય છે. અને તેનો એક પુરાવો એ છે કે એ વર્ષ દરમિયાન પોતાના પત્રોમાં તે પિતાને માટે “યથાર્થ બેધસ્વરૂપ,' “શ્રી બેધસ્વરૂ૫.' બોધબીજ“સમસ્થિતભાવ,” “સ્વરૂપસ્થ,” “નિષ્કામ આત્મસ્વરૂપ,” સહજસ્વરૂપ” “નિષ્કામ આત્મસ્વરૂપ,' “અપ્રતિબદ્ધ, “અભિન્ન બેધમય, “સમાધિ૩૫, “અચિંત્યદશાસ્વરૂપ, “અહં બ્રહ્માસ્મિ, વગેરે ઉપનામ વાપરે છે. એક સ્થળે તો સંપૂર્ણ ઉન્મત્તાવસ્થામાં આવી જઈ તે પિતે પિતાને જ પ્રણામ કરી બેસે છે. આ રહી તે અનુપમ લીટી : “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રીરાયચંદ” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર. . . .” પરંતુ તે પ્રબળ આત્મચિંતન અને ગાઢ સ્વરૂપસ્થિતિની દશાની સાથે સાથે જ તેમની વ્યાવહારિક ઉપાધિ પણ તેટલી જ સજજડ બનતી જાય છે. પિતાની આંતર દશા અને બાહ્ય ઉપાધિ–એ બેની વચ્ચે તે પુરુષાર્થ Page #56 -------------------------------------------------------------------------- ________________ વાનપ્રશ્ય મણિએ કેવી રીતે સુમેળ સા એ જ આ વર્ષ દરમ્યાન તેમની નોંધના ઉતારાઓમાંથી જોવાનું રહે છે. તે લખે છે : કઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપારના સંબંધી પ્રવર્તન કરી શકીએ છીએ. તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી. . . . આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. • . . જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિપ્રસંગ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિને પ્રસંગ થશે એમ નહિ ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે. અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવા માટે ઉદયમાં આવે છે. • • • જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી ચેડા કાળે પ્રાપ્ત થવા માટે વિશેષપણે વર્તે છે. . . . તે ઉપાધિmગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે દવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી એટલે તે જ જેગે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું એગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે.” ચિત બંધનવાળું થઈ શકતું ન હોવાથી જે સંસારસંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઈચ્છા પણ દૂભવવાની ઈચ્છા થતી નથી. અર્થાત તે પણ અનુકંપાથી, અને માબાપઆદિનાં ઉપકારાદિ કારણથી ઉપાધિગને બળવાન રીતે વેદીએ છીએ. . • એમાં કોઈ પ્રકારનું અમારું કામ પડ્યું નથી.” “ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે, તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત થવા અર્થે રહ્યા (છીએ). . . . તનને અર્થે, ધનને અર્થે, ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કેઈ જાતનાં આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. . . . દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે, એમ નથી.” (૧૯૪૯) લભહેતુથી (કે) વિષયાદિની ઇચ્છાએ (વેપાર વગેરેની) પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.” (૧૯૫૧) “બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને તેવું છે. બે ત્રણ ઉદયવ્યવહાર એવા છે કે જે ભગવ્યે જ નિવૃત્ત થાય એવા છે અને કરે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પ કાળમાં વેદી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભળ્યા કરીએ છીએ.” (૧૯૪૯) છવ્વીસમા વર્ષમાં તેમનાં વચનો વધુ સ્પષ્ટ થતાં જાય છે? ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટીને ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. . . . છતાં (મારી) વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણને અત્યંત યોગ્ય છે. (૧૯૪૯). . . જે ભગવત કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિયોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. . . . હૃદયમાં પ્રભુનું નામ રાખી માંડ કાંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ , અને આટલી સમતાથી બધી ઉપાધિઓને નિર્વાહ નિષ્કામપણે ઈશ્વરાપિતભા કરનારને તેનો બદલો પણ મળ્યા વગર નથી રહેતો. Page #58 -------------------------------------------------------------------------- ________________ વાનપ્રશ્ય તે લખે છે : ચિત્તને વિષે. જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું એવી નિશ્ચયદશા માગશર સુદ ૬ થી એકધારાએ વર્તી આવી છે. . . . અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એ આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે.” છતાં જ્યાં સુધી લોકોમાં બુદ્ધિભેદ ઉત્પન્ન થાય તેવી બાહ્ય ઉપાધિ પિતાને છે, ત્યાં સુધી લોકેામાં ધર્મોપદેશક તરીકે બહાર ન પડવું એવો તેમનો નિશ્ચય હવે દૃઢ થઈ ગયો છે. તે લખે છેઃ દઢ વિશ્વાસથી માનજો કે આને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તે માટે કાંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત (૧૯૪૮). . . . લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય—વ્યવહાર–નો ઉદય છે. તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગને વિરોધ કરવા જેવું છે.” સંપ્રાપ્ત વ્યવહારોને નિષ્કામતાથી અદા કરવાની શુભ નિશાના સુફળરૂપ બત્રીસમા વર્ષ સુધીમાં તે તેમની નિર્વિકલ્પ દશા ઘણું વધી જાય છે. તે લખે છે : “એક આત્મપરિણતિ સિવાયના બીજા વિષે વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. . . . ખાવાને વિષે, પીવાને વિષે, બેલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાનું નથી. . . . અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજાની જીવનયાત્રા " સરળ વાટ મળ્યા છતાં, ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતા નથી, આથી ખેદ રહ્યા કરે છે, અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે; જો કે વૈરાગ્ય તે એવા રહે છે, કે ઘર અને વનમાં ઘણું કંરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયાગ રાખવાની વારંવાર જરૂર રહે છે. વારંવાર એ જ ર૮ના રહેવાથી વનમાં જઈ એ,’ વનમાં જઈ એ ' એમ થઈ આવે છે. ગામાં•ગનાની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભળી આવે છે. અને એવું ઉન્મત્તપણુ પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સ’ગથી જન્મતી વૃદ્ધિ થઈ હતી; અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે. અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે, તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. અધિક શુ કહીએ ? શ્વિરની ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા વિના છૂટકા નથી. નહીં તે। આવી ઉપાધિયુક્ત સ્થિતિમાં ન રહીએ અને ધાર્યું કરીએ.” · (6 • અને ધીમે ધીમે તે વ્યવહારા અને ઉપાધિએના ભાડા પણુ એ। થતા જાય છે. અને શ્રીમદ રાજચંદ્ર આ વર્ષે ( સં. ૧૯૫૬ ) દરમ્યાન સ્ત્રી અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે છે. આ વર્ષ દરમ્યાન સંપૂર્ણ સન્યાસ લેવા માટે તેમની સર્વ પ્રકારની ખાદ્ય તેમ જ આંતર તૈયારી થઈ ચૂકી છે. પણ અચાનક તેમનુ શરીર તે અરસામાં જ ભાગી પડવા લાગે છે. એટલે મુનિ દેવકરણુજી જ્યારે શ્રીમદ્ રાજચંદ્રનાં માતુશ્રીને સંપૂર્ણ સંન્યાસ લેવાની રજા શ્રી રાજચંદ્રને આપવાની વિનંતિ કરે છે, ત્યારે તેમનાં માતુશ્રી વચમાં માત્ર એટલી મહેતલ માગે છે કે આ બીમારીમાંથી તે સાન્ન થાય એટલે તેમને રજા આપું. પરંતુ દુર્ભાગ્યે તે ભાગેલું શરીર પાક્કું સારું થઈ ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ વાનગર શકતું નથી. અનેક ઉપચારે અને સારવાર છતાં તે વધારે ને વધારે લથડતું જ જાય છે. તેમના એક ચારિત્રનિરૂપક લખે છે: “ધર્માનુસાર યોગ્ય ગાહેશ્ચના સુવિપાકરૂપ વાનપ્રશ્ય અને સંન્યાસ તેમને યોગ્ય કાળે હવે સાંપડ્યાં હતાં અને સહજભાવે તેમણે તે ગ્રહણ કરવાનું મન કર્યું. પણ યુગ એવો કે ૩૨માં વર્ષમાં તે માંદા પડ્યા અને એ માંદગી જીવલેણ નીવડી. અનેક ઉપાય અને બરદાસચાકરી છતાં તેમને સારું ન જ થયું અને તેમણે સં. ૧૯૫૭ના ચૈત્ર વદ અને દિવસે દેહ છોડ્યો. આટલું ટૂંકું આયુ ભોગવી તે સ્વધામ પધાર્યા. . . . એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝૂઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું. ચિત્તશક્તિ અને જિજ્ઞાસા દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં પણ શરીર તેની સાથે ન ટકી શક્યું. તેમની કેડે ઘસડાવામાં તે વચ્ચે ભાંગી પડ્યું.” મૃત્યુ પહેલાં એક માસ પૂર્વે શ્રીમદ રાજચંદ્ર લખેલાં “અંતિમ વચનો’માં એ જ પળે આ પણને સંભળાય છે: ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાને હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બીજે રહ્યો હતો. તે આત્મવીર્યો કરી જેમ અ૫ કાળે વેદી લેવાય તેમ પ્રધટન કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” ૪૭. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ કેટલાક પરિચય અને પ્રસંગે દીવો સળગે એટલે તેના તરફ આજુબાજુથી પતંગિયાં ખેંચાય તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં સાચી જિજ્ઞાસા ઉદય પામતાં જ તેમની તરફ સાધુ, ગૃહસ્થ એમ બધા વર્ગનાં મનુષ્યો ખેંચાવા લાગ્યાં. પિતે સંપૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બહાર ન આવવાની તેમની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેમને પ્રબળ પુરુષાર્થ અને ઉજજવળ જ્ઞાનપ્રકાશ ઢાંક્યાં ઢંકાઈ ન રહ્યાં. પરિણામે તેમનું ભક્તમંડળ વધતું જ ગયું. આ પ્રકરણમાં આપણે તે પરિચયમાંના કેટલાક જોઈ જઈશું. એમ કરવાનાં બીજાં પણ કારણે છે. કોઈ પણ મનુષ્યની સાચી મહત્તાની કટી કરવાનાં અનેક સાધનોમાંથી એક મુખ્ય સાધન, તેણે આજુબાજુનાં મનુષ્યો ઉપર કરેલી અસર પણ હોય છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રનો સાચો પરિચય મેળવવા ઈચ્છનારે માત્ર તેમની અંગત ને ઉપર આધાર ન રાખતાં તેમના પરિચયમાં આવેલાં મનુષ્ય તેમને વિષે શું ધારતાં, તેમના પ્રત્યે કયા ભાવે જોતાં, તથા તેમના જીવન ઉપર શ્રીમદ્ રાજચંદ્રની કેવી અસર પડતી તે પણ અવશ્ય જાણવું જોઈએ. ઉપરાંત અત્યાર સુધી સળંગસૂત્રતા સાચવવા ખાતર આપણે શ્રીમદ્ રાજચંદ્રના જીવનના એક મુખ્ય પાસા તરફ દુર્લક્ષ્ય કર્યું છે. અને તે એ કે, શ્રી રાજચંદ્ર પોતાના જીવનના પ્રવૃત્તિમય સમય Page #62 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગે દરમ્યાન પણ વારંવાર થોડીઘણી નિવૃત્તિ મેળવી ચરોતર, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં મુંબઈથી ભાગી આવતા અને એકાંત સ્થળોમાં, વનમાં કે પહાડોમાં ઘણી વખત એકલા આત્મચિંતનાર્થે રહેતા. તે પ્રસંગનું વર્ણન પણ આપણે જાણવાનું બાકી છે. દુર્ભાગ્યે આપણી પાસે તેવા પ્રસંગેની અને પરિચયેની સંપૂર્ણ નોંધ નથી. તેથી જેટલા પ્રસંગે અને પરિચયેની ભરોસાપાત્ર માહિતી મળી આવી છે, તે અહીં કીમતી ગણ, પસંદગી કર્યા વિના એકઠી સં. ૧૯૪૪માં શ્રીમદ રાજચંદ્ર “મેક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તે તેમના એક નેહીને ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈ એ પૂરતી મદદ શ્રી રાજચંદ્રને કરી હતી. તે દિવસ દરમ્યાન શ્રી રાજચંદ્રને અમદાવાદમાં ઠીકઠીક રોકાવું પડ્યું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ ગેરહાજર રહેવું પડતું, એટલે તેમણે પિતાના નાનાભાઈ જૂઠાભાઈને તેમની સરભરામાં મૂક્યા હતા. આ રીતે શ્રી જૂઠાભાઈ શ્રી રાજચંદ્રના પરિચયમાં આવ્યા. શ્રી રાજચંદ્ર ઘણી વાર શ્રી જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાતો કહી બતાવવાના પ્રયોગ કરતા એથી તેમને વિદા ઉપજતો. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રી રાજચંદ્ર અવધાનના પ્રાગ પણ કરી બતાવ્યા હતા. આવી અદ્ભુત શક્તિએને કારણે જૂઠાભાઈ શરૂઆતમાં શ્રીમદ્ રાજચંદ્ર તરફ આકર્ષાયા હતા. પરંતુ ધીમે ધીમે પરિચય વધતો ગયો તેમ તેમ તેમને શ્રી રાજચંદ્રની સાચી મહત્તાનો પરિચય થતો ગયો અને પૂર્વના સંસ્કારને બળે તે તેમનાથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામ્યા. ત્યાર બાદ જ્યારે જયારે શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ આવતા ત્યારે શ્રી જૂઠાભાઈને Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ત્યાં જ ઊતરતા. ધર્મ નિમિત્તે પરસ્પર પત્રવ્યવહાર પણ તેમને તેમની સાથે ઘણે થતું. પરંતુ સં. ૧૯૪૫-૪૬ દરમ્યાન જૂઠાભાઈની તબિયત લથડવા લાગી અને આષાઢ સુદ ૯ને દિવસે તેમણે દેહત્યાગ કર્યો. શ્રી જૂઠાભાઈને અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૩ના રોજ શ્રી રાજચંદ્ર લખે છે : આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય,–યથાર્થ જ રહ્યું હેય, તે જૂઠાભાઈ આષાઢ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે.” પછી શ્રી રાજચંદ્ર આપાઢ સુદ ૧૦ને રોજ લખ્યું છેઃ “લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયો જણાયો. પવિત્રામાં જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાને આજે ખબર મળ્યા.” શ્રી રાજચંદ્ર આશ્વાસનપત્રમાં શ્રી જૂઠાભાઈની અંતરંગદશા આ પ્રમાણે વર્ણવી છેઃ “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ ગઈ હતી, વીતરાગને પરમ રાગી હતો, સંસારનો પરમ જગુસિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સખ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી. • • • એવો એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યો ગયો. . . . એવા ધર્માત્માનું ટૂંકુ જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી.” ખંભાતથી એક વખત શ્રી. અંબાલાલ લાલચંદ વગેરે ભાઈઓ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા. તે સરખી ઉમરના હોવાથી શ્રી જૂઠાભાઈને વરઘોડામાં તેડવા માટે શ્રી જૂઠાભાઈને ઘેર ગયા. પરંતુ શ્રી જૂઠાભાઈ શ્રી રાજચંદ્રના ભક્તિસ્તવનમાં જ લીન હતા એટલે પેલાઓ પણ વરઘોડામાં જવાને બદલે શ્રી ઠાભાઈ પાસે ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગે શ્રીરાજચંદ્રના ગુણગ્રામ સાંભળવા જ બેસી ગયા. શ્રી જૂઠાભાઈએ તેમને શ્રી રાજચંદ્રના પત્રો વાંચી બતાવ્યા. તેઓએ ત્યાં ને ત્યાં તેમની નકલ કરી લીધી. એ અંબાલાલ વગેરે પછી શ્રી રાજચંદ્રના નિકટ અનુયાયી બન્યા એ વાત આગળ આવશે. અવધાનના પ્રયોગોની દ્વારા શ્રી રાજચંદ્રની કીર્તિ ગુજરાત–કાઠિચાવાડમાં ઘણું પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડના સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ કરીને એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત તેમની ધનસંપત્તિ ચાલી જતાં, તેમણે મારવાડના સાધુઓની મંત્રતંત્રમાં કુશળતા સાંભળી, તેવા કોઈ સાધુની આરાધના દ્વારા ચાલી ગયેલી લક્ષ્મી ફરી પ્રાપ્ત કરવાને મનસ કર્યો. એ પ્રમાણે કોઈ એક પ્રખ્યાત સાધુને પરિચય કરી, તેને પ્રસન્ન કરી, અંતે તેમણે પિતાના મનની વાત તેને નિવેદિત કરી. પેલા અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠને તેમની વૃત્તિ માટે ઠપકો આપ્યો અને તેમની માગણીનાં બદલામાં “બીજજ્ઞાન’ આપ્યું અને જણાવ્યું કે આ સાધના તમને ઉપયોગી નથી, પરંતુ કોઈ યોગ્ય પુરુષ મળે તો તેને આપજે અને તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને પિતાના પુત્ર સેભાગ્યભાઈને બતાવ્યું હતું. એક વખત ભાગ્યભાઈને મેરબીમાં જવાનું થયું. તે વખતે શ્રી રાજચંદ્ર મોરબીમાં હતા. એટલે શ્રી ભાગ્યભાઈએ પિતાના પિતાને પૂછયું કે, “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ બધે કહેવાય છે. . . . તો આપની આજ્ઞા હોય તો હું તેમને તે જ્ઞાન બતાવું.” તેમણે હા પાડી. પછી શ્રી સોભાગ્યભાઈ મેરબી પહોંચ્યા બાદ શ્રી રાજચંદ્રને મળવા ગયા. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી રાજચંદ્ર તે વખતે બીજાના મનની વાત કહી બતાવવાના પ્રયોગ કરતા હતા. એટલે શ્રી ભાગ્યભાઈને આવતા દેખી પt Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તેમણે બધું એક કાપલીમાં લખી રાખ્યું અને તેમને વંચાવ્યું. શ્રી. સેભાગ્યભાઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા. ત્યારથી તે તેમના તરફ આકર્ષાયા અને ધીમે ધીમે તે સંબંધ પત્રવ્યવહાર દ્વારા ગાઢ બનતો ગયે. એક પત્રમાં શ્રી સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ને . રવિવારે શ્રી રાજચંદ્રને લખે છેઃ “આ કાગળ છેલ્લો લખી જણવું છું. . . . દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો હતો. પણ આઠ દિવસ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી (તે બન્ને) બેફટ જુદા દેખાય છે અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવવા લખ્યું છે. . . . વગર ભયે, વગર શાસ્ત્ર વાંચે, છેડા વખતમાં આપના બધથી અરથ વગેરેને ઘણો ખુલાસો થઈ ગયો છે. . . . જે ખુલાસો પચીસ વર્ષે થાય એ નહોતો, તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે.” - શ્રી સોભાગ્યભાઈને દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તેમના વિષે લખતાં શ્રી રાજચંદ્ર જણાવે છે: “આ ક્ષેત્રે, આ કાળમાં શ્રી સોભાગ્ય જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે . . . . શ્રી સોભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણ વારંવાર વિચારવાને યેાગ્ય છે. . . . અનાદિથી દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે. . . . શ્રી ભાગ્યે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” શ્રી રાજચંદ્રને શ્રી સોભાગ્યભાઈ ઉપર ઘણો સદ્દભાવ હતો. પર Page #66 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગો તેથી બીજા મુમુક્ષુઓને કંઈ શ્રી રાજચંદ્રને કહેવું હોય તો વયોવૃદ્ધ શ્રી સોભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા અને તે પણ સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખવાની પ્રેરણા પણ શ્રી ભાગ્યભાઈએ કરેલી, એ વાત આગળ આવશે. શ્રી રાજચંદ્ર પિતાની ઉપકારને ધમાં જિન વીતરાગને, તથા કુંદકુંદાદ આચાર્યોને સંબોધી તેમણે પોતા ઉપર કરેલા અનુપમ અનંત ઉપકારની નોંધ કરી, અંતે શ્રી ભાગ્યભાઈને આ પ્રમાણે સંબંધે છેઃ હે શ્રી સોભાગ્ય ! તારા સત્સમાગમના અનુગ્રથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.” આગળ જણાવ્યું છે કે, શ્રી. જૂઠાભાઈના સમાગમથી ખંભાતના શ્રી અંબાલાલભાઈ વગેરે શ્રી રાજચંદ્ર પ્રત્યે આકર્ષાયા હતા. અને તેથી શ્રી રાજચંદ્રને એક વાર ખંભાત પધારવા તે ઉપરાઉપરી વિનંતિપત્રો લખ્યા કરતા હતા. છેવટે શ્રી રાજચંદ્ર એક વખત અનુકૂળતાએ ખંભાત આવવાની કબૂલાત આપી. તે ભાઈઓ અપાસરામાં જઈને પણ મુનિના વ્યાખ્યાનમાં જવાને બદલે એક બાજુ બેસી શ્રી રાજચંદ્રના પનું જ પઠનમનન કરતા. ખંભાત સંધાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ હતા. તે મહારાજના સાધુઓમાં શ્રી લલ્લુજી મહારાજ કરીને એક સાધુ હતા. તે એક વખત ભગવતીસૂત્રનાં પાનાં વાંચતા હતા. તેમાં એવી વાત આવી કે, “ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય છે.' આ ઉપરથી તેમને શંકા ગઈ કે, જે એમ જ હેય તે પછી મોક્ષ માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? તેનો કાંઈ સંતાકારક ખુલાસો તેમને મળ્યો નહિ. એટલામાં શ્રી અંબાલાલે તેમને સૂચવ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર આગમોના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે. તે અહીં પધારવાના છે. એટલે શ્રી લલ્લુજીએ તે ખંભાત પધારે ત્યારે તેમની સાથે પિતાનો મેળાપ કરાવવાનું શ્રી અંબાલાલને કહી રાખ્યું. ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રી રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમને ઉતારે શ્રી અંબાલાલને ત્યાં જ હતું. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રી રાજચંદ્રને હરખચંદજી સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાએથી શાંતિ થઈ. પછી શ્રી લલ્લુજી ગુની આજ્ઞા મેળવી શ્રી રાજચંદ્રને મેડે એકાંતમાં લઈ ગયા અને ત્યાં પોતે તેમનાથી વયમાં ૧૪ વર્ષ મોટા હોવા છતાં તથા સાધુ હોવા છતાં તેમણે શ્રી રાજચંદ્રને ઉત્તમ પુરુષ જાણું નમસ્કાર કર્યા. શ્રી રાજચંદ્રની ઉમર તે વખતે ૨૨ વર્ષની હતી. શ્રી રાજચંદે તેમને પૂછ્યું, “તમારી શી ઈચ્છા છે?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, “આત્માની ઓળખાણ અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણી છે.” - શ્રી રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી તેમણે સ્વામીજીના પગનો અંગૂઠે તાણ તપાસી જે અને ઘેર જતાં અંબાલાલને કહ્યું કે, “આ પુરુષ સંસ્કારી છે.” . બીજે દિવસે તો શ્રી લલ્લુજી જાતે જ શ્રીરાજચંદ્રને મળવા શ્રી રાજચંદ્રને ઉતારે આવ્યા. ત્યાં એકાંતમાં શ્રી રાજચંદ્ર તેમને પૂછ્યું, તમે અમને માન કેમ આપો છો?” તેમણે નમ્રતાથી કહ્યું, આપને દેખીને અતિ હર્ષ—પ્રેમ આવે છે. જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે. કોઈ પ્રકારને ભય રહેતું નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” - શ્રી રાજચંદ્ર ખંભાતમાં સાત દિવસ રહ્યા. ત્યાં સુધી શ્રી લલ્લુજી રોજ શ્રી રાજચંદ્રના સમાગમને અર્થે તેમને ઉતારે આવતા. એક દિવસ તેમણે શ્રી રાજચંદ્રને કહ્યું, “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચયા અને પ્રસગે ( શ્રીરાજચંદ્રે કહ્યું, “ લાકદષ્ટિએ ( તે બધું ) કરવું નહિ. લેકદેખામણુ તપશ્ચર્યાં કરવી નિહ. પણ સ્વાદને ત્યાગ થાય તેમ જ પેટ ઊણુ' રહે તેમ ખાવું ’ 97 "" સ્વામીજીએ પછી કહ્યું, “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જાડું છે, એમ અભ્યાસ કરું છું. શ્રી રાજચંદ્રે કહ્યું, આત્મા છે એમ જોયા કરા. 66 "" * શ્રી દેવકરણુજી નામના સાધુ શ્રી લલ્લુજીના શિષ્ય ગણાતા હતા. તે કુશળ વ્યાખ્યાતા હતા. એક વખત શ્રી લલ્લુની સાથે તે પણ ફરતા કરતા સૂરત આવ્યા હતા. ત્યાં તેમનાં વ્યાખ્યાને મુંબઈના કેટલાક વેપારીઓએ સાંભળ્યાં. તે ઉપરથી તેમણે તેમને મુંબઈ પધારવા વિનંતિ કરી. શ્રી રાજચંદ્ર મુંબઈમાં જ હતા એટલે શ્રી લલ્લુજીએ તેમના સમાગમની આશાથી ખંભાતથી મુંબઈ ચાતુર્માસ કરવાની આજ્ઞા મંગાવી અને બધા મુંબઈ ગયા. ત્યાં શ્રી લલ્લુજી શ્રી રાજચંદ્રને મળવા ગયા. શ્રી રાજચંદ્રે તેમને આવા અના જેવા દેશમાં આવવા માટે મૃદુ પા આપ્યા. શ્રી લલ્લુજીએ તેમને રાજ એક કલાક આપવાની વિનંતિ કરી અને તેમણે તે મજૂર રાખી. એ પ્રમાણે શ્રી લલ્લુજી રાજ શ્રી રાજચંદ્રની પેઢીએ જતા, તે આવે એટલે શ્રી રાજ્ય તેમને લઈ પાસેની એક ઓરડીમાં જતા અને ત્યાં શાષવાચન વગેરે કરતા. એક વખત શ્રી દેવકરણુજીને શ્રી રાજચંદ્રને મળવા ઇચ્છા થઈ. એટલે સુંદરલાલ શ્રી રાજચંદ્રને ચીચપાકલીના અપાસરે લઈ ગયા. ત્યાં પેાથીમાંથી લુપ્ત થઈ ગયેલા કેટલાક પાઠ શ્રી રાજચંદ્રે તેમને કહી બતાવ્યા અને સૂત્રકૃતાંગની એએક ગાથાઓના અર્થ બાબત તેમને શંકા હતી તે દૂર કરી. આથી શ્રી દેવકરણુજી પણ તેમના પ્રત્યે ખેંચાયા. * પ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રી લલ્લુજીને લાગતું કે દેવકરણજીને જે યથાર્થ બંધ થાય તો સારું; કારણ, તેમની વ્યાખ્યાનશક્તિ ઘણી સારી હતી. એ ઈરાદે તે શ્રી રાજચંદ્રને ત્યાં જતી વખતે તેમને સાથે લઈ જવાની ઈચ્છા રાખતા. એક વખત શ્રી રાજચંદ્રની રજાથી તેમને પિતાની સાથે લઈ આવ્યા. શ્રી રાજચંદ્ર દેવકરણજીને પૂછ્યું, “વ્યાખ્યાનમાં કેટલાં માણસ આવે છે?” દેવકરણજીએ કહ્યું, “હજારેક માણસો ભરાય છે.” શ્રી રાજચકે પૂછ્યું, “સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે ?” દેવકરણજી બોલ્યા, “કાયાથી નથી થતમનથી થાય છે.” શ્રી રાજચંદ્રે કહ્યું, “મુનિએ તો મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.” દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “તમે ગાદીતકિયે બેસે છે, અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહોળાતી હોય ?” - શ્રી રાજચંદ્ર કહ્યું, “મુનિ, અમે તો કાળક્ટ વિષ દેખએ છીએ. તમને એમ થાય છે ?” આ સાંભળી દેવકરણજી નિરુત્તર થઈ ગયા. - શ્રી રાજચંદ્ર પૂછયું, “તમે કોણ છો?” - દેવકરણજીએ કહ્યું, “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલો વખત સાધુ છીએ.” - શ્રી રાજચંદ્ર કહ્યું, “તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ ?” ૫૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગે શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રી રાજચંદ્ર કહ્યું, “નાળિયેરનો ગોળો જેમ જુદે રહે છે, તેમ અમે રહીએ છીએ.” શ્રી લલ્લુજીએ શ્રી રાજચંદ્રને તેમને ફેટે આપવા ઘણે આગ્રહ કર્યો પણ શ્રી રાજચંદ્ર માન્યું નહિ. અંતે તેમને નીચેની ગાથાઓ સ્વહસ્તે લખી આપીઃ संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं बालिसेणं अलंभो । एगंतदुक्खे जरिए व लोए सकम्मुणा विपरियासुवेइ ॥ [હે જીવ! તમે જાગે. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે. તથા રોગ, શોક, જરા, મરણ વગેરે ભયથી તે ચારે બાજુ ઘેરાયેલું છે. અજ્ઞાનમાં રહીને સવિવેક પામે અશક્ય છે. આ લોક કેવળ દુઃખથી તાપ પામ્યા કરે છે, અને પિતપોતાનાં કર્મો વડે અહીંતહીં ભમ્યા કરે છે.] - શ્રી રાજચંદ્રમૌનપણાનો વારંવાર બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. એથી મુંબઈ છોડ્યા બાદ શ્રી લલ્લુજીએ ત્રણ વર્ષ મૌનવ્રત લીધું. માત્ર સાધુઓ સાથે જરૂર પડતું બોલવું અને શ્રી રાજચંદ્ર સાથે પરમાર્થના કારણે પ્રશ્ન કરવા એટલી છૂટ હતી. શ્રી રાજચંદે તેમને “સમાધિશતક’ પણ વાંચવા માટે આપ્યું હતું અને તેને પહેલે પાને “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે' એ કડી લખી આપી હતી. - શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોનો અત્યંત અભિનિવેશ હતો. એટલે તે કહેતા કે, “કોઈ પણ માણસ સૂત્રથી બહાર શું કહેવાનો હતો ? અને સૂત્ર તો હું જાણું છું.” એટલે શ્રી રાજચંકે તેમને “યોગવાસિક' આદિ વેદાંતના ગ્રંથ વાંચવા આપ્યા. ત્યારે દેવકરણજી ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચ'ની જીવનયાત્રા પેાતાને પરમાત્મા જ માનવા લાગ્યા. એટલે શ્રી રાજ તેમને ' • ‘ ઉત્તરાધ્યયન' વગેરે જૈન સૂત્રેાનુ પુનરાવલેાકન કરવાનું કહ્યું. તેમને ઠેકાણે લાવવા શ્રી રાજચંદ્રે લલ્લુને જે પત્ર વ્યખ્યા છે તે જોવા જેવા છેઃ 66 આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં વની અનાદિથી ભૂલ થતી આવી છે. આર અંગામાં પ્રથમ શ્રી આચારાંગસૂત્રમાં પ્રથમ વાક્યથી જ શ્રી જિને જે ઉપદેશ કર્યો છે તે સર્વ શ્રુતજ્ઞાનના સારરૂપ છે. તે વાક્ય પ્રત્યે વૃત્તિ સ્થિર કરવાથી જીવને નિશ્ચય સમજાશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનેા માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તે! પછી શ્રી દેવકરણજી પેાતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ, ત્યાં સુધી મુમુક્ષુ-જિજ્ઞાસુ—રહેવું તે વધારે સારુ છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. મા *મૂકીને પ્રવવાથી તે પનું ભાન થતું નથી. ’’ એક વખત શ્રી રાજચંદ્ર સૂરત પધાર્યા ત્યારે મુનિ પાસે આવ્યા. ત્યાં શ્રી દેવકરણુજીએ તેમને પૂછ્યું, “ શ્રી લલ્લુજી મહારાજ હું જ્યારે વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યુ કહે છે અને ધ્યાન કરું છું ત્યારે તેને તરંગરૂપ કહે છે. તે શું વીતરાગપ્રભુ એમનું કરેલુ સ્વીકારે અને મારુ ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ? 99 શ્રી રાજચંદ્રે શાંતિથી કહ્યુ, “ સ્વચ્છ ંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસસાધન છે. અને સદ્ગુરુની આનાથી જે કરવામાં આવે છે તે કલ્યાણુકારી ધરૂપ સત્સાધન છે.’’ ** * ખીજી વખત પશુ તે મુનિએએ સૂરતમાં જ ચાતુર્માંસ કર્યાં હતેા. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા હતા. તે ૫૮ • Page #72 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગે એ અરસામાં મૃત્યુ પામ્યા. શ્રી લલ્લુજીને પણ તે અરસામાં દશબાર માસથી મંદવાડ રહ્યા કરતો હતો. અને ઘણું ઉપચાર છતાં કંઈ ફાયદો થતો નહિ. એટલે તેમણે પોતાનો દેહ પણ છૂટી જશે એવી ચિંતાથી શ્રી રાજચંદ્રને પત્ર લખ્યો, “ હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી અને હું સમકત પામ્યા વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે.” તેના ઉત્તરમાં શ્રી રાજચંદ્ર તેમને “છ પદ’નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે હાલમાં દેહ છૂટવાની બીક રાખવી નહિ. પછી શ્રી રાજચંદ્ર સૂરત પધાર્યા ત્યારે તે “છ પદ’ના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યો અને તે પત્ર વારંવાર મુખપાઠ કરી વિચારવાની ભલામણ કરી. તે પત્ર એક સ્વતંત્ર પ્રકરણ જે, સૂત્રાત્મક શિલીથી લખાયેલો છે. જૈન ધર્મનાં સાત તોમાંથી પ્રથમ તત્વ આત્મા, તેનું એાળખાણું થવા માટે, આત્મા છે,” “આત્મા નિત્ય છે,” “આભા કર્તા છે,” “આત્મા ભોક્તા છે,” “મોક્ષ છે, અને તે “મોક્ષનો ઉપાય છે” એ છે પદથી તે પત્રમાં અપૂર્વ નિરૂપણ કરેલું છે. તે પત્ર શ્રી રાજચંદ્ર સોભાગ્યભાઈને પણ મોકલાવેલો. તેમણે સહેલાઈથી મુખપાઠ થઈ શકે માટે તેને પદ્યમાં લખી આપવા શ્રી રાજચંદ્રને વિનંતિ કરેલી અને શ્રી રાજચંદ્ર “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” રચેલું એ વાત આગળ કહેવાઈ ગઈ છે. શ્રી રાજચંદ્ર પિતાની વ્યાપારિક પ્રવૃત્તિમાંથી વચ્ચે વચ્ચે નિવૃત્તિ લઈ થોડે વખત એકાંતમાં ગાળવા મુંબઈ છેડી ગુજરાત કાઠિયાવાડમાં આવતા. તે પ્રમાણે સૂરત, કઠોર વગેરે સ્થળોએ તે આવી ગયા હતા. શ્રી લલ્લુજી એ અરસામાં તે તે સ્થળે હતા અથવા આવીને તેમનો સમાગમ કરતા. શ્રી રાજચંદ્ર ૧૯૪૬માં ખંભાત એક અઠવાડિયું રહી ગયાની વાત આવી ગઈ છે. ૧૯૪૭માં તે ખંભાતથી થોડે દૂર રાળજમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અજાણપણે એકાંતમાં રહ્યા હતા. ૧૯૫૧ના આસો માસમાં તે ફરી ખંભાત આવ્યા હતા અને ૧૯૫૨માં અઢી માસની નિવૃત્તિ લઈ ચરોતરમાં રહ્યા હતા. બાર દિવસ અગાસ પાસે કાવિઠામાં રહ્યા હતા. પછી રાળજમાં આઠ દિવસ રહ્યા હતા. તે વખતે લલ્લુજી ચાતુર્માસ ખંભાતમાં કરતા હતા. સાધુથી તે અરસામાં એક ગામ છોડી બીજે ગામ ન જવાય એટલે લલ્લુજી ગામને પાદરે ખેતરોમાં ઊભા રહેતા. પછીથી શ્રી રાજચંદ્ર પોતે જ વડવા મુકામે ગયા હતા. કાવિઠામાં તે એકલા જ ખેતરમાં વિચરતા. કોઈ પ્રસંગે માણસે એકઠા થઈ જાય તે સહેજે કાંઈ ઉપદેશ આપતા. રાળજમાં પણ તેવી રીતે બેધના પ્રસંગે બનેલા. અને વડવામાં તે ખંભાતના ઘણા ઓળખીતા મુમુક્ષુઓ આવતા હોવાથી તેવા પ્રસંગે ઘણા બનતા. શ્રી અંબાલાલભાઈએ તે બધા પ્રસંગોની જે નોંધ રાખેલી તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં “ઉપદેશછાયા' નામથી પ્રસિદ્ધ વડવાથી શ્રીમદ્ રાજચંદ્ર આણંદ આવી થોડા દિવસ રહ્યા હતા. તે વખતે આપેલો બાધ પણ “ઉપદેશછાયા'માં છપાયે છે. આણંદથી શ્રીમદ્ રાજચંદ્ર નડિયાદ પધાર્યા હતા. શ્રી અંબાલાલભાઈ તેમની સરભરામાં સાથે રહેતા. એક દિવસ શ્રી રાજચંદ્ર બહાર ફરવા ગયા હતા. ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. ફાનસ મંગાવી તેઓશ્રી લખવા બેઠા અને શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. ૧૪૨ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. એ ગાથાઓ તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.” - શ્રી રાજચંદ્ર તેની ચાર નકલો કરાવી અને એક શ્રી ભાગ્યભાઈને, એક શ્રી લલ્લુજીને, એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને અને Page #74 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને પ્રસંગે એક અંબાલાલને પિતાને આપી. તે ગ્રંથ સં. ૧૯૫રની શરદ પૂર્ણિમાને બીજે દિવસે લખાયે. તત્ત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને સરળ પદ્યમાં નાના તથા મેટા સમજી શકે તેવી રોચક ભાષામાં કેમ ઉતારી શકાય તેનો તે એક આદર્શ નમૂનો છે. “મોક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે, તેમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માને નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાયું છે. તેમાં વિષયની વિવિધતા નથી, તેમ જ દાર્જીતિક કથા કે વર્ણનો નથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ થાકી ન જાય તેવી રીતે તેમાં “આમતવ”ની સિદ્ધિ તથા નિરૂપણ કરેલું છે. “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” વાંચતાં પોતાના ઉપર થયેલી અસર શ્રી સેભાગ્યભાઈએ આ પ્રમાણે વર્ણવી બતાવી છેઃ “તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે . . . આત્મવિચારમાં પ્રવર્તતા હતા. . . . બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ. . . . આત્મવિચારમાં (જ) રહેવા લાગી. ઘણા પરિશ્રમથી મારાં મનવચનકાયા અપૂર્વ આત્મપદાર્થ વિષે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલાં તે આ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે આત્મવિચારમાં તથા સશુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહેવા લાગ્યાં.” શ્રી લલ્લુજી લખે છેઃ “તે વાંચતાં અને કઈ કઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદની ઊભરા આવતા. . . . શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને સ્વાધ્યાય – મનન - નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ”ની સ્મૃતિ રહેતી. . . . અન્ય કશું ગમતું નહિ. બીજી વાતો ઉપર તુચ્છભાવ રહ્યા કરતો.” Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રી રાજચંદ્ર નડિયાદમાં સં. ૧૯૫રની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી અને સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા. તે જ વિશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં જ શ્રી સોભાગ્યભાઈનો દેહ છૂટો હતો. શ્રી લલ્લુજી વગેરે સાધુઓને શ્રીમદ્ પ્રત્યે અનુરાગ જોઈ ખંભાત સંધાડાના સાધુશ્રાવકેમાં ધીમે ધીમે ચર્ચા થવા લાગી. શ્રી લલ્લુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીનો દેહ છૂટી ગયો હતો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ કે જે આ મુનિઓને દબાવીશું નહિ તો તેઓ જુદો વાડો બાંધશે. આથી તેમણે વિવિધ પ્રકારે તેમને કનડગત કરવા માંડી તથા તેમના ઉપર દબાણ આવા પ્રયત્ન કરવા માંડ્યો. તે પ્રસંગે શ્રી રાજચંદ્ર એ મુનિઓને એ વિરોધમાં થઈને પોતાને માર્ગ કાઢવા જે સલાહ આપી તે નીચે પ્રમાણે છેઃ સત્સમાગમનો પ્રતિબંધ કરવા (તે) જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ (તમે) જણાવી, તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમને પ્રતિબંધ કરવો યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્ર વિચરવું યોગ્ય છે. કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. . . . અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટા ચાલે છે. અભિન્નતા છે, એકતા છે, એમાં સમજફેરથી ભિન્નતા માને છે–એમ તે છેને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા ગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.” સંવત ૧૯૫૪માં શ્રી રાજચંદ્રને મોરબીમાં ત્રણ માસ રહેવાનું Page #76 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચયા અને પ્રસગે અન્યું હતું. તે પ્રસગે થયેલાં વ્યાખ્યાનાની એક ભાઈ એ લીધેલી નોંધ • શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં વ્યાખ્યાનસાર ' નામથી પ્રસિદ્ થયેલી છે. 2. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રી રાજચંદ્ર પેટલાદ થઈ કાવિદ્યા ગયા, અને ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી. અંબાલાલ તેમની સાથે હતા. શ્રી લલ્લુજી વગેરેનું ચામાસુ વસેામાં હતું અને શ્રી દેવકરણુજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કાવિદ્યાથી નિડયાદ થઈ તે વસેા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય ક્યાં ય એ ચાર કે છ દિવસથી વધુ સમાગમના પ્રસંગ બન્યા નહાતા એટલે આ વખતે તેમણે શ્રી રાજચંદ્રને એકાદ માસ ત્યાં રહેવા વિનંતિ કરી. શ્રી રાજચંદ્ર તે પ્રમાણે ત્યાં રહ્યા હતા. દિવસે ગામના લેાકાની ભીડ રહેતી એટલે મુનિઓને મળવાનુ પોતે બહાર ફરવા જાય ત્યારે રાખ્યું હતું. તે પ્રમાણે એક દિવસ વનમાં વાવ પાસે શ્રી રાજચંદ્ર મુનિએ સાથે વાતચીત કરતા બેઠા હતા. તે વખતે તેમણે મુનિએના—— સવારમાં ચા, બપારે ભિક્ષા અને છીંકણી, પછી શયન વગેરે— કાર્યક્રમથી ખિન્ન થઈ શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું કે, ખીન્ન મુનિઓનેા પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં તમારે કાળ વ્યતીત કરાવવેા; તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; તથા ચા અને છીંકણી વિનાકારણે હુંમેશાં લાવવાં નહિ. ( અને) તમારે સંસ્કૃતના અભ્યાસ કરવા. cr મુનિ મેાહનલાલએ કહ્યુ, “ મહારાજશ્રી તથા દેવકરણની અવસ્થા થઈ છે. એમને ભણવાના જોગ ચાંથી બને ? ’ શ્રી રાજદ્દે ઉત્તરમાં કહ્યું, “યેાગ બની આવ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિકટારિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે. "" ૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ થી રાજચંદ્રની જીવનયાત્રા " . પછી મેહનલાલજીએ પૂછયું, “મન સ્થિર રહેતું નથી તેને છે ઉપાય?” શ્રી રાજચંદ્ર જણાવ્યું, “એક પળ પણ નકામે કાળ કાઢ નહિ. કઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું, વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તો ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપો. જેમ ઢેરને કંઈને કંઈ ખાવાનું જોઈએ જ-ખાણનો ટોપલો આગળ મૂકયો હોય તો તે ખાયા કરે–તેમ મનનું પણ છે. બીજા વિકલ્પ બંધ કરવા હોય તો તેને સદવિચારરૂપ બારાક આપો. મને કહે તેથી ઊલટું વર્તવું. તેને વશ થઈ તણાઈ જવું નહિ.” એક માસ પૂર્ણ થયા એટલે શ્રી રાજચંદ્ર મુનિઓને છેવટનો ઉપદેશ આ પ્રમાણે આપ્યોઃ “હે મુનિઓ અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરે છે. પણ જ્ઞાની પુરુષ નહિ હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચ પાંચસો ગાઉ ભટકવા છતાં : જ્ઞાનીને સમાગમ નહિ મળે.” શ્રી લલ્લુજીને શ્રી રાજચંદ્ર જણાવ્યું, જે કાઈ મુમુક્ષુ ભાઈબહેને તમારી પાસે આત્માર્થ-સાધન માગે તેને આ પ્રમાણે સાધન બતાવવાંઃ (૧) સાત વ્યસનના ત્યાગને નિયમ. (૨) લીલોતરીનો ત્યાગ. (૩) કંદમૂળને ત્યાગ. (૪) અભક્ષ્ય પદાર્થોને ત્યાગ. (૫) રાત્રિભજનનો ત્યાગ. (૬) પાંચ માળા ફેરવવાને નિયમ (૭) સ્મરણ. (૮) ક્ષમાપનાને પાઠ અને વીસ દેહરાનું નિત્ય પઠનમનન. (૯) સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન. વસોમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રી રાજચંદ્રની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આસપાસ કોઈ એકાંત Page #78 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચય અને માત્રા સ્થળ રહેવાને યેાગ્ય હાય તેની તપાસ શ્રી રાજય કરાવી હતી. તે મુજબ નિડયાદ અને ઉત્તરસડાની વચમાં એક બંગલે મળી શકે તેવી ગેાઠવણ થઈ. એટલે શ્રી, અંબાલાલ, શ્રી. લહેરાભાઈ અને શ્રી. મેાતીલાલ એ ત્રણની સાથે શ્રી રાજ ત્યાં પધાર્યાં. ખીજા કાઈ ને ત્યાં આવવાની મનાઈ હતી. પંદર દિવસ સુધી શ્રી. અંબાલાલ તેમની સેવામાં રહ્યા. પરંતુ શ્રી રાજચંદ્રને તદ્દન એકાંતની જરૂર હેાવાથી બધા સરસામાન લઈ અંબાલાલને ગામમાં વિદાય કર્યા, માત્ર મેાતીલાલ સાથે રહ્યા. તે વખતે શ્રી રાજચંદ્રની અવસ્થા એવી હતી કે શ્રી. અંબાલાલે મેાતીલાલને રાત્રિ દરમ્યાન પણ એક બે વખત તેમની સંભાળ રાખતા રહેવાનું જણાવ્યું હતું. શ્રી રાજચંદ્ર વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દસ વાગ્યે પાછા આવ્યા. મેાતીલાલે હીંચકા ઉપર ગાદલું બિછાવ્યું અને તેના ઉપર તે ખેડા. થાડી વાર પછી મેાતીલાલ તપાસ ફરવા આવ્યા તે ગાદલું નીચે પડેલું અને મચ્છર ખમણ્યા કરે. એટલે એક ધાતિયું લાવી તેમણે શ્રી રાજચંદ્રને એઢાડયુ અને પાછા અંદર જઈ સૂઈ ગયા. રાત્રે વળી પાછા તપાસ કરવા આવ્યા તે ધેાતિયું નીચે પડેલું અને શ્રી રાજચંદ્ર કાંઈ ગાથાએ રહ્યા કરતા હતા. તેથી મેાતીલાલે ધેતિયું કરી ઓઢાડયું. આમ રાત્રે પણ શ્રી રાજચંદ્ર ધર્મધ્યાનમાં લીન રહેતા હેાઈ, તેમને શરીરનુંય ભાન હેતુ નહિ. મેતીલાલ શ્રી રાજચંદ્ર માટે પેાતાને ઘેરથી દિવસમાં એક વખત આહાર લઈ આવતા. શ્રી રાજચંદ્ર એ રૂપિયાભાર લેટની રેટલી તથા થાડું દૂધ આખા દિવસમાં લેતા. સાંજે દૂધ પણ લેતા નહિ. tr સાંજના શ્રી રાજચંદ્ર દૂર કરવા જતા. સાથે મેાતીલાલ પણ જતા. એક વખત શ્રી રાજદે માર્ગોમાં કહ્યુ, “ તમે પ્રમાદમાં શું પડ્યા રહેા છે? વર્તમાનમાં માગ એવા કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવા પડ્યો છે તે અમારે। આત્મા જાણે ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા છે.” એક વખત મેતીલાલનાં પત્ની દર્શન કરવા આવ્યાં હતાં તેમને પણ તેમણે જણાવ્યું હતું: “પ્રમાદથી જાગૃત થાઓ. કેમ પુરુષાર્થ રહિત આમ મંદપણે વર્તે છે? આ જોગ મળવો મહા વિકટ છે. મહા પુણ્ય કરી આ જેગ મળ્યો છે. તે વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ !” - શ્રી રાજચંદ્ર ફરવા જતા ત્યારે ચિંતનમાં કે ધ્યાનમાં લીન રહેતા. તેમને શરીરનું પણ ભાન રહેતું નહિ. એક વખત નવા જોડા પહેરેલા તે ડંખીડંખીને ચામડી નીકળી ગયેલી, પણ તેની તેમને ખબર નહિ પડેલી. - શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને તેવીસ દિવસ શ્રી રાજચંદ્રનો સમાગમ રહ્યો હતો. તે શ્રી લલ્લુજી ઉપરના એક પત્રમાં લખે છેઃ “(શ્રી રાજચંદ્રના) સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે, “શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકપાયરૂપી રને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ટૂંકી મૂકી શાંત થાઓ, છૂટી જાઓ, સમાઈ જાઓ–વહેલા વહેલા તાકીદ કરો.” આ સમાગમ દરમ્યાન દેવકરણની શ્રી રાજચંદ્ર ઉપરની આસ્થા પૂર્ણ થઈ. તેમણે ઉપલા જ પત્રમાં લખ્યું છે: “ આપે કહ્યું તેમ જ થયું. ફળ પાકયું, રસ ચાખ્યો, શાંત થયા. . . . એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મેક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુ દેવે (શ્રી રાજચંદ્ર) પૂર્ણ કૃપા કરી છે. . . . એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સશુરુસેવામાં કાળ વ્યતીત થાય છે. . . . તેનું તે જ વાક્ય તે મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.” ચોમાસું ઊતરતાં બધા મુનિઓ વસા અને ખેડાથી નડિયાદ આવ્યા અને થાક કાળ શ્રી રાજચંદ્રના સમાગમમાં નડિયાદમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચયા અને પ્રસગા જ રહ્યા. ખેડાથી શ્રી રાજચંદ્ર મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. શ્રી રાજચંદ્રના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ્ મેડિકલ ઓફિસર હતા. સં. ૧૯૫૫માં નિવૃત્તિને અર્થે શ્રી રાજચંદ્ર ત્યાં આવ્યા હતા. ગામમાં માત્ર બાજન જેટલા કાળ દિવસે ગાળતા. ઘણાખરા વખત ઈડરના પહાડ અને જંગલેામાં પસાર કરતા. શ્રી રાજચંદ્રની મનાઈ હોવાથી જનસમાજમાં તેમના આગમન વિષે કાંઈ વાત બહાર પાડવામાં આવી નહેાતી. ઈડરના મહારાજા સાથે શ્રી રાજચંદ્રને રાજધમ વિષે વાતચીત થઈ હતી. ઈડરનાં ઐતિહાસિક સ્થળેા, તેમાં વસનારા પ્રાચીન લેાકાની વિજયી સ્થિતિ, જૈન ધર્મ તેમ જ અન્ય ધર્મોમાં યાગ્ય મહાપુરુષોને અભાવે આવી ગયેલી શિથિલતા ઇત્યાદિ વિષે શ્રી રાજચન્દ્રે પેાતાના વિચારે તેમની આગળ વ્યક્ત કર્યાં હતા. શ્રી. રાજચંદ્રના ઈડરનિવાસની ખબર મળતાં શ્રી લલ્લુજી આદિ મુનિએ ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. શ્રી રાજચંદ્રને તદ્દન એકાંત જોઈતુ હતુ. એટલે આવા પ્રસંગની તેમને ઋચ્છા નહેતી. છતાં પે।તે કરવા જાય ત્યારે બહાર જંગલમાં અમુક સ્થળે મળવા આવવાની તેમણે તેમને રજા આપી. શ્રી રાજા પહેલેથી અપરિચિત માર્ગોમાં મેાટે અવાજે ગાથાઓની ધૂન લગાવતા ફરવા નીકળી જતા, અને નિયત સ્થળે વખત થતાં આવી પહોંચતા. એક વેળા તેા નીચેની ગાથાઓનું રટણ લગભગ એક કલાક ચાલ્યુ હતુંઃ मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिहभट्ठेसु । थिरमिच्छह जइ વિર ૬૭ વિજિજ્ઞાબવસિત્ ॥ ૧૮ ૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ " શ્રી રાજયની જીવનયાત્રા वं किंधिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू । लद्धण य एयतं तदाहु तं तस्स णिश्चयं साणं ॥ ५५॥ ( ૪૬) ભાવાર્થ : વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જે સ્થિર થયેલું ઇચ્છતા હે, તો ઈષ્ટ અને અનિષ્ટ વિષયોમાં મેહ, રાગ અને દ્વેષ કરવા છોડી દો. | ૪૮ || કઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિ૨૫ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. ૫૫ / કોઈ કોઈ વાર શ્રી રાજચંદ્ર બધાની વચમાં કલાકો સુધી મૌનપણે સમાધિસ્થ રહેતા; અથવા તે બધાને લઈ દૂર પહાડ ઉપર ચાલ્યા જતા. તે વખતે તે એવા આત્મવેગમાં રહેતા કે કાંટા, ઝાંખરાં કશાનું તેમને ભાન રહેતું નહિ અને વેગપૂર્વક ઊંચે ઊંચે ચાલ્યા જતા. પછી કોઈ શિલા ઉપર જઈને બેસતા અને કાંઈ પઠન પાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કઈ કઈ વાર તો હિંસ્ત્ર પશુઓનાં નિવાસસ્થાન સમીપ જ દેખાતાં. તે પ્રસંગ દરમ્યાન શ્રી રાચંદે આખું “દ્રવ્યસંગ્રહ” પુસ્તક મુનિએને વાંચી સંભળાવ્યું હતું. શ્રી રાજચંદ્ર આ વખતે ઈડરમાં ત્રણ માસ રહ્યા હતા. તે પિતાને ઘણો વખત ગુફાઓમાં ગાળતા. ઈડરથી વવાણિયા તરફ શ્રી રાજચંદ્ર ત્રણેક માસ માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરી, થાડે વખત ઈડર રહી મુંબઈ ગયા હતા. સં. ૧૯૫૬માં કેટલોક કાળ તેમણે ધર્મપુરનાં જંગલોમાં ગાળ્યો હતો. ઈડરથી સં. ૧૯૫૬માં શ્રી રાજચંદ્ર અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ રહેતા હતા ત્યાં પધાર્યા હતા. આ અરસામાં તેમણે Page #82 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પરિચયો અને પ્રસંગે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો હતો તથા તબિયત સારી થતાં માતાજીની રજા મળે સંન્યાસ લેવાનું ધાર્યું હતું, તે વાત આગળ આવી ગઈ છે. ત્યાંથી શ્રી રાજચંદ્ર વઢવાણ ગયા હતા. ત્યાંના નિવાસ દરમ્યાન તેમણે “પરમશ્રુતપ્રભાવક મંડળની સ્થાપના કરી. એક સારી રકમની ટીપ કરી, તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રન્થો પ્રસિદ્ધ કરાવી લોકોમાં તત્ત્વવિચારનો ફેલાવો કરવો એ તેને હેતુ હતો. તે સંસ્થાને વહીવટ હાલ સ્વ. રેવાશંકરભાઈના પુત્ર શેઠ મણિલાલ ચલાવે છે. શ્રી રાજચંદ્ર લક્ષ્મીને ત્યાગ કર્યા પછી બહુ બારીકાઈથી તે વ્રત પાળતા. તેને અંગે, પ્રભાવક મંડળનાં નાણાંની વાતમાં ભળવું પડે તો તેને પણ તે અતિચારરૂપે લેખતા. પરંતુ આ અરસામાં તેમની તબિયત ધીરે ધીરે બગડતી જ ચાલી. હવાફેર માટે તેમને દરિયાકિનારે મુંબઈ, માટુંગા, શિવ અને નવસારી તરફ લઈ જવામાં આવ્યા. ત્યાંથી પછી વઢવાણ અને મેરબીમાં આણવામાં આવ્યા. તેમના પદ્માસન અને કાઉસગ્નમુદ્રાને બન્ને ફેટા વઢવાણમાં જ આ અરસામાં લેવામાં આવ્યા હતા. પછી તે રાજકોટ ગયા. અશક્તિને લીધે દાક્તરાએ શ્રી રાજચંદ્રને વાતચીત પણ વિશેષ ન કરાવવાની તજવીજ રખાવી હતી. તેમના નાના ભાઈ મનસુખભાઈ તથા શ્રી. રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસ, લીમડીવાળા મનસુખભાઈ વગેરે તેમની સારવારમાં હતા. પરંતુ તે બધાની પ્રેમ અને કાળજીભરી સારવાર પણ ગમનભુખ આત્માને રોકી શકી નહિ. તેમની અંતિમ અવસ્થાનું વર્ણન શ્રી. મનસુખભાઈ આ પ્રમાણે કરે છેઃ છેવટની પળ સુધી અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું તથાપિ રાગને લઈને હું સમજી શકો નહિ. . . . દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નરભેરામ તથા મને કહ્યું, “તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે વર્તાશો. જે રત્નમય જ્ઞાનવાણું આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે ચેતી શક્યા નહિ. . . . રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું, “નિશ્ચિંત રહેજે. ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાયો કરતાં શરદી ગઈ પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા હતાં. પણ નવે કહ્યું, “મનસુખ, દુઃખ ન પામતો. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' (તેમના કહેવાથી તેમને બીજા કેચ ઉપર ખસેડ્યા, ત્યાં) તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડ્યા. લેશમાત્ર આમાં છૂટ થયાનાં ચિહ્ન ન જણાયાં. લઘુશંકા, દીર્ઘશંકા, મઢ પાણી કે આખે પાણું કે પરસેવો કશું નહોતું.” આમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત દેહનો ત્યાગ કરી ગયા. શ્રી રાજચંદ્રનાં ધર્મપત્ની પછી પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં હતાં. બહુ જ થંડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને અક્ષરદેહ શ્રીમદ્ રાજચંદ્રનો જીવનવૃત્તાંત પૂરી કરતા પહેલાં તેમણે રચેલાં પુસ્તકનો ટૂંક પરિચય કરાવો આવશ્યક છે. તે પુસ્તકમાંનાં ઘણનો સમાવેશ “શ્રી મદ્રાજચંદ્ર” નામે પ્રસિદ્ધ થયેલા તેમનાં સમસ્ત લખાણના મહાસંગ્રહમાં થઈ જાય છે. તે આ ગ્રંથ સાચે જ બધી રીતે શ્રી રાજચંદ્રનો એક અપૂર્વ અક્ષરદેહ” જ છે. તેમાં વયાનુક્રમે શ્રી રાજચંદ્રનું સમસ્ત આંતર જીવન આપણી આગળ તાદશ ખડું થાય છે. આપણી ભાષામાં, કેઈ સાધકના આંતર જીવનની નેનાં એવાં પુસ્તક બહુ ઓછાં છે. એ રીતે એ પુસ્તક આપણા સાહિત્યમાં અગત્યનું સ્થાન ભોગવે છે. શ્રી રાજચંદ્ર દુકાન ઉપર પણ પોતાની સાથે પિતાની નોંધપોથી કાયમ રાખતા. અને વ્યાવહારિક કામકાજમાંથી સહેજ પણ નિવૃત્તિ મળતાં તરત પિતાના અંતરમાં ડૂબકું મારી જતા. ત્યાર પછી તે બધા વિચારો અને અનુભવો તરત તે નોંધપોથીમાં ટાંકી લેતા. એ ગ્રંથમાં એવી અંગત નોંધેના થકેથોક એકઠા કરેલા છે. તે ઉપરાંત અન્ય સંબંધીઓ કે જિજ્ઞાસુઓને લખેલા પત્રો તેમ જ તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ તથા તેમની મુશ્કેલીઓના બતાવેલા ઉકેલોથી પણ તે ગ્રંથ ભરપૂર છે. આ પ્રકરણમાં તેમની એ મહત વિચારસૃષ્ટિને પરિચય કરાવવાને ઈરાદો નથી. તેને માટે એક સ્વતંત્ર પુસ્તક જ જોઈએ: Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અહીં તે તેમણે રચેલાં પ્રગટ કે અપ્રગટ પુસ્તકે ટૂંક પરિચય કરાવવો ધાર્યો છે. શરૂઆતમાં તેમણે રચેલાં સ્વતંત્ર પુસ્તકનો પરિચય વયાનુક્રમે આપ્યો છે. તથા પછીને ભાગમાં તેમણે કરેલાં ભાષાંતરે કે અન્ય લેખકેના ગ્રંથ ઉપર કરેલાં વિવેચને વિષે ટૂંક નેધ છે. સં. ૧૯૪૦માં બહાર પડેલું “સ્ત્રીનીતિબોધ વિભાગ-૧' એ શ્રી રાજચંદ્રનાં ૧૬ વર્ષ પહેલાં લખેલાં લખાણોમાંનું પ્રથમ પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં તેમણે, સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાને શેખ વધે તેને માટે, સ્ત્રીઓને એગ્ય સારાં પુસ્તક લખવા વિદ્વાનેને વિનંતિ કરી છે; જૂના વિચારના લેના સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપો દૂર કર્યા છે, તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા યોગ્ય પાંચસાત પુસ્તકનાં નામ આપ્યાં છે; તથા સ્ત્રીઓ નહિ સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં, વહેમ અને અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતિ કરી છે. તે પ્રસ્તાવનામાં જ જણાવ્યા પ્રમાણે, ત્રણ ભાગમાં “સ્ત્રીનીતિબેધ” લખવા વિચાર રાખી, થોડી કિંમત રખાય તો ઘણું લાભ લઈ શકે એ હેતુથી તેમણે ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં, ગીત, ધોળ અને ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી તે પુસ્તક છાપવામાં આવ્યું છે. પહેલા ભાગમાં ઈશ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામો ન ગુમાવે તથા ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરબીઓ છે. બીજા ભાગમાં કેળવણી, કેળવણીના ફાયદા, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે તથા સારી શીખ સુણવા વિષે ગરબીઓ છે. ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગણ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ વિષે, પરપુરુષ વિષે, અને વ્યભિચાર વિષે ગરબીઓ છે. અને ચોથા ભાગમાં “સદગુણી સજજની, અને સદબેધશતક છે. મુખપૃષ્ટ ઉપર તેમણે મૂકેલી ભુજંગી છંદની કડીમાં સ્ત્રીકેળવણીની આવશ્યકતા વિષે તેમનું દૃષ્ટિબિંદુ સમજાઈ જાય છે. - “ થવા દેશ આબાદ સૌ હોંસ ધારે, ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્યભૂમિ વિષે જેહ હાનિ, કરે દૂર તેને તમે હિત માની. ” પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. સ્ત્રીનીતિબોધીને અંતે જાહેરખબરમાં લખ્યું છે કે, “ “કાવ્યમાળાએ નામનું એક સુનીતિબોધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે. ” તે પણ પ્રસિદ્ધ થયું છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ ઉપલબ્ધ નથી. નીતિ સંબંધી તેમનો ખ્યાલ ઘણો ઊંડો હતો, અને તેને તે સર્વ આધ્યાત્મિકતાનું મૂળ માનતા. તે લખે છેઃ “મુમુક્ષુ જીવે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહિ તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને તે જ જીવને પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહામ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.” “પુષ્પમાળા” એ પણ તેમનું ૧૬ વર્ષની ઉંમર પહેલાંનું લખાણ ગણાય છે. તે “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૧ અંક હેઠળ પ્રસિદ્ધ થયેલું છે. તેમાં સૂત્રાત્મક વાકયોની શૈલીથી, તથા માળની પેઠે નિત્ય આવર્તન કરી શકાય એ હેતુથી ૧૦૮ બોલ લખ્યા છે. શરૂઆતમાં, ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા “રાત પૂરી થઈ, નો દિવસ આવ્યો, ગયા દિવસ ઉપર નજર નાખી જાઓ અને નિષ્ફળ ગુયેલા વખત માટે વિચાર કરો, કરવાનાં કામેની બાબતમાં સમય, શક્તિ અને પરિણામ તપાસી લો, વખત અમૂલ્ય છે એ યાદ રાખો અને અયોગ્ય રીતે કે શક્તિનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખો”—એવો સર્વમાન્ય ઉપદેશ છે. પછી, રાજા, શ્રીમંત, વેપારી, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, દુઃખી, વગેરેને તેમની ફરજો અને મર્યાદા બતાવી, જાતિ અને ધર્માનુસાર પિોતપોતાનાં કૃત્ય કરવાની સલાહ આપી છે. - ત્યાર બાદ, ખાવાપીવામાં મિતાહારી થવાનું, તથા કામભોગોમાં સંયમી થવાનું સૂચવી, જીવનના અંતિમ લક્ષ્ય પ્રત્યે પણ દુર્લક્ષ ન કરવાની તાકીદ આપી છે. ધર્મનું મૂળ સપુરોનો વ્યવહાર છે; જુદા જુદા ધર્મોમાં માત્ર દષ્ટિભેદ છે, તાત્વિક ભેદ નથી; ધાર્મિક જીવનમાં આવશ્યક વસ્તુ અમુક મત કે સંપ્રદાયમાં હોવાપણું નથી, પરંતુ સંસારમળ નાશ થાય તેવી ભક્તિ, નીતિ અને સદાચારની ક્રિયાઓ છે; અને તેને માટે ઓછામાં ઓછી અર્ધી પ્રહર પણ આપ જોઈએ એમ સૂચવ્યું છે. તથા વાસ્તવિક આત્મચિંતન જે થયું તેટલા પૂરતો જ આજનો દિવસ સફળ થયે એમ જણાવી, સૂતી વખતે ફરી પિતાનાં કામેનો હિસાબ કાઢવાનું સૂચવી માળા પૂરી કરી છે. “પુષ્પમાળા' પછીનું તેમનું તે સમયનું પ્રસિદ્ધ પુસ્તક “મોક્ષમાળા’ છે. તે તેમણે ૧૬ વર્ષ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં લખ્યું હતું. તે પુસ્તક વિષે તે પિતે જણાવે છે: “તત્ત્વજ્ઞાન પામવાની જિજ્ઞાસા લોકોમાં ઉત્પન્ન થાય તે માટે તત્ત્વજ્ઞાન અને શીલને બોધ આપવાના ઉદ્દેશથી આ ૧૦૮ પાઠ લખેલા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ નવા ઊછરતા યુવાનોની કેળવણુમાં આ સાચી કેળવણુની ખામી દૂર કરી, તેમને અયોગ્ય વાંચનમાંથી બચાવી તેમને સન્માર્ગે દોરવાનું તેમાં પ્રયોજન છે. કથાઓ અને ઉદાહરણોથી રોચક બનાવેલા તે પાઠેના વિષયનો સાર આ પ્રમાણે છે :– * જગતમાં કોઈ સુખી તો કોઈ દુઃખી એમ વિવિધ દશામાં પ્રાણીઓ નજરે પડે છે. તે ઉપરથી સમજાય છે કે પુનર્જન્મ છે અને દરેક પોતપોતાનાં કર્મોને અનુસાર તે બધું પામે છે. અમૂલ્ય એવો મનુષ્યદેહ મળ્યો છે તો ક્ષણિક સુખમાં અને પરિણામે દુઃખદાયક પદાર્થોમાં તેને પૂરો ન કરતાં જેનાથી આત્મા આ દુઃખદાયક બંધને છેદીને બહાર નીકળે અને સ્વરૂપસ્થિતિરૂપ ઉત્તમ સુખ પ્રાપ્ત કરે એમ કરવું એ જ ડહાપણ છે. પરંતુ જ્યાં સુધી જીવ અને જગતનું સ્વરૂપ ન સમજાય, ત્યાં સુધી અજ્ઞાનથી અનેક મિથ્યા પ્રવૃત્તિઓમાં આથડ્યા જ કરાવાનું અને દુઃખો વેશ્યા કરવાનાં. મનુષ્યદેહમાં જ તે જ્ઞાન મળી શકે તેમ છે. તે જ્ઞાન સંતપુરુષને આશ્રયે રહેલું છે. તે જ્ઞાન પ્રાપ્ત કરી મનુષ્યજન્મ સફળ કરવો એ જ મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય છે. પોતાનું કલ્યાણ ઈચ્છનારે ત્રણ તવો જાણવાં જોઈએ—૧. સત દેવ, ૨. સત ધર્મ અને ૩. સત ગુરુ. પોતાના બધા પ્રકારના દોષો અને અપૂર્ણતાઓ દૂર કરી જેણે પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે તે સત્ દેવે છે. અનાદિકાળથી જીવ અજ્ઞાન જન્ય વાસનાએને લીધે સાંસારિક પદાર્થોમાં આથડ્યા કરે છે; તે અધોગતિમાંથી તેને બચાવે તેનું નામ ધર્મ. તેનું સાચું સ્વરૂપ તે પિતાના સ્વરૂપની ભ્રમણ ટાળવી અને તેનું દર્શન કરવું તે છે. તેને ઉપયોગી થનાર વસ્તુઓ– જેવી કે દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે– પણ ધર્મ જ કહેવાય છે. સાંસારિક વ્યવહારમાં જેમ ભોમિયાની કે સલાહકારની જરૂર પડે છે, તેમ ધર્મની બાબતમાં ! . Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પણ દોરનારની જરૂર પડે છે. તે સદ્ગુરુ કહેવાય છે. સદ્ગુરુની પાસેથી ધર્મ જાણું, પ્રાણની પરવા કર્યા વિના તેમાં દઢ રહેવું. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, વિકાર દૂર કરવાનું સાધન છે અને આત્માના રોગો નિવારવાનું ઔષધ છે. દરેક ધર્મવાળા પિતાના ધર્મને સાચો માને છે. પરંતુ જે કંઈ ધર્મથી આત્માના દેષો એછા થતા હોય, તેની ક્રમિક ઉન્નતિ સધાતી હોય અને સર્વ જીવોનું અભય પ્રાપ્ત થતું હોય તે સાચો ધર્મ છે. જૈન ધર્મમાં છવ, અજીવ, પાપ, પુણ્ય, સંવર. નિર્જરા, બંધ અને મોક્ષનું જે વિવેચન છે, તે મનુષ્યને તેના આત્મકલ્યાણના માર્ગમાં અત્યંત સહાયક થાય તેવું છે. તીર્થકર મહાપ્રભુએ જૈન ધર્મ કેવળ જીવોના કલ્યાણાર્થે, પોતે જીવ અને જગતનું સંપૂર્ણ સ્વરૂપ , પામ્યા પછી ઉપદે છે. | ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્માનું કલ્યાણ સાધી શકાય છે. અને તે ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. તે ગૃહસ્થાશ્રમ ધર્મ અને નીતિના નિયમોને અનુસાર ચાલતો હોય, અને તેનું લક્ષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ હેય. આખા સંસારનું મૂળ કામવાસના છે. એ ભોગ કેવળ શોકનું કારણ છે. તેનાથી જ્ઞાન અને ધ્યાન ટળે છે અને અજ્ઞાન છાકે છે. વસ્તુ જેમ પાત્ર વિના ન રહી શકે તેમ આત્મજ્ઞાન બ્રહ્મચર્ય વિના રહી , * ન શકે. જ્યાં સુધી ઈદ્રિયો પિોતપોતાના વિષયો પ્રત્યે નિરંકુશ દોડ્યા કરે છે, ત્યાં સુધી માણસ કોઈ પણ પ્રગતિ કરી શકતો નથી. જે કાંઈ ઉપદેશ છે તે મનને નિગ્રહ થયા વિના સફળ થવો અશક્ય છે. તે નિગ્રહ પ્રાપ્ત કરવા આહારવિહારની નિયમિતતા, અપ્રમાદ, કામોગામાંથી નિવૃત્તિ, વખતન જાગૃતિપૂર્વક સદુપયોગ–વગેરે પ્રયત્નપૂર્વક સેવવાં જોઈએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી આખું રાજ્ય આપીને પણ ગયેલી પળ પાછી ન મેળવી શકે. વિવેક એ જેમ ધર્મનું મૂળ તત્ત્વ છે, તેમ પ્રયત્ન એ એનું ઉપત છે. રાજના વ્યવહારમાં અટવાઈ ન જતાં, પ્રયત્નપૂર્વક આધ્યાત્મિક ઉન્નતિ માટે વખત ફાજલ પાડ. જગતના દોષમાંથી તરી ગયેલા સિદ્ધાત્માઓની ભક્તિ કરવી. તેનાથી આપણને તેમને માર્ગે જવામાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે તથા બળ મળે છે. એમ મેલના માર્ગમાં લાભદાયક ભાવ ઊપજે તેવી ક્રિયા અમુક કાળ સુધી રોજ નિયમિત, મન, વચન અને કાયાના પાપભાવને રોકી કરવી અને આત્મચિંતનમાં લીન રહેવા પ્રયત્ન કરે, એનું નામ સામાયિક. તેને માટે જે વખત કાઢ્યો હેય તેને વિવેકપૂર્વક મનન, પઠન અને ધ્યાનાદિકમાં એકાગ્રતા અને સાવધાનતાથી ઉપયોગમાં લેવો. પરંતુ “મોક્ષમાળા' પુસ્તક છપાતાં વાર લાગવાથી, અગાઉથી થયેલા ગ્રાહકોને તેમણે “ભાવનાબેધ” નામનું એક નાનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમાં અધ્યાત્મજીવન ગાળવા ઈચ્છનારે જે બાર ભાવનાઓ જીવનમાં દઢ કરવાની છે, તેમને રેચક દષ્ટાંતિથી સમજાવી છે. ૧. અનિત્યભાવનાઃ સંસારના સર્વ પદાર્થો, સંબંધો અને સુખો ક્ષણિક છે અને તેમની પાછળ પડનાર પસ્તાય છે એમ ચિંતવવું તે. ૨. અશરણભાવના: મરણ સમયે અને દુઃખને સમયે પોતાનાં પ્રિય સંબંધીઓ કે કામભોગો શરણ આપી શકતા નથી એમ ચિંતવવું તે. ૩, એત્વભાવનાઃ આમા એકલો આવ્યો છે અને એક જવાનો છે; પોતાનાં કર્મોનું ફળ ભોગવવામાં કઈ ભાગીદાર થવાનું નથી એમ ચિંતવવું તે. Ss Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ૪. અન્યત્વભાવના : સંસારના બધા પદાર્થ સ્વતંત્ર હેઈ, કેઈ કાઈનું થઈ શકતું નથી એમ ચિંતવવું તે. ૫. અશુચિભાવના : બહારથી રમણીય દેખાતું શરીર રોગશોકનું ધામ તથા અપવિત્ર વસ્તુઓનું બનેલું છે એમ ચિતવવું તે. ૬. સંસારભાવનાઃ સંસારનાં બધાં સુખો ક્ષણિક તથા પરિણામે અનંત દુઃખનાં કારણ છે એમ ચિંતવવું તે, ૭. આવભાવનાઃ રાગદ્વેપ, અજ્ઞાન વગેરે પાપને પ્રવેશ કરવાનાં દ્વાર છે; અને તેનાથી આત્મા મૂઢ બની સંસારમાં રખડી દુઃખી થાય છે એમ ચિંતવવું તે. ૮. સંવરભાવના : જ્ઞાન, ધ્યાન, તપ વગેરે એ પાપાને આવતાં રોકવાના ઉપાય છે એમ ચિંતવવું તે. ૯. નિર્જરાભાવના : તપ વગેરેથી તથા શાસ્ત્ર અને પુરુષના સેવનથી જ્ઞાનધ્યાનમાં પ્રતિતિ થઈ કર્મો ખંખેરી નાખી શકાય છે એમ ચિંતવવું તે. ૧૦. લોકસ્વરૂપભાવના : શાસ્ત્રોમાં વર્ણવેલું લોકવરૂ૫ તપાસી દેવમનુષ્ય વગેરે કઈ ગતિમાં કાંઈ જ સુખ નથી, પરંતુ સુખ માત્ર સિદ્ધલોકમાં એટલે કે મુક્ત દશામાં છે એમ ચિંતવવું તે. ૧૧. બેધદુર્લભભાવના ૧૨. ધર્મદુર્લભભાવના બોધ અને ધર્મનું જ્ઞાન તથા શીલ પ્રાપ્ત થવાં દુર્લભ છે એમ ચિંતવવું તે. આ ઉપરાંત એ અરસામાં તેમણે નીચેના ગ્રંથો લખ્યા હેય તેમ જણાય છે. સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસારે “નમિરાજ' નામે એક કાવ્યગ્રંથ તેમણે લખ્યો છે. તેમાં શાંતરસ પ્રધાન રાખી નવે રસને ખીલવ્યા છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને અક્ષરદેહ પુરુષાર્થને ઉપદેશ કરી અંત મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. એ પાંચ હજાર લોકનો ગ્રંથ તેમણે છ દિવસમાં ર હતો. પરંતુ એ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેમ જ તે છપાયો હતો કે કેમ તે પણ કહી શકાતું નથી. ૧ શ્રીમદાજચંદ્ર' ગ્રંથમાં “વચનામૃત' નામથી ૧૨૦ બોલ તેમણે “પુષ્પમાળા'ની શૈલીમાં લખેલા, તે અંક ૭ હેઠળ છપાયા છે. તેમાં પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપ્રમાદ, નીતિ, તથા મોક્ષ તોનું સુત્રાત્મક શૈલીમાં કથન છે. આ વચનામૃતેના ૧૬ મા બલમાં લખ્યું છે કે, “વચન સપ્તશતી’ પુનઃપુનઃ સ્મરણમાં રાખે. તે સૂચવે છે કે તેમણે બીજા પણ તેવા સાતસો બેલ લખ્યા છે. તત્ત્વજ્ઞાન' નામનો તેમનાં વચનામૃતમાંથી તૈયાર કરેલો નાનો સંગ્રહ બહાર પડ્યો છે; તેમાં “મહાનીતિ'ના સાત બેલ આપેલા છે, તે પણ આ અરસામાં જ લખાયા હોય એમ લાગે છે. સત્તર કે અઢાર વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્ર લખેલા રાષ્ટ્રતિક દેહરા લગભગ એંશી જેટલી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. તે અપ્રગટ છે. તેમાં નીતિવ્યવહારની શિખામણ મુખ્ય છે. તે દરેક દોહરામાં ઘણું કરીને પ્રથમ સિદ્ધાંત જણાવી પછી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. દાખલા તરીકે: ફરી ફરી મળવો નથી, આ ઉત્તમ અવતાર: કાળીચૌદશ ને રવિવાર આવે કોઈક વાર, વચને વલ્લભતા વધે, વચને વધુ વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર. હોય સરસ પણ ચીજ તે યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની પેટ વિષે ઘોંચાય ? ૧. “સાક્ષાત્ સરસ્વતી' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં શ્રી દફતરીએ લખ્યું છે, તેમાં શ્રી રાજચંદ્રનો ૧૦ વર્ષ સુધીનો ટૂંક વૃત્તાંત આપ્યો છે. તેમાં તે જણાવે છે : “એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યનો એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે, જે હમણાં ધ્રાંગધ્રાના એક ડૉકટર પ્રસિદ્ધ કરનાર છે... વૈરાગ્ય વિલાસ' નામે જૈન ધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.” પણ “મોક્ષમાળા' સિવાય શ્રી દફતરીએ જણાવેલા કોઈ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા છે, એવી પણ માહિતી મળી નથી. ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા બુદ્ધિપ્રકાશ'માં ઈ. સ. ૧૮૮૫ માં શુરવીરસ્મરણ” નામે શ્રી રાજચંદ્ર લખેલા ૨૪ સવૈયા છપાયા છે. તે ઉપરથી તેમની છટાદાર ભાષા, સદાર શૈલી અને કવિત્વનો ખ્યાલ આવે છે. ઢાલ ઢળક્તી, ઝબક ઝબક્કી, લઈ ચળક્તી કર કરવાલ, ખરેખરા ખૂંદે રણમાં ત્યાં મૂછ મલક્તી ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, અરે, અરે, આ જ ગયા ક્યાં, રઢિયાળા એવા રણધીર ? “ જીવતાવ સંબંધી વિચાર ” અને “જીવાજીવ વિભક્તિ” એ બે લેખ પણ અપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત થયા છે. તેમાં “નવ તત્વ પ્રકરણને મળતો વિષય ચચેલો છે. તે ૧૬મા વર્ષનાં લખાણવાળા ભાગમાં ૧૪ અને ૧૫ અંક હેઠળ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયા છે. શ્રીમકાજચંદ્ર ગ્રંથમાં ૨૦માં અંક હેઠળ સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથનો આદિ અને અંત ભાગ છપાયો છે. તે ગ્રંથમાં શ્રી રાજચંદ્ર પ્રતિમાની સિદ્ધિ કરવા ધારી હોય એમ લાગે છે. તે કહે છે: “જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણાત, અનુભક્ત, અને અનુભવમાં લેવાને યોગ્ય છે.” તે ગ્રંથ સંપૂર્ણાવસ્થામાં મળ્યો નથી. પરંતુ તે અપૂર્ણ લેખ ઉપરથી પણ આપણે તેમની ધાર્મિક અને શાસ્ત્રીય વિષયેામાં ઊંડા ઊતરી નિષ્પક્ષપાતપણે વિચાર કરવાની કુશળતા સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તે કહે છે : “ અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ ન ઇચ્છવું. પણ સત્ય સત્ય થાય એમ ઈચ્છવું. એક વાનને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. . . . થોગ્ય લાગે નહિ એવા મારા કોઈ વિચાર હોય તો સહર્ષ પૂછશે; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહિ. . . .” Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રના અક્ષરદેહ 66 આ પછીને તેમનેા ૨૯ વર્ષની પાકટ ઉમરે લખાયેલા સ્વતંત્ર પદ્મગ્રંથ તે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.' તે ગ્રંથ કેવા સંજોગામાં કયા હેતુથી લખાયે તે હકીકત આગળ આવી ગઈ છે. ‘ શ્રીમદ્રાજચંદ્ર ’ ગ્રંથમાં તે આખા પ્રબંધ ૪૪૨ અંક હેઠળ પ્રસિદ્ધ થયા છે. તથા ત્યાર પછીના કેટલાય અકામાં તેમાંના શ્લોકા ઉપર શ્રીમદ્ રાજય કે લખેલું સ્વતંત્ર વિવેચન પણ છે. પ્રથમ ચૂંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન છે. તેમાં, આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહિ એમ જણાવી, વર્તમાનકાળમાં મેાક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ એ દેષા દર્શાવી તે દેાષાનાં લક્ષણ આપ્યાં છે, પછી તે અને દાષા ટાળવાના ઉપાય - સદ્ગુરુચરણની ઉપાસના ' બતાવી, સદ્ગુરુનાં લક્ષણ અને માહાત્મ્ય સંક્ષેપમાં વર્ણવી, સદ્ગુરુના કે તેમના સમાગમના અભાવે આત્માનું નિરૂપણ કરનારાં સંશાસ્ત્રાને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. પછી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે સ્વચ્છંદ અને મતાર્થીપણું ટાળવાં જોઈએ; મેાક્ષમાર્ગોમાં સ્વચ્છંદ (એટલે કે સ્વબુદ્ધિએ તત્ત્વનિષ્ણુય) એ મહાન વિશ્ર્વરૂપ છે તથા મતાર્થીપણું એ તેનુ જ એક રૂપ છે એમ દર્શાવી, સાચા આત્માર્થીનાં લક્ષણા વર્ણવી બતાવ્યાં છે. ત્યાર આદ એક ગાથામાં છ પદના* નામનિર્દેશ આવે છે. અને તે દરેક પદ ઉપર શિષ્યની શંકાએ અને ગુરુના ખુલાસા શરૂ થાય છે. જેમકે, ‘ આત્મા છે’ એ પદ ઉપર શંકા કરતાં શિષ્ય જણાવે છે કે, ‘ જીવ દેખાતે નથી, માટે જીવ નથી. અથવા દેહ જ આત્મા છે.’ પછી ગુરુ અનેક સરળ યુક્તિએથી તે નાસ્તિકવાદનું ખંડન કરે છે, તે જ પ્રમાણે આત્માના નિત્યત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વ વગેરે પદા ઉપર પણ શિષ્ય શંકાઓ કરે છે અને ગુરુ તેના જવાબ આપે છે. જુઓ આગળ પાન ૫. ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ઉપસંહારમાં, આ છે પદ વિષે વિચાર કરવાથી તેમ જ તેમને વિષે નિઃશંક થવાથી સમકીત પ્રાપ્ત થશે એમ જણાવી, મિથ્યાત્વરૂપી મહાન રોગ ટાળવા સગુરૂરૂપી મહાવૈદ્યને શોધી, તેની આજ્ઞારૂપી પથ્ય પાળી, તેમને બોધનો વિચાર ધ્યાનમાં લેવા રૂપ ઔષધની ભલામણ કરી છે. તથા “આ કાળ વિષમ હોવાથી મેક્ષ ન મળે” વગેરે વિચારે તજી પુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. અંતમાં, આત્માનું પારમાર્થિક સ્વરૂપ વિચારવા છતાં સવ્યવહારરૂપી મેક્ષનાં સાધનો પ્રત્યે બેદરકાર ન બનવાની ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે, જ્યાં સુધી તે જ્ઞાન યથાર્થ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી પારમાર્થિક સ્થિતિની વાતો કરવામાં માલ નથી; માટે દયા, - શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણાનું સેવન કરતા કરતા જાગ્રત રહેવું એ જ એગ્ય છે. હવે શ્રી રાજચંદ્ર કરેલાં ભાષાંતરે અને અન્ય લેખકોના ગ્રંથ ઉપર લખેલાં વિવેચનો ટૂંકમાં જોઈ જઈએ. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ તેમણે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને પંચાસ્તિકાય' ગ્રંથ પ્રસિદ્ધ છે. તેનો જ તે સરળ શબ્દશઃ અનુવાદ છે. તેના ઉપર વિવેચન કે ટીકા કાંઈ જ કર્યું નથી. ખૂટતા શબ્દો પણ કેસમાં મૂકી અલગ પાડ્યા છે. મૂળ લેખક જ ગુજરાતીમાં લખતા હોય તેવી પ્રૌઢ અને ગંભીર શૈલીમાં તે અનુવાદ થયેલો છે. શ્રીદશવૈકાલિક સિદ્ધાંતમાંથી તેમણે સં. ૧૯૪પમાં “સંયતિમુનિધર્મ' વિષે ૫૧ બેલ લખ્યા છે. પ્રથમના આઠ બોલ ચોથા અધ્યયનમાંથી લીધા છે. અને નવમાથી છત્રીસ સુધીના છઠ્ઠા અધ્યાથની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે. છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. આમ એ સંગ્રહ ટક ગાથાઓને અવતરણરૂપ હોવા છતાં, મૂળ માગધીમાં જે Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ રહસ્ય છે તેને ટૂંકામાં સરળ ગુજરાતી ભાષામાં એવી ખૂબીથી આપ્યું છે કે તે એક સ્વતંત્ર પ્રબંધ જ લાગે. સં. ૧૯૫૩માં તેમણે કરેલાં તેવાં અવતરણે “મેક્ષસિદ્ધાંત નામે પ્રસિદ્ધ થયાં છે. તેમાં દ્રવ્યપ્રકાશ' લેખ “દ્રવ્યસંગ્રહ’ ગ્રંથના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરે રહેલો લેખ છે. તે જ -અંકની આઠમા વિભાગમાં “દ્રવ્યસંગ્રહ’ની ૩૧ થી ૪૯ ગાથાઓનું સુસંબદ્ધ ભાષાંતર છે. શ્રી ચિદાનંદ મહારાજે લખેલા “સ્વરોદય' ગ્રંથના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં ૧૯૪૩માં તેમણે શરૂઆત કરી લાગે છે. તેની પ્રસ્તાવનામાં તેમણે શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંક રૂપરેખા પણ આપી છે. એ ભાગ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૨૬ અંક હેઠળ પ્રસિદ્ધ થયો છે. ચિદાનંદજીના “સ્વરદય’ના વિવેચનની પેઠે શ્રી આનંદધનજીની ચોવીસીનાં સ્તવનનું વિવેચન પણ વિસ્તારથી તેમણે શરૂ કર્યું છે. પ્રથમ બે સ્તવનોનાં અધૂરાં વિવેચન “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૬૯૨ અંક હેઠળ પ્રગટ થયાં છે. શ્રી યશેવિયજીએ લખેલી આઠ દૃષ્ટિની સઝાયની છઠ્ઠી દષ્ટિમાંથી એક કડી લઈ (“મન મહિલાનું વહાલા ઉપરે બીજાં કામ કરંત રે, તેમ મૃતધર્મે મન દઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત રે') તેનું વિવેચન કરેલું તે ૩૨૦–૧-૨ એ ત્રણ અંકે હેઠળ તે જ ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલું છે. “આત્માનુશાસન’ના સે કેનું ભાષાંતર હજુ પ્રસિદ્ધ થયું નથી. “શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માંથી બાર ભાવનાએનું ભાષાંતર પણ તેમણે શરૂ કર્યું હતું. તે અપૂર્ણ અનુવાદ સ્વ. પૂંજાભાઈ હીરાચંદ તરફથી સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલ ભાવનાસંગ્રહ'માં પ્રગટ થયો છે. ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મારકો શ્રીમદ્ રાજચંદ્ર પિતાની હયાતીમાં જ “પરમશ્રત પ્રભાવક મંડળ'ની યેજના ઊભી કરી હતી એ વાત ઉપર આવી ગઈ છે. તે મંડળે જે અનેક ઉપયોગી પુસ્તકે બહાર પાડ્યાં છે તે શ્રી રાજચંદ્રનું અનેરું સમારક જ છે. તે મંડળે વળી શ્રી રાજચંદ્રના પા, નોંધો વગેરે એકત્રિત કરી તથા સંશોધિત કરી “શ્રીમદ્રાજચંદ્ર” નામનો જે ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે તે પણ તે મહાપુરુષનું એક અદ્ભુત સમારક છે. તે ગ્રંથમાં એટલી બધી સામગ્રી કાળજીપૂર્વક એકઠી કરવામાં આવી છે કે તેને ભાવપૂર્વક વાંચનાર આગળ શ્રી રાજચંદ્રનું સંપૂર્ણ આંતર જીવન પ્રત્યક્ષ થાય છે. શ્રી રાજચંદ્રની સૂચનાનુસાર શ્રી. અંબાલાલભાઈ મુમુક્ષુઓને ઉપયોગી પુસ્તકે મંગાવી રાખી, શ્રી રાજચંદ્ર સૂચવે તે પ્રમાણે જે જેને યોગ્ય હોય તેને મોકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તો અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે જ્ઞાનની પરબરૂ૫ “ શ્રી સુબોધ પાઠશાળા” નામની જે સંસ્થા નાના પાયા ઉપર સ્થપાઈ હતી તે હજુ પણ ચાલે છે અને ખંભાત તથા આજુબાજુના જિજ્ઞાસુઓની યથાયોગ્ય સેવા બજાવે છે. શ્રી રાજચંદ્ર ખંભાત પાસે વડવા મુકામે ઘણો વખત નિવૃત્તિ અર્થે આવીને રહેતા. તે સ્થાન એકાંતમાં આવેલું હોઈ સત્સંગ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મારક તેમ જ શ્રી રાજચંદ્રના સ્મરણાર્થે ઉત્તમ લાગવાથી સ્વ. પોપટલાલ મહોકમચંદ અને શ્રી રાજચંદ્રના અન્ય પ્રશંસકેએ ત્યાં એક સુંદર મકાન અને દેરાસરસહિત “નિજાભ્યાસ મંડપ” સ્થાપ્યો છે. કચ્છના વતની, બ્રાહ્મણકુળમાં જન્મેલા તથા સ્થાનકવાસી સંપ્રદ્રાયમાં જૈન દીક્ષા પામેલા એક શ્રી રત્નરાજ નામના સાધુ મારવાડમાં રહેતા હતા. તે સતની શોધને અર્થે કોઈ પણ સંપ્રદાયના સંતવિદ્વાનોનો સમાગમ કર્યા કરતા. તેમણે શ્રી રાજચંદ્રની ખ્યાતિ સાંભળી. તેથી તેમને મળવા મારવાડથી તે ગુજરાત આવવા નીકળ્યા. પરંતુ ત્યાર પહેલાં શ્રી રાજચંદ્રનું અવસાન થઈ ગયું હોવાથી ખિન્ન થઈ તે શ્રી રાજચંદ્રના પરિચયમાં આવેલા કોઈ તેમના ભક્તની શોધમાં નીકળી, શ્રી લધુરાજ સ્વામી (શ્રી લલ્લુજી) પાસે આવી પહોંચ્યા. તેમના સમાગમથી તથા શ્રી રાજચંદ્રનાં વચનોના અભ્યાસથી તેમને શાંતિ પ્રાપ્ત થઈ તે ઘણે વખત શ્રી લલ્લુજીના સંગમાં રહ્યા. ત્યાર બાદ, શ્રી રાજચંદ્રના સ્મારક તરીકે, સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક "શ્રી રાજમંદિર આશ્રમ'' સ્થાપી, ત્યાં રહેવા લાગ્યા.' શ્રી લઘુરાજ સ્વામી ક્યાંક સ્થિર રહ્યા વિના વિચર્યા કરતા. ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તથા વ્યાધિને કારણે પગની શક્તિ ઘટી જતાં, સંદેશરમાં ભેગા મળેલા રાજચંદ્ર-ભક્તોએ શ્રી રાજચંદ્રના સ્મારક તરીકે એકાદ મકાન બનાવી ત્યાં રહેવાને તેમને આગ્રહ કર્યો. ત્યારે તે ત્યાં રહેવા કબૂલ થયા. તે મુજબ અગાસ સ્ટેશન પાસે “ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની સ્થાપના થઈ. શ્રી લઘરાજ સ્વામી ઘણે વખત ત્યાં રહેતા હોવાથી ઘણુ મુમુક્ષુઓએ પિતાને ખર્ચે ત્યાં મકાનો બનાવ્યાં છે. અને હાલ કાયમ પચાસથી સે માણસો ત્યાં રહે છે. આશ્રમમાં તાંબર, દિગંબર એવા કોઈ પંથનું વાતાવરણ ન હોવાથી અનેક કુળસંપ્રદાયના જુદા જુદા જિજ્ઞાસુઓ આવે છે અને રહે છે. ૧. છેલ્લાં કેટલાંક વરસ થયાં તેમણે દેહત્યાગ કર્યો છે. ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા સ્વ. પૂ.અભાઈ હીરાચંદની ઉદાર સખાવતથી અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર ' નામની સંસ્થા સ્થપાઈ હતી. હાલ તે સંસ્થાનાં પુસ્તક ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં અંતત છે. સ્મારક આ બધાં સ્મારકા કરતાં શ્રી રાજચંદ્રનું સૌથી શ્રે તે। શ્રીરાજચંદ્રના રંગથી રંગાયેલા અનેક મુમુક્ષુએ છે. ફાઈ મતમતાંતરને આગ્રહ રાખ્યા વિના શ્રી રાજચંદ્રના નાપદેશ અનુસાર પેાતાને પુરુષાર્થ દાખવતા તે સઐ નમ્રભાવે નમસ્કાર ફરી આ ટ્રેક જીવનરેખા પૂરી કરીશું. Li e Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંડરો : ગાંધીજીનાં સ’સ્મરા ૧ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા પ્રાસ્તાવિક શ્રીમદ્ રાજચંદ્રના પત્રા અને લખાણેાની (નવી) આવૃત્તિને સારું પ્રસ્તાવના લખવાની માગણી મારી પાસે જેને હું મારા વડીલ ભાઈ સમા ગણું છું એવા શ્રી રેવાશકર જગજીવને કરી તેના હું ઇનકાર નથી કરી શકો. શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણાની પ્રસ્તાવનામાં શું લખવું એ વિચારતાં મને એમ લાગ્યું કે તેમનાં સ્મરણેનાં થોડાં પ્રકરણા મેં ચરાડાના કેદખાનામાં લખ્યાં તે આપુ તે એ અ સરે. એક તે જે પ્રયાસ મેં જેલમાં કર્યાં તે અધૂરા છતાં કેવળ ધવૃત્તિથી લખાયેલા હેાવાથી મારા જેવા મુમુક્ષુને તેને લાભ મળે અને બીજા જેએને શ્રીમદ્દ્ન પરિચય ન થયેા હાય તેઓને તેમને કંઈક પરિચય મળે અને તેથી તેમનાં કેટલાંક લખાણેા સમજવામાં મદદ મળે. નીચેનાં પ્રકરણેા તા અધૂરાં છે. હું પૂરાં કરી શકું એવું મને ભાસતું નથી. કેમકે અવકાશ મળે તેયે જે મેં લખ્યું છે તેનાથી ૬૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આગળ બહુ વધવાની મારી ઇચ્છા નથી થતી. તેથી છેલ્લું પ્રકરણ જે અધૂરું રહ્યું તે પૂરું કરી તેમાં કેટલીક વસ્તુનો સમાવેશ કરી દેવા ઇચ્છું છું. એ પ્રકરણમાં એક વિષયને વિચાર નથી થયું. તે વાંચનારની પાસે રજૂ કરે ઈષ્ટ ગણું છું. કેટલાક એમ કહે છે કે શ્રીમદ્ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મેક્ષ મેળવી લીધો. આ બન્ને માન્યતા અયોગ્ય છે એમ મને લાગે છે. એ માન્યતા ધરાવનારા શ્રીમને ઓળખતા નથી અથવા તીર્થંકરની અથવા મુક્ત પુરુષની વ્યાખ્યા બીજી કરે છે. આપણા પ્રિયતમને સારુ પણ આપણે સત્યને હળવું કે સસ્તુ ન કરીએ. મેક્ષ અમૂલ્ય વસ્તુ છે. મેક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મોક્ષ એવી મોંઘી વસ્તુ છે કે તે મેળવતાં જેટલો પ્રયત્ન સમુદતીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે અને ધીરજ રાખવી પડે તેના કરતાંયે વિશેની આવશ્યકતા છે. એ મોક્ષનું સંપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થકરને મોક્ષ પૂર્વેની વિભૂતિઓ સહજપ્રાપ્ત હોય. આ દેહે મુક્ત પુરુષને રોગાદિ હોય નહિ. નિર્વિકારી શરીરમાં રોગ સંભવતો નથી. રાગ વિના રોગ હોય નહિ. જ્યાં વિકાર ત્યાં રાગ રહેલ જ હોય, જ્યાં રાગ ત્યાં મોક્ષ સંભવે નહિ. મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા, કે તાર્થ કરની વિભૂતિઓ શ્રીમન્ને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમની વીતરાગતા અને વિભૂતિઓ ઘણું વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ. પણ મુક્ત પુરુષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્ રહેતા પહોંચી શકાય એવો મારે દઢ અભિપ્રાય છે. આ કંઈ એક મહાન કે પૂજ્ય વ્યક્તિને દોષ બતાવવાને સારુ નથી લખતો. પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સમરણે આપણને અનેક યુનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થડે પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમદ્, જે અપૂર્વ પદનું તેમણે પોતે સુંદર વર્ણન કર્યું છે, તે પામી નહોતા શક્યા. તેમણે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે ઓળંગવું બાકી રહી ગયું. પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કપાયે મેળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માર્થી બને. આટલા ઉપરથી વાંચનાર જશે કે શ્રીમન્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એ મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખે. લખનારનો હેતુ વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આભલેશ ટાળો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદનાં લખાણમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ છે કે અન્યધર્મી. અને આવા અધિકારીને તેમનાં થોડાં સમરણોની મેં કરેલી યાદી ઉપયોગી થઈ પડશે, એ આશાએ તે સ્મરણાને આ પ્રસ્તાવનામાં સ્થાન આપું છું. * પછી પ્રકાશકમંડળમાં પડેલા મતભેદને કારણે આ પ્રકરણે “શ્રી મદ્રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવના તરીકે પ્રસિદ્ધ થઈ શકયાં નહિ એ વસ્તુનો ઉલ્લેખ નિવેદનમાં કર્યો છે. ---સચાહક Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જેનાં પવિત્ર સ્મરણે લખવાનો હું આરંભ કરું છું તે સ્વ. શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિને આ દિવસ છે. એટલે કાર્તિકી પૂણિમા (સંવત ૧૯૭૯). મારો પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાનો નથી. એ કાર્ય મારી શક્તિની બહાર છે. મારી પાસે સામગ્રી નથી. જીવનચરિત્ર લખવું હોય તો હું તેમની જન્મભૂમિ વિવાણિયા બંદરમાં કેટલોક વખત ગાળું, તેમનું રહેવાનું મકાન તપાસું, તેમનાં રમવાભમવાનાં સ્થાનો જોઉં, તેમનાં બાળમિત્રોને મળું, તેમની નિશાળમાં જઈ આવું, તેમના મિત્રો, અનુયાયીઓ, સગાંસંબંધીઓને મળું, તેમની પાસે જાણવાનું જાણું લઉં ને પછી જ લખવાને આરંભ કરું. આમાંની કઈ વસ્તુને મને પરિચય નથી. પણ સ્મરણે લખવાની પણ મારી શક્તિ અથવા યોગ્યતા વિષે મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હોય તો તેમનાં સ્મરણે લખું એવો ઉદ્ગાર મેં એકથી વધારે વખત કાઢેલો મને યાદ છે. તેમના એક શિષ્ય કે જેમને સારુ મારા મનમાં ઘણું માન છે, તેમણે તે સાંભળેલું અને આ આરંભ મુખ્યત્વે તેમને સંતોષવાને ખાતર છે. શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઈ અથવા કવિ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક બોલાવતા, તેમનાં સ્મરણો લખી તેમનું રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. હવે તો મારો પ્રયાસ કેવળ મિત્રને સંતોષવા પૂરતો છે. તેમનાં મરણાને હું ન્યાય આપી શકું તેને સારુ મને જૈનમાર્ગનો સારે પરિચય હે જોઈએ. મારે કબૂલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દૃષ્ટિબિંદુ હું અત્યંત સંકુચિત રાખવાનો છું. જે જે મરણોની મારા જીવન ઉપર છાપ પડી છે તેની નેંધ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ. કદાચ જે લાભ મને મળ્યો તે અથવા તે તે રમણથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. Page #104 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે મુમુક્ષુ” શબ્દ મેં ઇરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારુ આ પ્રયાસ નથી. | મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટૉલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ ટોલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસિકનની તેના એક જ પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ'થી,જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે; અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જોકે મારે તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલે તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શકો. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મનો ધર્મ મારે ન જ તજેવો જોઈએ. તેથી મેં હિંદુ અને બીજાં ધર્મ પુસ્તક વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તક વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમ જ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવે. આ સ્થિતિને સારુ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે. એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તે શોધ જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિષે જવાબ આ નહિ” એમ જ મળે છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારુ અધિકાર જોઈએ, તે ક્યાંથી કાટું. રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ સન ૧૮૯૧ના જુલાઈ માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ એ દિવસોમાં દરિયામાં તોફાન હોય છે. તેથી આગબેટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારે ઉતારે દાક્તર– બેરિસ્ટર–અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી--પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતાં. રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાક્તરે જ પરિચય કરાવેલો. તેમના બીજા વિડીલ ભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની ઓળખ પણ તે જ દિવસે થઈ દાક્તરે રાયચંદભાઈને “કવિ” કહી એાળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.' કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દ તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. અને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જુવાનિયો, વિલાયતથી આવેલો, મારી ભાષાજ્ઞાનનો પણ ડાળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાલ્યા–કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાને હતો? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક Page #106 -------------------------------------------------------------------------- ________________ રાયચ'દભાઈનાં કેટલાંક સ્મરણા પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે, ચકિત થયા અને કવિની સ્મરણશક્તિ વિષે મારા ઊંચા અભિપ્રાય બધાયા. વિલાયતના પવન હળવેા પાડવા સારુ આ અનુભવ સરસ થયેા ગણાય. કવિને અગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થાડે જ અભ્યાસ કરેલે. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાએ તરફથી માન. આથી હું મેહાયે!. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી; જ્ઞાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય——જિજ્ઞાસા હોય—-તા મળે; અને માન પામવાને સારુ વિલાયત કે કયાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈ એ તે મળી રહે છે, એ પદાપાડ મને મુંબઈ ઊતરતાં જ મળ્યે. કવિની સાથેને આ પરિચય બહુ આગળ ચાલ્યા. મરણશક્તિ ઘણાની તીવ્ર હેાય, તેથી અંજાવાની શી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હેાય તા તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ શેાભે અને જગતને શાભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા. ૩ અપૂર્વ અવસર એવા ક્યારે આવશે, કારે થઈશું ખાહ્વાન્તર નિગ્રંથ ને, સ સબધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુ કવ મહત્પુરુષને પથ્ ળે ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમ હેતુ હાય નૈ, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ હોય તે—અપૂર્ણાં 23 Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચ'ની જીવનયાત્રા રાયચંદભાઈના ૧૮ વર્ષની ઉંમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી એ કડીએ છે. જે વૈરાગ્ય એ કડીએમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના ખે વના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા. તેમનાં લખાણાની એક અસાધારણતા એ છે કે પેાતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કાંયે કૃત્રિમતા નથી. બીનની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હાય એમ મેં નથી જોયું. તેમની પાસે હ ંમેશાં ક ંઈક ધર્મ પુસ્તક અને એક ઢારી ચાપડી પડેલાં જ હાય. એ ચાપડીમાં પેાતાના મનમાં જે વિચાર આવે તે લખી નાંખે. કાઈ વેળા ગદ્ય ને કાઈ વેળા પદ્ય. એવી રીતે જ અપૂર્વ અવસર’ પશુ લખાયેલું હેાવુ જોઇ એ. " ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તેા હાય જ. કાઈ વખત આ જગતના કાઈ પણ વૈભવને વિષે તેમને માહ થયા હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. બેાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા, પહેરણુ, અંગરખું, ખેસ, ગરભસૂતરા ફેટા ને ધેાતી. એ કંઈ બહુ સા કે ઇસ્તરીબંધ રહેતાં એમ મને સ્મરણુ નથી. ભાંયે બેસવું, ખુરસીએ બેસવું બન્ને સરખાં હતાં. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં ગાદીએ બેસતા. તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતાઃ અત્યંત તેજસ્વી; વિષ્ફળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગાળાકાર, હાટ પાતળા, નાક અણીદાર પશુ નહિં – ચપટું પણ નહિ, શરીર એકવડુ, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનેા હતેા. તેમના કડમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણુસ થાકે નિહ. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત હતેા. તેની ૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે ઉપર અંતરાનંદની છાયા હતા. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગાતો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખાડ છે. આ વર્ણન સંચમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. મેહાનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા કે સમજ્યા વિના કઈ સંગીતને કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરનારું વર્તન આવતાં તો ઘણા કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોષની લગની ન થાય એવી વૈરાગ્યલગની કવિની હતી. વાણક તેહનું નામ, જેહ જઠું નવ બોલે, વણિક તેહનું નામ, તેલ ઓછું નવ તેલ, વણિક તેહનું નામ, બાપે બોલ્યું તે પાળે, વણિક તેનું નામ, વ્યાજ સહિત ધન વાળે. વિવેક તોલ એ વણિકનું, સુલતાન તેલ એ શાખ છે; વેપાર ચૂકે - વાણિયા, દુખ દાવાનળ થાય છે.” –શામળ ભટ્ટ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નોખી ને વિરોધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરવો એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જે ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ. ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાને, અથવા તો મંદિરોમાં, દેરાંઓમાં, દેવળોમાં ને મજિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એવો કઈ નિયમ નથી; એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પોતાના આચારમાં બતાવી આપતા. તેમનો વેપાર હીરામોતીને હતો. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પિતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કઈ વાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. ચાલાકી’ જેવું હું કંઈ જેતે નહિ. સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા, તે તેમને અસહ્ય લાગતી. એ વખતે તેમની ભ્રકુટી પણ ચડતી, ને આંખમાં લાલાશ હું જોઈ શકતો હતો. ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ઓટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પિતાના વેપારમાં પૂરી કાળજી ને હેશિયારી બતાવતા. હીરામેતીની પરીક્ષા ઘણું ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું છતાં પારિસ વગેરેના તેમના Page #110 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે આડતિયા તરફથી આવેલા કાગળો, તારાના મર્મો તરત સમજી જતા,ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તક ઘણે ભાગે સાચા પડતા. આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધોલાવેલી કે ચિંતા. ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડયું જ હોય તે ઊઘડે અથવા પેલી પિથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકે ન ખાય. વેપારને ટાણે વેપાર, ધર્મને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય અને સુંદર નિયમનું કવિ પાલન ન કરતા. પોતે શતાવધાની હાઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાઓ તેમને વાદ કરવા જાય તો બે ઘોડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક ને વીતરાગી પુરુષ પણ જે ક્રિયા જે કાળે કરતો હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે, એટલું જ નહિ પણ તેને તો એ જ શેભે. એ તેના વેગની નિશાની છે. એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈ પણ ક્રિયા જે કર્તવ્ય હોય તો તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મચિતવન તે તે મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ, તેથી એક ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિંતવતો છતો જે બાહ્ય કાર્ય કરતો હોય તેમાંય તે તન્મય રહે જ. આમ કવિ નહોતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મેં કહ્યું છે કે પોતે તેમના વેપારમાં પૂરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પડી છે ખરી કે કવિએ પિતાના શરીરની પાસેથી જોઈએ તે કરતાં વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તો ન હોય ? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે. પણ શક્તિ ઉપરવટ કંઈ વહોરી લઈ તેને કર્તવ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માનવું એ રાગ છે. એ અતિ ઉત્તમ રામ કવિને હશે એમ મને લાગ્યા કર્યું છે. ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શક્તિ ઉપરાંત કામ લે છે ને પછી એને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણ માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ. પણ પરમાર્થ એટલે ધર્મદષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સુકમ મુછ હેવાને બહુ સંભવ છે. જે આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હાઈ એ. આ શરીર આપણને ભાડે મળ્યું છે ને આપણે તે વાટે તુરત ટેક્ષ સાધવો એ જ પરમ કર્તવ્ય હોય, તો એ માર્ગમાં જે વિદ્યકત હેય તેનો ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ. બીજી નહિ.. જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પિતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધિઓ એવી કેવી વહોરી કે પરિણામે તેમને સખત માંદગી ભોગવવી પડી ? જે રાયચંદભાઈને પણ પરોપકાર નિમિત્ત મેહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તો “પ્રકૃતિ પરત મૂતાનિ નિઝ વિ વરિષ્યતિ' એ શ્લોકાર્ધ અહીં બરાબર બંધ બેસે છે; ને તેનો અર્થ એટલો જ છે. ઇચ્છાપૂર્વક વર્તવાને સારુ ઉપરના કૃષ્ણવચનને ઉપયોગ કઈ કરતા જણાય છે તે તો કેવળ દુરુપયોગ છે. રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાકારે ઊંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દોરૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિ જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસે તે પોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળાએ. આ વિષયને એટલેથી જ સમાપ્ત કરીએ. Page #112 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસો તો એવા ભોળા હોય કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરાબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારે તે કેવળ સંસારી મનુષ્યમાં ગણવા જોઈએ. કવિ કહેતા કે જેને દ્ધ જ્ઞાન છે તેને છેતરે અશકય હોવું જોઈએ. માણસ ધાર્મિક એટલે. નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ મોક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનનો સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાંનિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં જળરૂપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન, કપટીને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હદય દયાથી ભીનું થઈ જાય. જેણે આત્માને પ્રત્યક્ષ જે છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે? કવિના સંબંધમાં આ નિયમ હંમેશાં ખરે પડત એમ હું નથી કહી શકતો. કઈ કઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતા, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે. આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો. રાયચંદભાઈને ધર્મને વિચાર આપણે કરીએ તેના પહેલાં ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ. ધર્મ એટલે શાને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગોબી જવાં અથવા તેમાં કહેલું બધું માનવું છે એ પણ નહિ. " ધર્મ એ આત્માનો ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલો છે. ધર્મ વડે આપણે મનુષ્ય જીવનનું કર્તવ્ય જાણી શકીએ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેને આપણો ખરો સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તો દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન. આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળો કે યુરોપથી આવ કે અરબસ્તાનથી. આ સાધનનું સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે, એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તે કહી શકશે. અસત્ય બોલવું કે આચરવું એમ કઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રનું દોહન કરતાં શંકરાચાર્યે “ગ્રહ્મ સત્યં મિથ્યા કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું, હું ને મારો પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દષ્ટિબિંદુ વાપરી આપણે સારુ મેહજાળ રચી છે તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઈ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તો જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શા મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે : જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પદ શ્રી ભગવંત છે; એહ પરમ પદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં ગજ વગર પણ હાલ મનોરથ રૂપ – એટલે છેવટે તો આત્માને મેક્ષ દેનાર આત્મા જ છે. ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાનાં લખાણમાં કર્યું છે. રાયચંદભાઈ એ ઘણાં ધર્મપુસ્તકને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો. તેમ જ ભાગવતનો અને ગીતાજીને. જૈન પુસ્તક તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકાનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. કુરાન, કંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદ મારફતે તેમણે કરી લીધું હતું. તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતા એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ તેમનો અભિપ્રાય મારે આપી જેવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને નદી અધિકારી ગણું છું. પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તક કયાં વાંચવાં એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા બચપણને સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું, અને બીજું પુસ્તકમાં પંચીકરણ, મણિરત્નમાલા, યોગવાસિકનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું. રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મ એ તો વાડાઓ છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મેલ મેળવવો એ જ પુરુષાર્થ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માન્યો છે તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી. સૂતર આવે ત્યામ તું રહે, ન્યમ ત્યમ કરીને હરિને લહે. એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મની પાસે મૂક્તા. દક્ષિણ આફ્રિકાને મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. હું પોતે તે એમ માનનારો છું કે સર્વ ધર્મ તે તે ભકતની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્ર બંધનરૂપે લાગે છે. પણ એ તો ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દૃષ્ટિએ તો કોઈને પિતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમકે મોક્ષ મળવો એટલે સશે રાગદ્વેષરહિત થવું. ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈ [ ઈ. સ. ૧૮૯૧ની સાલમાં બેરિસ્ટર થઈ ગાંધીજી ઈગ્લેંડથી નીકળી મુંબઈના બારામાં ઊતર્યા ત્યાંથી આગળનો આ ભાગ તેમની આત્મકથા ખંડ ૧, ભાગ ૨, પ્ર. ૧માંથી લીધેલો છે. –સંચાહક ] માનાં દર્શન કરવા હું અધારે થઈ રહ્યો હતો. અમે ગાદીમાં પહોંચ્યા ત્યારે મારા વડીલ ભાઈ હાજર જ હતા. તેમણે દાકતર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ) મહેતાની અને તેમના વડીલ ભાઈની ઓળખાણ કરી લીધી હતી. દાક્તર મહેતાનો આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનો હતો, એટલે મને ત્યાં જ લઈ ગયા. આમ જે સંબંધ વિલાયતમાં થયો તે દેશમાં કાયમ રહે ને વધારે દઢ થયે, તેમ જ બેઉ કુટુંબમાં પ્રસર્યો. દાક્તર મહેતાએ જે ઓળખાણા તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તા કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહેતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હું પહેલી મુલાકાતે જ જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જેવા દાક્તર મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા ! આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયે તે વસ્તુને પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહાળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પિતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે. એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તે હતું જ, પણ તે તેમને હૃદયમાં અંકિત હતું. પિતે હજારના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમને વિષય નહોતી. તેમને વિષયતેમને પુરુષાર્થ– તો આત્માઓળખ-– હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખને જે સંગ્રહ પ્રગટ થયે છે તેમાં ઘણે ભાગ તે આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખાના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતને અનુભવ મને એક વેળા નહિ પણ અનેક ૧૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈ વેળા થયેલા. મેં તેમને કદી મૂક્તિ સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બૅરિસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જે કે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણું ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણું વચનો મને સસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. રાયચંદભાઈને વિષે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આ જ પણ ચાલુ છે. હિંદુધર્મે ગુરુપદને જે મહત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આમદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહેલી છે, કેમકે શિષ્યની યેગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. મેગ્યતાપ્રાપ્તિને સારું સંપૂર્ણ પ્રયત્નનો દરેક સાધકને અધિકાર છે, એ તેનો અર્થ છે. એ પ્રયનનું ફળ ઈશ્વરાધીન છે. એટલે, જો કે હું રાયચંદભાઈને મારા હદયના સ્વામી ન બનાવી શક્યો તે પણ તેમનો આશ્રય મને વખતોવખત કેમ મળ્યો છે તે ૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજયની જીવનયાત્રા આપણે હવે પછી જોઈશું. અહીં તે એટલું કહેવું ખસ થશે કે, મારા વન ઉપર ઊઁડી છાપ પાડનાર આધુનિક મનુષ્યા ત્રણ છે : રાયચંદભાઈ એ તેમના જીવંત સસથી, ટોલ્સ્ટોયે તેમના “વૈકુંઠ તારા હૃદયમાં છે” નામના પુસ્તકથી, ને રસ્કિને · અનટુ ધિસ લાસ્ટ ’સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગે તે તે સ્થળે ચર્ચાશે. [ખ્રિસ્તી મિત્રો ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી થયા સમાવી રહેલા તે વેળા તેમનામાં ચાલેલા ધાર્મિક મથનના વર્ણનવાળાં આત્મક્યા નાં પ્રકરણમાંથી ( ખંડ ૧, ભા, ૨, પ્ર. ૧૫ તથા ૨૨) નીચેના ભાગ લીધા છે. -સગ્રાહક ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતા હતા, પણ તેને અદ્રિતીય પુરુષ રૂપે નહેાતા સ્વીકારી શકતેા. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેના મૃત્યુમાં કાંઈ શુદ્ઘ ચમત્કારી અસર હતી એમ મારું હૃદય સ્વીકારી નહેાતું શકતુ. ખ્રિસ્તીએ ના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે આા ધર્મીઓના જીવનમાંથી નહાતું મળતું. તેમનાં રિવર્તન જેવાં જ પિરવતન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં, સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતામાં મે અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુ ધર્મીઓને ત્યાગ મને ચડતા જાયે!. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. " આ હૃદયમંથન મેં પ્રસંગે આવતાં ખ્રિસ્તી મિત્રાની પાસે મૂક્યું. તેના જવાબ તેએ મને તેાખે તેવા ન આપી શકચા. પણ હું જેમ ખ્રિસ્તીધર્મને! સ્વીકાર ન કરી શક્યા, તેમ હિંદુધર્મની સંપૂર્ણતા વિષે અથવા તેના સર્વોપરીપણા વિષે પણ હું ત્યારે ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈ નિશ્ચય ન કરી શકો. હિંદુધર્મની ત્રુટીઓ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યના જે હિંદુધર્મનું અંગ હોય, તો તે સડેલું ને વધારાનું અંગ જાણવું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તે બાઈબલ અને કુરાન કાં નહિ ? જેમ ખ્રિસ્તી મિત્રે મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે. મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુધર્મને ઊંડે અભ્યાસ કરવા ભલામણ કરી. તેમને એક વાક્યને ભાવાર્થ આ હતો ઃ “હિંદુધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારે છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.” . . . તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં, તે પણ મેં વાંચ્યાં. તેમાં “પંચીકરણ”, “મણિરત્નમાળા, “ગવાસિક'નું “મુમુક્ષુ પ્રકરણ.' હરિભદ્રસૂરિનું “પદર્શનસમુચ્ચય' દયાદિ હતાં. . . . ખ્રિસ્તી ભાઈઓએ મારી જિજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે ગમે તેમ નહોતી. . . . (તેમના) સંબંધે મને જાગૃત રાખ્યો. જે કંઈ વખત બચતો તેનો ઉપયોગ હું (ધાર્મિક) વાચનમાં કરતો. મારો પત્રવ્યવહાર જરી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. . . . મારો હિંદુધર્મ પ્રત્યેનો આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો. ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા [ ઈ. સ. ૧૮૯૭માં ગાંધીજી ફરી આફ્રિકા ગયા તે વખતે તેમણે બ્રહ્મચર્યવ્રત લીધું. તે બાબતના આત્મકથાના ' પ્રકરણમાંથી (ખંડ ૧, ભા. ૩, પ્ર. ૭) આ ભાગ લીધો છે. --સંચાહક] એકપત્નીવ્રતને તો વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉભ એ અત્યારે મને ચખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું. તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લૅડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું, ને તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, “એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ લૅડસ્ટનનાં બહેન હેત તો ? અથવા, તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો ? એવી બહેનો, એવી નોકરોનાં દૃષ્ટાંતો આપણને આજે નહિ મળે? અને નારીજાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જે હેત તો તમને સાનંદાશ્ચર્ય ન થાત ? હું કહું છું તે વિચારજે.' રાયચંદભાઈ પિતે વિવાહિત હતા. એ વેળા તો મને તેમનું વચન કઠેર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની Page #122 -------------------------------------------------------------------------- ________________ રાયચંદભાઈ જેમ પકડ્યો. પુરુચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે હજારગણી ચડે. પતિ પત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકરશેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું. મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહે ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય. . . . અંતિમ નિશ્ચય તે છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. . . . સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચાર કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં (બ્રહ્મચર્યનું) વ્રત લીધું. . . . મારી શક્તિ ઓછી હતી. વિકારે દબાવવાનું કેમ બનશે ? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું એ હું સ્પષ્ટ સમજી શકતો હતો. મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું. . . . આજે વીસ પછી તે વ્રતનું સમરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તો ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું તે પાળી પણ રહ્યો હત; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભગવ્યાનું મને સ્મરણ નથી. કેમકે, તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ ૧૦૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ : જયંતી વ્યાખ્યાનો દયાધામ [ સં. ૧૯૭૮ની કાતિક પણ માને દિવસે અમદાવાદમાં ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન. ‘નવજીવન’, ૨૪-૧૧-૨૧માંથી. - સંપાદક ] આ પ્રસંગે હું એક સ્મરણ કરાવવા ઇચ્છું છું. આ પ્રસંગ તમે કદાચ ભૂલી ગયાં હશે, પણ હું ભૂલી નથી ગયો. મારા વિલાયતથી આવ્યા પછી આપણે અમદાવાદમાં આ જયંતી ઉજવવા પ્રેમાભાઈ હોલમાં મળ્યા હતા. ત્યાં મેં કહ્યું હતું કે જેની પુજને અર્થે આપણે એકઠા થયા છીએ તેની પૂજ અવાજ કર્યા કરશું તો નહિ થાય; ઊલટા આપણે તેમને વાવીશું. પછી ઘણી મુસીબતે થોડી વાર શાંતિ મેળવી ને જાળવી શકાઈ. ત્યાર પછી તે સાબરમતીનાં ઘણું પાણી વહી ગયાં. આપણને પણ અનેક મીઠા કડવા અનુભવો મળી ગયા. સભામાં શાંતિ જાળવવાને નિયમ આપણે કાંઈક અંશે શીખ્યા. સભામાં વખતસર આવીએ ને આવ્યા પછી પિતાની જગ્યા છોડીએ નહિ એ સભ્યતાને સાદામાં સાદા ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ • દયા ધર્મ નિયમ છે. આજના વિષયને અનુસરીને કહેવા બેસું તો એ નિયમ દયાધર્મનો પ્રથમ પાઠ છે, આપણે પોતે અગવડ ભેગવી લઈએ, કે જેથી બીજની સગવડ સચવાય આપણને જે ઘડીએ જે ઈચ્છા થઈ તેને તુરત જ અમલ કરી દેવો, તેની અસર દુનિયા ઉપર શી થશે તેને વિચાર ન કરવો, એ સંયમ નહિ કહેવાય. તે સ્વછંદ છે. તે દેવી પ્રવૃત્તિ નથી, પણ રાક્ષસી પ્રવૃત્તિ છે. જ્યાં અવ્યવસ્થા એ જ વ્યવસ્થા હોય તે રાક્ષરી પ્રવૃત્તિ. જ્યાં અવાજે જ થયાં કરતા હાય, કેઈ ને વિચાર ન હોય, કોઈની મર્યાદા ન હોય તે રાક્ષસી પ્રવૃત્તિ. કેઈ એવું વિશેષ ચિહ્ન નહિ બતાવી શકાય, કે જે જોઈએ તો રાક્ષસી પ્રવૃત્તિને ઝટ ઓળખી લઈએ. દરેક પ્રવૃત્તિ હંમેશાં મિશ્રિત હોય છે. જ્યાં હદયમાં મોટે ભાગે અશાંતિ પ્રવર્તતી હાય, જ્યાં અશાંતિની જ મૂર્તિ ખડી થતી હોય તેવી પ્રવૃત્તિને રાક્ષસી પ્રવૃત્તિ કહીએ. આજકાલ “રાક્ષસી” શબ્દના ઉપયોગમાં મારો નંબર પહેલે આવે તેમ છે. એ શબ્દ વાપરે મને ગમે છે એમ નથી. બધી દુનિયા ભલે તેમ માની લે, મારો પોતાનો આત્મા સાક્ષી પૂરે છે કે એ શબ્દના મારા ઉપગમાં દયા સિવાય બીજું કંઈ જ નથી. તેમાં ઠેય નથી, તેમાં રોષ નથી. હું વસ્તુને જે પ્રકારે જોઈ રહ્યો છું તે જ પ્રકારે તેને ચીતરી રહ્યો છું. તેમાં હું દયાધર્મ પાળી રહ્યો છું. દયાધર્મને ચિંતનને અર્થે આજનો પ્રસંગ બેવડો વધાવી લેવાને યોગ્ય છે. જે પુરુષના સ્મરણને અર્થ આપણે અહીં આવ્યા છીએ તેના • આપણે પૂજારી છીએ. હું તેના પૂજારી છું. ટીકાકાર કઈ દિવસ પૂજારી ન હોઈ શકે. તેથી જેનામાં ટીકા છે તેમને આવવાને આ પ્રસંગ નથી. ટીકાકાર પણ શંકા-સમાધાન માટે નમ્ર બનીને ભલે ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આવે, પણ પોતાની શંકાને પિલવાને તેનો ઈરાદો હોય તો સભ્યતાના નિયમ સૂચવે છે કે આજે તેનું અહીં કામ નથી. જગતમાં સૌને સ્વતંત્રતા હોવી જોઈએ. ટીકાકારને જગતમાં આશય સારુ સ્થાન હોવું જોઈએ એ ખરું, પણ ભક્તને – પૂજારીને પણ એવું સ્થાન જગતમાં હોવું જોઈએ, કે જ્યાં તે - ટીકાકારથી રહિત પિતાનું કાર્ય આપી શકે. એટલે આજે તે કવિશ્રીને વિષે જેમને પ્રેમ છે, તેવા તેમના ભકતો જ અહીં આવ્યા છીએ એમ હું માની લઈશ. તેવા શ્રદ્ધાન્વિત હોય તેમને જ આજે હું કહેવા ઈચ્છું છું, કે આજનો પ્રસંગ બેવડો વધાવવા યોગ્ય છે. જેમનું પુણ્યસ્મરણ કરવા આપણે આવ્યા છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયાધર્મને જાણ્યો હતો ને પોતાના જીવનમાં કેળવ્યો હતો. અત્યારે હિંદુસ્તાનમાં જે કામ આપણે કરી રહ્યા છીએ તેમાં પણ દયાધર્મ જ રહેલો છે. એ કામ આપણે રોષથી નથી કરતા. વસ્તુસ્થિતિ એવી આવી પડેલી છે કે આપણને રોષનાં જબરાં કારણે મળેલાં છે, આપણે અત્યંત દુભાયા છીએ. તે વખતે પણ એ વિચાર આપણામાં રહ્યો છે કે દૂભવનાર સાથે આપણે કેમ વર્તવું, કે જેથી તેમને આપણે સામા ન દુભવીએ, આપણે કઈ રીતે તેમનું પણ સારું કરી શકીએ. અસહકારનું મૂળ દયામાં રહેલું છે, રોષમાં નથી. રખે આપણે પોતે ભૂલતા હોઈએ એમ ધારીને આપણે સામા પર રોષ કરતા નથી. તેનાથી જાતે જ ભાગીએ છીએ. એમ ભાગવાથી ગંભીર પરિણામ જરૂર થાય છે. એથી જે પુરુષો સાથે કે સંસ્થા સાથે આપણે અસહકાર કરીએ છીએ તે સંસ્થા ચલાવનાર પુરુષોને આઘાત તે જરૂર પહોંચે છે. પણ દયાધર્મનો અર્થ કેાઈ સ્થળે આઘાત કરવો જ નહિ એવો નથી. કવિશ્રી પાસેથી હું એવો દયાધર્મ શીખ્યો નથી. આપણું પિતાના ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ દયામ સત્કાર્યથી, કર્તવ્યપાલનથી બીજાને દુઃખ થતું હોય તે તે વહોરીને પણ કાર્ય કરવું એમાં જ ખર દયાધર્મ છે. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. એવું એક પણ કાર્ય નહિ હોઈ શકે કે જેમાં કઈને જ આઘાત પહોંચતો ન હોય. પણ આ આઘાત દયાથી થયેલો હોવો જોઈએ. આ આઘાતની બે શરતો છે : ૧. સામાને આઘાત પહોંચે તેના કરતાં આપણને વધારે પહોંચે તે જ આપણે તેવું કાર્ય કરીએ. ૨. આપણે હેતુ શુભમાં શુભ હેય, તેમાં સામાનું કલ્યાણ જ આપણા મનમાં હેવું જોઈએ. આપણે માની લઈએ કે મારો દીકરો દારૂ પીએ છે, બીડી પીએ છે, વ્યભિચારી છે. તે મારી પાસે પૈસા માગે છે. આજ સુધી તે તેણે માગ્યા તેમ મેં આપ્યા, કારણ છું આંધળો બાપ હતો. હું રાયચંદભાઈના પ્રસંગથી શીખ્યો કે મારે પિતાને તો દારૂ–બીડી ન જ પીવાં જોઈએ, વ્યભિચાર ન જ કરે જોઈએ, પણ બીજાનેયે તેમાંથી ઉગારી લેવા જોઈએ. એટલે મારો ધર્મ છે કે હું મારા દીકરાને પૈસા ન આપ્યું. તેના હાથમાં દારૂની પ્યાલી જોઉં તો મારે તે ઝૂંટવી લેવી જોઈએ. મને ખબર પડે કે અમુક પિટીમાં તે દારૂ રાખે છે તો મારે તે પિટી બાળી નાખવી જોઈએ. બાટલી દેખું તો મારે તે ફાડી નાખવી જોઈએ. એમ કરવાથી છોકરાને તો જરૂર આઘાત પહોંચશે. મને એ કર બાપ માનશે. દયાધર્મ સમજનાર બાપ પુત્રને આઘાત પહોંચે તેથી ડરતો નથી, પુત્રના શાપથી ગભરાતો નથી. દયાધર્મ–પરોપકાર ધર્મ–તો એવા ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પ્રસંગમાં સૂચવે છે કે તેના હાથમાંથી દારૂની બાટલી છીનવી લેવી. બળાત્કાર કરીને તેના હાથમાંથી હું તે પડાવી ન લઉં, પણ મને ખબર પડે કે ઘરમાં અમુક ઠેકાણે તે દારૂ રાખે છે તો ત્યાંથી લઈને હું તેને જરૂર ફાડી નાંખ્યું. સામાન્ય વસ્તુમાં કેઈ ને નકામા ન દૂભવીએ, દયા ધર્મનું નામ લઈ બીજાને નાની વાતમાં પણ ટેકવા ન બેસી જઈએ, એ દયાધર્મનું સરસમાં સરસ માપ રાયચંદભાઈએ મૂકી દીધું છે. આ સામાન્ય માપ સમજીએ તો પૂરી સમજણ પડતી ન હોય તેવું ઘણું આપણે લોકલજ્જાએ જ કરી લઈએ. ખાદી શા માટે પહેરવી એ હું સમજી શકતા ન હોઉં, ઝીણી મલમલ મને ગમતી હોય, તે પણ જે સમાજમાં હું રહું છું તે બધા ખાદી પહેરે છે ને ખાદી પહેરવામાં કંઈ છેટું કે અધર્મ નથી, સમાજમાં જે થાય છે તે હું કરું. આ સરળ ન્યાય રાયચંદભાઈએ મને શીખવ્યો. મુંબઈમાં એક વાર અમે દયાધર્મની વાતો કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તેનો વિચાર ચાલતો હતો. અમે બન્ને છેવટે માની લીધું કે ચામડા વિના તો ન જ ચલાવી શકાય. ખેતી જેવા ઉદ્યોગ તો ચાલવા જ જોઈએ; પણ કંઈ નહિ તો ચામડું માથે તો ન જ પહેરીએ. હું તો મૂળથી જ જરા કોરે રહ્યો. મેં પૂછ્યું કે તેમને (તમારે) માથે ટોપીમાં શું છે ? એ પતે તો આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પોતે શું પહેરે છે, શું ઓઢે છે એના વિચાર કરવા બેસતા નહિ. માથે ટોપીમાં ચામડું છે એ તેમણે જોયેલું નહિ. પણ મેં બતાવ્યું કે તુરત તેમણે ટોપીમાંથી ચામડું તોડી કાઢયું. મને કંઈ એમ નથી લાગતું કે મારી દલીલ એટલી સજજડ હતી કે તેમને સોંસરી ઊતરી ગઈ. તેમણે તે દલીલ જ કરી નહિ. તેમણે વિચાર્યું કે આને હેતુ સારો છે, મારી ઉપર પૂજાભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું ? તેમણે તે તુરત ચામડું ઉતારી ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ દયા ધર્મ નાંખ્યું; ને ફરી પાછું કદી ચામડું માથે પહેર્યું નહિ હોય એમ માનું છું. પણ કોઈ જે આજે એમ કહેતા આવે કે ત્યાર પછી તેણે તેમને ચામડાવાળી ટોપી પહેરતા જોયા હતા તો પણ મને તેમાં આઘાત ન પહોંચે. હું ફરીથી તેમની પાસે પહોંચું તો તે ફરીથી તરત જ પાછું ચામડું ઉતરડી નાંખે. તેમનું એમાં ચિત્ત ન હોય એટલે રહી ગયું હોય. એમાં જ મહાપુરુષનું મહત્ત્વ છે. તેનામાં મિથ્યાભિમાન નથી હતું એમ એ બતાવે છે. બાળક પાસેથી પણ તે શીખી લેવાને તૈયાર હોય છે. મોટા માણસે નાની બાબતોમાં મતભેદ ન રાખે. નાની નાની બાબતોમાં જે દયાધર્મને બહાને મતભેદ રાખ્યા કરે, આત્મનાદની વાતો કરવા બેસે, તેને હું કહું છું કે, આત્માને નાદ છે જ નહિ, અથવા તો પશુની જેમ તેનો આત્મા સૂતેલો છે. મનુષ્યમાં ઘણેખર તો આત્મા ઊંઘતો જ હોય છે. મનુષ્યમાં ને પશુમાં ભેદ એટલો છે કે મનુષ્યને આત્મા પૂરેપૂરો જાગી શકે છે. જે આપણે નવા પ્રસંગોમાં દુનિયા સાથે ચાલતા હોઈએ તો એક પ્રસંગમાં તેને કહી શકીએ કે આ તમે ઠીક નથી કરતા. જન્મ્યા ત્યારથી દુનિયા સાથે જે વેર બાંધીને બેસે છે તે પ્રેમ બતાવી કેમ શકે ? ઘણા પ્રસંગમાં તે આપણે જડ હોઈએ તેમ જ વર્તવું જોઈએ. શુદ્ધ જડમાં ને ચૈતન્યમાં નહિ જેવો જ ભેદ છે. જગત બધું જડ રૂપે જ દેખાય છે, આભા તે કઈક વાર જ પ્રકાશે છે. અલૌકિક પુરુષનો એવો વ્યવહાર હોય છે. એવો વ્યવહાર રાયચંદભાઈનો હતો એવું મેં જોયું છે. તેઓ જે આજે જીવતા હોત તો અત્યારે ચાલી રહેલી પ્રવૃત્તિને તેમણે આશીર્વાદ જ આપ્યો હતઆ વસ્તુમાં ધર્મ છે. જેના આત્મામાં દયાધર્મ વસે છે તેનાથી આમાં પડ્યા વિના રહેવાય જ ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નહિ. આમાંથી રાજપ્રકરણું, આર્થિક ઇત્યાદિ પરિણામે ભારે સુંદર આવવાનાં તે તો છે જ, પણ સૌથી સુંદર પરિણામ તો એ આવશે કે આ પ્રવૃત્તિથી ઘણા ઉગરી જશે; ઘણું મેક્ષને લાયક થઈ જશે. જે વરસને અંતે એવો અનુભવ ન થાય તો મને જીવવું વિષમ થઈ પડે. તેઓ ઘણું વાર કહેતા કે એપાસથી કઈ બરછીઓ ભાંક તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળી રહેલા તેમને શિકળી જતા મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણું ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલે કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતા. કાઈ કહે, તેઓ તેમના પાપે દુ:ખ પામતા હોય. પણ તેમને પાપ કરવું શું કામ પડયું ? જ્યારે પુણ્યને સરળ માર્ગ મળતો નથી, પણ મોટી ખીણ ને પર્વત ઓળંગવાં પડે છે ત્યારે આપણે તેને કળિકાળ કહીએ છીએ. તે વખતે જગતમાં પુણ્ય બહુ જોવામાં આવતું નથી. ઠેકાણે ઠેકાણે પાપ દેખાય છે. પાપ પુણ્યને નામે ચાલ્યા કરે છે. તેવી સ્થિતિમાં દયાધર્મનું પાલન કરવા ઈચ્છીએ તે આપણો આત્મા કલેશથી ઊભરાઈ જવો જોઈએ. એમ લાગવું જોઈએ કે આવી સ્થિતિમાં જીવવું તે કરતાં દેહ જર્જરિત થઈ જાય, પડી જાય તે વધારે સારું. રાયચંદભાઈને દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તો જે એકલું હોત તો જરૂર તેઓ તેને જીતી શક્યા હોત. પણ તેમને થયું કે આવા વિષમ કાળમાં આમદર્શન કેમ થઈ શકે? દયાધર્મની એ નિશાની છે. ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ દયાધામ દયા ધર્મની પરિસીમ માંકડને નહિ મારવામાં નથી. માંકડને ન મરાય એ ખરું છે, પણ માંકડને ઉત્પન્ન પણ ન કરાય. જેટલું ઘાતકીપણું મારવામાં છે તેથી વધારે ઘાતકીપણું ઉત્પન્ન કરવામાં છે. માંકડને આપણે બધા પેદા કરીએ છીએ. શ્રાવ પેદા કરે છે, હું વૈષ્ણવ પણ પેદા કરું છું. આપણે શૌચાચાર જાણતા નથી. પરિગ્રહ વધારતી વખતે આપણે વિચાર કરતા નથી અને પરિગ્રહથી (જંતુઓની) ઉત્પત્તિ સિવાય બીજું શું થાય ? માંકડ, મચ્છર, વગેરે સૂક્ષ્મ જંતુઓને નહિ મારવામાં દયાધર્મ છે જ. પણ તેથી વધારે દયાધર્મ એ છે કે આપણાથી માણસને ન મરાય. માણસને મારવો ને માંકડને મારવો એની વચ્ચે પસંદગી કરવી પડે એવા પ્રસંગ આવે ત્યારે કાને મારવો? માણસને મારીને માંકડને ઉગારે એ ધર્મ હોય એવો પ્રસંગ પણ આવવો શક્ય હોય છે. માંકડને મારીને માણસને ઉગારે એ ધર્મ હોય એવો પ્રસંગ પણ શક્ય છે. હું તો એ બને જતના પ્રસંગમાંથી ઊગરી જવાનો માર્ગ કહું છું. તે દયાધર્મ છે. કવિશ્રી કહેતા કે “જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયો હોત તો એનાં તો જોઈને જગત ચકિત થાત. વાણિયાઓ તો જૈન ધર્મતને વગાવી રહ્યા છે. તેઓ કીડિયારાં પૂરે છે, પટેરું મોંમાં જાય તો તેમને દુઃખ થાય છે, એવા ઝીણું ઝીણા ધર્મ તેઓ પાળે છે. તેમની એ ઝીણવટ તેમને મુબારક હે; પણ જે એમ જાણે છે કે એમાં જ જૈન ધર્મની પરિસીમા છે તેઓ તો ધર્મની નીચામાં નીચી શ્રેણીએ જ છે. એટલો ધર્મ તો પતિતનો છે. એ ધર્મ પુણ્યવાનને નથી.” આથી ઘણું શ્રાવકે કહે છે કે રાજચંદ્રને ધર્મનું ભાન ન હતું. તે દંભી હતા, અહંકારી હતા. હું પોતે તે જાણું છું દંભ અહંકારનું તેમનામાં નામ ન હતું. ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માંકડ વગેરે જંતુઓને નહિ મારવામાં દયાધર્મ સમાપ્ત નથી થત–-જે કે તેમને મારવાં તો ન જ જોઈએ. પણ એ તે પહેલું પગથિયું છે. કઈ જમાનામાં એવી માન્યતા નીકળી હશે કે મનુષ્યને નિભાવવા ખાતર કોઈ પણ જંતુને મારવામાં પાપ નથી, ત્યારે કેઈ સાધુ ઊભે થયો હશે અને જંતુઓના રક્ષણ ઉપર વધારે ભાર આપ્યો હશે. એ સાધુએ કહ્યું હશે કે, “રે મૂરખા, ક્ષણિક દેહની ખાતર જંતુઓનો નાશ ન કર. તારા મનમાં એટલી તાલાવેલી હોવી જોઈએ કે દેહ તો કાલે પડતો હોય તો ભલે આજે પડે.’ આમાંથી “અહિંસા'ને જન્મ છે. પરંતુ જે માંકડને નથી મારતો, પણ પિતાનાં સ્ત્રીપુત્રને મારે છે તે જૈન નથી, તે હિંદુ નથી, તે વૈષ્ણવ નથી. તે શન્ય છે. આપણે કવિશ્રીની સ્મૃતિને દિવસે દયાધર્મનો સંકુચિત અર્થ છેડીને તેનો વિશાળમાં વિશાળ અર્થ લઈએ. એક પણ છવને દૂભવ, દુશ્મન માનવો, એ પાપ છે. જે એમ ઈચ્છે છે કે જનરલ ડાયરને ફાંસી દઈએ, સર માઈકલ એડવાયરને બળતા અંગારમાં નાંખવો જોઈએ,તે નથી શ્રાવક, નથી વૈષ્ણવ, નથી હિંદુ. તે કંઈ જ નથી. અહિંસાનું રહસ્ય એ જ છે કે ગુસ્સ રેકે, આત્માની મલિનતા દૂર કરવી. જનરલ ડાયરની પરીક્ષા કરનાર હું કોણ? હું જાણું છું કે હું રોષથી ભરેલો છું, કેટલાયનાં મનમાં મનમાં ખૂન કરતો હોઈશ. હું જનરલ ડાયરની પરીક્ષા કરનાર કેણ ? એટલે મેં નિશ્ચય કર્યો કે તરવારથી મને કોઈ મારે, પણ મારે તેને મારે નહિ એ દયાધર્મ છે, અસહકારની પ્રવૃત્તિનું રહસ્ય છે. પણ જ્યારે હું બેલત હેઉં છું ત્યારે દયાધર્મ શબ્દ વાપરતા નથી. આજે રાજચંદ્ર જયંતીને પ્રસંગ હોવાથી હું દયાધર્મની વાત કરું છું. હું જાણું છું કે આ પ્રવૃત્તિનું પરિણામ તો એ જ છે, ને પરિણામ એ હશે તો લોકે આપોઆપ જાણી લેશે જ. ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ દયાધામ સર્પને મારવામાં પાપ છે તે કરતાં મનુષ્ય શરીરધારી સર્ષ કે વાઘને મારવામાં વધારે પાપ છે. પશવાઘને તો આપણે બીકને વશ થઈને મારીએ છીએ, રોષથી નથી મારતા. જે કોઈ ધર્મરાજા ખરેખર હેય ને તેના હાથમાં આપણું પાપપુણ્યને ન્યાય કરવાને હોય તે તે વાઘને મારનારની દયા ખાઈને કદાચ તેને માફી આપશે. કારણ કે તેમાં તે માણસે પોતાને પશુધર્મ પાળ્યો છે; એક પશુએ બીજા પશુને માર્યું છે. પણ મનુષ્યને મારવામાં તે રોષ હોય છે, અભિમાન હોય છે, દંભ હોય છે. ધર્મરાજા કહેશે, “અરે મૂર્ખ, તે મનુષ્યને માર્યો તેની પાછળ તો કેટલીયે ખટપટ, કેટલાંયે પાખંડ હેવાં જોઈએ.' શ્રાવકેને ને બધાને હું કહું છું કે જીવદયાનો અર્થ કીડી, મકડી આદિ સૂક્ષ્મ જંતુને ન મારવાં એટલો જ નથી. તેમને યે મારવાં તે ન જ જોઈએ. પરંતુ મનુષ્યયોનિમાંના કોઈ જીવને પણ છેતર ન જ જોઈએ. અને છતાં ઘણા વેપારીઓ બીજા શું કરે છે? કોઈ શ્રાવક મારી પાસે તેના ચોપડા મૂકે તો હું તેને બતાવી દઉં કે એ શ્રાવક નથી. જે કપડાંને આપણે વેપાર કરીએ એની ઉત્પત્તિ ક્યાંથી છે? મેલમાં જ તેની ઉત્પત્તિ છે કે નહિ, તેની કાંજીમાં ચરબી છે કે નહિ એ વેપારીએ વિચારવું ઘટે. દામÉપટ લેવું તેને હરામ હેવું જોઈએ. એ શ્રાવકને ધર્મ નથી. એક પૈસો, બે પૈસા મજૂરી ચડાવે તે ઠીક, પણ આટલી બધી જંજાળ શી? આટલો પાખંડ શે? વ્યાજ તો એટલું બધું લેવાય છે કે સામો માણસ મરી જ જાય. હું જ્યાં જાઉં છું ત્યાં શ્રાવકો તેમ જ વૈષ્ણવ બને વાણિયાની સામે ફરિયાદ હોય છે. ઘણું ગોરાઓ મને મહેણું મારે છે કે તમારા જ લોકે કેટલું બધું વ્યાજ લે છે. આપણે નીચ વાણિયા મટીને ક્ષત્રિય થવું જોઈએ. વૈશ્ય ધર્મ એટલે મજૂરી બિલકુલ નહિ, હળ નહિ, શૌર્ય નહિ, વિવેક નહિ, Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનચાત્રા એમ નથી. ખરા વૈશ્ય તા પેાતાની ઉદારતામાં શૌય —ક્ષત્રિયપણું બતાવે, વેપારમાં વિવેક બતાવે, ને આપણાથી દારૂ ન વેચાય, માછલાં ન વેચાય, શુદ્ધ ખાદી જ વેચાય—-એ વિવેક બતાવીને બ્રાહ્મણધમ નું પણ પાલન કરે. ખીન્ન બધા આપણે માટે મજૂરી કરે ને આપણે પડ્યા પડ્યા વ્યાજ ખાઈએ તે આપણે પતિત થઈ એ. યજ્ઞ તરીકે પણ ઘેાડી મજૂરી આપણે દરરાજ કરી લેવી તે એ. પ્રધાનપણે તેા વ્યાપાર એ જ વાણિયાને ધર્મ રહે, પણ બન્ન ધર્માં પણ તેમનામાં હાવા તા બ્લેક એ જ. મારી સ્ત્રીના રક્ષણ સારું મારે જો કાબુલી કે પાછુ રાખવ! પડે તો તે કરતાં મારે—હું હિંદુ હાવા છતાં—મારી સ્ત્રી સાથે છૂટાછેડા જ કરી નાંખવા તે એ. પણ આજે ઘણા વાણિયાએ શું કરે છે? તેઓએ સિપાઈ એ. ભૈયાએ, પડાણા રાખ્યા છે. એ પણ ભલે રાખી મને તેની સંખ્યા નથી; પણ તમારાં બૈરાંકરાંનુ રક્ષણ કરવાની તાકાત ન હેાય તા તમે જઈ ને મજૂલીમાં બેસે!, ને ત્યાં રહીને તમારા ધર્મને દીપાવે. વાણિયાને ધમ જગતની રક્ષા સારુ નીકળી પડવાને નહિ રહે; જ્યારે જ્યાં દુ:ખી દેખશે ત્યાં ક્ષત્રિય તેનુ રક્ષણ કરવા પહોંચી જશે. રાયચંદભાઈના જીવનમાંથી મેટામાં મોટી વસ્તુ મેં એ જોઈ ક વિક વિણક તા રહે જ. અત્યારે તે વિક એ વિક જ રહ્યો નથી. ખરે। વિણક બનવા માટે મેટા પંડિત બનવાની કે ઝાઝાં થયાંની જરૂર નથી. જે મેલે! નહિ થાય, જે યનિયમ પાળતે હશે, જે અધર્મ અને અસત્યથી દૂર રહેતા હશે, જેના હૃદયમાં વ્યભિચારના પ સરખા નહિ હોય, જેના હૃદયમાં દયાધમ વસત્તા હશે તે ‘ કેવળી ’ બની શકે, તેને કેવળજ્ઞાન અપ્રાપ્ય નથી. તેથી હું કે તમે સંસ્કૃત ભણેા જ, ભગવતી સૂત્ર વાંચે! જ. એ સંબધે હું તટસ્થ છું. : ૧૨૦ તમને નથી કહેતા વાંચા કે ન વાંચા Page #134 -------------------------------------------------------------------------- ________________ દયા ધર્મ વઢવાણમાં જયંતી ઉજવાઈ તે વખતે જ રાજચંદ્ર પુસ્તકાલય બાલવું એ સંકલ્પ કર્યો હતો. મકાન બાંધવાની તે વખતે વાત થઈ હતી તે બાબતમાં મેં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. મેં કહ્યું હતું કે મકાન હશે. પણ તેમાં આત્મા નહિ હોય તો મકાન તે એક ઈટવું છે. આજે હવે ત્રણ વરસનો સંકલ્પ કળે છે. બધા સંજોગો ભેગા થયા છે. આજે જિનવિજ્યજી જેવા લાયક પુરથ મળી ગયા છે. પુરાતત્વમંદિરનું પુસ્તકાલય પણ જોડાઈ ગયું છે. તેને લાભ ? કઈ ત્યાં જવાની તસ્દી લેશે તેને છૂટથી મળશે. જે તમે સાંભળ્યું તે સાથે લઈ જજે ને જીવનમાં ઉતારજે. ટીકાયોગ્ય લાગે તેટલું તુરત ત્યાગી દેજે, પણ ગ્રાહ્ય લાગ્યું હોય, જે તમારા કર્ણને, હદયને, પ્રિય લાગ્યું હોય–તેને તો આજથી જ અમલ શરૂ કરી દેજે. ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ર એ જયતીએ [સ. ૧૯૭૬ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણ સઁપમાં આચાય આનંદશ’કર ધ્રુવના પ્રમુખપણા નીચે ગાંધીજીએ આપેલુ વ્યાખ્યાન. કમિટી તરફથી પ્રસિદ્ધ થયેલા અહેવાલમાંથી. ---સપાદક ] ૧ મરદ્મ શ્રીમદ્ રાજચંદ્રના શિક્ષણના એક સચેટ દાખલા આજે અમને મળ્યું. શ્રીમદ્ જે વૈરાગ્ય અને સંસારની અસારતા માટે પુનઃ પુનઃ મેધ કરતા તે વૈરાગ્ય કેટલેા મહત્ત્વને છે તે આજે એક અકસ્માત ઉપરથી અહુ સારી રીતે જણાઈ આવે છે. પી. એ. કંપનીની મેટી સ્ટીમર અરેબિયા ’ સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયાના ગમગીની ભરેલા સમાચાર આજે છાપામાં વાંચવામાં આવ્યા છે. એ સ્ટીમરમાં હિંદના એક રત્ન રતન તાતા તથા મિ. જીવરાજ મહેતા જેવા સમર્થ પુરુષા હતા. તે પુરુષાતા કંઇ પત્તો હજુ સુધી મળ્યા નથી. આખું ભારતવર્ષ તેમની ચિંતાથી આજે ગમગીન થયું છે. જે પુરુષે! ગુમ થયા છે તેમનાં કુટુ એમાં કેવળ દિલગીરી વ્યાપી હશે, તેને! આપણે ખ્યાલ કરી શકતા નથી. શ્રીમદે પેાતાનુ જીવન પરમ વૈરાગ્યમય ગાળ્યુ હતુ. અને એ જ જીવન યથાર્થ જીવન હતું એવે આજની આકસ્મિક ઘટના ઉપરથી આપણને નિશ્ચય થાય છે. ર 6 Page #136 -------------------------------------------------------------------------- ________________ એ જયંતીએ આ સભામાં હું આજે બે પ્રકારના માણસે જોઉં છું. એક વર્ગ એવો છે કે જે શ્રીમદ્ રાજચંદ્રના પ્રત્યે પૂજ્યભાવથી જુએ છે અને બીજો વર્ગ એવો છે કે જે માત્ર તમાશગીર રૂપે આવેલો છે. આ યંતીની ફતેહનો મૂળ આધાર પ્રથમ વર્ગ ઉપર રહેલો છે. એમ મારે કહી દેવું જોઈએ. શ્રીમદ્ પ્રત્યે જેઓ પૂજ્યભાવ ધરાવતા હોય તેમણે પૂજ્યશ્રીના વિચારેનું અનુકરણ કરી એ ભાવે વર્તનમાં બતાવી આપવો જોઈએ. દવાનું ચિંતવન માત્ર કરવાથી રોગ કદાપિ દૂર થતો નથી. શિવજીભાઈએ જે એમ કહ્યું કે દક્ષિણમાં ભક્તિભાવ વધારે છે અને ગુજરાતમાં ઓછે છે એમ હું માનતો નથી. ગુજરાત પણ જેમ જેમ વર્ષો વીતતાં જશે તેમ તેમ પિતાને ભક્તિભાવ દર્શાવતું જશે. પરંતુ તેને મુખ્ય આધાર શ્રીમદના અનુયાયીઓ ઉપર છે, એ વાતનું વિસ્મરણ થવું જોઈતું નથી. અનુયાયીઓ જે પિતાનું સારું વર્તન બતાવી આપશે તો સમાજ ઉપર તેની બહુ સચોટ અસર થશે. ભગવાન હમેશાં પુરુષાર્થ કરનારને સહાય આપે છે. બાકી પુરુષાર્થ વિના માત્ર રામરામ કરનારાઓ તે ઊલટા બાયેલા અને નિઃસવ થઈ જાય છે. શ્રીમદના ગ્રંથો વાંચી બેસી રહેવું એમાં જ સંપૂર્ણ કર્તવ્ય પૂરું થયું એમ માની લેવાનું નથી. ધર્મને આધાર આચાર ઉપર છે. તમે જે તમારે આચાર સુધારશે તે સમાજને સુધારી શકશે. મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. મારે શ્રીમદના અનુયાયીઓને આ પ્રસંગે કહેવું જોઈએ કે તમારા ઉપર શ્રીમદના નામનો આધાર છે. તમારે મૂળ પુરુષના આચારવિચારોનું નિર્દોષ અનુકરણ કરવું જોઈએ. જે એમ નહિ થાય તો આવી જયંતીઓમાં ઢંગનાં તો દાખલ થશે. આ ઢેગને જેમ બને તેમ દૂર રાખવાનો પ્રયત્ન કરશે. તમારામાં જે યથાર્થ ભક્તિભાવ, હશે તો તમાશગીરે અહીંથી ભક્તિને ચેપ લઈ જશે. ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જયંતીની ફતેહને મૂળ આધાર ભક્તો ઉપર છે. અને ભક્તોએ બહુ ઉજવળ ચારિત્ર બતાવી આપવું જોઈએ એ જ મારી નમ્રતાપૂર્વક વિનંતી છે. [ કચ્છની મુસાફરી દરમ્યાન માંડવીમાં સં. ૧૯૮૨ના કારતક સુદ ૧૫ને દિવસે આપેલું વ્યાખ્યાન, “નવજીવન,” તા. ૯-૧૧-૨૫માં પ્રસિદ્ધ થયેલી નોંધમાંથી. –સચાહક ] શ્રાવક છતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા મેક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં, ધનપ્રાપ્તિની શક્તિ છતા, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છેડી ઈશ્વરપ્રાપ્તિનાં સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમોત્તમ દિવ્ય દર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીર્તન કરવાનો અમૂલ્ય લાભ મળે એ કેવું ભાગ્ય ! સાહસ તે કોણ કરે, અને શા સારુ કરે? સાહસ વ્યભિચાર માટે ય થાય, સ્ત્રીને માટે ય થાય, ધનને માટે ય થાય. પણ એ તો કુવામાં પડવાના સાહસ બરાબર છે. સાહસ તે તરી જવાને માટે કરવાનું છે. પુરુષાર્થ તો આત્મદર્શનને માટે હોય. વેપાર તો એવા ખેડીએ કે જેમાં કોઈનો અપરાધ ન કરીએ, જેમાં કોઈની કેડી લેવાપણું ન હોય. મારી સાથે બેસનારા, પેલે જ દિવસે જેમની સાથે હું વાત કરતો હતો તેવા કરીડાધિપતિઓના “ સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ ' ના હાલ થયા છે. ત્યારે જે વસ્તુ ક્ષણિક છે તેના ઉપર આટલા વ્યવસાય શા, ઢેગ શા, ચાળા શા? સાહસ તે પરમામાને મહિમા જોવામાં અને ગાવામાં કરવું. પરમાત્માની લીલા નિહાળવામાં દીવાન બનવું એ સાચું સાહસ. આ આકાશમાં ચમકતા અનેક તારાઓ કેને પ્રકાશ વિસ્તારે છે ? ૧૨૪ . Page #138 -------------------------------------------------------------------------- ________________ એ જયંતીએ એની શેાધમાં તે શેાધમાં જન્મારા ચાલ્યા જાય તે સાક છે. શ્રીમદ્ રાજચંદ્રે મરણકાળે અસહ્ય દુઃખ ભાગવ્યું, પણ તેમને તે દુઃખના વિચાર નહેાતા, તેમને તે! તે વેળા શ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. આજે મારી જિંદગીમાં વિનય સાથે કડવી વાતા સભળાવવાના મારે પ્રસંગ આવ્યેા છે ત્યારે એવા શ્રીમદ્ રાજચંદ્રનું સ્મરણ કરીને તેમની અહિંસાની સ્તુતિ કરીને, હું સદ્ભાગી બનું છું. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કાઈ ના પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યના રાખીએ; ચાવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારા દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તે ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા. તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તે! જીવનનુ સાક છે. ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયચંદભાઈ [ સં. ૧૯૯૨ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે શ્રી રાજચંદ્રજયંતી નિમિત્તે વધામાં સાંજની પ્રાર્થના પછી પૂ. ગાંધીજીએ કરેલું પ્રવચન ]. આપણું પૂજ્ય પુરુષોની સ્મરણતિથિ ઊજવવાનું મને યાદ નથી રહેતું; મને એમાં ખાસ ઉત્સાહ પણ નથી આવતું. પરંતુ તેને અર્થ એ નથી કે, એમના પ્રત્યે મારામાં ભક્તિભાવ નથી અથવા ઓછા છે. એમના પ્રત્યેના ભક્તિભાવને કૃતિ દ્વારા પ્રદર્શિત કરવાને હુ સતત મથું છું, અને એનાથી મને સંતોષ રહે છે. આજ રાચંદ્રની જયંતી છે; એનું સ્મરણ મને મગનભાઈએ કરાવ્યું. તે નિમિત્ત હું કાંઈક કહેવા ના કહું એ ઠીક ન લાગ્યું. રાયચંદભાઈ સાથે મારો પરિચય ખૂબ પુરાણ કહેવાય. ઈ. સ. ૧૮૯૧માં વિલાયતથી ઘેર પાછા આવ્યો, તે જ દિવસે એમને પરિચય મને સાંપડ્યો. ડૉ. મહેતા, જેમની જોડે ઇગ્લેંડથી મારી મૈત્રી થયેલી, એમના એ બનેવી થાય. એમણે જ મને એમની ઓળખાણું કરાવી. અને ત્યારથી જે સંબંધ બંધાયો, તે એમના દેહાંત સુધી રહ્યો. તે ફાલીલી ખૂબ ગાઢ થતો ગયેલો. ધીમે ધીમે એમના પ્રત્યે મારે ભક્તિભાવ બંધાય. એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધી પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. ૧૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયચંદભાઈ પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી છેડા જ બની શકે છે ! ગુરુ તો સહજ પ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા મને હંમેશા રહેલી છે. અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણું પ્રશ્નો વિષે મનમાં શંકા રહેતી. આજ હું ધર્મ વિષે શંકિત છું એમ ન કહેવાય. પણ તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા (જે કે ઇંગ્લંડમાં મેં અંગ્રેજી તરજુમે વાંચેલો) વગેરે વિષે મને થોડું જ્ઞાન હતું. માતાપિતા પાસેથી હું સહેજે પામ્યો હતો એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિષે બહુ જાણ્યું હેય એમ નહોતું. પણ મને ધર્મ વિષે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈનો સમાગમ મને ગમે, ને તેમનાં વચનની અસર મારી ઉપર પડી. આવી દશામાં મારે અને રાયચંદભાઈને પરિચય થયો અને એ મને લાભપ્રદ નીવડ્યો છે. મારી ઉપર ટોલ્સ્ટોયની અસર અવશ્ય પડી. તે તેમનાં લખાણો દ્વારા, પણ અહીં તો મને જીવંત મૂતિનો પરિચય, અને તે ઉપર કહ્યા એવા સંજોગોમાં મળ્યું એ વિશેષતા હતી. તે વેળા એમની “મેક્ષમાળા' પ્રગટ થઈ હતી. ઉપરાંત તેમના બતે એમના પત્ર સંઘરતા, તે મને છૂટથી વાંચવા મળતા. એમના જીવનની કશી વાતો મારાથી અજ્ઞાત નહાતી, ન કોઈ મારાથી રાખતા. એવા પુણ્ય પુરુષના જીવનમાંથી આપણા જેવા પ્રાકૃત માણસ શે બોધ ગ્રહણ કરી શકે ? એવા પુરુષના જીવનને અભ્યાસ આપણે પ્રાકૃત જને કરવો હોય તો કેમ કરવો જોઈએ ––એ હું આજ થોડાકમાં બતાવી દઉં. એક વાત પ્રથમ કહેવાની છે. તે એ કે, જો આપણે આજના યુગના ગજથી રાયચંદભાઈનું જીવન માપવા જઈશું, તો આપણને ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની શનયાત્રા કદાચ એમ થશે કે, એ એવા હતા શું ? અહીં આગળ હું બાથ જીવનની વાત કહું છું. હિંદુસ્તાનમાં ભગવાં વસ્ત્ર અને તિલકાદિ ધારણ કરે એ સાધુ મનાય છે; બાહ્ય વેવથી પૂજ્ય કહેવાય છે. રાયચંદભાઈનું બાહ્ય રૂપ એ રીતે પૂજ્યતા આકર્ષે તેવું નહોતું. એ વેપારી હતા, અને વેપાર પણ વિદેશી વસ્ત્રોનો ને હીરામેતી કરતા. ' હીરામેતી પણ વિદેશ સાથેનો વેપાર થયે, કેમકે તેને અંગે પેરિસ સાથે ખૂબ સંબંધ રહેતો. આવી જાતનું જીવન આજ આપણને ઠીક નહીં લાગે. આપણને એમ થશે કે જીવનમાં દેશી ચીજોનો વાપર ને વેપાર તો સહેજે હોવો જોઈએ. રાયચંદભાઈને જીવનમાં એ નહતું. પણ એથી આપણને આઘાત ન પહોંચવો જોઈએ. દેહાંત થયેલા પુરુષોના જીવનનું માપ કાઢવા વર્તમાન યુગનો ગજ લઈએ તો નિરાશા મળે. એમનું સાચું માપ કાઢવા તો આપણે ત્યારની નીતિને ગજ લેવો જોઈએ. જેમકે, મહાભારત કે વાલ્મીકિના જમાનાને માટે આપણે કરીએ છીએ. તે જમાનાની બૂરાઈ તે આજ એ રૂપે ન હોય, અને ભલાઈ તે ભલાઈ પણ ન હોય. એટલે માપ કાઢતી વખતે જે વસ્તુઓમાં નિત્ય પરિવર્તન થતું રહે એવી હોય એને ખ્યાલ રાખવો જોઈએ. તેઓ સારી પેઠે સંવાદ કરતા. એમના ચિત્તની સરળતાને પ્રભાવ સાંભળનાર ઉપર પડતો, અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા. રાયચંદભાઈને ગૂઢ જ્ઞાન હતું. તેઓ સુશિક્ષિત એટલે કે ભારે ભણેલા હતા એમ ન કહેવાય. બાળપણથી જ લગભગ એમણે શાળાને અભ્યાસ છોડેલ. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની શક્તિ અજબ હતી. તે શતાવધાની હતા. કાંઈ પણ એક વાર વાંચે એટલે યાદ રહે એવી તીવ્ર સ્મરણશક્તિ હતી. વેપાર કરવા દુકાને બેસતા ત્યારે ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયચંદભાઈ એમની પેટી ઉપર હિસાબી ચેપડા વગેરે તો હોય. પરંતુ વધારે પ્રમાણમાં ત્યાં ધર્મગ્રંથે પડેલા જોવામાં આવતા. કામ પત્યું કે તે આ ધર્મગ્રંથે જોવામાં લાગતા અને એની સાથે એમની રોજનીશી રહેતી. એમાં તે દિવસે કામ કરતા તે કદાચ નહીં લખતા, પણ શા. વિચારો કર્યો તે ટપકાવતા. કોઈને મળ્યા ને જ્ઞાનગોષ્ટિ કરી તે લખતા, કઈ વાર કાવ્યો પણ એમાં જ લખતા, અને આની સાથોસાથ તે લાખોનો વેપાર કરતા. તેમાં લાભહાનિ પણ થતી હોય. પણ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તો ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં ઓતપ્રેત રહેતું. આમ હોવું એ નાનીસૂની વાત નથી. લાખોનો ધંધો કરનાર દુકાનના દફતરમાં ધર્મગ્રંથ રાખીને બેસે એની સાથે તે વળી વેપાર શ કરવો, એમ કેટલાકને થશે. પણ મેં તો એમને એ કરતા જોયા. છે. અને અત્યારે એની વાત કહું છું ત્યારે એ બધી મારી સામે પ્રત્યક્ષ ઊભી રહે છે. એને વિષે હું કહું છું તે બહુ સહેલાઈથી; પણ એમ કરવાની શક્તિ એક ભારે વાત છે. આમ ધર્મના વિચારમાં નિમમ રહેતા છતાં એમની વેપારશક્તિ જેવી તેવી નહતી. જે કામ લે તેમાં નિપુણતા બતાવી શકતા હતા. એમની વાચાને પ્રવાહ બહુ ચાલતો; પણ તે વિતંડાવાદ નહીં કરતા. દલીલથી કોઈને માત કરવામાં તે રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયો હોય ત્યારે, હું બહુ જાણનારો છું એવા અભિમાનથી, તે એને અનાદર નહિ કરતા સૌને સરખા ભાવથી મળતા. ધૂર્ત લોક પણ ધર્મને નામે એમને મળતા અને બહુ નહિ તેય થોડું લૂંટી શકતા, એ મારે કહેવું જોઈએ. પણ આપણે એમના જીવનમાંથી એ શીખીએ કે, મોટાની ખુશામત ને છેટાને તિરસ્કાર, એવી જાતને એમને વ્યવહાર નહોતે. સંસાર સાથે સમાન સરળભાવથી રહેતા. લોકે જેડે બેસી ગંદી, નકામી કે નિંદાની વાતો કરતાં મેં તેમને કદી ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નથી જોયા. એમને મળવા જનારથી વેપાર કે ધર્મની વાતથી ત્રીજા પ્રકારની વાત નહીં થઈ શકતી. આવી જાતનું વર્તન એમને સ્વભાવસિદ્ધ હતું. જે એમને સ્વભાવસિદ્ધ હતું તે આપણે બધા પ્રયત્ન કરીને સાધી શકીએ. આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા ને આચરતા. અને અહિંસા તો, તે નિ હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકત સમજ જૈનમાં છે--કે નાનાં જીવજંતુ ન મારવાં વગેરે–એટલેથી જ એમની અહિસા સમાપ્ત નહતી થતી. એમને તો મનુષ્યને કોઈ દુઃખ થાય તે થી પણ દુઃખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારસ્થી વિરક્તિ આવી જતી. વિરક્તિને ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદોમાં આ વૈરાગ્યભાવ દેખાય છે. અને તે ઉમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ સહેલી હતી, જો કે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ અંત સુધી એમની પાસે રહ્યાં હતાં. પણ વૃત્તિથી તે વૈરાગી હતા. એમના જીવનમાંથી ચાર ચાજે શીખી શકીએઃ (1) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એકસરખી ત્તિથી વ્યવહાર, (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન. મરણ પૂર્વે થોડાક અગાઉના પત્રા મેં જોયા છે. આ વસ્તુઓ તમાં પણ મેં ભાળી છે. એ વસ્તુઓ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ તો આપણે એમની પુણ્યતિથિ ઠીક ઉજવી એમ કહેવાય. ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રિીમદ્ રાજચંદ્ર [ સં. ૧૯૭૩ની કર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણુ કંપમાં આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પ્રમુખપદેથી આપેલું ભાષણ. કમિટી તસ્કથી પ્રસિદ્ધ થયેલા અહેવાલમાંથી. --સંપાદક ) રાજપ્રજાઉભયમાન્ય દેશભક્ત તપાવીર ગાંધીજી તથા બંધુઓ, આજે મને પ્રમુખપદ આપવા માટે હું આપનો સર્વને ઉપકાર માનું છું. મારી ગ્યતા તમે જેટલી કહી તેટલી હું માનતો નથી. તો પણ એક રીત હું મારી યોગ્યતા સ્વીકારું છું. અને તે એ જ કે જે આત્મા શ્રીમદ્ રાજચંદ્રમાં હતો (?) તે દેહમાં જે અભેદ ભાવના હતી તેવી ભાવના મારા વિદ્યાર્થીઓ પ્રત્યેના સંબંધમાં અને સર્વ ધર્મના સંબંધમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. જૈન અને બ્રાહ્મણ એવા જે ભેદ પાડવામાં આવ્યા છે તે નિરર્થક અને નિકારણ હોય એમ હું માનતો નથી. કેટલાક જૈને, બ્રાહ્મણ અને બૌદ્ધોને એકાકાર કરવાને વૃથા પ્રયત્ન કરે છે. પરંતુ જે જુદા જુદા ધર્મનું પૃથફત્વ સમજી, પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા લક્ષમાં લઈ અમુક દષ્ટિબિંદુથી વિવિધ ધર્મોની એક્તા સાધવામાં આવે તે જ તે એકતા કંઈક સાર્થક થાય. બાકી ધર્મના ખાખાની એક્તા સાધવા પાછળ મહેનત કરવી એમાં કંઈ ફળ નથી. ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચન્દ્રની જીવનયાત્રા શ્રીમદ્ રાજચંદ્ર વેદાંત તરફ વળેલા હતા એમ તેમના પત્રા વાંચવાથી કાઈ કાઈ ને લાગે છે. પણ જૈનધર્મ તરફ તેમણે વધારે મહત્ત્વ મૂકયું હતું. અને દનાની સરખામણી કરવામાં તેમને ચોક્કસ પ્રકારની મુશ્કેલીઓ જણાઈ હતી. આ વાત તેમની અગત નોંધ પરથી સ્પષ્ટ થઈ આવે છે. તેનું કારણ એ છે કે જે વાત સામાન્ય જનને બહુ સાદી લાગતી હોય છે તે જ વાત વિચારવાનેને બહુ મુશ્કેલ જણાય છે. શ્રીમદ્ ાતે પોતાની પ્રતિભા વડે પેાતાની મુશ્કેલી જોઈ શકળ્યા હતા. તેમણે પોતાના ધર્મોમાં સ્થિર રહી અન્ય ધર્મોનાં ખરાં તત્ત્વ શેાધી કાઢ્યાં છે. એક બ્રાહ્મણ જૈનના મંડળમાં અને એક જૈન બ્રાહ્મણના મંડળમાં ભાગ લે તે ભારતવર્ષનુ સુંદર ભવિષ્ય સાધવા માટે હુ આવશ્યક છે. હું અને પ્રમુખસ્થાન લેવાને લલચાયા છું તેનું પણ કારણ એ છે કે ક્ષુદ્ર મતાગ્રહે! દૂર થાય. આપણા વસ્તીપત્રકમાં હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈન એવા ભેદે પાડવામાં આવ્યા છે. પણ એ ભેદે અવાસ્તવિક છે. સવ એક જ ધર્મની શાખાઓ છે. શાખા કહેતાં પણ મને સ કાચ થાય છે. કારણ કે શાખા શાખામાં પણ ભેદ તે અવસ્ય હેાય છે જ. ધમાં તેવું પણ નથી. હું એક દાખલાથી આ વાત વધારે સ્પષ્ટ કરીશ.. જીવા જુદા જુદા ધર્મોમાં રહેવા છતાં વસ્તુતઃ એક છે; તેવી જ રીતે ધર્મના ભેદેશમાં બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલે ભેદ જણાય તે પણ તેની અદર જે સનાતન સત્ય રહેલુ છે તે એક જ છે. આ સનાતન સત્ય કર્યું? વૈરાગ્ય, ભૂતદયા ઇત્યાદિ. આ સર્વ સત્યા સનાતન છે. જૈન બૌદ્ધુ અને વેદ એ વસ્તુતઃ જુદા નહેાતા અને જુદા છે પણ નહિ. આપણે ગંગાના કિનારા ઉપર ઊભા હાઈ એ અને કાઈ એક ભેખડમાંથી ગંગાના પ્રવાહ વહેતા હેાય તે આપણે એટલું કહી શકીએ કે ગંગાને પ્રવાહ વહે છે; પણ ક્યાંથી વહે છે તે કહી શકીએ નહિ. ગંગાના પ્રવાહ બહુ દૂર પ ત વહેતા હેાય તે ઉપરથી આપણે કહી શકીએ કે ગંગાને પ્રવાહ સમુદ્રમાં મળી જાય છે. જો કે આપણે તે ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચદ્ર પ્રત્યક્ષ જોઈ શકતા નથી. તે જ પ્રમાણે આપણા ધર્મની પણ સ્થિતિ છે. આપણને એમ કહેવામાં આવે છે કે આ ધર્મ બહુ જૂના કાળને છે, પણ તેની તારીખ મુકરર થઈ શકતી નથી. પુરાતનતા એ આપણી મહત્તા છે. ગ્રીસ, મિસર, બાબીલેનિયા વગેરે પણ પુરાતન થઈ ગયા છે. એ પુરાતનતા આજે પ્રાયઃ વિલુપ્ત થઈ ગઈ છે. આટલું છતાં આપણા ભવ્ય ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર જેવા સમ પુરુષાના પ્રતાપે હજી પણ ટકી રહ્યો છે. આપણે અત્યારે સંપથી રહેવાનુ છે, ધર્મોના ભેદાપભેદેશને આગળ લાવી કલેશ કરવા એ મૂળ ધર્મને હાનિ કરવા સમાન છે. જૈનાએ બ્રાહ્મણેાની સાથે, બ્રાહ્મણાએ જૈનેાની સાથે મળવું એ જ ખસ નથી. પણ ભારતવર્ષનું ઐતિહાસિક સત્ય જ એ છે એમ કહું તેા પણ અયે।ગ્ય નથી. ઘેાડાં વર્ષોં ઉપર જૈન અને બ્રાહ્મણુ લેખકાએ એકબીજાના ધનાં ખ'ડના કરવાના પ્રયત્ન કર્યાં છે. પણ કેાઈથી સનાતન તત્ત્વનુ ખંડન થઈ શકયું નથી. આપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈ એ તા વેદ પુસ્તક એ પુરાતન છે. એ વેદમાં જોવાથી જણાય છે કે વેદ પહેલાં પણ આપણા સનાતન ધર્મ પ્રવર્તતા હતા. જૈન ગ્રંથા પણ એ જ સત્યની સાક્ષી પૂરે છે. વેદ એ બ્રાહ્મણાએ ઉપજાવેલ નથી. વેદના સમયમાં પણ જૈનેાનુ અહિંસા તત્ત્વ તે! હતું જ. ઋગ્વેદ સહિતાના અભ્યાસીએ જોઈ શકશે કે દેવ વગેરેને જે પદાર્થો અ વામાં આવતા તે વિશેષ ભાગે દૂધ અને ઘી વગેરેના જ આપવામાં આવતા. વેદયુગમાં પણ પહિંસા સાČત્રિક નહેાતી. તે કે તે વખતે હિંસા થતી જ નહોતી એમ હું માનતા કે કહેતા નથી. હાલ જેમ સત્ત્વ, રજો અને તમેગુણી પુરુષ છે તેમ તે સમયે પણ હશે અને તેથી તેઓ પેાતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ધર્મો પાળતા હશે. ઐતરેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ પુરુષમેધ હતા. ત્યાર બાદ મેષ, અશ્વમેધ અને અજામેધ થવા લાગ્યા. ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્મો શુદ્ધ થતા ગયા. મહાવીર સ્વામીના સમયમાં પણ એવી જ ચાળવણી થતી હતી એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા વિજય અને જયેના સંવાદ ઉપરથી જણાઈ આવે છે. એ સંવાદમાં થનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદનું ખરું કર્તવ્ય અગ્નિહોત્ર છે. અગ્નિહોંત્રનું તત્વ પણ આત્મબલિદાન છે. આ તત્તવને કાશ્યપ ધર્મ અથવા ભદેવનો ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણ પણ અહિંસાધર્મવિશિષ્ટ આપ્યાં છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ બ્રાહ્મણોનાં એવાં જ લક્ષણો આપ્યાં છે. ગૌતમબુદ્ધના સમયમાં બ્રાહ્મણનું જીવન બહુ જુદી જ જાતનું હતું. બ્રાહ્મણના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે બહુ પાછળથી પ્રવેશી હતી અને જેનાએ તે ખામીઓ સુધારવા પ્રયત્ન કર્યો હતો. જેનાએ બ્રાહ્મણોની ખામી સુધારવામાં પોતાની ફરજ બજાવી છે. જે જેનોએ એ ખામી વધારવાનું કાર્ય હાથમાં ન લીધું હોત તો બ્રાહ્મણને પિતાને તે કામ હાથ ધરવું પડ્યું હતું. મહાવીર હમેશાં જૂના ધર્મને સનાતન સત્યને અનુસર્યા છે. તેઓ કોઈ વાર કોઈ સત્યથી જુદા પડ્યા જ નથી. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સનાતન સત્યો કહેવાય છે તે મહાવીરને, બુદ્ધને અને વેદને પણ માન્ય હતાં. આ, પ્રમાણે સર્વત્ર એકતા જ જણાય છે. પ્રાચીન ગ્રંથે એ વાતની કાકા સાક્ષી આપી રહ્યા છે કે એ કાળે બહુ ભેદભાવ નહોતો. જૈન અને બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા પણ બહુ જાણવા જેવી છે. જૈનને અર્થ વૃત્તિને છતનાર એ કરવામાં આવે છે. બ્રાહ્મણને ખરે અર્થ એ છે કે (બહુ = વધવું એ ધાતુ ઉપરથી) પરમાત્માની વિશાળતાને સર્વત્ર અનુભવનાર. પરમાત્માની સર્વવ્યાપક્તા અને વિશાળતા જેણે અનુભવી હોય તેણે વૃત્તિઓનો જય કરી સૌથી પ્રથમ જિન બનવું જ જોઈએ. જૈન થયા વિના બ્રાહ્મણ થવાનું નથી અને જૈન થાય તેનાથી બ્રાહ્મણ થયા વિના રહેવાતું નથી. ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર વસ્તુતઃ વૃત્તિને જય અને આત્માની વિશાળતા એ એક જ સ્થિતિનાં બે નામ છે. આવી રીતે આપણે પ્રત્યેક ઐતિહાસિક સત્ય ઓળખવું જોઈએ. અને તે માટે પ્રાચીન ગ્રંથો જેવા એ જ મારી સલાડ છે. મહાવીર સ્વામી ઈ. સ. પૂર્વે ૬૨માં થયા. કૃષ્ણ તેમની પહેલાં થયાં કે પછી, એ પ્રશ્નને આપણે જવા દઈશું. પણ ગીતા તો મહાવીરના સમયમાં કિયા ગૌતમબુદ્ધના સમયમાં લખાયેલી છે. ગીતા પ્રત્યે હિંદુમાત્રને જે શ્રદ્ધા છે. તેનું કારણ એ જ છે કે તેમાં એક મહાન પ્રશ્નનું બહુ સુંદર રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે. ગીતાને મહાન પ્રશ્ન આ છે: “જ્ઞાન, કર્મ અને ભક્તિને સમન્વય કેમ કરો ?” આ પ્રશ્નના સ્વરૂપ ઉપરથી જ એટલું તે ખુલ્લું જણાઈ આવે છે કે ગીતાના સમય પહેલાં અનેક મતમતાંતરો ઉત્પન્ન થયા હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ ભાવનાએ એક જ આત્માની છે. આત્મા એ કેવળ લાગણીરૂપ નથી. તેમ જ ઈચ્છારૂપ કે પ્રયત્નરૂપ પણ નથી. એ ત્રણેની સમગ્રતા એ જ આત્મા. એટલા માટે આત્માનો ઉદ્ધાર સમગ્ર આત્માથી જ થવો જોઈએ. ગૌતમબુદ્ધને મહાન પ્રશ્ન એ લાગે કે સ્વાર્થવૃત્તિને લીધે ધર્મમાં જ દૂષણ આવે છે, એ દૂષણ દૂર કેમ કરવું ? તેમને વિચાર કરતાં જણાયું કે આત્મવાદ એ જ સર્વ દુરાચારનું મૂળ છે. વસ્તુતઃ ગૌતમે આત્માનું ખંડન કર્યું નથી, પણ આત્મવાદનું ખંડન કર્યું છે. એટલે અહંવાદ ઉપર જ તેમને આક્ષેપ હતા. ગૌતમને એમ જ લાગેલું કે સ્વર્ગ અને દેવલોકની પ્રાપ્તિને અર્થે લોકો અનેક પ્રકારની હિંસા અને અયોગ્ય પ્રવૃત્તિઓ આદરે છે. પણ જે તેના મૂળરૂપ આત્મા જ લઈ લેવામાં આવે તો એ હિંસા અને દુરાચાર પિતાની મેળે જ દૂર થઈ જાય. એટલા જ માટે તેમને ક્ષણિકવાદી કહેવામાં આવે છે. વળી બૌદ્ધોને માધ્યમિક પણ કહેવામાં આવે છે. ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા વિજ્ઞાનમાં સત-અસત વચ્ચે મધ્યમ માર્ગ લેનાર બૌદ્ધ શાખા ઉત્પન્ન થઈ એ ખરું પણ તે ઉપરાંત ગૌતમબુદ્ધ પિતે માધ્યમિક એટલા માટે કે તેમણે વચલો માર્ગ પસંદ કર્યો હતે. ગૌતમ એક રાજકુમાર હતા. રાજકુમારના પદે રહેવાથી તેમને શાંતિ થઈ નહિ, તેમ જ કઠોર તપ કરવાથી પણ તેમને લાગ્યું કે તપમાં પણ શાંતિ નથી. શાંતિ અને કલ્યાણ મધ્યમ માર્ગમાં જ રહેલું છે એવી તેમને ખાતરી થઈ અને તેથી તેમણે તપ અને કામભોગ વચ્ચેનો માધ્યમિક માર્ગ ઉપદે. બુદ્ધદેવે વૈરાગ્ય આણવા માટે ક્ષણભંગુરવાદ પ્રરૂ. આમ કરવાનો તેમનો ઉદેશ લોકોની હાંધતા દૂર કરવાનો હતો. પણ એ ક્ષણિકવાદનો બેટો અર્થ કરવામાં આવ્યું. વિશ્વ, સુખ– દુઃખ, હર્ષ–શોક, વગેરે ક્ષણભંગુર છે એ વાત સહુ કોઈને માન્ય છે. મહાવીરસ્વામીએ વૈરાગ્ય ઉપરાંત તપને વિશેષ મહત્વ આપ્યું. વિલિયમ જેમ્સ એલન નામનો એક બહુ વિદ્વાન ગ્રંથકાર તપની મહત્તાનું વર્ણન કરતાં એક સ્થળે લખે છે કેઃ “વૈરાગ્યની ભાવના અને દેહદમનથી ભલે જ્ઞાન કે કલ્યાણ પ્રાપ્ત ન થતું હોય, તો પણ દમનની ખાતર પણ તે ઉપગી છે. દાખલા તરીકે વીમા કંપનીમાં જે ઘેટું નાણું ભર્યા કરો તો છેવટે તે નાણું ઉપાગી થયા વગર રહે નહિ.' તેવી જ રીતે દેહદમન અર્થે થતું તપ પણ આત્મામાં એવું બળ ઉપજાવે છે કે ક્રમે ક્રમે એ આત્મા જિનપદ પામવાને યોગ્ય થયા વિના ન રહે. મહાવીરનો એક મોટો સિદ્ધાંત સ્યાદ્વાદનો છે. જો કે એ સિદ્ધાંત મહાવીરસ્વામીના પિતાના વખતમાં હશે કે નહિ એની શંકા છે. મને લાગે છે કે બૌદ્ધ ગ્રંથ ઉપરથી પાછળથી એ સિદ્ધાંત ઉપજાવવાની કદાચ જરૂર જણાઈ હેય. સ્યાદ્વાદનો સિદ્ધાંત બહુ ઉપયોગી છે. કારણ કે તે એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણે આગળ રજૂ કરે છે. શંકરાચાર્ય સ્યાદ્વાદનું રહસ્ય તપાસ્યા વગર સ્યાદ્વાદ ઉપર આક્ષેપ કર્યો છે. પણ તે યથાર્થ નથી. જો કે શ્રીશંકરાચાર્યના સમયમાં એ ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સ્યાદ્વાદ જેવી રીતે સમજાવવામાં આવતો હતો તે જોતાં એ આક્ષેપ ખરો પણ હેય. છતાં એટલું તો ચોક્કસ છે કે વિવિધ દષ્ટિબિંદુથી નીરખ્યા સિવાય એક સમગ્ર વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી. અને એટલા માટે આધાર ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં કેટલાક કહે છે તે સંશયવાદ હોય એમ હું માનતો નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી. સ્યાદ્વાદ એક મહાન દષ્ટિબિંદુ આપણને પૂરું પાડે છે. વિશ્વને કેવી રીતે જોવું એ આપણને જોતાં શીખવે છે. - જૈનધર્મમાં ગૃહસ્થધર્મ અને સાધુધર્મ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. એ ભેદોમાં એક મોટી ખૂબી સમાયેલી છે. સાધુઓને મહાવ્રત પાળવાનાં હોય છે અને ગૃહસ્થોને અણુવ્રત પાળવાનાં હોય છે. પણ એ ઉપરથી ગૃહસ્થોએ એમ માની લેવાનું નથી કે અમને અમુક પાપકર્મો કરવાની ગૃહસ્થ ધર્મ છૂટ આપે છે. ગૃહસ્થધર્મ ગૃહસ્થને એમ કહે છે કે તમે અમુક પ્રકારની અનિવાર્ય હિંસાથી વિશેષ હિંસા કરશે નહિ. તમે સહેજ અહિંસાધર્મ પાળશે કિવા સહેજ સદાચાર પાળશે તો પણ તેને ઘણા ધર્મ માની લેવામાં આવશે. મતલબ કે અણુવ્રતનું પાલન કરતાં શ્રાવકે એ વાત તે બિલકુલ ભૂલી જવી જોઈતી નથી કે તેને મહાવ્રતની સમીપમાં પહોંચવાનું છે. વ્યાપારમાં જો કે કેટલેક પ્રસંગે મૃષાવાદ બોલ્યા વિના ન જ ચાલે એમ માની લેવામાં આવે છે, અને કેટલાક ધંધામાં એ દોષો સ્વાભાવિકપણે જ રહેલા હોય છે. પરંતુ ધંધાદારીઓ જે ધારે તો એ ધંધામાં પણ પોતાનું ઉજવળ ચારિત્ર્ય ખીલવી શકે. આપણે મનમાં લઈએ તો ધંધાના સ્વાભાવિક છે પણ દૂર કરી શકીએ. [ છેવટે તેમણે તે દિવસના સમારંભનો ઉપસંહાર કરતાં - જણાવ્યું:] મરહૂમ રાજચંદ્રનું જીવન એક યથાર્થ મહાત્માનું જીવન હતું. તેમના જીવન ઉપર આપણે ખાસ લક્ષ રાખવું જોઈએ. આજકાલ ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા ભણેલાઓમાં એવી ઘેલછા ચાલી છે કે દરેક મેટા લેખકના ગ્રંથ આપણે વાંચી લેવા જ જોઈએ. ખૂબ વાંચવું, ખૂબ લખવું અને ખૂબ છપાવવું એવો રંગ આજકાલ ફાટી નીકળ્યો છે. પણ હું તને વાજબી માનતા નથી. પૂર્વકાળે માત્ર એક બે ગ્રંથનાં વાચન અને મનનથી જે ફળ મળતું તે આજે સેંકડે અને હજારે ગ્રંથને વાચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથમાં વિવિધ આદર્શો આપણે પ્રત્યક્ષ કરીએ છીએ અને એ આદર્શોની છાપ આપણું અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકતી નથી. દરેક ગ્રંથની અમુક એક બાજુ હોય છે. આવી અનેક બાજુઓનું પ્રતિબિંબ આપણે આપણું જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાનોમાં અનેકેને એક ચોક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હદયભાવ હેય છે. તેઓ પિતાના આખા જીવન દરમ્યાન એ એક જ આદર્શને કેળવવા મથે છે. આથી તેમને ઘણે લાભ મળે છે. આપણે એ વિષયનું અનુકરણ કરવું જોઈએ અને બની શકે તો એક જ મહાપુરુષના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદિધ્યાસન કરવાના પ્રયત્ન કરવો જોઈએ. હું જે કે કોઈ ખાસ પ્રકારનો મહાગ્રહ ધરાવતો નથી, તે પણ મધુકરભાવે જે કંઈ ગ્રહણ કરવામાં આવે તેને હું વાજબી માનતો નથી. ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી મારે કહેવું જોઈએ કે શ્રીમદ્રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તો તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણું વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મને વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતિ કરી મારું બોલવું સમાપ્ત ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ રાજચંદ્ર જયંતી [ સં. ૧૮૮૮ની કાર્તિકી પૂર્ણિમાએ શ્રી. કાકાસાહેબ કાલેલકર અમદાવાદમાં આપેલું વ્યાખ્યાન. ‘નવજીવન’ ૨૮-૧૧-૩૧માંથી. –સંપાદક | આજે આપણે એક નાની અને તપસ્વી પુરુષની જયંતી ઊજવવા ભેગા થયા છીએ. શ્રીમદ્ રાજચંદ્રને સમય એટલે આપણે જ સમય. એ જીવતા હોત તો આજે ૪ વરસના હેત. માણસની સામાન્ય આવરદાને વિચાર કરતાં જેમને આજે પ્રત્યક્ષ જીવતા જેવાને આપણે અધિકાર હતો, તેમને દેહ છોડ્યાને ૩૩ વરસ થયાની નોંધ આપણે લેવી પડે છે. એ આપણા દેશની દુર્ગતિ છે. આપણું પૂર્વજોએ પ્રથમથી કહ્યું છે, તિવર્ષ ની વિરે વો મેત ? લાંબા જીવતરને સ્વાદ છે? મુદૃર્ત રિતે બેચ, ૨ ધૂચિત વિર ચાર કલાક જ્યોતિ સળગાવી હેલવાઈ જવું સારું; વરસો સુધી ધૂંધવાયાં જ કરવું સારું નથી. પણ એ તે કેવળ પાછળનું આશ્વાસન માત્ર છે. સંપૂર્ણ પુરુષ સ વરસ સુધી કેમ ન જીવે ? શ્રી રામચંદ્ર અને શ્રીકઠણ, મહાવીર અને બુદ્ધ એાછા આવ્યા ન હતા. પણ આપણે ભાગે તે શંકરાચાર્ય કે જ્ઞાનેશ્વર જેવા ત્રીસ પાંત્રીસ વરસની અંદર ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જ પિતાની જીવનલીલા સમાપ્ત કરનાર ધાર્મિક પુરુષોની સંખ્યા જ વધારે આવી છે. આજને દિવસે રાજચંદ્ર વિષે બોલવાનો અધિકાર એમનો જ છે કે જેમણે શ્રીમદ્ રાજચંદ્રને જાતે જોયા હોય, એમની પાસેથી ' બધ મેળવ્યો હોય, એમના તપસ્વી જીવનમાંથી પ્રેરણા મેળવી હોય, કેમકે એવા લોકે ઘણું છે. પણ શ્રી. પૂંજાભાઈએ રાજચંદ્રની જયંતીને ભાર આજે મારે માથે નાખ્યો છે, એ એમને અનુગ્રહ સમજું છું. રાજચંદ્ર કવિને મેં જોયા નથી. એ જીવતા હતા ત્યારે ગુજરાતનું મેં દર્શન સરખું કર્યું ન હતું. એમના પ્રસંગમાં આવત તો એમના. તરફ આકર્ષિત કે કેમ એ વિષે પણ શંકા છે. એ વખતે તે ધર્મ, નીતિ, સદાચાર વગેરે ગૂઢ કલ્પનાઓ કેટલે દરજજે પાળવી જોઈએ, એની શંકાને ઉદય થતો હતો. અનુભવ વગર ચાલતી વસ્તુઓનો સ્વીકાર કરવાનો કંટાળો આવતો હતો. બધું જાતે તપાસવું જોઈએ, અનુભવથી દરેક વસ્તુ કરાવી જોઈએ, આડે રસ્તે જવાની પણ હિંમત કરવી જોઈએ એ જાતની મનોવૃત્તિ મનમાં કુરતી હતી. મેં તે રાજચંદ્ર વિષે ગાંધીજીને મેઢે પ્રથમ સાંભળ્યું. ૧૯૧૫ના અરસામાં આશ્રમની પ્રાર્થનામાં શ્રીમદ્ રાજચંદ્રનાં વચને વંચાતાં હતાં. ગાંધીજી અમને એને અર્થ કરી સમજાવતા હતા. મૂળે હું ગુજરાતી સમજું નહિ, તેમાં વળી કવિની ભાષા જૈન પારિભાષિક શબ્દોથી ભરેલી, એટલે ગાંધીજી વિવરણમાં જેટલું કહેતા તેટલું જ સમજવામાં આવતું. ગાંધીજી જે પુરુષને મહાન પુરુષ ગણે, રસ્કિન અને ટૉલ્સ્ટૉય કરતાં પણ ચડિયાતા ગણે તે પુરુષની વિભૂતિ અસાધારણ હેવી જોઈએ, એવા વિચારથી રાજચંદ્રનાં પડ્યો અને પત્રો વાંચવાની શરૂઆત કરી. પોમાં ચંચૂપાત થઈ ન શક્યો. વચમાં વચમાં એકાદ રત્ન જેવું સુભાષિત હાથ લાગતું અને આનંદ થતો. પા માત્ર વિશેષ આકર્ષક લાગ્યા. પત્રસાહિત્ય હંમેશા આકર્ષક હોય જ છે, કેમકે એ ખાનગી સંભાષણ જેટલું જ પવિત્ર હોય છે, કેમકે એમાં એક હદય બીજા ૧૦. Page #154 -------------------------------------------------------------------------- ________________ રાજચંદ્ર જય તી હૃદય સાથે વાત કરતુ હાય છે. અને જ્યારે એનંદ ઉન્નત હૃદય મેાક્ષાર્થી થઈ ને સાચી જીવદયાથી ખીજાં હૃદયેા સાથે વાતા કરે છે, ત્યારે એ પત્રામાં આધ્યાત્મિક ભાવ એટલે। સ્વાભાવિક રીતે ખીલે છે કે કાકા! વાર એ પત્રા દીક્ષાની ગરજ સારે છે. રાજચંદ્ર જયંતી પ્રસંગે ગાંધીજીએ કાઢેલા ઉદ્ગારા સ્વાભાવિક હતા. એ અનેકવાર વાંચ્યા છે અને એનું મનન કર્યું છે; પ રાજચંદ્રના ભક્તે। જ્યાંત્યાં જાણે રાજચંદ્રને પ્રમાણપત્ર મળ્યું હાય એવી રીતે એ ટાંકે છે ત્યારે એ જરા વિચિત્ર લાગે છે. ઉપનિષદ વિષે શાપનહાર કાઢેલા ઉદ્ગારે, શાકુંતલ વિષે કાઢેલા કવિ ગટેના ઉદ્ગારા લાવિશ્રુત છે. પણ દરેક પ્રસંગે તે અચૂક ઢાંકવાથી એની જુદી જ અસર થાય છે. રસ્કિન અને ટૉલ્સ્ટૉય આધ્યાત્મિક વૃત્તિના માણસા હતા. આજે લેાકેા એમને સેવે છે એમના સાહિત્ય ખાતર. પણ એ સાહિત્ય ઉદાત્ત જીવનમાંથી ઉત્પન્ન થયેલું હતું. રાજચંદ્ર પ્રત્યેની ગાંધીજીની ભક્તિ રાજચંદ્રના સાહિત્ય કરતાં એમના પારમાર્થિક જીવન પ્રત્યે વિશેષ હેાવી જોઈ એ. રસ્કિનની જીવનસાધના વિષે કહેવા જેવુ વિશેષ છે જ નહિ. ટોલ્સ્ટોયની જીવનસાધના જરૂર આકર્ષીક છે, પણું એમાં જ્યાંત્યાં દુળતા નહિ તા ધર્માંધ નિ યની બાબતમાં મૂંઝવણુ દેખાઈ આવે છે. ધર્મવિચિકિત્સા, વૃત્તિ વિચિકિત્સાના નિ ય કરતાં તેઓ મૂંઝાય છે. રાજચંદ્ર પોતાની જીવનસાધનામાં ઝપાટાભેર આગળ વધતા જોવામાં આવે છે. જેટલું જાણ્યું તેટલું વવાના આગ્રહ એ ભારતવર્ષના સાચા જીવનની સેટી છે. એ કસીટી ધ્યાનમાં રાખીને જ સ્વામી અભેદાનન્દે એક વાર કહેલું' કે અમેરિકામાં એક એમર્સન પાયો, હિંદુસ્તાનમાં તે દસ દસ ગાઉએ એક એક એમર્સન પડેલા છે. ધાર્મિક વનને તિહાસ તપાસતાં આપણને જણાય છે કે અમુક લેકે અનુભવપરાયણ હોય છે, જ્યારે આમપ્રજાજને ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા મૃતિપરાયણ જ હોય છે. શાસ્ત્રોએ લખ્યું છે, વડવાઓએ માન્યું છે, વડીલો કહેતા આવ્યા છે એટલા કારણે જ અમુક માન્યતાઓ ધારણ કરવી, અમુક રિવાજો પાળવા, અને અમુક ટોળામાં રહેવું એ માણસને માટે સહેલું અને સ્વાભાવિક છે. સાધના, સાક્ષાત્કાર અને મેક્ષ એ ગમે તેટલા રોચક શબ્દો હોય તે સામાન્ય માણસને માટે એ નથી હોતા. જેઓ શાસ્ત્રોને સ્વીકાર કરે છે અને આજકાલ જેઓ શાસ્ત્રોને ઇનકાર કરે છે તેઓ મોટે ભાગે રૂઢિગ્રસ્ત જ હોય છે. જેઓ સ્વીકાર કરે છે તેઓ પરંપરાને લીધે સ્વીકાર કરે છે, અને જેઓ ઇનકાર કરે છે તેઓ મોટે ભાગે એક નવી ફૅશન જોઈ અને બૌદ્ધિક સહેલાઈ જેઈ ઇનકાર કરે છે. આ બન્નેનું જીવન સાવ જ છીછરું હોય છે એમ નહિ, પણ તેઓ પ્રયોગવીર ન કહેવાય. શાસ્ત્રોમાં મૂળ મુદ્દાની વાત લખી છે તેને પ્રયોગ અને અનુભવ કર્યા વગર રહેવાય જ નહિ, એ જાતને આગ્રહ રાખનારા જે ડાક પુરુષો હોય છે તેઓ જ ખરું જોતાં ધર્મની બાબતમાં જીવતા લોકે કહેવાય. શ્રીમદ્ રાજચંદ્ર એ કોટિના ગણાય. એમનાં લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે છેક નાનપણથી ધાર્મિક જીવનને આગ્રહ એમનામાં હતિ, મનોમંથન અખંડ ચાલુ હતું. પ્રયોગવીર તરીકે પોતાના પ્રયોગોને રિપોર્ટ વખતોવખત પોતાના મિત્રાને અને સહધમીઓને આપવાને પોતે બંધાયેલા છે એમ તેઓ માનતા. તેથી જ તેમના કાગળામાં પિતાને વિષે અનેક વાર ઉલ્લેખ આવે છે. અધ્યાત્મશાસ્ત્રનો અનુભવ વિવિધ હોય છે, અને ઘણી વાર એકાંગી હોય છે. નિખાલસપણે પિતાનું હદય તપાસતાં દેશો અને વિકારે જણાઈ આવે, એટલે સાધનાના પ્રમાણમાં કશી પ્રગતિ થઈ નથી એમ જણવાથી માણસ તદ્દન નાલાયકીને એકરાર કરે છે. બીજી બાજુ, વિકાર સામે જ્યાં મહાન વિગ્રહ ચલાવે પડે એવી ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજચંદ્ર જયતી મીક ડ્રાય ત્યાં સહેલાઈથી વટાવી જવાથી પાતે મુકામની નજીક પહોંચ્યા છે એમ માણુસને સRsજે થાય છે. જે અખંડ સાધક છે બંને આત્માનું ભાન તેા અખંડ હાવુ જ જોઈ એ. આત્માનુ ભાન એ કંઈ ભૌતિક વિજ્ઞાનની માહિતી જેવુ તટસ્થ નથી રહી શકતું. એની આખા વન પર અસર થાય છે. આત્માનુ ભાન એ જ આપપ્પુ' અસલી વન. એની અખંડ નગૃત એ એક અલૌકિક કીમિયા છે, જ્યાં આત્માનુ ભાન જાગ્રત છે, વિદ્યમાન છે ત્યાં જીવન પરનો કાબૂ જેતજોતામાં વધવા જો એ; નિશ્રયની શાંતિ તા હમેશાં ડાય જ. ઍવા વનના એકરારે અધ્યાત્મશાસ્ત્રના પાયારૂપ છે. અધ્યાત્મશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતા એવા પ્રામાણિક એકરારા પરથી જ તારવેલા ડેય છે. શાસ્ત્રાના અર્થ કરવાની છેલ્લી કૂંચી આ એકરારા જ છે. ધર્મની નચિંત અંતે આવા ધાર્મિક પુરુષાએ ચલાવેલા જીવનપ્રયાગા પર જ નભેલી હોય છે. કાઈ ઝવેરી પોતાની કેળવાયેલી આંખો આગળ હાથમાંના તંગના બધા પાસા પસાર કરે છે, તેમ ધ્યાનવીર અને પ્રયાગવીર જીવનના બધા પાસા પ્રત્યક્ષ જીવનમાં અથવા કલ્પનામાં એટલે કે ધ્યાનમાં નિહાળે છે, કસે છે અને મૂલવે છે. એનું વનના વિસ્તાર અને ઊંડાણનુ દર્શન જેટલું અધિક તેટલું એનું ધ્યાન, નિરીક્ષણ અને પરીક્ષણ સંચાટ. દિવનાં લખાણામાં એક પ્રથમથી અનેક પાસાએ તરફ નજર ફેંકવાની ઝવેરીવૃત્તિ દેખાય છે. આગળ જતાં ષ્ટિ વધારે ને વધારે એકાગ્ર થઈ લાગે છે, અને સાત્રિક સિદ્ધાંત તારવવા તરફ રુચિ વધારે દેખાય છે. માણુસ ફરતા ફરતા જ્યારે કેંદ્ર તરક્ પાંચી જાય છે, અને એને આખા જીવનની વડી ચાવી હાથ લાગે છે, ત્યારે એના આનંદમાં એક જ વસ્તુ ફરી ફરી અનેક રીતે કહેતા રહે છે, એ અસર પ કવિનાં લખાણામાં આપણે એ છીએ. અને તેથી જ એમનુ કવિપદ વિશાળ અર્થમાં સા થાય છે. કવિ ૧૪૩ 1 Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા એટલે અનુભવી, કવિ એટલે જીતેલો, કવિ એટલે ક્રાન્તદર્શી, જીવનના બધા મહત્વના સવાલોનો ઉકેલ જેને હાથ લાગ્યો છે તે કવિ. જેમને દર્શનશાસ્ત્રની અભિરુચિ નથી, ફિલસૂફી પ્રત્યે જેમનો અણગમે છે, તેઓ શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણમાં દીર્ધકાળ સુધી વખતે ટકી ન શકે. પણ રાજચંદ્રની પારમાર્થિકતા, જીવનતત્વ શોધવાની એકાગ્રતા, અને જીવનસત્ય સરળ કરવાનો આગ્રહ, એ ત્રણ વસ્તુ તેમને આકર્ષ્યા વગર રહે નહિ. માણસનું જીવન એટલે શ્રેય અને પ્રેય વચ્ચેના સંગ્રામ. પ્રાકૃતિ માણસને જે જે વસ્તુ પ્રિય થઈ પડે છે, જે જે વસ્તુ આકર્ષે છે, અને તેથી જ તેને જે અત્યંત મહત્ત્વની લાગે છે તે ખરું જોતાં જીવનની દૃષ્ટિએ કીમતી નથી હોતી. આજે યુરોપમાં અને અમેરિકામાં કેટલાયે લોકે એવા પડ્યા છે કે જેઓ વિષયસેવનને અને અહંકારતૃપ્તિને જીવનની સાર્થકતા અથવા જીવનનો સાક્ષાત્કાર (Expression of life) તરીકે માને છે. આથી આગળ કશું છે જ નહિ એમ તેઓ પ્રામાણિકપણે માને છે અને કહે છે. પણ તેઓ ભૂલી જાય છે કે જીવનની કૃતાર્થતાને અંતે એમને પરમ શાંતિ મળવી જોઈએ, મુકામે પહોંચ્યાનું સમાધાન થવું જોઈએ, તે તે એમને નથી થતું. આપણે ત્યાં જીવન વિષેની કલ્પના ઇકિયતૃપ્તિ કરતાં કાંઈક વિશેષ છે. ઈક્રિયતૃપ્તિ મારફતે અથવા ઇદ્રિયનિગ્રહ મારફતે આત્માને ઓળખ, ચિતન્યનો વિકાસ કરવો અને અંતે તમામ ઈદ્રિયો ઉપર વિજય મેળવવો એ જ આપણે ત્યાંના બધા સંપ્રદાયોને ઉદ્દેશ છે. કેટલાક લોકે ઈકિ સાથે માંડવાળ કરવાનું સૂચવે છે, કેટલાક લોકે ઈદ્રિયો ઉપર વિશ્વાસ રાખી સ્વાભાવિક પરિસ્થિતિમાં ઈદ્રિ પોતાની મેળે જ આત્મિક વિકાસ તરફ આપણને લઈ જશે એમ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજચંદ્ર જયંતી માને છે. કેટલાક ઈદ્રિયો સાથે કામચલાઉ માંડવાળ સૂચવે છે જ્યારે કેટલાક આત્મવીરે નિશ્ચયપૂર્વક કહે છે કે ઇકિયે સાથે માંડવાળ તો હોય જ નહિ. ઈકિય વિફરીને વિકૃતિ પેદા કરે નહિ એટલી એક સાવચેતી રાખીને ઈકિયે સામે અખંડ યુદ્ધ ચલાવવું એ જ પુરુષાર્થને માર્ગ છે. આત્મા અને અનાત્મા, જડ અને ચેતન એકબીજાથી એટલા બધા વિસદશ છે અને પરસ્પરવિરોધી છે કે એકનો વિકાસ એ બીજાનો ઘાત જ છે. તેથી કશી દયા ખાધા વગર ઇકિયાને કાબૂમાં આવ્યે જ છૂટકે. એક પણ ઈકિય ઢીલી પડે તે આત્મશક્તિ એમાંથી કાણાવાળી પખાલમાંથી જેમ પાણી નીકળી જાય છે તેમ નીકળી જવાની. જીવનની સાર્થકતા આત્માને ઓળખવામાં, એને બધી રીતે વિકાસ સાધવામાં, સર્વત્ર એનું સામ્રાજ્ય સ્થાપવામાં રહેલી છે. દેહધર્મને નામે, જીવનના સાક્ષાત્કારને નામે, કલારસિકતાને અથવા અભિદેવના પૂજનને નામે જે કાંઈ ઈદ્રિયભોગ કરીએ છીએ તે આપણને મેક્ષ તરફ લઈ જનાર નથી પણ નીચે ખેંચનાર છે. એટલા માટે કોઈ પણ કારણે, કોઈ પણ બહાને દિના મેહમાં આપણે સપડાવું ન જોઈએ એ સાવધાનતા છે. ઉદ્ધારનો એ જ એક માર્ગ છે. કવિ રાજચંદ્ર આ સિદ્ધાંતમાં ચુસ્તપણે માનતા હતા અને તેથી એમણે પિતાનું આખું જીવન એ માગમાં જ નિવી કાઢયું એમ કહી શકાય. આત્મસંયમ સાથે અહિંસા, એ પણ કવિશ્રીનો અચળ વિશ્વાસને એક વિષય હતો. અહિંસાનો અર્થ કેટલો વ્યાપક છે એ ગાંધીજીએ આપણને બતાવ્યું છે. બ્રહ્મચર્યમાં પણ અહિંસા જ સમાયેલી છે એ પણ હવે આપણને સમજાય છે. આ અંહિસા કાયરનો ધર્મ નથી 'પણ શુરવીરનો ધર્મ છે એ સમજવાની ભારે આવશ્યકતા છે. દરેક ફિલકીમાં પરંપરવિધી એવા બે ઉપયોગ થાય છે. આ દુનિયા કાની છે, જગત નશ્વર છે, આપણે સાથે કશું આવવાનું નથી એ વિરાટમાં વિરાટ અનુભવના પાયા ઉપર રચેલું સનાતન સત્ય છે. ૧૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આ સત્યનો આધાર લઈ એક માણસ કહી શકે કે આ નશ્વર દુનિયામાં, સ્વરાજ્ય શું અને સ્વાતંત્ર્ય શું ? દેશ અને દેશની દોલત, સગાસંબંધીઓ અને તેમની સુખસમાધાની બધું જ ફાની છે; જે જવાનું છે. તેથી ગ્ની કિંમત કેડીની પણ નથી તેને માટે લડીએ, આધ્યાત્મિક સાધનાને માટે ઉપયોગી એવું શરીર જોખમમાં નાંખીએ અને એ દેશની લત ઉપર લોભની નજર નાખીને તેને પોતાના કબજે રાખનાર પામર લોકેને દુઃખી કરીએ એમાં લાભ શો? બીજો માણસ ફાનીપણાની જ દલીલ આગળ કરી મન સાથે વિચાર કરશે –ધનદોલત અને વાડીવજીફા તે શું, આ આપણું વહાલું શરીર પણ ફાની છે, ત્યારે આબરૂ ખાતર, ઐહિક મેક્ષ ખાતર લડવાને, શરીર કુરબાન કરવાને, પરમ અહિંસાધર્મ કેમ ચૂકીએ ? શરીર સાચવીનેયે કેટલું ટકવાનું હતું ? બાલ બચ્ચાં માટે ધનદોલત રાખીને એમનું આપણે શું કલ્યાણ કરવાના હતા ? ગરીબ સમજે કે ન સમજે, એમના અજ્ઞાન કે કફોડી સ્થિતિને લાભ લેવામાં ચેમ્મી અને ભયાનક હિંસા છે. એના કરતાં ગરીને સુખી કરવા માટે, એમના હદયની બળતરા દૂર કરી એમને આમિક સતેષ આપવા માટે આપણે શ્રમજીવન પસંદ કેમ ન કરીએ ? અને દેશનું સ્વાતંત્ર્ય એ સામાજિક મેક્ષનું પ્રથમ પગથિયું સિદ્ધ કરવા માટે જે આ ફાની શરીરનો ઉપયોગ થાય તો અનિત્ય દ્રવ્યમાંથી નિત્ય વસ્તુ મેળવવાનો પરમ લાભ થશે. એ લાભ એ અહિંસાધમનું ઉત્તમ ફળ છે. એ ફળ મેળવવા માટે શ્રીમદ્ રાજચંદ્રની નિષ્ઠાથી આપણે સતત પ્રયાસ કરીએ. Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને જીવનબંધ [સં. ૧૯૯૧ની કાર્તિકી પૂર્ણિમાએ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ એ અમદાવાદમાં વાંચેલું વ્યાખ્યાન. -સંપાદક ] કવિશ્રી રાજચંદ્રની આપણું ઓળખ પૂજ્ય ગાંધીજીને આભારી છે. મુંબઈ શહેરમાં આજથી પચાસેક વર્ષ પર શ્રીમદ્ રાજચ કે તેમને શતાવધાનને સફળ પ્રયોગ કરી બતાવ્યો ત્યારે તે કાળના આપણા પૂર્વજ ગુજરાતીઓ એથી આશ્ચર્યચકિત થયા હશે. ત્યારે એમની કીર્તિ પ્રાંતની બહાર પણ પ્રસરેલી. પરંતુ કાળને જેરે એ મૃતિ આજ ઘસાઈ ગઈ છે. તેને તાજી કરવાનું આપણને ગાંધીજીના તેમની પ્રત્યેના પૂજ્યભાવને લઈને સૂઝયું. આ બાબતમાં આપણે શેઠ પૂંજાભાઈનું ઋણું પણ ન ભૂલી શકીએ. શ્રીમદ્ રાજચંદ્રના એ અનન્ય ભક્ત હતા. એમની જયંતી ઊજવવાનું અને એ નિમિત્તે એમનો જીર્વનબંધ આપણું આગળ તાજો રાખવાનું એક મુખ્ય કામ એમણે અપનાવ્યું હતું. આ બે પુરુષોના પ્રયત્નને લઈને આજ કેટલાંક વર્ષથી આપણે દેવદિવાળીએ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી ઊજવતા આવ્યા છીએ. શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં એવી કઈ વસ્તુ હતી કે જેણે આપણું આધુનિક યુગના વિશ્વવિખ્યાત ધર્મપુરુષને આવ્યા અને એમના પૂજ્યભાવપાત્ર બનાવ્યા, એ સમજવાનો પ્રયત્ન કરવા આજ આપણે ભેગા મળ્યા છીએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા હું શ્રીમનાં લખાણોનો કઈ રીતે અભ્યાસી તો નથી જ, કે નથી તેમના ભક્તોના અંગત પરિચયને માણસ, કે જેથી મને તેઓશ્રીના વિષે કોઈ વિશેષ જાણવા મળ્યું હોય. એક સામાન્ય ધર્મજિજ્ઞાસાથી હું એમના વિષે એમનાં લખાણોમાંથી કાંઈક જાણ્યાનો દા કરી શકું. અને તે જાણને પણ આજ બારેક વર્ષ થયાં હશે. ગાંધીજીની વિચારસૃષ્ટિ' વાંચતાં મેં કવિશ્રીની તેમના ઉપરની અસર વિષે જાણ્યું, અને મનમાં થયું કે એ પુરુષનો પરિચય કાંઈક તો મેળવવો જ જોઈએ. ત્યારે એક મિત્રે મારા હાથમાં “શ્રીમદ્રાજચંદ્ર”નો ગ્રંથ મૂ, અને મને આજ યાદ છે તે પ્રમાણે, હું તેને ઠીક રીતે જોઈ ગયો. “ઠીક' કહું છું એટલા માટે કે તે વર્ષની મારી નોંધપોથી જોતાં એ ગ્રંથમાંનાં કેટલાંક ટાંચણ પણ તેમાં મને મળી આવ્યાં. અને, એ પુસ્તક વાંચ્યાથી મારા પર પડેલી શ્રીમની છાપ તો આજે પણ બરાબર યાદ કરી શકું છું. એ છાપને આધારે આજને નિમિત્તે કાંઈ કહેવાની હિંમત કરી છે. અગાસના રાજચંદ્ર આશ્રમના ઉપાસક શ્રી. ગોવર્ધનભાઈએ, શ્રીમદ્ રાજચંદ્રના એમના અભ્યાસ દ્વારા, તે છાપ તાજી કરવામાં મદદ કરી છે એની આ પ્રસંગે નોંધ લઈ, વસ્તુ તરફ વળું છું. શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાજી શ્રી. રવજીભાઈ પંચાણભાઈ મહેતા વૈષ્ણવ હોઈ કૃષ્ણભક્ત હતા. એટલે શ્રીમનો કુટુંબધર્મ વૈષ્ણવ હતો. પોતાની આત્મસ્થારૂપે તેમણે સમુચ્ચયવયચર્યા” નામનો એક નાનો લેખ તેમની ૨૨ વર્ષની ઉંમરે લખેલે તેમાં તે જણાવે છેઃ ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને જીવન બાધ “મારા પિતામહ કૃષ્ણની ભકિત કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભકિતની સાથે એ અવતારોમાં પ્રીતિ થઈ હતી.” શ્રીમનાં માતા દેવબાઈ જૈન કુટુંબમાંથી આવેલાં હતાં. આમ તેમના જીવનમાં આપણા ધર્મના બે મોટા પ્રવાહો – જૈન અને વૈષ્ણવ – એ બેઉનો સુંદર સંગમ થયો હતો. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબે જૈન હતાં. એટલે માતાની જૈન અસર ઉપરાંત એમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. એને પ્રભાવે તે વૈષ્ણવધર્મી જ્ઞાન ઉપરાંત જૈનધમીં જ્ઞાન પણ મેળવવા લાગેલા. ઉપર ઉલ્લેખેલા લેખમાં તે કહે છે કેઃ જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. . . . કંડીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા, છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર” ઇત્યાદિ પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત અને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજ આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્કર્તાની શ્રદ્ધા હતી.” આ તેમનું કથન તેમના ૧૩ વર્ષના આયુ માટેનું છે. આવા પ્રચુર ધર્મવારસાની સાથે એમણે પિતાનું જીવન શરૂ કર્યું હતું. . પ્રથમથી જ તે પ્રતિભાશાળી બાળક હતા. સાત વર્ષે એમણે શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ૧૧મા વર્ષ સુધી તે ચાલ્યો. સ્મૃતિ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી શજ કંની જીવનયાત્રા તેમની એટલી બધી તીવ્ર હતી કે એક વાર પાડ઼ સાંભળ્યેા કે તે યાદ રહી જતા. પોતે તે વિષે જણાવે છે “ અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યા હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકના ખાધ શરૂ કર્યાં હતા તેને જ, ગુજરાતી કેળવણી ફીક પામીને, તે જ ચેાપડીના પાછા મે મેધ કર્યાં હતા ! "" આ તેમની શક્તિની તેમને પેાતાને પણ પારખ હતી. દરેક મનદુરસ્ત બાળકને હાવુ ધટે એમ એમને પેાતાની શક્તિ અજમાવવાની તથા તેને ખીલવવાની પૂરી મહત્ત્વાકાંક્ષા હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. ’ એને લીધે એમણે આ તેમની સ્મૃતિશક્તિને સારી રીતે સી અને કેળવી એમ કહેવાય. આ તેમની શકિતનાં તે પ્રદર્શન પણ કરતા. એટલી નાની વયે પણ એમ ત કરવાનું એમનામાં શરમાળપણું નહતું. કેટલાય લેાકેા એમની પાસે આ શક્તિનું પારખું જોવા આવતા અને તે તેમને બતાવતા; અને સાથે સાથે તેમનામાં પ્રથમથી જ હતી તે ધજિજ્ઞાસાના પણ કાંઈક પરિચય વાર્તાલાપ દ્વારા આપતા. સામાન્ય સમાજમાં શક્તિના આવા ચમત્કારની ધાર્મિક અસર ઊપજે છે એ આપણે જાણીએ છીએ. કવિશ્રીની અવધાનશક્તિની આવી ચમત્કારી અસર થઈ હશે એમાં નવાઈ નથી. અને એ ક્તિ સાચે જ ચમત્કારી હતી. સાડા સાત વર્ષે તે શાળામાં દાખલ થયા. એક માસમાં તે તેમણે આંક પૂરા કર્યાં. વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચેાપડી શરૂ કરાવી હતી. પછી તે તેમણે પાતે સાતે ચાપડી પૂરી કરી અને પોતે શીખેલી પહેલી ચેાપડી એના શિક્ષક પેલા વડા વિદ્યાર્થીને જ શિખવાડી ! એ પરથી તમે જોશે કે એ કેવી શિક્તિ ધરાવતા હતા. આ વર્ષની વયે તે . ૧૫૦ 66 Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને જીવનબાધ કવિતા લખવા લાગ્યા. શીઘ કવિની શક્તિ તેમનામાં હતી. તેરમે વર્ષે તેમણે રાજકેટમાં અંગ્રેજી ભણવાનું શરૂ કરેલું. તેમાં તેમણે કેટલું કરેલું એ ખબર નથી. પણ પછી તરતમાં શાળાને અભ્યાસ છોડી, ઘેર ખાનગીમાં નવા નવા વિષયોનું તે જ્ઞાન મેળવવા લાગ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ તે ભાષાના ગ્રંથો સરળતાથી વાંચી લેતા ને યથાર્થ સમજતા. તસ્વજ્ઞાન એમને શોખી વિષય લાગે છે. વડદર્શન, જૈન ગ્રંથ વગેરે તેમણે વાંચ્યાં હતા, એવી માહિતી મળે છે. એમ કરતાં તેમણે પિતાના વિચારોને ઠીક ઠરેલ અને ચક્કસ કર્યા હોય એમ લાગે છે. પંદરમા વર્ષમાં લખેલા તેમના “સ્ત્રીનીતિબોધક” નામના કાવ્યગ્રંથ પરથી અને સત્તરમે વર્ષે લખેલા “બાલાવબોધ –મેક્ષમાળા’ નામની ૧૦૮ શિક્ષાપાટેની એક માળા પરથી આ અનુમાન કરાય. એ ગ્રંથમાં એમણે જે નીતિ બોધી છે અને ધર્મતત્વ પ્રતિપાદન કર્યું છે એ પંદર વર્ષના કિશોર પાસેથી, બાકી, કેમ કરીને સંભવે ? એમ કહી શકાય કે જે જ્ઞાનપ્રાપ્તિ એમણે આ વર્ષો દરમ્યાન કરી, એને અક્ષરબદ્ધ કરી ચોકકસ કરવાનું એમને સહજકુરણ થયું અને એમણે આ બે ગ્રંથો લખ્યા. એમ લખીને એમણે પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું અને જ્ઞાનપ્રાપ્તિની શ્રવણ આગળથી મનનની પાયરી સાધી. સાધકની શ્રવણદશા પછી આ દશા સહજભાવે આવે છે. શ્રીમના જીવનમાં એ આટલી નાની વયે બન્યું એ એમની તીવ્ર પ્રતિભાને જ આભારી ગણાય. - આ પ્રતિભાને દર્શક વિભાગ તે તેમની અવધાનશક્તિ હતી. એ શક્તિ એમણે જ્ઞાનપૂર્વક ખીલવતાં ખીલવતાં શતાવધાન સુધી પહોંચાડી ને તેને જાહેર પ્રયાગ પિતાની ૧૯ વર્ષની વયે દેખાડ્યો. તે વેળાનાં અંગ્રેજી તથા ગુજરાતી છાપાંમાં તેને માટે તેમની જે પ્રશંસા કરવામાં આવી હતી એ એટલી જ ભારે હતી. પણ પ્રશંસા અને અવધાનશક્તિને આ ઉપયોગ સાધકને આડરૂ૫ બને એ એમણે ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તરત જોયું, અને પછીનાં વર્ષોમાં તેમણે એવો શક્તિવ્યય અટકાવ્યો. નાનપણની એમની મહત્ત્વાકાંક્ષાએ પણ એવો જ અનુરૂપ પલટો લીધે હવે તે વધારે આત્માર્થી બન્યા હશે, ધર્મલાભ માટે પોતાની શક્તિનો સંયમ કરવો ઘટે એમ તેમણે જોયું હશે. ૨૨માં વર્ષના એક લેખમાં આ દિશાપલટા વિષે તે લખે છે તે અહીં યાદ કરવા જેવું છેઃ આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે. . . . નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંથી મેટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહેતી; અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, લાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે, આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું કે પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું ને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મવાસનાઓ કાઢી નાંખી, કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ. શેડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહોતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહતું, છતાં અચાનક ફેરફાર થયો. કઈ ઓર અનુભવ થયો. અને એ અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વળે, વધીને અત્યારે એક “તુતિ તુહિ”નો જાપ કરે છે.” એટલે શ્રીમના જીવનમાં વીસ વર્ષ પછી નવ ભવ ઊઘડ્યો, નવું દર્શન થયું, ને તે દ્વિજ બન્યા. એ ઘટના કેવી રીતે બની એનું અવલોકન કે પૃથકકરણ કરવું મુશ્કેલ છે. આવા પ્રકારના જીવનપલટા જેને થાય છે અને એ અચાનક ફેરફાર” જ લાગે, નવો ભવ જ લાગે. અને એમાં ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને જીવન બીજાએ કાર્યકારણભાવ સાંધવો એ મુશ્કેલ છે. પણ એટલું ચોકકસ સાચું, કે જે પ્રતિભાશક્તિ ને જિજ્ઞાસા શ્રીમમાં હતી તેણે ધર્મવારસાને વાવી તેમાંથી આ નવનીત નિપજાવ્યું હતું. ઉપરાંત, આ અરસામાં એક બીજી મહત્વપૂર્ણ ઘટના એ બની, કે તેમણે સં. ૧૯૪૪ની સાલમાં, એટલે વીસ વર્ષની વયે, લગ્ન કર્યું ને પિોતાના જીવનમાં એક ભારે ફેરફારની શરૂઆત કરી. તેમનાં પત્ની તે ગાંધીજીના પરમ મિત્ર સ્વ. ઝવેરી રેવાશંકરભાઈ મહેતાના મોટાભાઈનાં પુત્રી થાય. આ લગ્નથી શ્રીમને બે પુત્ર અને બે પુત્રી હતાં. તેમાંથી એક પુત્રી જ હાલ હયાત છે.૧ શ્રીમદે વીસમે વર્ષે આશ્રમફેર કર્યો–બ્રહ્મચર્ય છોડી ગાહથ્યને સ્વીકાર કર્યો. ઉપર કહ્યું એમ, મને આ એક ભારે મહત્ત્વની ઘટના લાગે છે. એણે શ્રીમન્ના જીવનને નવો ઝોક આપવામાં એક બાહ્ય પણ અસરકારક નિમિત્ત ઊભું કર્યું. કઈ મનેદશામાં એમણે આ ફેરફારનો નિશ્ચય કર્યો એ તપાસવા આપણી પાસે પૂરતી સામગ્રી નથી. જે થોડીઘણી છે તે પરથી એટલું જણાય છે કે શ્રીમદ્ તેમના વીસમા વર્ષ સુધીમાં એટલા બધા વૈરાગ્યદઢ નહોતા થયા કે જેથી લગ્નની જંજાળમાં પડવાનું નિશ્ચિતરૂપે તે નકારે. વીસમા વર્ષમાં સ્ત્રીના સંબંધમાં મારા વિચાર' એ મથાળે કરેલી નોંધમાંથી આ ઉતારે તેમની ત્યારની મનોદશાને કાંઈક દ્યોતક છેઃ સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેવ છે; અને એ દેવ જવાથી આત્મા જે જુએ છે, તે અભુત આનંદમય જ છે. માટે એ દેષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને (એટલે કર્મને) ભસ્મીભૂત કરી શકશે. . . . પણ પૂર્વોપાર્જિત હજી સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય, એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. . . . સ્ત્રીના ૧. તેમનું લગ્ન મિલસ્ટોરના વેપારી શેઠ મગનલાલ રણછોડલાલ વેરે થયેલું છે. હાલમાં તેમણે વવાણિયામાં શ્રી રાજચંદ્રની જન્મભૂમિ ઉપર સાઠેક હજારને ખર્ચે એક મોટો આશ્રમ બંધાવી શ્રી મોરબીના ઠાકોર સાહેબને હાથે ખુલ્લો મુકાવ્યો છે. ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા સંબંધમાં કાંઈ પણ રામદેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું. 39 • શ્રીમદ્રાજચંદ્ર ' ગ્રંથમાં આ ૨૦-૨૧મા વષઁની નોંધ ચાર જ પાનાં જેટલી ટૂંકી છે. તે જોતાં શ્રીમદ્ રાજદ્રના આંતર યુદ્ધનું અનુમાન કરી શકાય છે. એક જ દુઃખ એમાં એ રડે છેઃ “ એ જીવ, તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શેાધવાથી નહિ મળે. અત્યારે હું કાણુ ; એનું મને ભાન નથી.’” એ ભાન આવે, એ ભૂલમાંથી નીકળી જવાય એનેા ઉદ્યત પ્રયત્ન આ વર્ષોમાં જોરથી જાગ્રત થાય છે. દરેક સાધકના જીવનમાં મારને જય કરવાનું ક્રાફ ને કાક રૂપે તે આવે જ છે. શ્રીમનાં આ વર્ષો એવા સમયનાં હતાં એમ એમના જીવનની આરસી જેવી તેમની નેધપેાથી જોતાં જણાય છે. એ નયનું એક જ સાધન છે, અને તે અનન્ય તથા ભક્તિનમ્ર સતત જાગૃતિ અથવા અપ્રમાદ છે. પુરુષાર્થ - મણિ રાજચંદ્રે એ અપ્રમાદ ધડા લેવા જેવી રીતે સાધ્યેા હતેા. આ અરસામાં એમણે ધનપ્રાપ્તિ પણ કરવા માંડી હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ, કામિની ઉપરાંત ઢાંચન એ જીવનુ બીજી પ્રàાભન છે. કવિશ્રીની એ વિષે પણ સ્પષ્ટ મતિ હતી. એમાં ભૂલ ન ખવાય એટલા એ જાગૃતાત્મા હતા. લક્ષ્મી વિષે એમણે એક સ્નેહીને લખેલુ : લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કાંઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપચેાગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબધી સગવડમાં હતા. "" "C પણ એ સારુ ય લક્ષ્મીની લાલસા ક્રમ રખાય? એટલે એ જ પત્રમાં ઉમેયુ” છે : ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રને જીવનબોધ “પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું ને મૂગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.” તેમને ધંધે ઝવેરીને હતો. એમની શક્તિ અજાયે પણ અહીં ઝળકી ઊઠી. એકવીસમા વર્ષમાં એ આ ધંધામાં પડ્યા અને “ઘણું ટૂંક વખતમાં એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી.' આમ ધંધે કરતા ને તેમાં ફાવતા છતાં, તેમનું તત્વચિંતન અને ઉદાસીન ભાવ બન્યાં જ રહેતાં. ધંધામાં ઘરાક સાથે સેદો પરવારીને તરત પાછા તત્ત્વની અગાધ ગુફામાં ગરક થઈ જતાં તેમને વાર નહિ લાગતી. પાસે જ નેધપોથી હોય તે લઈને, આજ આપણે જે જ્ઞાનભંડાર તેમની પાસેથી પામ્યા છીએ, તે તેમાં ટપકાવતા. આ નિરંતર ધ્યાન ઉપરાંત વર્ષમાં થોડેક કાળ તે ધંધામાંથી ફારેગ થઈ એકાંતમાં ક્યાંક જઈને રહેતા ને ચિંતનમનનમાં કાઢતા. આપણને એમ જ લાગે કે એ પુરુષ તે મુખ્યત્વે ધંધાદારી હતા કે જગતમાં ભૂલા પડેલા જ્ઞાની પુરુષ હતા ! ધંધામાં પડતા પહેલાં તે તેમના પિતાની દુકાને બેસતા, તે વિષે સમુચ્ચયવયચર્યામાં તે જણાવે છે: દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકે વાંચ્યાં છે. . . . છતાં કોઈને મેં એ છોઅધિક ભાવ કહ્યો નથી, કે કોઈને એાછુંઅધિયું તળી દીધું નથી એ મને ચોક્કસ સાંભરે છે.” આવી પવિત્ર ભાવનાથી તે પિતાનું કામ કરતા હતા. પરંતુ તેમની મનોદશા એક અંધારમય ઓરડામાં પુરાયા જેવી હતી. સ્વામી વિવેકાનંદે એક જગાએ કહ્યું છે કે ધર્મોદય થતા પહેલાંની ઘડી સાવ અંધકારમય હોય છે. કવિશ્રીએ આ દશાનું જે ચિત્ર આપ્યું છે તે મહાત્મા ટોલ્સ્ટોયની ધર્મોદય વેળાની યાદ આપે એવું છે. કવિ લખે છે : ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચિત તેના શિરેભાગમાં હું આવી શકું. આ મારાં વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે, અને કાં તો ભ્રમ ગણું વાળશે. પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કાંઈ દુઃખ લેખશો નહિ, લક્ષ્મી સંબંધી લેખશો નહિ, પુત્ર સંબંધી લેખશે નહિ, ભય સંબંધી લેખો નહિ, મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી, કફનું નથી, કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણે બધાયનું છે અને ન ગણે તો એકનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે, કારણ એમાં કઈ ઓર મર્મ રહ્યો છે.” અને મર્મ બીજે કશો નહિ, પણ દરેક ધર્મપુરુષને જીવનના અંતિમ રહસ્યરૂપ જણાતી જે બ્રહ્મજિજ્ઞાસા છે તે હતે. આ એમનું દુ:ખ, જીવનની મૂળ ખોજ વિષેની આ અશાંતિ, સતત પુરુષાર્થથી જ ટળે, અને એ કરનાર શ્રીમદ્ હતા. ધર્મજાગૃતિનાં એમનાં આ વર્ષોમાં એમને અનેક સત્સંગીઓ મળ્યા. કેટલાક લોકો એમની પાસે ધર્મજિજ્ઞાસાથી આવતા. તેમનાં તે શંકાસમાધાન કરતા; અધ્યાત્મશાસ્ત્રનાં સનાતન સત્યો પિતે જે સમજતા હતા તે તેમને સમજાવતા. ગાંધીજી આ વેળા દક્ષિણ આફ્રિકા હતા. બેઉની ઓળખાણ તો આ અગાઉની થઈ હતી. ગાંધીજી માટે ય આ વર્ષે ભારે ધર્મમંથનનાં હતાં. દક્ષિણ આફ્રિકાના ખ્રિસ્તી સમાજમાં તેમને સ્વધર્મ વિષે શંકાઓ ઊઠતી. એના નિવારણ સારુ એમણે શ્રીમનું શરણું ખોલ્યું; અને. મને યાદ છે એમ, એથી જ પિતે ધર્મ પરિવર્તન કરતા અટક્યા ને હિંદુધર્મમાં પોતાની શ્રદ્ધા પુનઃ સ્થાપિત થઈ એમ એમણે ક્યાંક એકરાર કર્યો છે. ૧૫૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને જીવન આમ અનેક સત્સંગીઓને સાથ આપી, જ્ઞાન તથા સાધનાનું સંવર્ધન કરતાં કરતાં તેઓ પોતે નિદાને પામ્યા અને શાંત થયા, એમ એમના ૨૩મા વર્ષ પછીનાં લખાણે જોતાં લાગે છે. જે દુઃખ, જે આત્માની કળકળ, તે તેમના ૨૦મા વર્ષથી તીવ્રતાએ અનુભવતા હતા તે હવે શમી જાય છે, અને તેમનો ધીરદાર જીવનપ્રવાહ સંપૂર્ણ વીતરાગપણ તરફ અવિરત વહે છે. આ પ્રથમ શાંતિસ્વાદ ચાખ્યાની મસ્તીમાં તે વેળાના તેમના પ નીચે સહી કરતાં તે આવાં આવાં ઉપનામ વાપરે છે : “યથાર્થ બોધસ્વરૂપ, “સ્વરૂપસ્થ,” “સમાધિરૂપ,” “બેધબીજ,” “સમસ્થિતભાવ,” પ્રારબ્ધદેહી,” “વીતરાગભાવ,” વગેરે, વગેરે. તે શાંતિસંપાદનને આનંદગાર તેમણે એક કાવ્યમાં ગાયું છે તે અહીં ઉતારું તો ખોટું નહિ થાય ? ધન્ય “ધન્ય રે દિવસ આ અહો, - જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટો ઉદયકમને ગર્વ છે. ઓ ગણી મેં સુડતા ની સે સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, બુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાણ્યું રે.” ધન્ય સંવત ૧૯૪૭માં શ્રીમન્ને જ્ઞાનનિષ્ઠા સાંપડી અને તે શાંત થયા –જે અંધારઓરડામાં પોતે પુરાયા હતા તેમાં જ્ઞાનસૂર્યનું કિરણ પ્રવેશતું જોયું અને એ સ્થિર થયા, શાંત થયા, જીવન્મુક્ત બનવાની હિંમત અને ધીરજ મેળવી શક્યા. આ કાળ પછીનાં એમનાં લખાણ તથા પત્રમાં આ સ્થિરતા તથા શાંતિ ચેડી દેખાઈ આવે છે. જે ઉગ તથા અપ્રાપ્તિને ખેદ અને વિમાસણ તેમના ૨૩મા વર્ષ સુધી ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જણાય છે તે આ કાળે શમેલાં દેખાય છે. હવે પછી કવિશ્રી તેમના ઉત્તમ ભજનમાં ગાયેલા નિગ્રંથપદને પામવા તરફ વળે છે. ભૂલેલો મુસાફર રસ્તો ગોતતો હોય ને પછી સાચે સરળ સીધે રસ્તા તેને લાભી જાય એટલે એ સ્થિર પગે તે પર વહ્યો જાય, એની જેમ હવે શ્રીમદ્ અધ્યાત્મમાર્ગે વહ્યા જાય છે. તેમાં ૩૧મે વર્ષે પાછો તેમને નો તબક્કો સર કરવાનું સૂઝે છે. તેમની ટૂંકી વનસમીક્ષા કરતાં એક લેખક આ વિષે કહે છે: “વ્યાપાર કર્યાને દશ વર્ષ થયાં. પછી તેમને લાગ્યું, કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પોતે પૂર્ણ કર્યો હતો, તેથી વ્યાપારની સાથે પિતાને સંબંધ નિવૃત્તવાની ઈચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પદવી, કૌટુંબિક સુખ પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી, સાધુમુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી.” (કારણ કે, તેઓને હયાત માતાપિતા, એક પરિણીત બંધુ, ચાર પરિણત બહેને, બે પુત્ર, બે પુત્રી હતાં.) ધર્માનુસાર યોગ્ય ગાઈશ્ચના સુવિપાકરૂપ વાનપ્રસ્થ ને સંન્યાસ તેમને યોગ્ય કાળે સાંપડ્યાં હતાં, અને સહજભાવે તેમણે તે ગ્રહણ કરવાનું મન કર્યું. પણ યોગ એ, કે પછી ૩રમા વર્ષમાં તે માંદા પડ્યા ને એ માંદગી જીવલેણ નીવડી. અનેક ઉપાય ને બિરદાશચાકરી છતાં તેમને સારું ન જ થયું. અને તેમણે સં. ૧૯૫૭ના ચિત્ર વદિ પાંચમને દિવસ દેહ છોડ્યો,–તેત્રીસ જ વર્ષનું ટૂંક આયુ ભોગવી તે સ્વધામ પધાર્યા. આ પ્રમાણે આ ધર્મપુરુષના જીવનની ટૂંક કથા હું કાંઈક લંબાણથી આપને કહી ગયો. જ્યારે મેં એમને ગ્રંથ વાંચ્યો ત્યારે એ કથાની મારા પર એ જ છાપ પડી હતી કે શ્રીમદ્ સાચા અર્થમાં ૧૫૮ WWW.jainelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને જીવનાધા એક ધર્મપુરુષ હતા–જે પિતે માનતા ને સલ્લાના શુદ્ધ બેધ તરીકે સમજતા, તેને જીવનમાં ઉતારવા મથતા. અને આ મથામણે એમના જીવનમાં કેવી ઘમસાણ મચાવી મૂકી હશે એ તે તેમના ટૂંકા આયુ પરથી અનુમાની શકાય. એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝૂઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું; એમની ચિત્તશક્તિ અને જિજ્ઞાસા તો દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં, પણ શરીર તેની સાથે ન ટકી શક્યું–તેમની કેડે ઘસડાવામાં તે વચ્ચે ભાંગી પડયું. છતાં જેટલું તેમણે સાધ્યું તે કાંઈ ઓછું બોધપ્રદ છે? જીવન સતત પુરુષાર્થમાં સમાયેલું છે, અને તેની પરિસમાપ્તિ માત્ર સમાજની ઐહિક પ્રાપ્તિથી નથી થતી, પણ તેનાથી પર રહેલી એવી આત્મસિદ્ધિથી થાય છે, એ એમના જીવનને મેટામાં મોટે બેધ હું માનું છું. આજના સંઘસત્તાના ને સમૂહબળના યુગમાં સામાજિક સિદ્ધિઓ પર આપણે સહેજે વધારે ભાર મૂકીએ છીએ અને તે યુગાનુકૂળ છે. પણ એ ભાર જે આખા જીવનની વ્યાપ્તિમાં ચોગ્ય પ્રમાણમાં નહિ હોય તો તે વિકૃતિ જ કરશે એ આપણે જોતા જઈએ છીએ. ધન, કીર્તિ, સુખ, સંગઠન ઇત્યાદિની સમાજસિદ્ધિઓ એવી પરિમિત વસ્તુઓ છે કે એમને જે જીવનમાં અંતિમ સાવ્યો મનાય ને એ અનુસાર વર્તાય તો પરસ્પર ઝઘડા, ઈર્ષા, મદમત્સર વગેરે જાગવાનાં ને જામવાનાં જ, કોઈ પણ રીતે જીવનના મૂળ સિદ્ધાંત સહકારને નહિ સાચવી શકવાના, અનિષ્ટ હરીફાઈ જાગ્યા વિના નહિ રહેવાની. પરિમિત વસ્તુ માટે અપરિમિત આકાંક્ષા રાખનારા અનેક જણ હોય ત્યાં બીજું શું થાય? એટલે આ સમાજસિદ્ધિઓ એ જ ને એટલી જ માનવસિદ્ધિઓ છે ને તેની પાર કાંઈ નથી એવી જ માન્યતા આજે વ્યાપતી જાય છે એ ખોટી છે, એમ શ્રીમના જીવનને પ્રમુખ બોધ આજ યાદ કરવા જેવો છે. ૧પ૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માણસે સમાજમાં રહીને પિતાને વિકાસ સાધવાને છે એ નિયમ શ્રીમદે બરાબર જીવી બતાવ્યો હતો. તેઓશ્રી ગૃહસ્થાશ્રમ ધર્મપૂર્વક બરાબર પાળવા મથ્યા હતા. પણ એટલું જ માત્ર માનવ્યના વિકાસને માટે પૂરતું નથી. માણસે તે દરેકને સરખી રીતે સુપ્રાય અને તેથી અનિષ્ટ હરીફાઈને કદી નહિ જન્માવનાર એવું જે લક્ષ્ય કે આદર્શ હેય તે સાચું માનવું જોઈએ, ને તેને પહોંચવું એ પોતાનું કામ ગણવું જોઈએ. અને તે લક્ષ્ય તે આત્મજ્ઞાન છે, જે માનવ્યના પૂર્ણ વિકાસની છેવટની હદ છે. આ જે ધ્યાનમાં રાખીએ ને એ અનુસાર આપણે સમગ્ર વ્યવહાર ગોઠવીએ તો જ સામાજિક તેમ જ વૈયક્તિક જીવનમાં સમતોલપણું, પ્રમાણબદ્ધતા, ને યોગ્ય આંકણુ તથા સુખમેળ સચવાઈ શકે. સમાજસિદ્ધિ ઉપરાંત કાંઈ જ નથી, એ જ આપણી ઇતિકર્તવ્યતા છે, એથી આગળનું બધું ધૂર્ત લોકે રચેલું જાળું છે કે તરંગમાત્ર છે, એવી જાતની નાસ્તિકતાના જમાનામાં શ્રીમદ્ રાજચંદ્રના જીવનને આ બોધ આપણે પ્રયત્નપૂર્વક સંઘરવા જેવો છે. ધર્મ અને ધાર્મિક પુરુષોનાં જીવન પ્રત્યે આજ એક પ્રકારની જે ઉદાસીનતા જોવામાં આવે છે એ કાંઈક સકારણ છે, પણ તે સજ્ઞાન અને સમજપૂર્વક છે એમ નથી લાગતું. આપણા દરેકમાં રહેલી જડતાને કારણે કાળાંતરે ધર્મનું જીવંત સ્વરૂપ આવરણથી ઢંકાઈ જાય છે; ક્રિયાકાંડ અને વહેમી માન્યતાઓમાં તે આવીને અટકી જાય છે. એ અજ્ઞાન ઉપર જીવનારા લોકો પણ ઊભા થાય છે. પણ એ બધું ધર્મ નથી. આત્મા ઊડી ગયા પછી દેહને જે માણસ કહે તે આવા ક્રિયાકાંડ અને વહેમને તમે ધર્મ કહી શકે. શ્રીમદ્ રાજચંદ્ર એવા પ્રકારના ધર્મને વરેલા નહોતા કે નહેતા તે કોઈ સાંપ્રદાયિક દૃષ્ટિવાળા. સાચો ધર્મ જીવવાની જેને તમન્ના છે તે કદી પણ એવું ન જ કરી શકે, એ ધર્મામાઓને જીવનનો પ્રધાન સૂર છે. આપણે જોયું કે શ્રીમદ્ નાનપણથી બે સંપ્રદાયના ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રને જીવનધ વાતાવરણમાં ઊર્યા ને બેઉનાં શુભ સંધરી આગળ ચાલ્યા. એમનાં લખાણમાં ક્યાંય સાંપ્રદાયિક આગ્રહ કે અનુદારતા તમને જોવાની નહિ મળે. વીસ વર્ષની વયે એમણે એક પત્રમાં લખેલું તે એમના આખા જીવનમાં રહેલી ધર્મવૃત્તિનું દ્યોતક છે: આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષશેક કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસંમત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે. હું કાઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશો નહિ.” ધર્મ એ માત્ર માન્યતાનો કે જાહેરાતને કે કઈ લેબલ પ્રાપ્તિનો વિષય નથી, પણ જીવનમાં જીવી બતાવવાનો, આચારને, અનુસરણનો વિષય છે; અને એ ધર્મ સર્વસંમત છે,–ત્યાં જૈન, વૈષ્ણવ, હિંદુ, મુસલમાન કે એવું એકે લેબલ નથી લાગેલું. આ સાચા ધર્મને મંત્ર શ્રીમના જીવનમાં ધ્વનિત થાય છે. ધર્મપાલન એ કઈ ગચ્છમાં હોવાપણું નથી, એ પોતાના આત્માથી ઊગતી વસ્તુ છે. આજના જીવનમાં આ વસ્તુ ભુલાઈ જવાથી આપણે કેવી કેવી વિચિત્રતાઓ આપણા સમાજજીવનમાં જોઈએ છીએ. શ્રીમન્ના જીવનનો આ એક બીજો બંધ આપણે યાદ રાખવા જેવો છે. સાચા ધર્મજીવન તરફ વળીએ તે વાડાબંધી ન જ રહે. પ્રેમ, દયા, ક્ષમા, શાંતિ જેવી દેવી સંપદ જ આપણને અનુશીલનોગ્ય લાગે. શ્રીમને એ નાનપણથી સ્વાભાવિક હતી. એક જગાએ તે કહે છે : પ્રીતિ–સરળ વાત્સલ્ય મારામાં બહુ હતું. સર્વથી એકત્વ ઈચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કઈ પણ પ્રકારથી જુદાઈને અંકુરે જોતો કે મારું અંતઃકરણ રડી પડતું.” ૧૬૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આવું હૃદયમાર્દવ ન હોય તેવી ભૂમિકામાં સુખ, શાંતિ કે જ્ઞાન ન ઊગી શકે. એ માર્દવ, શ્રીમદ્ભા શબ્દોમાં કહું તે, સર્વસંમત ધર્મ છે. એ ધર્મના પિત અનન્ય ઉપાસક હતા. અને એનો તે આપણને જીવનસંદેશ આપી ગયા છે. એ સંદેશાને જીવંત વાહક , બનવા મથીએ તે આપણે એ ધર્મપુરુષની જયંતી યોગ્ય ઊજવી કહેવાય. પ્રભુ આપણને તેમ કરવા બળ આપે એ પ્રાર્થના સાથે, અને શાંતિથી મને વાંચતા સાંભળવા માટે ઉપકાર માની, હું બેસી જવાની રજા લઉં છું. . ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ · શ્રીમદ્રાજચંદ્ર ’—એક સમાલાચના [પડિત સુખલાલજીએ તૈયાર કરેલા આ નિબધ સ. ૧૯૯૨ ની રાજચંદ્ર જયંતી પર અમદાવાદમાં વાંચવામાં આવ્યા હતા.~સપાદક] વવાણિયા, મારી અને રાજાટ વગેરેમાં જ્યાં શ્રીમદ્ભુ આવવાજવા અને રહેવાનુ વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણુથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનેાની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેએ વઢવાણુ કૅમ્પમાં રહેલા તે સ્થાન તેા મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલુ જ નહિ પણ મારા કુટુબીએની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનુ રહેવાનુ. વઢવાણ કેમ્પમાં હાવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ્ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉમર પણુ લગભગ એગણીસ વર્ષની હાઇ અપવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થાડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તા ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધા સમય શાસ્રશ્રવણુ અને સગવડ મળી તે આ નિબંધમાં મૂકેલા અંક ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' ગ્રંથની સ. ૧૯૮૨ વાળી બીજી નાગરી આવૃત્તિના છે. * ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શાસ્ત્ર પી જવામાં જ જતા. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદ્ન ક્રમ પ્રત્યક્ષ મળી ન શકયા એને વિચાર પહેલાં પણ મને ઘણી વાર આવ્યા છે અને આજે પણ આવે છે. એને ખુલાસા મને એક જ રીતે થાય છે અને તે એ કે, ધાર્મિક વાડાવ્રુત્તિ, સત્યશેાધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે. કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધમ ગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા યેાગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધા વખત પસાર થતા તે સ્થાનકવાસી સાધુએ અને આર્યએ તેમ જ કાઈ કાઈ વાર તેમના ઉપાસકેાંના મેઢેથી તે વખતે શ્રીમદ્ વિષે તુચ્છ અભિપ્રાય જ સાંભળતે. તેથી મન ઉપર તે વખતે એટલેા સસ્કારી વગર વિચાર્યે પડેલે કે, રાજચંદ્ર નામને કાઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તા છે પણ મહાવીરની પેઠે પાતાને તીર્થંકર મનાવી પેાતાના ભક્તોને ચરણામાં નમાવે છે અને બીજા કાઈ ને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઇત્યાદિ. મારે કબૂલ કરવુ જોઈએ કે, જો તે વખતે મારું મન જાગ્રત હેત, તે! તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ કુતૂહલદૃષ્ટિથી એક વાર શ્રીમદ્ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હે, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે, લગભગ બધી સગવડ છતાં હું શ્રીમને પ્રત્યક્ષ મળી ન શકયેા એટલે તેમના પ્રત્યા પરિચયથી તેમને વિષે કાંઈ પણ કહેવાને મારે અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમને વિષે કાંઈક યથા જાણકારી મેળવવી એ ભારે અઘરું હતું, અને કદાચ ઘણા વાસ્તે હજી પણ એ અઘરું જ છે. એ તદ્દન સામસામેના છેડાએ ત્યારે વર્તતા અને હદ પણ વર્તે છે. જેએ! તેમના વિરાધી છે, તેમને વાંચ્યા, વિચાર્યા અને પરીક્ષણ કર્યા સિવાય સાંપ્રદાયિક એવા એકાંત ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર'—એક સમાલોચના વિચાર બંધાયેલો છે કે, શ્રીમદ્ પોતે જ ધર્મગુરુ બની ધર્મત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિઓને ન માનતા, ક્રિયાનો ઉછેદ કરતા, અને ત્રણે જૈન ફિરકાનો અંત આણવા ઇચ્છતા, ઈત્યાદિ. જેઓ તેમના એકાન્તિક ઉપાસક છે, તેમાંના મોટા ભાગને શ્રીમનાં લખાણને વિશેષ પરિચય હોવા છતાં અને કેટલાકને શ્રીમદ્ભા સાક્ષાત્ પરિચયનો લાભ મળેલો હોવા છતાં, તેમને પણ શ્રીમદ્દ વિષે અંધભક્તિજનિત એકાતિક અભિપ્રાય એ રૂઢ થયેલો મેં જે છે કે, શ્રીમદ્દ એટલે સર્વસ્વ અને “શ્રીમકાજચંદ્ર” વાંચ્યું એટલે સઘળું આવી ગયું. આ બન્ને છેડાઓના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતો. આ છેક જ સંકુચિત પરિસ્થિતિ એછાવત્તા પ્રમાણમાં હજુ સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિષે પણ એક નવો યુગ પ્રવર્તે છે. જ્યારથી પૂ. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને મેઢેથી શ્રીમદ્દ વિષે કાંઈને કાંઈ ઉગારે નીકળવી જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યો કે, જેને વિષે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે, તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હેય. આ રીતે ગાંધીજીના કથનજનિત આંદોલનથી ઘણુઓને વિષે એક જિજ્ઞાસાની લહેર જન્મી. બીજી બાજુ “શ્રીમદ્રાજચંદ્ર' છપાયેલું હતું જ અને તેની બીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ અને એનો વાચનપ્રસાર વધવા લાગ્યો. શ્રીમન્ના એકાન્તિક વિરોધી કે એકાન્તિક ભક્ત નહિ એવા જૈન કે જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાન દ્વારા પણ શ્રીમદ્દ વિષે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણ થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ્દ વિષે યથાર્થ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી. અને તે વર્ગ પિોતે જ શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે. ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આ વર્ગમાં માત્ર કુળજેને જ નથી આવતા, એમાં ખાસ જૈનેતર ભાગ છે. અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષા પ્રાપ્ત છે. ' મારી પોતાની બાબતમાં એમ થયું કે, જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણતા, ત્યારે એક . વાર રાજમાન ભીમજી હરજીવન “સુશીલ” શ્રીમદ્દનાં લખાણો (કદાચ શ્રીમદ્રાજચંદ્રજ) લઈ મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા અને અત્યારે પણ જીવિત – એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ – મુનિ અચાનક ત્યાં પધાર્યા અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ના પ્રારંભકાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્તવમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમની જયંતી પ્રસંગે કાંઈક બોલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક “શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું. એટલે ઉડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યેઅજાણે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કાર ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વદર્શનને એક વ્યાપક સિદ્ધાંત છે કે, ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાન અંધકાર શુદ્ધિના તેમજ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં એાસરી જાય છે, તે અનુભવ્યું. ત્યાર પછી ઈ. સ. ૧૯૭ર સુધીમાં બે ચાર વાર આવી યંતી પ્રસંગે બોલવાનો અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાનો સમય જ ન મળ્યો, અગર મેં ન મેળવ્યો. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણે કાંઈક હતાં જ, તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં “શ્રીમકાજચંદ્ર' કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું. અને સાથે જ ટૂંકી ને કરતો ગયો. એ વિષે બહુ લાંબું લખવાની Page #180 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના શક્યતા છતાં જોઈ તે અવકાશ નથી; તોય પ્રસ્તુત નિબંધમાં એટલું તો નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કઈ પણ એક પક્ષ તરફ ન ઢળતાં, “શ્રીમદ્રાજચંદ્ર'માંનાં લખાણને જ તટસ્થભાવે વિચારી, એમના વિષે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું. . આધ્યાત્મિકતા આધ્યાત્મિક્તા શ્રીમમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દોષનિવારણની તેમ જ ગુણ પિષવાની વૃત્તિનો જ સમાવેશ થાય છે. આધ્યાત્મિકવૃત્તિમાં દેષદર્શન હેાય તો મુખ્યપણે અને પ્રથમ પિતાનું જ હોય છે અને બીજી તરફ પ્રધાનપણે ગુણદષ્ટિ જ હોય છે. આખું “શ્રીમદ્રાજચંદ્ર” પુસ્તક વાંચી જઈએ તો આપણું ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. “પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લો અને તપાસો તો એક જ વસ્તુ જણાશે કે, તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. જ્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પિતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તે તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણ ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે. બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને “પુષ્પમાળા” તેમ જ તે પછીની કાળ ન મૂકે કેાઈને” અને “ધર્મ વિષે ” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દ ઉપરથી એમ ચેખું લાગે છે કે, Page #181 -------------------------------------------------------------------------- ________________ શી રાજચંદ્રની જીવનયાત્રા તેમને આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પિોષાયા હત; અને નાની જ ઉંમરમાં એ સંસ્કારે જે બમણું વેગે વિકાસ સાધ્યો, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પોષવામાં સવિશેષ ફાળો આપ્યો લાગે છે. જો કે તેમને બાળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાને જ પરિચય હતા, તે પણ ઉંમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાને પણ પરિચય થયો. અને તે પરિચય વધારે ષિા. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પરંપરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્ત્વરૂપે આધ્યામિકતા એક જ હોય છે. પછી તે ગમે તે જાતિ કે ગમે તે પંથમાં જન્મેલ પુરુષમાં વર્તતી હેય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણું જુદી જુદી હોય છે. આધ્યાત્મિક મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જે સાચે જ આધ્યાત્મિક હોય, તો તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હાતી નથી. શ્રીમની આધ્યાત્મિકતાને મુખ્ય પિષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રમાં વ્યક્ત થઈ છે,એટલી વસ્તુ તેમને વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે. અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે, અમદાવાદ અને મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળોમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા ચકારને સામાજિક કાઈ પણ સુધારા વિષે કે દેશપ્રવૃત્તિ વિષે વિચાર આવ્યો હશે કે નહિ? અને આવ્યો હોય તો એમણે એ વિષે કેવો નિર્ણય બાંધ્યો હશે? ' Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીમરાજચંદ્ર –એક સમાલોચના જે કાંઈ પણ વિચાર્યું છે કે નિર્ણય બાંધ્યો હોય તે તેમનાં લખાણમાં એ વિષે ક્યાં ય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતો ? ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના મ્હરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વવાણિયામાં જન્મેલ તીર્ણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિક્તાને લેશ પણ વિરોધ હતો જ નથી એ વસ્તુ જે ગાંધીજીએ જીવનથી બતાવી, તો તેમના જ શ્રદ્ધેય અને ધર્મસ્નેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી એ એક ગંભીર પ્રશ્ન છે. એને ઉત્તર કાંઈક તો એમના જ “મારું હાડ ગરીબ હતું' એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન–ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિ મર્યાદિત પરિચય અને ભ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે. એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રશ્નને કદાચ જાણીને જ સ્પર્યા નથી. એમણે જે સાહિત્ય, જે શાસે વાંચ્યાં છે, અને જે દષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંરકારે પિપાવાને સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જન. જેને જન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારીવર્ગને પરિચય હશે, તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે, મૂળગામી જૈન પરંપરામાંથી પ્રવૃત્તિનું– કર્મયોગનું–બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શકય છે. તેથી શ્રીમદ્દના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એ કઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતો. ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રીમનું પિતાનું જ કહી શકાય એવું કાંઈ પણું તત્ત્વજ્ઞાન તેમનાં લખાણમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાં ય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કાર હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ, તેનું સ્થાન જિન તત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રેત થઈ જાય છે કે, તેમની વાણું અને વ્યવહાર જિન તત્ત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મેલ, તેના ઉપાયો, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, નય, (એટલે કે, વિચારણનાં દૃષ્ટિબિન્દુઓ) અનેકાંત (સ્યાદ્વાદઃ એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દષ્ટિ ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું જગત-કતૃત્વ, જીવનું એત્વ કે અને ત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે. બલકે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે: એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પર ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દષ્ટિને અવલંબીને અને જૈન દષ્ટિનું પિપણ થાય એ રીતે જ; કોઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ ફેર એટલે અવશ્ય છે કે, ક્રમે ક્રમે તેમના ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કેઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં, સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પિપાયેલો છે કે, તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનને પિતાની સમજ મુજબ નિખાલસપણે “અધૂરાં દર્શાવે છે. એમનાં લખાણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, એમણે વેદાનુગામી ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચદ્ર’—એક સમલાયના કેટલાંક દના સંબંધી પુસ્તકા વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે, વૈદિક કે બૌદ્ધ્ દતાનાં મૂળ પુસ્તક વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું" છે, તેથી બહુ જ એછુ ખીજાં બધાં દર્શનાનુ મળી એમણે વાંચ્યુ વિચાયુ છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ પણ મુખ્યપણે જૈન પર પરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈન દર્શન અને ખીજા ભારતીય દર્શનાના સંબધ એમણે વિચાર્યોં છે. તેથી જ તે એક સ્થળે જૈનેતર દનાને હિંસા અને રાગદ્વેષનાં પાષક કહે છે. જો તેમને ખીજા દનાના મૂળ સાહિત્યને ગભીરપણે વાંચવા અને વિચારવાની શાંત તક મળી હાત, તેા તે પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શીને વિષે આવું વિધાન કરતાં જરૂર ખચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્યયેાગદર્શનમાં, શાંકર વેદાન્તમાં, બૌદ્દ વિચારસરણીમાં જૈન પરપરા જેટલા જ રાગદ્વેષ અને હિંસાવિરાધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાયવૈશેષિક સૂત્રનાં ભાષ્યામાં પશુ વીતરાગભાવની ——નિવત્ ક ધર્મ —ની જ પુષ્ટિના ક્રમ શબ્દશઃ જોઈ શકત. અને એમ થયું હાત, તેા તેએાની મધ્યસ્થતા, જૈન પરંપરાના અન્ય દર્શન વિષેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રાત. " એક ખાજાં જૈન તત્ત્વજ્ઞાનના ક્ર, ગુણસ્થાન અને નવ તત્ત્વ આદિ વિષયે ને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતનપ્રતિપાદન કરવાની એમને તક સાંપડી; અને બીજી ખાજીએ જૈનેતર દર્શોનાનાં મૂળ પુસ્તક સ્વયં સાંગાપાંગ જોવાની અગર તે જોઈ એ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુગ્રાહક દૃષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં નાના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમ ન થયું હોત તો પણ ૧૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ચોગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તો ન જ દેખાત અને ન જ દર્શાવાત. શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમને સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનેયોગ આયે હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે તે પણ એને ઉપયોગ એમણે તો પિતાની તત્ત્વચિંતક દૃષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણું તે પર વિચાર કરવાની સહજવૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે. વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબેધશતક, મોહમુગર, મણિરત્નમાલા, વિચારસાગર, વાગવાસિષ, ગીતા, બુદ્ધચરિત, આદિ તેમણે લખાણમાં નિર્દેશેલાં અને બીજાં કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકે તેમણે એકાગ્રતા અને તીક્ષણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાંપણ એકંદર તેમણે જૈન શાસ્ત્ર જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણું તાત્ત્વિક અને આચારવિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણું કરી છે, એ વિષે એકથી વધારે વાર લખ્યું છે અને એમણે એ વિષે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યા છે. આ દષ્ટિએ એમનાં લખાણો વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે, જે ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના કે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર શ્રત, જૈનશ્રુત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું. ભારતીય દર્શનમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકર મતાનુસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તોને તેમને પરિચય કાંઈક ઠીક હતો એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિષે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના પડદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહનું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે. તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં— ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. શેકા નામનાં તાત્વિક વિષયનાં ગુજરાતી ભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમો અને તેના રબાઓ એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્ર બધાં નહિ તો એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શી લીધું. પણ એટલાથી તેમની ચક્રવતી થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરે જેવા સાથે મોટા મોટા પુસ્તક ભંડારો વિષે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રશાધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જોવા અને જાણવા મળ્યાં. પછી તો એમ લાગે છે કે, તેમની વિવેચક શક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત, પ્રાકૃત પુસ્તકો મળવા ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા લાગ્યાં. આ રીતે શ્વેતાંબરીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધે જ જતો હતો, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા, અને તેમ નહિ તે છેવટે કઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેનો નિર્દેશ કરતા. એમની નેધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ બેંધપોથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય. છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે, ત્રણે જૈન પરંપરાના તાત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથ એમણે વેધક દષ્ટિથી સ્પર્યા છે. કેટલાંક મૂળ સૂત્રો, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તો એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથે પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્ર એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તો એ છે કે, ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી છતાં તે તે ભાષાના વિશારદ પંડિત શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાનાં શાસ્ત્રના ભાવને તાવ્યા છે, એટલું જ નહિ પણ તે ભાવને તેમણે ગઇ કે પદ્યમાં વ્યક્ત કર્યા છે. ઘણી વાર તો તે ભાવેનાં માર્મિક વિવેચનો કર્યા છે. એ વસ્તુ તેમની અર્થસ્પર્શી પ્રજ્ઞા સૂચવે છે. તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામને જ હતો. દિગંબરીય શાસ્ત્રોએ તો કદાચ છાપખાનાના દરવાજે જે જ ન હતો. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર, આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ “ શ્રીમરાજચંદ્ર”—એક સમાલોચના રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે એના . યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમન્ની અસાધારણ વિશેષતા છે. એમને કોઈ ગુરુ ન હતો. હેત તો એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત. છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે, નાનામોટા ગમે તે પાસેથી પિતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં દિગંબરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જે કઈ પ્રથમ વ્યક્તિ હોય, તો તે શ્રીમદ્ જ છે. જો કે મુંબઈ જેવાં સ્થળામાં, જ્યાં તેમને દિગંબર મિત્રો વિશેષ મળવાનો સંભવ હતો, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યનો દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રવૃત્તિ કેળવાય એ કોઈ પ્રયત્ન અવશ્ય કરેલો હોવો જોઈએ; પણ સરખામણીમાં વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતાંશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાશ્વેનાં સાદર વાંચન અને ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તે શ્રીમદને જ છે,–જે આગળ જતાં પરમકૃત પ્રભાવક મંડળરૂપે અલ્પાંશે મૂર્ત રૂપ ધારણ કરે છે. પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમને પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં જ પરિણમી; અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એ મૂળ આગમને અભ્યાસ એમને તદ્દન સુલભ થયો, જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું એાછું સંભવિત છે. અને તેની અસર એમના જીવનમાં ૧૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્કપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આગમરુચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચય તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉછે. જેમ જેમ તેમને શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયો, તેમ તેમ તેમનામાં પ્રથમથી યંગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે ઐકાંતિક સંસ્કારો હતા, જેમકે “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,” તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસંક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંત દૃષ્ટિએ લીધું. “વદર્શન જિન અંગ ભણી જે” એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદઘનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તર્કયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોને જ નહિ પણ તે તે દર્શનના મૂળ ગ્રંથને તેના રૂપમાં અને મધ્યસ્થ દષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાનો વારસે શ્રીમમાં હતો, જે તેમણે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના વિચારવામાં આવે છે, અને તે એ કે, વેતાંબર પરંપરામાં બાકીની બને પરંપરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બન્નેમાંથી એક પરંપરામાં વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમદને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી, તેમનાં લખાણો ઉપરથી જોઈ શકાય છે. કારણ, તેઓ પિતાના નેહીઓને દિગંબરીય શાસ્ત્ર વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે, તેમાં જે નગ્નત્વને એકાંત છે, તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગમોના કવચિત મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચાર ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યો હોય કે તેમાં જૈન દષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારા પિતાને અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે, તાંબરીય શાસ્ત્રાની આચારવિચાર પરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે, તેમાં બાકીની બને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે. કવિત્વ શ્રીમદ્ માત્ર ગાના જ લેખક નથી. તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા જૈનો કવિ નામથી જ ઓળખતા. અને કેટલાકે તો તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા. જો કે તેઓ કોઈ મહાન કવિ ન હતા, કે તેમણે કોઈ મહાન કાવ્ય નથી લખ્યું, છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે, કવિત્વનું બીજ–વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય –તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણની પેઠે આધ્યાત્મિક વિષયસ્પર્શી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ, આદિના અભ્યસ્ત છે જેમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખેાળામાં લઈ, એ પ્રવાહ કયાંક જેસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ વશે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે, તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે. એમના પ્રાથમિક જીવનની કવિજ્ઞાન વિષય ભારત–પ્રકૃતિસુલભ વૈરાગ્ય, દયા, બ્રહ્મચર્ય, ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ ૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા બધી જ કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજનજીનાં કેટલાંક પલ્લો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાયે તે બધાં પદ્યો જૈન સંપ્રદાયની જે વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શિલીમાં જ રચાયેલાં હોઈ સાધારણ ગુજરાતી સાક્ષરોથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદ્ભાં કેટલાંક પદ્યો વિષે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “ અપૂર્વ અવસરવાળું ભજન દાખલ ન થયું હતું, તો એ સાધારણ જનતાને કાને ક્યારે ય પડ્યું હેત એ વિષે શંકા છે. શ્રીમનું “આત્મસિદ્ધિશાસ્ત્ર” પણ દેહરામાં છે. એનો વિષય તદ્દન દાર્શનિક, તર્કપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હોવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરેને પણ એમનાં પદ્યોનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કાર મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારો આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યોની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમનાં પડ્યો વિષે છે. જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટો ભાગ આનંદઘનજી આદિનાં પદ્યોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પશી લે છે, તેમ શ્રીમનાં પઘોમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્ય રસાસ્વાદ વાતે જોઈતા બીજા સંસ્કારની ઘણુપ પ્રમાણમાં જૈનજનતામાં વધારે હોઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દાજચંદ્ર ’એક સમાલાચના આવી છે. તેથી કાંતે તે ભક્તિવશ, ન હોય તેવા ગુણે પણ કં કવિતાએમાં આરેાપી દે છે અને કાંતા હેાય તે ગુણે પણ તે પારખી શકતી નથી. શ્રીમાં પદ્મો વિષે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યુ છે. 6 પ્રજ્ઞા શ્રીમમાં પ્રજ્ઞાગુણ ખાસ હતા એ દર્શાવુ તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈ એ કે, હું પ્રનાગુણથી કઈ શક્તિએ વિષે કહેવા ઇચ્છું .... સ્મૃતિ, બુદ્ધિ-મમનતા, ૯૫નાસામર્થ્ય, તર્ક પટુતા, સસવિવેક–વિચારણા અને તુલનાસામર્થ્ય, આટલી શક્તિએ મુખ્યપણે અત્રે પ્રના શબ્દથી વિક્ષિત છે. આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિ સ્ફુટ પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણાનાં અક્ષરશઃ અવતરણા ખુલાસા સાથે મારે છૂટથી ટાંકવાં જોઈ એ. તેમ કરવા જતાં તેા. એક પુસ્તક જ થાય. તેથી ઊલટુ, જો તેમનાં લખાણાના અંશા દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમમાં હતી. એમ કહ્યુ, તેા શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગો સ્વીકારી, આ વિષય ચર્ચા વે યેાગ્ય ધારું છું. શ્રીમની અસાધારણુ સ્મૃતિના પુરાવેા તા તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાં ય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તે! એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરા ય વધ્ય અની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીએમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે, એટલી અદ્ભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારા અને લાખા લેને ક્ષણમાત્રમાં આંછ ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેને પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેનો ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કેાઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. કોઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું, તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુષ્પમાળામાં તેઓ પ્રસંગોપાત્ત રાજાને અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નેકર છે.*(“પુષ્પમાળા'-૭૦). અહીં “પ્રજા” અને “નોકર” એ બન્ને શબ્દો મર્મ સૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતો જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ મેક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે? માનવપણું સમજે તે જ માનવ કહેવાય.” (“મોક્ષમાળા'-.) અહીં “સમજે” અને “તે જ' એ બે શબ્દો મર્મગ્રાહી છે. અર્થાત આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળા'માં મનોજયનો માર્ગ દાખવતાં કહે છે કે, મન જે દુરિછા કરે તેને ભૂલી જવી. (“મોક્ષમાળા’– ૬૮.) અર્થાત તેને વિષયખોરાકથી પજવું નહિ. અહીં “દુરિછા” અને “અને તેને ભૂલી જવી” એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની “મોક્ષમાળા' કૃતિમાં (“મેક્ષમાળા” -૯) તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા “આં ભૌમિય’ નું ઉદાહરણ લઈ અજ્ઞાનના સંકટમાં સપડાયેલા જૈન તત્વને પ્રકાશવા “મહાન સમાજની સ્થાપનાનું સ્વમું જુએ છે. ૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખોલતા એને દાખલો જેવા ઈચ્છનાર જૈનોએ “શ્રીમદાજચંદ્ર' અંક ૧૧૮ * નાના પ્રતિકનાત -- કાલિદાસ. * જુઓ આ ગ્રંથ, વિભાગ , પ્રકરણ ૨૦. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર – એક સમાલોચના અને ૧૨૫માં જે પચ્ચખાણ દુષ્પચ્ચકખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવરણપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિગાદગામી ચતુર્દશપૂર્વેની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. ૨૯મા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એવો એક જટિલ પ્રશ્ન પ્રશ્રકારની તર્ક જાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નનો સાર એ છે કે, આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મેહક તર્ક જાળ એ છે કે, મનુષ્યદેહ તો મોક્ષમાર્ગનું સાધન હેઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગને, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાનો ઉપદેશ જૈન ધર્મ કરે તો એ વદવ્યાઘાત નથી ? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદે જૈન શૈલીના મર્મને પૂરેપૂરે સ્પર્શીને આપ્યો છે. જોકે, વસ્તુતઃ એ શૈલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાગ વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમનો જવાબ તે ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચવો ઘટે. ૨૭મે વર્ષે શ્રીમને આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમને એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.” (૪૪૭) આનો ઉત્તર શ્રીમદ્ તે વખતના તેમના મેહનલાલભાઈને આ પ્રમાણે આપે છે–“ સર્ષ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારે કેમ જોગ્ય હોય ? છે જુઓ આ ગ્રંથ, વિભાગ રજો, પ્રકરણ ૨૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જેણે આત્મહિત ઈચ્છયું, તેણે તે ત્યાં પોતાના દેહને જાતે કરવો જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેનો ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું. અર્થાત સર્પને મારો એ ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય, એ જ ઇચ્છા એગ્ય છે.” (૪૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનને અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાને જીવંત દાખલો છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વધ્યાં છે. અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યાશક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં “ વિતી સતિ વિચિને ચેપ ન તરિ ત gવ ધરાઃ” એ અર્થપૂર્ણ કાલીદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પરત્વે ભાખ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે, શ્રીમની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્ર દષ્ટિએ એને વિચાર જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યું, તેનું મૂળ શ્રીમદ્દના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયક્તિક દૃષ્ટિ જ ભાસે છે. કલ્પનાબળ અને આકર્ષક દૃષ્ટાંત કે કથા દ્વારા પિતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમમાં નાની ઉંમરથી જ હતું. સ્કૂલેગ્ય ઉંમરની જ કૃતિ “પુષ્પમાળા'માં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દને બંગલેપ કરી, ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કલ્પી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તોય તેમાં કલ્પનાબળનાં બીજે સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ; જેમ કપૂત; ૨. કર = હાથ; જમનો હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરે; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કર્નાર –ઉઘરાવનાર. (“પુષ્પમાળા’–છપ.) ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીમકાજચંદ્ર”—એક સમાચના ૧૭મે વર્ષે મેક્ષમાળામાં તેઓ ભક્તિતત્વ વિષે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કેફ વધે છે, તેમ સદ્દભક્તિથી ગુણશ્રેણું ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણુચિતન વખતે આત્મસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દષ્ટાંતસૌઇવ? ( “મેક્ષમાળા'-૧૩.) એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે, જેમ મેરિલીના નાદથી સૂતો સાપ જાગે છે, તેમ સગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મેહનિદ્રામાંથી જાગે છે. (“મેક્ષમાળા'-૧૪.). તેઓએ “મેક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'– ૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હાઈ હું અહીં કહેતો નથી; પણ જે જૈને હેય, તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જેની પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસતી તેમજ બાધક છે? શ્રીમદ્દ જૈન સંપ્રદાયનાં નવ તની “મેક્ષમાળા'માં (૯૩) કુશળતાપૂર્વક સમજુતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે, જીવ તત્ત્વ પછી અજીવ તાવ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિરોધી છે; એ બે વિરોધી તત્ત્વનું સમીપપણું કેમ ઘટે? તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી, આ પ્રશ્નને ખુલાસો આર્થિક રીતે પૂરો પાડતાં કહે છે કે, જુએ, પહેલું જીવ તત્વ અને નવમું મોક્ષ તત્વ એ બને કેવાં પાસે છે? ત્યારે જે અજીવ બીજ તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તો અજ્ઞાનથી એમ સમજવું, જ્ઞાનથી તે જીવ અને મોક્ષ જ પાસે છે. આ એમની કલ્પના ચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ? એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંત સંમત ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા બ્રહ્માદ્વૈત અને માયાવાદનું તેમની પોતાની સમજ પ્રમાણે અયુક્ત પણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી, તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા, આદિના ભાગે પાડી કેટલી કલ્પનાશક્તિ દાખવી છે? અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે, પણ પ્રશ્ન એ છે કે, તેઓ જે વસ્તુને ઠીક કે ગેરડીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ? પ્રશ્નોત્તરશૈલીથી વસ્તુ ચર્ચવાનું કપનાબળ તો આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ. (“મોક્ષમાળા'-૧૦૨ આદિ.) બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પોતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણુમાં વ્યક્ત કરતાં એક મનહર લક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો ક૯૫નાત્મક સંવાદ રચે છે (૬૧). અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રોચક રીતે વિશેષણપૂર્વક દર્શાવે છે, જેમ આગળ જતાં એ જ વસ્તુ આર્ષક રીતે ભાવના દ્વારા અપૂર્વ અવસર’ એ પદ્યમાં દર્શાવે છે. જેના કે જૈનેતર કઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળે આપ્યા સિવાય બેધક સાબિત થાય એ છે. ધર્મ, અર્થ, આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેને પ્રસિદ્ધ અર્થ સર્વવિદિત છે. પણ શ્રીમદ્ પિતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થને આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પકવ કલ્પનાબળ તો જુવાન ઉંમરે પણ તેમના જીવનકાળના હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિબ્રમને દાખલો જે સર્વત્ર બહુ જાણુત છે, તેની સાથે ગૂંચવાળા અને ગૂંચવિનાના સૂતરના દાખલાને ઉમેરી, તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાચના અંતર જે પ્રગટ કર્યું છે [ ૭૦ –(૩)], તે તેમની અંત સુધી દષ્ટાન્ત ઘટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પના ચાતુરી સૂચવે છે. તર્કપટુતા શ્રીમમાં કેવી સૂક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકુ. સત્તરમાં વર્ષના પ્રારંભમાં મૂછનો દોરે ય ફૂટક્યો નહિ હોય, ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મેક્ષમાળા'માં (૮૬-૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવો છે કે, કોઈ સમર્થ વિદ્વાન મહાવીરની ગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની આસાધારણુતા વિષે શંકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે, મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ આદિ ન કાંઈ સંગત નથી. એક જ વતુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવવ છે અને નથી, એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પરવિરુદ્ધ એવા ઉત્પાદ નાશ અને ધુત્વ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે, તો અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દે તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દેનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંદયા પછી પણ મને યાદ છે ત્યાં સુધી હું પોતે પણ એ શ્રીમના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દેશે સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પિતાના શબ્દો ટાંકીને કહું તો “મધ્ય વયના ક્ષત્રિયકુમારની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પિતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મકકમ હૃદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરેાધજન્ય દેને પરિહાર કર્યો છે કે, વાંચતાં ગુણાનુરાગી હદય તેમની સહજતર્કપટુતા ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તકે રસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચ ઘટે છે. આગળ ચાલતાં જગત્કર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિદક છટાથી તે ઉંમરે જગત્કર્તાપણાનું ખંડન કરો, તર્કબળે સ્વપક્ષ મૂકયો છે (મોક્ષમાળા'–૯૭), તે ભલે કઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હોય, છતાં એ ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે. કાઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિષે જે વિરોધદર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા તર્કપટુને સ્પર્શે એવી છે. જે વિષેની શંકામાત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિષના ટંકારે થાય છે, તે વિષે શ્રીમદ્ જેવો આગમનો અનન્યભકત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું ૨૯મા વર્ષનું નિર્ભય અને પકવ તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈનધર્મને આભારી છે એમ મહીપતરામ રૂપરામ બોલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ્દ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરલચિત્ત મહીપતરામે સીધા જ જવાબ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડ્યા કે, છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે, આ મુદ્દા વિષે મેં કાંઈ વિચાર્યું નથી. એ તો ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ્દ અને મહીપતરામને આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સઅસત વિવેક-વિચારણબળ અને તુલના–સામ શ્રીમમાં ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ • શ્રીસદ્રાજય'$ 'એક સમાલેાચના વિશિષ્ટ હતું. જૈન પરંપરામાં `મેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીધેાતરી, શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈને વ્યાપારી પ્રકૃતિના હાઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાં ય અડચણ ન આવે એવા મા શેાધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલે।તરી સૂકવી સુકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઆમાં સુવણીનાં શાર્કા એટલા જ સ્વાદથી ખાઈ, લીલેાતરીના ત્યાગ ઊજવે છે. આ માછત શ્રીમદ્ના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે ‘ મેાક્ષમાળા ’માં (૫૩) એ પ્રથાની યથાર્થતા, અયથાર્થતા વિષે જે નિણૅય આપ્યા છે, તે તેમનામાં ભાવિ વિકસનાર વિવેકશક્તિને પરિચાયક છે. આર્દ્ર એસે ત્યારથી પુરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધુ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે, શું આ પછી પુરી ન જ ખાવી ? અગર તેા તે વિકૃત થઈ જ જાય છે? એને જવાબ તેમણે આપ્યા છે તે કેટલા સાચા છે? તેઓએ કહ્યું છે કે, આર્દ્રના નિષેધ ચૈત્રવૈશાખમાં ઉત્પન્ન થનાર કરીને આશ્રીને છે. નહિ કે આર્દ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશ્રીને ( પર૧ ) આ તેમનેા વિવેક કેટલા યથાર્થ છે તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનાએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કેરી જેવા અને ખાવા જવું ઘટે. વેશના આકડાપણા વિષે એમણે દર્શાવેલે વિચાર તેમની વ્યવહારકુશળતા સૂચવે છે. તે સુઘડતામાં માનવા છતાં આડાપણાથી યેગ્યતા ન વધવાનુ કહે છે. અને સાદાઈથી યેાગ્યતા ન ઘટવાનુ કહે છે. ખૂબી તે એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો . પહેરવેશ આકડા નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આકડાઈથી પાંચસેાના પગારના કાઈ પાંચસેા એક ન કરે અને યેાગ્ય સાદાઈથી પાંચસેાના ચારસા નવ્વાણુ કાઈ ન કરે (૭૦૬). :: ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તો શ્વસુરગૃહની પિકે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વિરચંદ ગાંધીના ધર્મ પરિષદ નિમિત્તે અમેરિકા પ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીએની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યો છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કે વિવેકપૂર્ણ અને નિર્ભય છે? એ જૈન સમાજની પ્રકૃતિને ઘાતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે: “ધર્મમાં લૌકિક મેટાઈ, માનમહત્ત્વની ઈચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે. - “ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સુત્રાદિ મોકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાને માન–મહત્ત્વમેટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠેકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્યએ ધર્મદ્રોહ જ છે. વીરચંદ ગાંધીને વિલાયતાદિ સેલવા આદિમાં આમ થયું છે.” “ધર્મ જ મુખ્ય એ રંગ ત્યારે અહોભાગ્ય.” (૭૦૬). શ્રીમના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કટ્ટર મૂર્તિવિધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ મતના હતા. પણ જ્યારે તેમને પ્રતિમા વિષે સત્ય સમજાયું ત્યારે કોઈની પરવા કર્યા સિવાય પ્રતિમાસિદ્ધિ વાતે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તે તેમની વિચારગંભીરતાનું દ્યોતક છે. જિજ્ઞાસુ એ (૨) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે, માત્ર જૈનપરંપરાના અભ્યાસીએ શ્રીમદ્દનું વિચારકપણું જેવા ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીમકાજચંદ્ર”—એક સમાચના ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યકૃત્વ સંભવે છે કે નહિ એ વિષે કરેલી ચર્ચા (૩૨૭) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે.* વિશિષ્ટ લખાણે શ્રીમન્નાં લખાણેને હું ત્રણ ભાગમાં વહેંચી, તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓને અને પરિચય આપવા ઇચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે, જે ગદ્ય હોય કે પદ્ય પણ જેની રચના શ્રીમદે એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે, જે કાઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણો આવે છે કે, જે આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય. હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. “પુષ્પમાળા' (૧) આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વ પ્રથમ છે. તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાક્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જો કે બીજી રીતે પણ છે; છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે, તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિષે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાતે પૂરતું છે; તે વાક્ય એ કે, “ અરે એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે. ” જુઓ આ ગ્રંથ, વિભાગ ૨, પ્રકરણ ૨૯. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાતે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્ત પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમને અંતર્મુખ અધિકારીઓ વાસ્ત કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું “મેક્ષમાળા'(૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એને બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” એમણે લખવા ધારેલો જે લખાતાં રહી ગયો. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયો ઉપર કઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. - “મોક્ષમાળા'માં ચર્ચલા ધર્મને મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. અને તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનક વાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે. છતાં એકંદર રીતે એ સર્વસાધારણ રીન સંપ્રદાય વાસ્તે અનુકુળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મેક્ષમાળા'ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી ગ્ય છે, છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી એગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કેાઈ સ્કૂલ કે કોલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાં ય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે. હવે પાછળથી રમે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર અને (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪ર દેહા છે. એનું વિવેચન એમણે પિતે જ કરેલું લભ્ય છે. ખરેખર આનું શાસ્ત્ર નામ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીમકાજચંદ્ર –એક સમાલોચના સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પકવ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કર હાય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, પદર્શનસમુચ્ચય, ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથોનું તે તારણ છે. અને છતાં ય તેમાં તાત્કાલિક ગચ્છ, પથ અને એકાંતપ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જે આમાં જન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાંત ચર્ચા હેત, તો એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણી જૈન લોકે તરફથી થાય છે. શ્રીમદ્ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હતી, તો તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત આને સમજવામાં અધિકાર આવશ્યક છે. તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો બુદ્ધિશોધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ઘણું આને સ્પર્શતા કે જાણુતા પણ નથી; બીજી બાજુ આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. બન્ને એકાંતે છે. આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર થયાં છે; પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાને પાઠવામમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકત પ્રાકૃત *પંચાસ્તિકાય'નું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) Page #205 -------------------------------------------------------------------------- ________________ . શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક તામ્બર મુનિ આનંદઘનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિપય પદ્યો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભકના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચન પ્રમાણની દૃષ્ટિએ નહિ પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે, કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચને પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જમ્યાં હોય એવો ભાસ થાય છે. - “ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” * ધ્રુવપદવાળું શ્રીમદ્દનું કાવ્ય (૪૫૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હોવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા છેડે ઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલાસમાંથી લખાયેલ છે કે, વાંચનારને પણ તે શાંતિ આપે છે. જેન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લોકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવા પામે. નરસિંહ મહેતાના “વૈષ્ણવજન તો તેને કહીએ” એ ભજનમાં વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બોધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લોકસેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે. જ્યારે “અપૂર્વ અવસર ' એ ભજનમાંની ભાવનાવાળો આહંત સાધક એકાંત આધ્યામિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળા દેખાય છે. છે આ પુસ્તકમાં જુઓ વિભાગ , પ્રકરણ ૨૭. ૧૯૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમકાજચંદ્ર”—એક સમાલોચના નીરખીને નવયૌવના ' ઇત્યાદિ બ્રહ્મચર્યવિષયક દેહરા (મોક્ષમાળા –૩૪) કેાઈ ઊંડા ઉગમમાંથી ઉદ્ભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એને પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુંજથી' ઇત્યાદિ હરિગીત કાવ્ય (“મોક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે. જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય? બ્રહ્મચર્યને દેહરા વિષે પણ એમ જ કહી શકાય. “હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી ઓતપ્રોત છે, “જડભાવે જડ પરિણમે” એ કાવ્ય (૨૨૬) જૈન આત્મપ્રક્રિયાનું પૂરેપૂરું બેધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને’ એ ધ્રુવપદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્ત્વિક્તાનું નિરૂપણ કરે છે. આ બધાં ય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે, તે બધામાં એક યા બીજી રીતે જૈન તત્વજ્ઞાન અને જૈન ભાવને બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન પરિભાષાને પડદો વધ્યો, તેને તો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાને અનુભવ થાય એમ છે. વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્ન ભિન્ન સમયે લખેલા ત્રણ પડ્યા છે. પહેલો પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મટે છે. બીજી વિશેષતા એ છે કે, પ્રશ્નો તાત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. • આ ગ્રંથમાં જુઓ ભા. ૨, ખંડ ૧, પ્ર. ૧૧. 3. આ ગ્રંથમાં જુઓ ભાગ ૨, ખંડ ૨. ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ સી શજયની જીવનયાત્રા સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવા જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યાં. શ્રીમદ્ શું કરત તે કહી ન શકાય; પણ જૈનાએ અને બધાએ એ વિચાર કરવા જ જોઈએ. ખુદ્દની બાબતમાં શ્રીમદ્દે અભિપ્રાય આપ્યા છે, તે તેમનાં મૂળ પુસ્તકા પૂરાં વાંચ્યાં હોત તા જુદી રીતે આપત. ગાંધીજીને લખેલા ખીન્ન પત્રમાં (૪૮૨ ) વિવેકનાન, તેની શક્યતા અને તેનાં સાધનાનું સ્પષ્ટ ચિત્ર છે. ત્રીજા પત્રમાં ( ૬૪૭ ) આય વિચાર–આચાર, આય અનાય ક્ષેત્ર, ભક્ષ્યાભક્ષ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાત, જાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિષે ખુલાસા કરેલા છે. આજે પણુ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમના એ ખુલાસાના સંસ્કારા હોય એમ ભાસે છે. ― આ ત્રણે પત્ર દરેકે વાંચવાને લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે, ખીજા કાઈ ને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનુ હાય છે — અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કાઈ પ્રત્યેના પત્રવ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચો ભાગ્યે જ જોઈ એ છીએ. એમાં લેાક, પર્યાય, કેવલજ્ઞાન, સમ્યક્ત્વ, ઇત્યાદિની ચર્ચા હેાય છે. જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રશ્નો ધાર્મિક દૃષ્ટિએ કરે છે. અને આજે આપણે જોઈ એ છીએ કે, ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોના નિકાલ ધર્મદૃષ્ટિએ કર્યો છે. સામાન્ય જૈન વર્ગ અને અન્ય વ અધિકારપ્રશ્નો જ કરે છે, એ હમેશને અનુભવ શ્રીમદ્ગુ પૂછનારાઓના પ્રશ્નોમાં પણ સાચા ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભાજન, જ્ઞાતિની બહાર ભેાજન, ભક્ષ્યાભક્ષ્યવિચાર, એમાં જ કયાં સુધી છૂટ ઇત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમજ પરદેશમાં આવી પડેલી પરિસ્થિતિને આભારી છે. જૈનાના પ્રશ્નો ૧૯૪ - Page #208 -------------------------------------------------------------------------- ________________ “ચોરાજય – એક સમાયેયને મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે, જેનેના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે. અંક ૫૩૮વાળા પત્ર કઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જન તત્વજ્ઞાનના અભ્યાસીને રસ પોષે એવો છે. એમાં નિયતસ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઇન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આપે છે જે કે સર્વાર્થસિહિ, રાજવાર્તિક આદિમાં છે. અંક ૬૩૩વાળો પત્ર જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન કર્યો છે, અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતા હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦–૮ વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. રોગ ઉપર દવા કરવી કે નહિ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદે આ નંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ–સાધુ બને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદૃષ્ટિ હેય તો તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય? કારણ કે રોગનું કારણ તો કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ શું કરે? એ કર્મદષ્ટિના વિચારનો સરસ જવાબ આપે છે. આ લખાણમાં એમણે ત્રણ અંશે સ્પસ્ય લાગે છે. ૧. તેગ કર્મ નિત છે તો તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ ઔષધનિવર્ય જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં • આ પુસ્તકમાં જુઓ ભાગ ૨, ખંડ ૧, પ્ર. ર૯. ૧૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શા માટે ઊતરવું? ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ. એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તો ય પુનઃ કર્મબંધ થવાને જ, કારણ ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપવૃત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એને શો ખુલાસો, એ ત્રીજો પ્રશ્ન. - આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીય કર્મનિવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતાં તથા કર્મબંધ અને વિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે. વ્યાખ્યાનસાર' (૭૫૩) આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે, એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તો એ વિષે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિષે કહે છે, ત્યારે માત્ર સ્થલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણું પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે; તે જેનપરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિઅવિરતિ અને પાક્રિયાની નિવૃત્તિ -અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે.* એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે. ઉપદેશછાયા' (૬૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદ્ભા આમામાં હંમેશાં રમી રહેલાં વિવિધ વિષયનાં ચિતનોની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિપષક છે. છે જુઓ આ ગ્રંથ ભાગ ૨, ખંડ ૧, પ્ર૦ ૨૮. ૧૯૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ 6 · શ્રીમદ્રાજ’એક સમાલોચના ઉપસ હાર બંગાળી, મરાઠી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષા, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલુ એક પણ પુસ્તક મેં એવું નથી જોયુ કે, જેને • શ્રીમદ્રાજચંદ્ર ’નાં લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ શ્રીમદ્નાં લખાણાનુ ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણ ચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકાની ચામેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પેાતપેાતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહાંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમજ નાનાંમેટાં પુસ્તક પ્રસિદ્ધ કર્યાં છે; પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધા વિષે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે, એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણા સામે બાલીશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણેામાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગેા તારવી, અધિકારીની યેાગ્યતા અને વય પ્રમાણે પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે, કે જેમાં કાઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને એજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિષેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી ખીજાં કાઈ પણ પુસ્તકા કરતાં વધારે સારી રીતે સંતેાષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મેાજુદ છે. અલબત્ત એ સામગ્રીના સદુપયેાગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસચક્ષુ જોઈએ. ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ બાદ રાજચંદ્રની જીવનયાત્રા શ્રીમદની સમગ્ર ઉંમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર. શ્રીમન્ના ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિરતુત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવો અલ્પ પણ ધારે તો એમનાં લખાણમાં ખામીઓ પણ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિધા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરાંગણે રમતા કુમારની ઉંમરથી તેમ જ વ્યાપાર, ધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે,– ત્યારે શ્રીમદ્દ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમનાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું ગ્ય ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્રાજચંદ્ર'નું મહત્વ વિદ્વાને ગ્ય રૂપમાં આંકી નહિ શકે. એ ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિવિષયક છે. પ્રથમ તો વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકાર વિષેનું; બીજું તેમાં આવેલાં અવતરણો વિષેનું, તેનાં મૂળ સ્થળે સાથે; ત્રીજું તેમાં આવેલા બધા ય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દનું; ચોથું એમાં ચર્ચેલા વિષયો મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે ગ્રંથોનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠ દર્શાવનારુ; એમ અનેક દષ્ટિથી મહત્ત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવાં જરૂરી છે. એમણે પોતાનાં લખાણમાં વાપરેલ ૧૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હેય ત્યાં સાથે કાષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્ત્વ ઘટતું નથી. આ પ્રસંગે શ્રીમદ્દનાં સ્મારકરૂપે ચાલતી સંસ્થાઓ વિષે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે. કેટલાક આશ્રમો અને પરમકૃતપ્રભાવક મંડળ. આશ્રમોની બાબતમાં તે એટલું જ સૂચવવું બસ થશે કે, તે તે આશ્રમના સંચાલકોએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિને જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગોઠવો જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગ ભાવનાને બંધ બેસે તેમ જ વિચારકેની દષ્ટિમાં પરિહાસ ન પામે એવી જગ્ય ભક્તિ પિષવી ઘટે. પરમબ્રુત પ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દૃષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય. પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણું અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદનમુદ્રણનું દષ્ટિબિન્દુ બદલવું જ જોઈએ. પુસ્તકની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા, તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈ એ એનો નિર્ણય કરવા વારતે એ મંડળે ઓછામાં ઓછા બે ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ઘટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકે જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશાધન આદિની ઢગલાબંધ અક્ષમ્ય ભૂલો જોઈ, વ્યાપારી જૈન સમાજને હાથે હણતા સાહિત્યના તેજસ્વી આત્માનું દશ્ય અનુભવું છું. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શ્રીમદ્રાજચંદ્રનો હિન્દી કે કઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ઘણા ભક્તો છે. તેમનું પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદ્ની ભાષા ગુજરાતી છે પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયો સેંકડો ગ્રંથમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તો એ અનુવાદ નામના જ થશે. પહેલી એ કે, તેણે શ્રીમદ્ભી ભાષાની માતૃભાષા જેટલો જ તલસ્પર્શી પરિચય કરેલો હોવો જોઈએ. બીજી બાબત એ કે, એમાં ચર્ચેલા વિષયોનું તણે પકવ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે, જે ભાષામાં અનુવાદ કરવાનો હોય, તેમાં લખવાને તેને સિદ્ધહસ્ત હોવો જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવતો હોય, તે કરવામાં વસ્યવૃત્તિ જરાય ન સેવતાં, ટાણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ. ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્ર [જીવનયાત્રા અને વિચારરત્ન ] ૨. શ્રી રાજચંદ્રનાં વિચારને Page #215 -------------------------------------------------------------------------- ________________ Page #216 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્ય ૧. સઘળાં પ્રાણુઓની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે. પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખને આરોપ કરે છે. [ પરંતુ ] અતિ અવલોકનથી એમ સિદ્ધ થાય છે કે, તે આપ વૃથા છે. જે સુખ ભયવાળાં છે તે સુખ તે સુખ નથી પણ દુખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યો છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શેક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું જ સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. ભર્તુહરિ ઉપદેશ છે કે ભોગમાં રગને ભય છે; કુલને પડવાને ભય છે; લમીમાં રાજાને-ભય છે; માનમાં દીનતાને તથા બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખલને ભય છે: અને કાયા પર કાળને.ભય છે એમ સર્વ વસ્તુ ભયવાળ છે માત્ર વેરાગ્ય જ અભય છે. આમ સંસારનાં મનહર પણ ચપલ સાહિત્ય ભયથી ભય છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શાક જ છે. જ્યાં શોક ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને હાથ ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. - આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શેક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી - નથી. રુધિરથી રુધિરને ડાઘ જતો નથી, પણ જલથી તેને અભાવ છે. તેમ શુંગારથી વા શંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. એ જ માટે વૈરાગ્ય જલનું આવશ્યકપણું નિઃસંશય કરે છે. (૧૬) ૨. જ્ઞાનીઓએ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. સંસારની દેખીતી ઈદ્રવરણ જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થલીન કરી નાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મેહથી સત્ય સુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. . . . સંસારની આ ઉત્તમોત્તમ પદવી [ જે ચક્રવર્તિપણું ] ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? . . . જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. [ આમ સંસારમાં ] અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ એ સંસારને પૂંઠ દીધી છે. તે સત્ય છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિ છે. (૧૭). ૩. સર્વ કરતાં જેમાં અધિક નેહ રહ્યા કરે છે એવી આ કાયા, તે રોગ જરાદિથી સ્વાત્મને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ, અને કઈ બીજા વિચારમાં જવી જોઈએ. (૨૮) ૨૦૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ માનવદેહ ૧. આસંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેથી મળનાર નથી. માત્ર માનવદેહથી મેક્ષ છે. જ્ઞાનીઓ કહે છે એ [ મનુષ્ય] ભવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. કોઈ પણ અન્ય દેહમાં વિવેકને ઉદય થતો નથી, અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. મેતને પણ નિશ્ચય આપણે જાણી શકતા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. (૧૭) ૨. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિતુલ્ય કહ્યું છે, તે વિચારે તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિ રાનથી પરમ માહામ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જે દેહાથંમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું, તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિઃસંદેહ દેખાય છે. (૩૦) ૩. સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક છવને સમજાય છે. મહત પુણ્યને વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજવા એગ્ય છે. તે સમજાવાને ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગ્રસિત છે. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. ( ૩૧ ) ૪. આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્ત છે, એવુ મનુષ્યપ્રાણી કલ્યાણને વિચાર કરવાને સથી અધિક યેાગ્ય છે. તથાપિ પ્રાયે જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક ' અને એક ‘વ્યાવહારિક.’ અને તે એ પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. અને તેનું સૌથી મેાટુ કારણુ અસત્સ`ગની વાસનાએ જન્મ પામ્યું એવુ નિજૅચ્છાપણું અને અસત્ નને વિષે સતદર્શનરૂપ ભ્રાંતિ તે છે. [ તે ] અસત્સંગ, નિજેચ્છાપણુ અને મિથ્યાદનનું પરિણામ જ્યાં સુધી મટે નહિ, ત્યાં સુધી આ જીવ મુક્ત થવા ઘટતેા નથી. અને તે ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું, તે જાણવા યેાગ્ય છે. (૨૮) ૨૦૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ સશુ–સત્સંગ સદ્ગુરુની આવશ્યકતા ૧. દુ:ખની નિવૃત્તિ સર્વ જીવ ઇચ્છે છે. અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દેષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણ કે સલ્લાસ્ત્રનું વિચારવું એ છે. જે કાઈ જીવ સર્વથા દુઃખની નિવૃત્તિ ઈચ્છતું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કઈ ઉપાય નથી. એક મેટી નિશ્ચયથી વાર્તા મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે કે, સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. (૨૫) ૨. કારણ, જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામા જીવને પ્રેરે છે. આ જીવે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. ઊલટું, “આત્માર્થ સાધું છું' એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને થાય, કે જે જીવને સંસારને મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે, તો તેથી કલ્યાણ ન થઈ શકે. જીવનાં પૂર્વકાળનાં બધાં માઠાં સાધન – કલ્પિત સાધન-મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વજ્ઞાન અપૂર્વપુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? (૨૭) અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈએ પ્રકાર નહિ આવે કે જે અજવાળારૂપ હોય. આવરણતિમિર જેને છે, એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “ સત’ જણાતી નથી, અને સત ’ની નજીક [પણ] સંભવતી નથી. “ સત’ છે તે ભ્રાંતિ નથી; કલ્પનાથી પર છે. માટે જેની [ “સત '] પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કાંઈ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી જ્ઞાનીને શરણે જવું. આ જે વચનો લખ્યાં છે, એમાં નિગ્રંથે પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બંધનું બીજ સંક્ષેપે કહ્યું છે. (૨૨-૨૪) ૩. સધર્મનો જોગ સપુરુષ વિના હોય નહીં; કારણ કે “અસત'માં સત્ ” હોતું નથી. (૧૯૪૭) ૪. બાજરા અથવા ઘઉંનો એક દાણ લાખ વર્ષ રાખી મૂક્યો હેય, પણ જે તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઊગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારને વેગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતો નથી. [ સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે.] (૧૯૫૨). ૫. જીવ પિતાને ભૂલી ગ છે, અને તેથી સસુખનો તેને વિયોગ છે; એમ સર્વ ધર્મસમ્મત કહ્યું છે. પિતાને ભૂલી ગયા-રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે; એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે; ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૩ : સદ્ગુરુસત્સંગ છતાં લેાકેા લાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેાડતા નથી; એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે પૃથ્વી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે, પોતાની ઇચ્છાએ પ્રવતાં અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આનાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. અનંતકાળ સુધી જીવ નિજછંદે ચાલી પરિશ્રમ કરે, તે પણ પાતે પેાતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાના આરાધક અંતમુ દૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરેાક્ષ છે, અને તે અને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈ એ. ( ૨૨-૪ ) ૬. કાઈ પણ પ્રકારે સદ્ગુરુની શેધ કરવી; શેાધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અણુયુદ્દ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશકતાથી આરાધન કરવું; અને તે જ સ માચિક વાસનાને અભાવ થશે, એમ સમજવું. (૨૩ ) ૭. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણુ પ્રાપ્ત થયું છે. માત્ર સત્' મળ્યું નથી; ‘ સત્ ’સૂણ્યું નથી; અને સત્' શ્રધ્યું નથી; અને એ મળ્યે, એ સૂણ્યે, અને એ ધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. ( ૨૭ ) ' ( ૮. સત્સંગના અભાવથી, ચઢેલી આત્મશ્રેણિ ઘણુ કરીને પતિત થાય છે. ( ૨૨-૪) ૯. સદર્શનથી ઉચ્ચગતિ છે; પરંતુ મેાક્ષના માર્ગ જ્ઞાનીએ એ તે અક્ષરેમાં સ્પષ્ટ દર્શાવ્યે નથી; ગૌણુતાએ રાખ્યા છે. તે ગૌણુતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે નિશ્ચય નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ~~ તેની આજ્ઞાનુ આરાધવુ, સમીપમાં સદૈવ કાળ રહેવું; માં સત્સંગની પ્રાપ્તિમાં રહેવુ. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. ( ૧૯૪૬ ) ૩૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ * શ્રી રાજચંદ્રનાં વિચારને સપુરુષની વ્યાખ્યા ૧૦. પુરુષ એ જ કે નિશદિન જેને આમાનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે . . . બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. (૨૨) ૧૧. ધર્મ જ જેનાં અસ્થિમજા છે, ધર્મ જ જેની ક્રિયા છે. ધર્મ જ જેનું [ હલન ચલન છે, ધર્મ જ જેની શયન તથા જાગૃતિ છે, ધર્મ જ જેનો આહારવિહાર અને નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ તથા સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. ૧૨. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, આત્માર્થ ઉપદેશક[ તથા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણુને વિષે વર્તવાને યોગ્ય નથી. કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તને હેતું નથી અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણું હોય છે. (૨૯) ૧૩. પ્ર. પુરુષ કેમ ઓળખાય ? ઉ૦ પુરુષો તેમનાં લક્ષણથી ઓળખાય. પુરુષોનાં લક્ષણઃતેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધને જે ઉપાય કહે તેથી ક્રોધ જાય; માનને જે ઉપાય કહે, તેથી માન જાય. જ્ઞાનીની વાણું પરમાર્થરૂપ જ હોય છે. તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળ જેવાં લાગે. સદ્દગુરુ અને અસદ્ગુરુનું એાળખાણ સેનાની અને પિત્તળની કડીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્ગુરુ Page #224 -------------------------------------------------------------------------- ________________ ક: સદ્ગર-સત્સંગ મળે, તો કર્મ ટળે. જે પદાર્થને જ્ઞાની ઝેર કહે, તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનની આજ્ઞા આરાધે, તેને તરવાના કામી કહેવાય. (૧૯૫ર ) ૧૪. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી, પરમકૃત, સદ્દગુરુલક્ષણોગ્ય. આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુમિત્ર, હર્ષશોક, નમસ્કારતિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને પદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણે છે. (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૨૯.) ૧૫. પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકારો [ અર્થાત્ તક્ષણ] આ લોક આત્માવસ્થા પ્રત્યે હો, આતમસ્વરૂપ પ્રત્યે હા, આત્મસમાધિ પ્રત્યે હે; અન્ય અવસ્થા–સ્વરૂપ-આધિ પ્રત્યે ન હે. એ જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષને છે. (૧૯૪૮) સત્સંગની વ્યાખ્યા ૧૬. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ' કહીએ છીએ. એના જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. (૨૨-૨૪) ૧૭. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આમાને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. (૧૭) ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ના સત્પુરુષને કાણુ ઓળખે ૧૮. જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી; અંતરાત્મગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવેાના અનુભવના વિષય ન હેાવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગવાસી વાને ઘણું કરીને સંસ્કાર નહિ હાવાથી, જ્ઞાની કે વીતરાગને તે એળખી શકતા નથી. દૃઢ મુમુક્ષુતા પ્રગટથૈ, તથારૂપ સત્તમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્યું, જીવ નાની કે વીતરાગને એાળખી શકે. (૨૯) ૧૯. [ સત્પુરુષને ] વાસ્તવિક એળખવા વે યાગ્ય થવું પ્રશસ્ત છે. તે ચેાગ્ય થવામાં આવકર્તા એવા એ માયાપ્રપંચ છે. પગલે પગલે ભયવાહી અજ્ઞાનભૂમિકાના જીવ વગવિચારે કાવ્યાવિધ યેાજને ચાલ્યા કરે, ત્યાં ચગ્યતાના અવકાશ યાંથી હાય ? આમ ન થાય તેટલા માટે, થયેલા કાર્યોના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, ચેાગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ન ચાલતાં કરવા જોઈ એ અને તે પણ પ્રારબ્ધવશાત્ નિસ્પૃહબુદ્ધિથી—એવા જ જે વ્યવહાર, તેને યેાગ્ય વ્યવહાર માનજો. (૨૨-૨૪) ૨૦. જ્ઞાની પુરુષનું એાળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દ્વેષ જાણીએ છીએ. એક તે ‘હું જાણું છું, ‘હું સમજું છું, ' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં વિશેષ રાગ. ત્રીજું, લેાકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈ એ તેવું ન દ્યું. એ ત્રણ કારણા જીવને જ્ઞાનીથી અણુજાણ્યા રાખે છે. [ તેથી જ ] જ્ઞાનીને વિષે પેાતાસમાન કલ્પના રહ્યા કરે છે [ તથા ] પેાતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેાલન કરવામાં ૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૩: સદગુરુ-સસરા આવે છે. એ ત્રણે દોષનું ઉપાદાને કારણુ એ તે એક “સ્વચ્છેદ' નામને મહાદોષ છે અને તેનું નિશ્ચિત્ત કારણ અસંગ છે. (૨૫) ૨૧. જેના વચનબળે છવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિને પૂર્વકાળમાં જીવને જોગ ઘણું વાર થઈ ગયો છે. પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને એવી બીજી કામનાઓથી પિતાની દૃષ્ટિ મલિન હતી. દૃષ્ટિ જે મલિન હોય, તે તેથી સન્મુતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણું પડતું નથી. અને જ્યારે ઓળખાણું પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે, તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબણું લાગે છે. (૨૩) સત્સગયાં આવશ્યક વસ્તુઓ ૨૨. જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સન્દુરુષને [જેને] નિશ્ચાય છે, તેને પ્રથમ ભૂમિકામાં (દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવારૂપ) નીતિ મુખ્ય આધાર છે. જેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણું ન હેય, અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર પુરુષને વંચવા બરાબર છે. જો કે પુરુષ તે નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવાપણું કંઈ છે નહિ, પણ એવા પ્રકારે પ્રવર્તતા છવ તે અપરાધયોગ્ય થાય છે. (૨૭) ( ૨૩. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે છે જે એકનિષ્ઠાએ તન, મન, ધનથી આસક્તિને ત્યાગ કરી, તેની ભક્તિમાં જોડાય. * આવા કૌંસમાં મૂકેલા શબ્દ શ્રીમના પિતાના છે. પરંતુ આ ફેક ટૂંકાવવા માટે, વચ્ચેથી અમુક ભાગ કાઢી નાખી, ક્રમ બદલી, એ ભાગ વાક્ય સળંગ થાય તે પ્રમાણે મૂકેલો છે. ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારનો જે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમત નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતો નથી. (૨૨-૨૪) ૨૪. પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ-ભક્તિ થાય નહિ, ત્યાં સુધી આત્મવિચાર પણ છવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને પુરુષને જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે એમ કહેવું પણ કઠણ છે. (૨૭) ૨૫. જ્ઞાની પુરુષોની આજ્ઞાની, તથા તેના વિચારની સમ્યક પ્રતીતિ આવ્યા વિના, તથા તેમાં અચળ સ્નેહ થયા વિના સત્વરૂ૫ના વિચારની યથાર્થ પ્રાપ્તિ થતી નથી. અને તેવી દશા આવ્યેથી, તેનાં ચરણારવિંદ જેણે સેવ્યાં છે તે પુરુષ, તેવી દશાને ક્રમે કરીને પામે છે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું. જ્યાં સુધી જીવને સ્વછંદથી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. (૧૯૪૭) ૨૬. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુએને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવાને એગ્ય છે. જ્યાં સુધી પિતાના દોષોને વિચારી, સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય, ત્યાં સુધી સપુરુષને કહેલો માર્ગ પરિણામ પામેવો કઠણ છે. (૨૮) ૨૭. સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિષે પણ અત્યંત કલેશ, દેશના વિષયમાં અત્યંત વીર્યનું પુરવું-એ વાત સત્સંગમાં અખંડ એકશરણાગતપણે ધ્યાનમાં રાખવાને યોગ્ય છે. સમયમાત્ર પણ પ્રમાદ મ્ય નથી. (૨૬) ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩: સ ત્સવ ૨૮. અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં મળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય [પરમાર્થ] એ આદિની મિથ્યા ચર્ચામાં નિરાગ્રહ રહેવું–મધ્યસ્થ ભાવે રહેવું. આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. (૧૯ઝર) ૨૯. જીવે અજ્ઞાન રહ્યું છે, તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણું, આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો, ત્યાં સુધી આત્મા ઊંચે આવે નહીં, અને ત્યાં સુધી કલ્યાણું પણ થાય નહીં. ઘણું જીવો પુરુષને બધ સાંભળે છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. (૧૯૫૨) ૩૦. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપી ગોદડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપી લાકડી લાગતી નથી. તરવાનાં કામી હોય તેણે ધોતિયારૂપી કર્મ ઓઢયાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. (૧૯૫ર ) ૩૧. અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જે ગળે ઉતારે, તે રોગ મટે. તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂ૫ દવા આપે, પણ મુમુક્ષુ પ્રહણ કરવારૂપ ગળે ઉતારે, ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. (૧૯૫૨) - ૩૨, ખારી જમીન હોય ને તેમાં વરસાદ પડે, તો શું કામ આવે? તેમ જ્યાં સુધી આત્મામાં ઉપદેશ પરિણમે નહીં તેવી સ્થિતિ હેય, ત્યાં સુધી તે શું કામનો ? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં, ત્યાં સુધી ફરી ફરી સાંભળવી; વિચારવી; તેને કેડે મૂકવો નહીં; કાયર થવું નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારો. અભ્યાસ રાખો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં (૧૫) ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૩૩. મુમુક્ષએ જો કેઈસપુરુષને આશ્રય પ્રાપ્ત થયો હોય, તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે. માત્ર તથારૂપ વૈરાગ્ય, ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યંગ્ય પ્રકારે સિદ્ધ થયે, જ્ઞાનીને ઉપદેશ સુલભ પરિણમે છે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ . થાય છે. (૨૯). ૩૪. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વછંદપણે, કામનાઓ કરી, રસે કરી સંસારને ભજે છે, તેને તીર્થકર પિતાના માર્ગથી બહાર કહે છે. (૨૬). ૩૫. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કેઈ નથી. છતાં તે સસંગ પણ, જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી, તેને પ્રાયે નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ કળવાન થયો હોય તો પણ, જે વિશેષ લોકાશ રહેતો હોય, તો તે ફળ નિર્મુળ થઈ જતાં વાર લાગતી નથી. સ્ત્રીપુત્ર, આરંભપરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુદ્ધિ છેડવાને પ્રયાસ કરવામાં ન આવે, તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષે સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે. (૨૭) ૩૬. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દે છે. તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. અથવા તે તે સાધનોમાંથી અહં બુદ્ધિ છેડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દેપને એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે, આત્મા તે દેબને છેદવા પિતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાખી, પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહિ થાય, હું અનુક્રમે તેને છેડીશ અને કરતાં જાગૃત ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૩ : સદ્ગુરુ સત્સંગ રહીશ, ' એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે. જેથી તે દેશના સબંધ વ છેડતેા નથી, અથવા તે દ્વેષ વધે છે તેના લક્ષ તેને આવી શકતા નથી. એ વિરેાધી સાધનને એ પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક, તે સાધનના પ્રસંગની નિવૃત્તિ. બીજો પ્રકાર, વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે ચેગ્ય છે. કેમકે, તેથી વિચારના અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સવ થા કરવાનું જીવનું બળ ન ચાલતું હાય, ત્યારે ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરવા ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મેળા પડે અને આશ્રયભક્તિ દૃઢ થાય. ( ૨૬) ૩૭. અજ્ઞાનની સંતિ બળવાન હોવાથી, તેના રાષ થવાને અર્થે અને જ્ઞાની પુરુષનાં વચનાના યથાયેાગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પેાતાના દોષનુ જોવું, અપારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. (૨૬) ... ... ૩૮. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી ચે।ગ્ય નથી. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હેાય તે પણ મુમુક્ષુએ કાઈ પણ પ્રકારે તે ઇચ્છવાને યેાગ્ય નથી. . પારમાર્થિક વૈભવથી નાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં. . . ધીરજ ન રહે એવા પ્રકારની સ્થિતિ છતાં ધીરજમાં એકનું પણ ન્યૂનપણું ન થવા દેવુ એ કર્તવ્ય છે. અને એ યથા મેધ પામવાના મુખ્ય માગ છે. . . . ભવિષ્યમાં જે થવા યેાગ્ય હશે તે થશે, તે અનિવાય છે, એમ ગણી પુસ્મા – પુરુષાર્થ સન્મુખ થવું યેાગ્ય છે. કુટુબાદિકનું મમત્વ રાખશા તે પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખરા તા પણ જે થવાનુ યથાયેાગ્ય હશે તે થશે; માટે નિઃશ’કપણે નિરાભિમાની • ૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને થવું એગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે. આ જ્યાં સુધી નહીં પરિણમે, ત્યાં સુધી યથાર્થ બોધ પરિણમે નહીં. (૧૯૪૮) સજજનસ્તાવ ૩૯. આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દેડી, તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણુ છે. પુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષ્ણા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરીફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ આશાતામય છે. કેઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી. અને એ પુણ્ય પણું સપુરુષના ઉપદેશ વિના કેઈએ જાણ્યું નથી. ઘણે કાળે ઉપદેશેલું તે પુય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે. પણ એનું મૂળ એક પુરુષ જ છે. માટે અમે એમ જ જાણીએ છીએ કે, એક અંશ શાતાથી કરીને પૂર્ણકામના સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગૌરવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂ૫ સપુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કાઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણથી ત્રિકાળ જે ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૩ સદ્ગુરુ સત્યગ હ્યાં છે એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પામી નમીએ છીએ. પરમાથ હે પુરાણ પુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હાય એમ સમજતા નથી. તારા કરતાં અમને તા સત્પુરુષ જ વિશેષ લાગે છે. કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. અને અમે સત્પુરુષને એળખ્યા વિના તને ઓળખી શક્યા નહિ એ જ તારુ દુટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તે ઉન્મત્ત નથી અને તારાથી પણ સરલ છે. માટે હવે તું કહે તેમ કરીએ ! (૨૨-૨૪) ૪૦. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવા જો કાઈ હાય, તે તે તરતારણ જાણીએ છીએ. તેને ભજો. મેાક્ષ ! આ કાળને વિષે પણ પ્રાપ્ત હેાય અથવા પ્રાપ્ત થાય છે. પણ તે મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુલભ છે. અર્થાત્ મેાક્ષ દુર્લભ નથી, દાતા દુર્લોભ છે. (૧૯૪૮) સત્સંગ જ શ્રેષ્ઠ ઉપાય ૪૧. દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની ઇચ્છે. ( ૧૯૪૩ ) ૪. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મમ ક્યો નથી. મમ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (૨૨) ૪૩. ખીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શેાધીને તેનાં ચરણકમળમાં સભાવ અણુ કરી દઈ વર્ત્યા જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે. ૪૪. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સ ઈચ્છા પ્રશસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તેા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ. (૧૯૪૫) ૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજયના વિચારને ૫. જીવને બે મોટાં બંધન છેઃ એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ. જેને સ્વચ્છેદ છેદ છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે તરત નાશ પામે છે. (૧૯૪૭) ૪૬. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાએ પ્રર્વતતાં અનાદિ કાળથી રખડળ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની. ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવિત નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે, જે એકનિષ્ઠાએ તનમનધનથી આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. (૧૯૪૭). ૪૭. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે– સપુરુષના ચરણના સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. (૧૯૪૯) ૪૮. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન, આત્મા સત્પરુષના ચરણકમળની વિનોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્તમ વચનામૃત છે. (૨૨) ૪૯. જે પવન [ શ્વાસ ] નો જય કરે છે, તે મનને જય કરે છે; જે મનને ય કરે છે, તે આત્મલીનતા પામે છે–આ કહ્યું તે વ્યવહારમાત્ર છે. નિશ્ચયમાં, નિશ્ચય અર્થની યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સત્યરુષની આજ્ઞાથી પરામુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે: સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી છે: પર્યાપાસના અને પાત્રતા. ૨૨૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩: સદગુરુ ભગ ૫૦. (છ) જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યો છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવાને ગ્ય હતું, તે તેણે કર્યું નથી. તે શું? તો કે, પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ સાંભળ્યાં નથી અથવા રૂડે પ્રકારે તે ઉઠાવ્યાં નથી. માળા છો, માળા, તો! સપુરુષની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. (૨૨-૨૪) ૫૧. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. (૨૨-૨૪) સત્સંગના વિયોગમાં શું કરવું? પ૨. જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતો હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો સંભારવાં, નીરખવાં અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં–પ્રવૃદ્ધિના પ્રસંગોમાં–અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે, એક તે સમાગમનું બળ નથી અને બીજે અનાદિ અભ્યાસ છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવાં કામનું કાણુ પડે, ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણું પ્રવર્તન ઘટે છે. તે કારણેને મુખ્ય કરી કઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. (૨૬). ૫૭. આત્મસ્વભાવની નિર્મળતા થવા માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે: સત્ શ્રત અને સત સમાગમ. જે જીવ સદ્દષ્ટિમાન હેય, તો સત્ શ્રુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. તેવા યોગના અભાવે સત શ્રતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ - શ્રી રાજચંદ્રનાં વિચારને હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, એવાં શાસ્ત્રને પરિચય, તે સત મુતને પરિચય છે. (૧૯૫૬) - ૫૪. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષ જીવને જ્યાં સુધી તે જોગને વિરહ રહે, ત્યાં સુધી દઢ ભાવે તે ભાવના ઇચ્છી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લધુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દેશ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વત્ય કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું. (૨૫) ૫૫. આ કાળને વિષે સત્સંગની પ્રાપ્તિ થવી ઘણું દુર્લભ છે એમ જાણું, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે (૨૨-૨૪) [ તથા ] આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એાસરાવી, સલ્ફાસ્ત્રને પરિશ્રમ વિશેષ કરીને કર્તવ્ય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હેય, તે જીવમાં સપુરુષના વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (૩૦) સત્સગનું ફળ ૫૬. સત્સંગ એ. સર્વ સુખનું મૂળ છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. જ્યાં સારી હવા નથી આવતી, ત્યાં રોગની વૃદ્ધિ થાય છે; તેમ જ્યાં સત્સંગ નથી, ત્યાં આત્મરંગ વધે છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે, તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને પુરુષોને સમાગમ ટાળી શુદ્ધતા આપે છે. સત્સંગ એ આત્માનું પરમ હિતસ્વી ઔષધ છે, (૧૭) ૫૭. સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું તવું તે અત્યંત દુષ્કર કહ્યું છે–તે સાવ સિદ્ધ ૨૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ કઃ સદગુરુન્સલ્સ છે. [પરંતુ ] જેમ જેમ જ્ઞાનીનાં વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષનાં વચન સાંભળી છે જાણ્યું નથી અને એ જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હતી. (૨૭) ૫૮. સપુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પોતાના દેષ જેવા ભણું ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્કુરા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દઢ કરે છે. (૨૭) ૫૯. આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વ ભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્માઓની જે નીતિની ઋદ્ધિ છે, તે નીતિની ઋદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંતકાળમાં કાં તો સપાત્રતા થઈ નથી, અને કાં તો પુરુષ ( જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્યથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે. (૧૯૪૫) ૬૦. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે, તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. (૨૬) ૬૧. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યાં નથી અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી. (૨૬) ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજાચકનાં વિચારને કર. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થત હય, તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષનાં વચનેને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહિ, જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય પણ ક્ષણભર સ્થાયી થવાને ઈચ્છે નહિ. (૨૬) ૬૩. પારસમણિને સંગ થયો અને લોઢાનું સુવર્ણ ન થયું, તો કાં તો પારસમણિ નહિ અને કાં તે ખરું લોઢું નહિ. તેવી જ રીતે જેના ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય, તો કાં તો તે ઉપદેષ્ટા સપુરુષ નહિ અને કાં તો સામે માણસ એગ્ય જીવ નહિ. યોગ્ય જીવ અને ખરા પુરુષ હોય, તે ગુણો પ્રગટાવ્યા વિના રહે નહિ. (૨૯) - ૬૪. સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય, તો અવશ્ય આ જીવને જ વાંક છે. મિથ્યાગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય, તો જ સત્સંગ કુળવાન થાય નહિ. અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ના હોય, તો ફળવાન થાય નહિ. સત્સંગની ઓળખાણ થયે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિ સંકેચવી. પોતાના દેશ ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જેવા; જેઈને પરિક્ષીણ કરવા અને સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. મુખ્યમાં મુખ્ય અને અવસ્થામાં અવશ્ય નિશ્ચય રાખો કે, જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. જે તે સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહિ–તેને આચરે નહિ–આચરવામાં થતા પ્રમાદને છેડે નહિ, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહિ. (૨૯) * ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ સશાસ્ત્ર ૧. શમસંવેગાદિ ગુણ ઉત્પન્ન થયે અથવા વૈરાગ્યવિશે – નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડશે અથવા કંઈપણ પ્રજ્ઞાવિશેષથી સમજવાની ચેગ્યતા થયે, જે સદ્ગગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથ છે–ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે–તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતરભેદ થયા વિના અથવા દશા કર્યા વિના, વિભાવ ગયા વિના, પિતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયારહિત તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એ . . . પ્રકાર શુષ્ક અધ્યાત્મીને છે. (૨૯) ૨. આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે “અધ્યાત્મજ્ઞાન.” મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે “અધ્યાત્મશાસ્ત્ર. અક્ષરઅધ્યાત્મીને [પંડિતન] મોક્ષ નથી થતું. જે ગુણે અક્ષરમાં કહ્યા છે, તે ગુણે જે આત્મામાં પ્રવર્તે તે મેક્ષ થાય. પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. માત્ર વાણી સાંભળવાની ખાતર વચન સાંભળે, તે શબ્દ (અક્ષર) અધ્યાત્મી કહેવા. શબદઅધ્યાત્મીઓ અધ્યાત્મની વાત કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે. (૧૫) ૩. સર્વ દર્શન પરિમિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે. પણ યથાર્થ દષ્ટિ જ્યા વિના સર્વ દર્શનનું તાત્પર્ય ૨૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાન હદયગત થતું નથી, જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનગ–જે [એવાં] સાધને, તે શુદ્ધ ઉપગ વડે સંમત થવાં જોઈએ. (૨૩) ૪. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર . . . આત્મજ્ઞાનને હેતુ થાય છે; કેમકે, “પરમાર્થ આત્મા’ શાસ્ત્રમાં વર્તતે નથી, પુરુષમાં વર્તે છે. (૨૯) ૫. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરાક્ષ છે, અને તે જીવને અવિકારી થવા માટે કહી છે. મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આના આરાધવી જોઈએ. (૧૯૪૭) ૬. શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હેય, એવા પુરુષો ઘણું મળી શકે, પરંતુ જેણે થોડાં વચને પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી, શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય, તેવા મળવા દુર્લભ છે. (૧૭) ૭. શાસ્ત્રનાં પાનાં ઉપાડવાં અને ભણવાં એમાં કાંઈ અંતર નથી, જે તત્વ ન મળ્યું છે. કારણ કે બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણે ગયા . . . તેણે મને બોજો ઉપાડ્યો. જેને ઘેર આખો લવણસમુદ્ર છે, તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને કેટલાય બીજાની તૃષા મટાડવા સમર્થ છે. શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાને હેતુ નથી– શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરી પાત્રતા મળશે;-પણું મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને નિષેધ કરીએ છીએ. (૨૨-૨૪). ૮. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડે નથી, પણ અનુભવજ્ઞાનથી નિવડે છે. (૧૯૪૭) ૯. જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા ર૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ કઃ સશાસ્ત્ર પુરુષેએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં-ઉપદેશ્યાં છે. તે ઉપદેશ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ-વાચન નિષ્ફળરૂપ છે. (૨૫). ૧૦. આમાર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને. એટલો લક્ષ રાખી સ@ાસ્ત્ર વિચારાય, તો તે અભિનિવેશ ગણવા ચોગ્ય નથી. [ પરંતુ ] સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો [ હેય] તે ચગે પણ સ્વછંદતા-નિર્વાહને અર્થે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. (૨૯) ૧૧. સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાતો સત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશકાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંત ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે. જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે. તેમાં અનુમાનપણું કામ આવતું નથી. જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે, તે એમ કહે કે, નવે નવું એકાશી. ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, તે અનુમાનથી એમ કહે કે, “૯૮ થતા હોય તે કેમ ના કહી શકાય?” તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એ પ્રમાણે સિદ્ધાંત, આવરણના કારણથી ન સમજવામાં આવે, તો પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય, ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. (૩૨) ૨૨૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતચર્ચા ૧. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયું છે, તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર : સિદ્ધાંતનો છે. “જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે, અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હેય નહિ, પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જાણતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે, પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે’–એ આદિ જે શિક્ષા છે, તે “ઉપદેશજ્ઞાન’ છે. આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મેક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા”—એ આદિને જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે “સિદ્ધાંતજ્ઞાન” છે. વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. અને તે પ્રકારે જોઈ મુમુક્ષુ જીવ સંદેશ – શંકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનવા યુગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તે જીવને કોઈ અત્યંત ઉજજવળ ક્ષયોપશમે અને સગુરુના વચનની આરાધનાએ ઉદ્દભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સગુરુથી કે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૫: સિદ્ધાંતચર્ચા સલ્લાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાનનું દઢ થવું ઘટે છે. કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવ અસંગ દશામાં આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. (૨૭) ૨. સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબેધથી થાય છે. જેને વૈરાગ્ય, ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વલ્ય કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હોય, તે તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. ગૃહકુટુંબપરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા-મમતા છે, અને તેની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગદ્વેષકષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિ નિમિત્ત ઉત્પન્ન થતો જે કપાયશ તેનું મંદ થવું, તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્દબુદ્ધિ કરે છે. અને તે સબુદ્ધિ છવાઝવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. જે જીવને વિષે ગાઢ વિપસબુદ્ધિ છે, તેને તે કઈ રીતે સિદ્ધાંતબેધ વિચારમાં આવી શકે નહિ. તેથી સિદ્ધાંતબાધ કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન ક્ય છે. (૨૮) ૩. સિદ્ધાંતને વિચાર ઘણું સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જે એમ નથી કરવામાં આવતું, તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ, વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. તમને અથવા કોઈ મુમુક્ષને પિતાના સ્વરૂપનું જણાવું એ મુખ્ય Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજયના વિચારરત્ન. કર્તવ્ય છે. પણ તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામ થયે, “એક આત્મા છે” કે “અનેક આત્મા છે” એ આદિ પ્રકારે સ્વરૂપ વિચારવા યોગ્ય છે. . . . જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતી નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી, યથાર્થપણે પછી વૈરાગ્ય, ઉપશમને ધારણ કરી શકતું નથી. માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે તે સમજવા, આ જીવમાં વૈરાગ્ય, ઉપશમ અને સત્સંગનું બળ હાલ તે વધારવું ઘટે છે. . . . જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય, તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષપણું ઉત્પન્ન થયાં પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. તેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે. (૨૭) ર૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ ૧. પુરુષનાઅંતઃકરણે આચર્યો, કિવા કહ્યો તે ધર્મ. [૧૬ પહેલાં] ૨. અનાદિકાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે. અધોગતિમાં પડતાં આત્માને ધરી રાખનાર જે વસ્તુ, તેનું નામ ધર્મ. એ ધર્મતત્તવના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય છે બે ઃ ૧. વ્યવહારધર્મ. ૨. નિશ્ચયધર્મ. વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવતે તે પણ દયાની રક્ષા વાસ્તે છે. કોઈ પણ કામ કરવું તેમાં યત્નપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “દવ્યદયા” થઈ. આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાય છે, તત્ત્વને પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરે, તે “સ્વદયા”. બીજે નિશ્ચયધર્મ. પિતાના સ્વરૂપની ભ્રમણું ટાળવી, આત્માને આત્મભાવે ઓળખો, આ સંસાર તે મારે નથી, એ વગેરે - નિશ્ચયધર્મનું સ્વરૂપ છે. (૧૭) ૩. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ના નથી. પેાતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે જીવે ધર્મ શ્રવણ કરવાજોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. (૨૫) ૪. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બાહ્ય સોાધનથી મળવાની નથી. અપૂર્વ આંતર સંશાધનથી તે પ્રાપ્ત થાય છે - જે આંતર સ`શાધન કાઈ મહાભાગ્ય [ પુરુષ ] સદ્ગુરુ-અનુગ્રહે પામે છે. (૨૨) ૫. જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવુ, એ જ મારે। ધર્મ છે. ( ૧૯૪૪ ) ૨૩૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ સમભાવ ૧. તું ગમે તે ધર્મ માનતા હાય, તેનેા મને પક્ષપાત નથી; માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધમ અને તે સદાચારને તું સેવ૨ે. [૧૬ પહેલાં ] ૨. મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી; માત્ર દૃષ્ટિમાં ભેદ છે; એમ ગણી, આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવતન કરજે. [ ૧૬ પહેલાં ] ૩. મેાક્ષના માર્ગ એ નથી. જે જે પુરુષા મેાક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષા એક જ માર્ગેથી પામ્યા છે, વમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપે છે. સર્વ કાળે તે માતુ હાવાપણું છે. એ માના મતે પામ્યા વિના કાઈ ભૂતકાળે મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્ય કાળે પામશે નહીં. શ્રી મહાવીર જે વાટેથી તર્યાં, તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણે તરશે, તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે, એ વાઢ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે ચેગમાં માશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનત અદ્રિય સુખના ૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહિ મેળવવાથી ભવ્ય [ મુમુક્ષુ ] પણ એ માર્ગ પામતાં અટકે છે તથા અટકશે. કઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દઈ એકાગ્રભાવથી સમ્યફ ગે એ જ માર્ગ સંશોધન કરવાનો છે. વિશેષ શું કહેવું ? તે માર્ગ આમામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ – નિગ્રંથ આત્મા – જ્યારે યોગ્યતા ગણું તે આત્મત્વ અર્પશે – ઉદય આપશે – ત્યારે જ તે પ્રાપ્ત થશે. ત્યારે જ તે વાટ મળશે. ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી; વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતર્વત્તિ પામી, ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (૨૨) ૪. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવ પામીને. આપણે એ સર્વભાવે પામીએ, એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. સર્વ સપુરુષે માત્ર એક જ વાટેથી તર્યા છે, અને તે વાટ [એટલે] વાસ્તવિક આત્મજ્ઞાન, અને તેની અનુસારિણું દેહસ્થિતિ પર્યત સક્રિય કે રાગદ્વેષ અને મેહ વગરની દશા. [ 0 ] થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હેય, એમ મારું આધીન મત છે. (૧૯૪૬) • • • આત્મા જે રૂપે હે તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. જેનના આગ્રહથી જ મેક્ષ છે એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મેક્ષ છે એમ ધારણા છે. (૨૨-૨૪). ૫. ગમે તે સંપ્રદાય-દર્શન–ના મહાત્માઓને લક્ષ એક સત્ ” જ છે. વાણથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું ૨૩૪. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૭ : સર્વધર્મ સમભાવ છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. (૨૨-૨૪) ૬. વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હેય. જેમ લોઢું પિતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિને છે. જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મોથી કલ્યાણ છે, તો તે માનવું નહીં. એમ કલ્યાણ હોય નહીં. . . . જૈન માર્ગ શું ? રાગદ્વેષ અજ્ઞાનનું જવું તે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચે આવે, તે સાચે માર્ગ. તે પોતાનો માર્ગ. “આપણે ધર્મ ” એવી કલ્પના છે. આપણે ધર્મ શું? મહાસાગર કેઈને નથી તેમ ધર્મ કેઈને બાપનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળે. તે કોઈના બાપનાં નથી. અનાદિકાળનાં છે; શાશ્વત છે. જે ગાંઠ પકડી છે કે, આપણે ધર્મ છે. પણ શાશ્વત માર્ગ શું ? શાશ્વત માર્ગથી સહુ ક્ષે ગયા છે. રજોયણ – દોરો કે મૂમતી – કપડાં કેઈ આત્મા નથી. વહેરાના નાડાની માફક જીવ પક્ષનો આગ્રહ પકડી બેઠે છે. “આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે, શા આપણી પાસે છે,” એવું મિથ્યાભિમાન છવ કરી બેઠે છે. ક્રોધ, માન, માયા, લોભરૂપી ચોર રાતદિવસ માલ ચારી લે છે, તેનું ભાન નથી. ૭. જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ, ત્યારે જૈની કરવા જણાવતા નથી. વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી કરવાને જણાવતા નથી. માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈન અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તે નથી. (૨૫) ૮. અનેકાંતિક માર્ગ પણ સમ્યફ –એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. (૧૯૫૨) ૨૩૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૯. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં. એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવાને યોગ્ય છે. (૧૯૫૩) ૧૦. અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કેટી અભિપ્રાયો છે; અને કેટી જ્ઞાનીને એક અભિપ્રાય છે.” (૧૯૫૨) ૧૧. અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય અને મતવાળા હોય, તે અહિતકારી છે. મતરહિત હિતકારી છે. (૧૯૫ર ) ૧૨. જૈન લિંગધારીપણું ધરી છવ અનંત વાર રખડ્યો છે. આ ઠેકાણે જૈનમાર્ગને નિષેધતા નથી. જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે જૈન. બાકી તો અનાદિ કાળથી જ ખટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું. ગુણ પ્રગટ્યા વગર માનવું જ ભૂલ છે. ( ૧૯૫૨ ) ૨૩૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ ८ ગૃહસ્થપણુ ૧. સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકા ગૃહાશ્રમથી આત્મસાધના સાથે છે. તેઓના ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ યમનિયમને સેવે છે; પરપત્ની ભણી માતુબહેનની દિષ્ટ રાખે છે; યથાશક્તિ સત્પાત્રે દાન દે છે; શાંત, મધુરી અને કામળ ભાષા ખેલે છે; સત્શાસ્ત્રનું મનન કરે છે; અને ત્યાં સુધી ઉપવિકામાં પણ માયાકપટ ઇત્યાદિ કરતા નથી; સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયાગ્ય સન્માન આપે છે; યત્નથી ઘરની સ્વચ્છતા ઇત્યાદિ રખાવે છે; પાતે વિચક્ષણતાથી વર્તી, પુત્રને વિનયી અને ધર્મી કરે છે; સધળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે; સપુરુષના સમાગમ અને તેઓના ખેાધ ધારણ કરે છે; સમર્યાદ અને સતાયુક્ત નિર ંતર વર્તે છે; અલ્પ આરંભથી જ વ્યવહાર ચલાવે છે. આવે ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ નાની કહે છે. (૧૭) ૨. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય, તેણે તે। અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવુ જોઈ એ. નહિ તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. કલ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસંપન્ન રહેવુ તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આળ્યે, ત્યાગ અને વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને છે. અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ, માહાભ્ય અને રહસ્ય સમજાય છે. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (૨૭) ૩. ગૃહાવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય, તે તેના મૂળ હેતુભૂત એવાં અમુક સવર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર” તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, તો કપાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે; ઘણું આત્મગુણ પ્રાપ્ત કરવાને અધિકાર ઉત્પન્ન થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે. (૩૨) ૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે. કેમકે તેથી ઘણું સવૃત્તિઓ મળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. (૧૯૫૨) ૫. માંડમાંડ આજીવિકા ચાલતી હોય, તો પણ મુમુક્ષુ પુરુષને તે ઘણું છે; કેમકે વિશેષને કંઈ અવશ્ય ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે, ત્યાં સુધી તૃષ્ણ નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે, તો માંડ આજીવિકા જેટલું મળતું હોય, તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય, તો પણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે. અથવા થયે તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ગુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. (૨૯) ૬. જેને ધર્મ સંબંધ બંધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય, ૨૩૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૮: ગૃહસ્થપણું તો તેણે બનતી ઉપાધિ કરીને રળવા પ્રયત્ન કરવું જોઈએ. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં, જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય, તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય, તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી જોઈએ. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રળવું સારું છે. (૧૮-૧૯) ૭. જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય, તે વ્યવસાય કઈ પ્રારબ્ધયોગ કરવો પડતો હોય, તે તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું,’ એવું ફરી ફરી વિચારીને, અને “જીવમાં ઢીલાપણાથી જ ઘણુંકરીને મને આ પ્રતિબંધ છે,” એમ ફરી ફરી નિશ્ચય કરીને, જેટલો બને તેટલો વ્યવસાયસંક્ષેપ કરતાં જઈ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે. (૧૯૫૦) ૮. પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં છવ વગર વિચારે કોટયવધિ પેજને ચાલ્યા કરે છે, ત્યાં યોગ્યતાને અવકાશ ક્યાંથી હાય ? આમ ન થાય, તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી – સર્વ પ્રકારે એ વિષેની નિવૃત્તિ કરી, યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયતન કરવું ઉચિત છે. ન ચાલતાં કરે જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત , નિઃસ્પૃહ બુદ્ધિથી – એવો જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજે. (૧૯૪૭) ૯. વૃત્તિને લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે–જે યથાન્યાયથી કરવી પડે–તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી, માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે; પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવો ને ઘટે. (૩૦) ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો ૧૦. કોઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છેડી, વર્તન માનમાં સમપણે પ્રવર્તવાને દઢ નિશ્ચય કરવો. ભવિષ્યમાં જે થવાને એગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણ, પરમાર્થ-પુરુષાર્થ સન્મુખ થવું યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ચેાગ્ય છે. તેની ચિંતા પથે પરમાર્થનું વિસ્મરણ હોય છે અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહિ એટલું વારંવાર વિચારવા યોગ્ય છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિઃશંકપણે નિરાભિમાની થવું યોગ્ય છે, સમપરિણામે પરિણમવું યોગ્ય છે. આ જ્યાં સુધી નહિ પરિણમે, ત્યાં સુધી યથાર્થ બંધ પણ પરિણમે નહિ. (૨૨-૨૪) ૧૧. સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ, તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરવો. (૧૯૪૬) ૧૨. “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી” એ વૃત્તિ મુમુક્ષુઓએ અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થની ચિંતા હોય એ વિષય જુદે છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ પામવાનું સાધન છે. (૧૯૪૭) ૧૩. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી, તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એ આ સંસાર સ્પષ્ટ વિચારવાને વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા એગ્ય છે. પ્રતિકૂળ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે, તો જીવન નિર્વાણુ–સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પ ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૮: ગૃહસ્થપણું નાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કપનાએ અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે. અને જ્ઞાની પુરુષે તે બેઉ કલ્પના કરવાની ના કહી છે. (૧૯૪૯) ૧૪. સંસારસંબંધી કારણુના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કઈ પુરુષ હોય, તો તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ. પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતું નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જગ બને છે, તે ઉપકારક જાણી, સુખે રહેવા ગ્ય છે. (૧૯૪૯). ૧૫. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરો મેગ્ય નથી. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય, તેમાં સમતા ઘટે છે, અને તેના ઉપાયને કંઈ વિચાર સૂઝે તે કર્યાં રહેવું એટલે માત્ર આપણો ઉપાય છે. સંસારના પ્રસંગોમાં કવચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી, તે સંસારનું સ્વરૂપ વિચારી, “ત્યાગગ છે,” એવું પ્રાયે હદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણું ઘણું પ્રતિકૂળ પ્રસંગેની પ્રાપ્તિ થાય છે, તે વખતે જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ધટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. . . . એવું જાણું, જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય, તે આત્મસાધનનાં કારણરૂપ માની, સમાધિ રાખી, ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કઈ રીતે ભૂલ્યા જેવું નથી. (૪૩૬૬). ૧૬. પ્રમાદના અવકાશગે જ્ઞાનીને પણ અંશે વ્યાહ થવાને સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને, Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને તેને વ્યવસાય લૌકિક ભાવે કરીને, આત્મહિત ઇચ્છવું એ નહિ બનવા જેવું જ કાર્ય છે. કેમકે લૌકિક ભાવની આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણે બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોકચેષ્ટા, એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–તેને સંક્ષેપીને–આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. (૨૭) ૧૭. ઉપાધિથી થડે પણ નિત્યપ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે. જેટલો વખત આયુષ્યને તેટલે જ વખત જીવ ઉપાધિને રાખે, તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળ પણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એ નિશ્ચય કરવો જોઈએ, અને સફળપણું માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્યપ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. (૧૯૪૭) ૧૮. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય, તો પ્રસંગસંક્ષેપ કરવો ઘટે અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે. એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ – સશાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષ કરી સંભવે છે. (૧૫) Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ૧. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે ? જે આવશ્યકતા છે, તો તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જ્ઞાનની શી આવશ્યકતા છે તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ લોકમાં અનાદિ કાળથી આ આત્માનું પર્યટન છે. મેષાનમેષ પણ સુખને જ્યાં ભાવ નથી, એવાં નરકાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે. અસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહો તો અનંત વાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તાપત આત્મા માત્ર સ્વકર્મવિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ જ્ઞાનાવરણુયાદિ કર્મો છે. [ જેને કારણે આત્મા ] વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. (૧૭) ૨. પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની શું કરે, જે કલ્યાણ કે પાપ જાણતો નથી? માટે [ પ્રથમ કલ્યાણને જાણવું જોઈએ. પાપને જાણવું જોઈએ. બંનેને જાણ્યા પછી જે શ્રેય હેય તે સમાચરવું જોઈએ. જે જીવનું સ્વરૂપ જાણતા નથી, અજીવનું સ્વરૂપ જાણતા નથી, કે તે બંનેનાં તત્ત્વને જાણતો નથી, તે સંયમની વાત કયાંથી જાણે? [૧૬ પહેલાં] ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૩. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉભવ . થતો નથી. અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણુ તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરીને એકબીજાં કારણને અન્યોન્યાશ્રય જેવું છે. (૨૯). ૪. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહિ. કેમકે, જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય, તેટલે અંશે મિથ્યાભાવની પ્રવૃત્તિ માટે એ જિનનો નિશ્ચય છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહિ, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહિ. (૨૮) ૨૪૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિજ્ઞાન ૧. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી. (૧૭) ૨. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાનદર્શને ઘેરી જે મિત્રતા કરી નાખી છે, તે ઓળખી ભાવામૃતમાં આવવું તેનું નામ વિવેક છે. (૧૭) ૩. વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે. જ્ઞાન, શીલ, ધર્મતત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહિ. જે વિવેકી નથી, તે અજ્ઞાની અને મંદ છે. (૧૭). ૪. આત્મા છે; આત્મા નિત્ય છે; આત્મા કર્તા છે; આત્મા કર્મનો ભોક્તા છે; તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે–એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિજ્ઞાન” અથવા “સમ્યફ દર્શનની પ્રાપ્તિ' ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. (૨૮) - પ. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ કારણને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગ આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. (૨૮) ૨૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૬. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે, આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. જેને અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અ૮૫ કાળમાં છોડી શકાય નહિ. માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી, તે વિષયમાં, વિશેષ શ્રમ લેવો ગ્ય છે. (૨૮) છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી, માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે; અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી, તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે. તેની બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં જીવને મૂંઝાઈ પાછું વળવું પડે છે. અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે. (૨૮) Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અધિકાર – પાત્રતા ૧. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિકિયપણું – આટલા ગુણે જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. અને તે કર્મમુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી, મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે. અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. (૧૮–૧૯) - ૨. પુરુષનાં ચરણને ઈચ્છક, સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર, બ્રહ્માવતમાં પ્રીતિ રાખનાર, જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ * રાખનાર, ઉપયોગથી એક પગ પણ ભરનાર, એકાંતવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસન ઉછરંગી, આહાર-વિહાર–નિહારને નિયમ, પિતાની ગુસ્તાને દબાવનાર, એ કોઈ પણ પુરુષ તે મહાવીરના બંધને પાત્ર છે, સમ્યફ દશાને પાત્ર છે. (૧૬) ૩. સમ્યફ દશાનાં પાંચ લક્ષણ છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ઉપગ = ભાન, ચેતના. ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ ' રાઓ શ્રી રાજચંદ્રનાં વિચારને ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કવાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ.” મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહિ, અભિલાષા નહિ, તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે, “ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, હવે ઘણું થઈ અને જીવ ! હવે થોભ !' એ નિર્વેદ. માહાભ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા – આસ્થા. એ સઘળાં વડે જીવ માત્ર]માં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા (૨૩) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ, મેક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રાગ. આવે જ્યાં એવી દશા, સગુબેધ સહાય, તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, , જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. [ શ્રીઆમસિદ્ધિશાસ્ત્ર (૨૯)] ૫. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે પણ સર્વથી મેટો દોષ એ છે કે, જેથી “તીવ્ર મુમુક્ષુતા” ઉત્પન્ન ન જ હોય, અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. “મુમુક્ષતા છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે, અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ૨૪૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૧ઃ અધિકાર–પાત્રતા મુમુક્ષતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દેશ જેવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદને નાશ હોય છે. સ્વચ્છેદ થેડી અથવા ઘણી હાનિ પામ્યા છે ત્યાં તેટલી બાધબીજ યેાગ્ય ભૂમિકાબીજ થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાય છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. (૧) આ લોકની અલ્પ પણ સુખેચ્છા (૨) પરમ વિનયની એ છોઈ (૩) અને પદાર્થને અનિર્ણય. આ લોકની અલ્પ પણ સુખેચ્છા હેવાનાં કારણે, નિશંકપણે તે [મક્ષ ] “સંત” છે એવું દૃઢ થયું નથી; અથવા તે પરમાનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી; અથવા મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે તેને લીધે બાહ્ય શાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ યેગ્યતાની એાછાઈને લીધે પદાર્થનિર્ણય” ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિષે “સત ’ની માન્યતા હોય છે. જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. અધિક શું કહીએ ? કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. (૨૨-૨૪) ૬. શ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાઓ પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્ત પણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર એગ્ય છે. (૨૫) ૨૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચ'દ્રનાં વિચારરત્નો ૭. એ [ આત્માવિષયક ] વિચારાથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારાના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારાના મનનથી અનત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારા પાત્રાની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયેા છે. એ વસ્તુના અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન તથા અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સ ંતાને અપવાદ રૂપ માની, આકીનાઓને તે ક્રમમાં આવવા, તે ચુકાનું દર્શન કરવા, ધણા વખત સુધી અભ્યાસની જરૂર છે. ( ૨૨ ) ૮. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીત્યાગ કરવામાં આવે નહીં, ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ હાવાથી ધર્મ પરિણમતા નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણ્ણા ન હાય, ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહિ. (૩૩) ૯. જો કે, હમણાં જ તમે। સર્વને માર્ગે ચડાવીએ, પણ ભાજન ( પાત્ર )ના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહિ તે। જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણુને નાશ થાય, તેમ થાય. (૩૩) ૨૫૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યત્ના–અપ્રમાદ ૧. ઉપગ ત્યાં ધર્મ છે. (૧૭) ૨. જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે પ્રવર્તન કરી શકાય છે. પ્રત્યેક કામ યતનાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. (૧૭) * ૩. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. અવસર પામીને પ્રમાદ ન કરે. કારણ, દેહ ક્ષણભંગુર છે. (૧૭) ૪. પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે, એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે. (૧૭) ૫. ઓછા પ્રમાદ થવાને ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન કોઈ પ્રકારે કરવું ઘટે છે એ વાત ભૂલવાજોગ નથી. (૨૬). ૬. પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે અને અપ્રમાદને અકર્મરૂ૫ “આત્મસ્વરૂપ' કહે છે. જ્યાં કંઈ પણ પ્રમાદશા હોય છે, ત્યાં જગતપ્રત્યયી કામનો આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં ૨૫૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવને અવકાશ વર્તે નહિ. (૨૭) - ૭. અસારી અને કલેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે, તો ઘણા વર્ષને ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે; એ નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિ—ન છૂટયે પ્રવર્તાવું ઘટે છે. એ વાતને મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે. (૨૮) ૮. કયા પ્રકારે દેષ ઘટે? જીવ લૌકિક ભાવ કર્યા કરે છે, ને દે કેમ ઘટતા નથી, એમ કહ્યા કરે છે. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. પુરુષનું એક વચન સાંભળી પિતાને વિષે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. . . . બાકી પુરુષ તો જેમ એક વટેમાર્ગ બીજા વટેમાર્ગને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. (૨૯) ૯. મૂળ વાત તો એ છે કે, જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું – ઢીલાપણું – છે, તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવાને યોગ્ય છે. ૧૦. જીવ પિતે જાગે, તો બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કેઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, પણ પિતાને દેવ કાઢતો નથી કે હું ઊંઘી ગયે તો આમ થયું; પોતે જાગૃત રહેતો હોય, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે તે જાગૃત રહેવું. (૨૯) Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુરુષાર્થ ૧. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમ પરિણામે વેદવું – ભોગવી લેવું –એ મેટો પુરુષાર્થ છે. (૧૯૫૬) ૨. પૂર્વ કર્મ નથી, એમ ગણી પ્રત્યેક ધર્મ સેબે જવો. તેમ છતાં પૂર્વક નડે તે શેક કરવો નહીં. પુરુષાર્થને જય ન થયો, એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાને દોષે તને બંધન છે, એમ માનીશ નહીં. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. (૧૯૪૬) ૩. કઈ હીનપુરુષાર્થની વાતો કરે કે, “ઉપાદાનકારણનું “શું કામ છે? પૂર્વે અશોચ્યાકેવલી [ વિચાર – સમજણથી પુરુષાર્થ કર્યો વિના – અકસ્માત જેમને જ્ઞાન થયું હોય તેવા ] થયા છે,” તો તેવી વાતેથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ ને સત્ય સાધન વિના કઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થેલો સંભવે. લાખ વર્ષ થાય તો પણ ધડો થાય નહીં. તેમ ઉપાદાનકારણ વિના કલ્યાણ થાય નહીં. તીર્થકરને યોગ થયો હશે, એમ શાસ્ત્રવચન છે; છતાં કલ્યાણ થયું નથી તેનું * ઉપાદાનકારણ = ઉપાય; પુરુષાર્થ. ૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન કારણ, પુરુષાર્થ વિના તે યોગ નિષ્ફળ ગયા; માટે પુરુષાર્થ કરે, અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ શ્રેષ્ઠ છે. (૧૯૫૨ ) ૪. પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયે ઘણા છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે ઉદય [ પ્રારબ્ધ ] છે એમ કહે. “ઉદય,” “ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠે હોય અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત પિતાની શિથિલતા હોય, તેને બદલે ઉદયને દોષ કાઢે છે. (૧૯૫ર ) - ૫. એશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે છે, “આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે?' કઈ રાજા પ્રધાનપણું આપે તો પણ પિતે લેવા ઈચ્છે નહીં:- “મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણું છે,” આવી રીતે ના પાડે. એશ્વર્યપદની નિરિછા છતાં રાજ ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે, “જો તારે પ્રધાનપણું હશે તો ઘણું જીવોની દયા પળાશે ઇ.' એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્ય ભાવનાએ વેદ [ભોગવે] તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે અને “ઉદય' કહે, તે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. ૬. બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવૃત્તાવવાને જીવને અભ્યાસ– સતત અભ્યાસ – કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવૃત્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી. (૨૭) છે. જવ એમ કહે છે કે મારાં તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દે જતા નથી. અર્થાત્ જીવ પોતાનો દોષ કાઢતો નથી; અને દેષોનો વાંક કાઢે છે. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે, અને તેથી ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : પુરુષાથ બહાર નીકળાતુ નથી માટે સૂર્યના દોષ છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણાર્થે બનાવ્યાં છે તેનેા ઉપયાગ કરતા નથી તેમ. જ્ઞાની પુરુષાએ લૌકિકભાવ મૂકી દઈ, જે વિચારથી પોતાના દેજે! ઘટાડેલા તે વિચારે। અને તે ઉપાયેા નાનીએ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણુ કરી, આત્મામાં પરિણામ પામે તેમ કરવું. ( ૨૯ ) ૮. કર્મના દોષ કાઢવા નહીં. આત્માને નિંદવે. અનાદિ કાળનાં * એ ઘડીમાં નાશ પામે છે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકના દોષની વાત આગળ કરે છે. પુરુષાર્થ કરવા શ્રેષ્ઠ છે. ક ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્રા વર્ણવ્યાં છે. ક ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તે સામટા ગેટા વાળી નાશ કરે છે. વિચારવાને બધાં આલંબને મૂકી દર્દ, આત્માના પુરુષાર્થને જય થાય તેવું આલંબન લેવું. ક બંધનનું આલંબન લેવું નહીં. ( ૨૯ ) ૯. પુરુષાથૅ કરે તેા કર્મથી મુક્ત થાય. અનંત કાળનાં કર્મી હાય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે, તેા કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. એ ઘડીમાં અનતાં કર્યાં નાશ પામે છે. (૨૯) ૧૦. અનાદિ કાળના અજ્ઞાનને લીધે જેટલા કાળ ગયા, તેટલા કાળ મેક્ષ થવા માટે જોઈ એ નહીં. કારણ કે, પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જ્વા એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! ( ૧૯૫૨ ) ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અહિંસા સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ ૧. દયા એ જ ધર્મનું નથી. (૧૭) ૨. ધર્મતત્વ જે પૂછવું મને, તો સંભળાવું સ્નેહે તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન. અભયદાન સાથે સંતેષ, ધો પ્રાણને દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યાં પ્રમાણ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય. સર્વ જીવનું છે. સુખ, “મહાવીરની શિક્ષા મુખ્ય. એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણું ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. (૧૭) ૩. મહારંભી – હિંસાયુક્ત – વ્યાપારમાં આજે પડવું પડતું હોય તે અટકજે. [ ૧૬ પહેલાં] ૪. બહેની લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કેાઈને જીવ જતો હેય, તે અટકજે. [ ૧૬ પહેલાં ] સ્પદ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : અહિંસા ૫. પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પિતાનું દુ:ખ સમજવું. (૧૯૪૬) ૬. પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંગમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. સર્વ જીવને પિતાના આત્મા સમાન લેખે . . સર્વ જી જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. . . • એ કારણથી જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તેને જાણતાં અજાણતાં હણવાં નહિ. પિતાને માટે [કે] પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહિ. પ્રાણુને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર તે આ જગતમાં [મુનિ] આચરે નહિ. જે વસ્ત્ર પાત્ર છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને ધારણ કરે. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે તેને પરિગ્રહ ન કહે, પણ મૂછને પરિગ્રહ કહેવો એમ પૂર્વમહષિઓ કહે છે. તત્ત્વજ્ઞાનને પામેલા મનુષ્ય છકાય (જીવ) ના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી પોતાના દેહમાં મમત્વ આચરે નહિ. નિરંતર તપશ્ચર્યા, સંયમને અવિરેાધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લે. હિંસાદિક દે દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેર્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ ભોગવે નહિ. પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની શું કરે, કે જે તે કલ્યાણ કે પાપ જાણતો નથી ? શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. (૧૬ પહેલાં) ૭. “ઇનોક્યુલેશન” મરકીની રસી રસીના નામે દાક્તરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં અધાદિને રસીના બહાને રિબાવી ૨૫૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને મારી નાખે છે. હિંસા કરી પાપને પિષે છે. પાપ ઉપાજે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે. પણ પરિણામે પાપ વહેરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દર્દ દૂર થાય ત્યારની વાત ત્યારે; અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દર્દ ઊભું થાય. (૧૯૫૬) ૮. જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આભાને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આતમા માટે ઇચ્છીએ છીએ. આ દેહમાં વિશેષબુદ્ધિ અને બીજા દેહની પ્રત્યે વિષમબુદ્ધિ ઘણું કરીને ક્યારે ય થઈ શકતી નથી. (૧૯૪૯) ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તપ ૧. ત૫ વડે કરી કર્મઘને બાળીને ભસ્મીભૂત [ કરી નખાય છે]. તપના બાર પ્રકારોમાં અનશન, ઊદરી, રસપરિત્યાગ, કાયકલેશ વગેરે બાહ્ય તપ છે; [ અને પ્રાયશ્ચિત્ત, વિત્ય, શાસ્ત્રપઠન, ધ્યાન એ આત્યંતર તપ છે. (૧૬) ૨. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઈચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિને સ્વભાવાનુસાર કરી ન શકે, ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય. તેમ કાઈ મુમુક્ષુ ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તો પણ તે ભગવાનને પામે નહિ. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણું છે. પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં જ સર્વ સાધન સમાય છે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી કપટ છે. અને ૫ટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માને અર્પણ કયાંથી થાય? (૩૧) ૩. ગમે તે ક્રિયા જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું ચોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે – સમજાતું જાય છે. એ લક્ષ અચળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી; અને ત્યાં સુધી ધ્યાનાદિક નહિ જેવા કામનાં છે. (૨૨ થી ૩૪) ૪. આત્મચરિત્ર અવધારણ કરતાં તપ પરિષહાદિકનાં બહિર્દુખને દુખ માન્યું છે; અને મહાધોગતિમાં પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ માહિતીથી સુખ માન્યું છે. એ જે કેવી ભ્રામવિચિત્રતા છે? વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈ યે દુષ્કર નથી. આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહિ પણ પરમ સુખ છે અને પરિણામે અનંત સુખતરંગપ્રાપ્તિનું કારણ છે. તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને પરિણામે અનંત દુઃખનું કારણ છે. (૧૬) ૨૬૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બ્રહ્મચર્ય ૧. જેમ બને તેમ, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત છે રહેજે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. (૧૬ પહેલાં) ૨. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. (૧૯૪૭) ૩. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે, જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણદિ ભાવ નિર્મૂળ થાય; તે સત્ય છે, તથાપિ તે વચનનો એવો પરમાર્થ નથી કે, જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છે તે જ્ઞાન કરીને થાય. પણ કપાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભગ પ્રત્યે અનાસક્તિ ) તથા ઉપશમ ( કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે. એમ જાણ તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. (૧૯૫૨) ૪. મહા રૌદ્ર એવું બ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચાચિને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહિ. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેને નિગ્રંથ ત્યાગ કરવો. (૧૬ પહેલાં) Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજયનાં વિચારને પ. સર્વ ચારિત્ર્ય વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ સહાયકારી છે; તથા મૂળભૂત છે. (૨૨-૩૪) નીરખીને નવયૌવના, લેશ ન વિષચનિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ, એ ત્યાગી, ત્યાખ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. એક વિષયને છતતાં, જો સૌ સંસાર, નૃપતિ જીતતાં છતીએ, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. સુંદર શિયળ સુરતરુ, મન, વાણું ને દેહ, જે નરનારી સેવશે; અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવે સદા, બહાચય મતિમાન. (૧૭) ૭. વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી, અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂછ ન સંભવે એમ થવું કઠણ છે. કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. જ્ઞાનદશા ન હોય તો વિષય આરાધતાં ઉત્સુક પરિણામ ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી; અને એમ જે પ્રવર્તતા જાય, તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૧ઃ બ્રહાચર્ય પ્રારબ્ધસંબંધથી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે. કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષને ભાર નથી, કે તે વિષયને એ પ્રકારે ની શકે. (૧૯૫૨), ૮. બ્રહ્મચર્યની નવ વાડ: (૧) વસતી. જ્યાં સ્ત્રી, પશુ, પાંગ (એ બધાથી) સંયુક્ત વસતી હોય ત્યાં રહેવું નહિ. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે. (૨) કથા. કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મેહની ઉત્પત્તિરૂપ છે. જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. (૩) આસન. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય, ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્કૃતિનું કારણ છે–વિકારની ઉત્પત્તિ છે—એમ ભગવાને કહ્યું છે. (૪) ઈદ્રિયનિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જેવાં. એનાં અમુક અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. (૫) કુડ્યાંતર. ભીંત, કનાત કે ત્રાટાના અંતરપટમાં સ્ત્રીપુરુષ જ્યાં મધુન સેવે, ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહિ. કારણ શબ્દચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૨૬૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને (૬) પૂર્વક્રીડા. પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહિ. તેમ કરવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે. (૭) પ્રણીત. દૂધ, દહીં, ઘતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોને બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે. અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહિ. (૮) અતિમાત્રાહાર. પેટ ભરીને આહાર કરવો નહિ. તેમ અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહિ. એથી પણ વિકારો વધે છે. (૯) વિભૂષણ. સ્નાનવિલેપન ,પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહિ. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. (૧૭) ૯. સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે, હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા સ્મૃનિએ પણ નાકાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં. કારણ કે, તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જામ્યું છે. ( ૧૯૫૨. ) ૧૦. પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી. પણ બ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી. ને તેને માટે કહ્યું છે કે, અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? (૧૯૫૨. ) ૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઇંદ્રિયજય ૧. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાન અને વારિત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ નેપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી મનુષ્ય નિરાગી, નિગ્રંથ, નિઃ પરિગ્રહી, નિરારંભ અને બ્રહ્મચારી થઈ શકતો નથી. (૧૭) ૨. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વારિત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત – લાગુ – થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે, તે સર્વ સિદ્ધિને પામે છે. (૧૭) ૩. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ દુર્લભ નથી. (૧૭) . ૪. મન અકસ્માત કેઈથી જ જીતી શકાય છે. નહિ તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે ર૬પ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત છે. છતાં સામાન્ય પરિચય કરવા માગીએ તે તેને મુખ્ય માર્ગો આ આ છે કે, [મન] જે દરેચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહિ. તે જ્યારે શબ્દસ્પર્શોદિ વિલાસ ઇચ્છે, ત્યારે આપવાં નહિ. ટૂંકામાં આપણે એથી દારાવું નહિ, પણ આપણે એને દારવું. તે પણ નેાક્ષમા માં. (૧૭) ૫. મનેાનિગ્રહનાં વિદ્મઃ (૧) આળસ (૨) અનિયમિત સઁધ (૩) વિશેષ આહાર (૪) ઉન્માદ પ્રકૃતિ (૫) માયાપ્રપંચ (૬) અનિયમિત કામ (૭) અકરણીય વિલાસ (૮) માન (૯) મર્યાદા ઉપર કામ (૧૦) આપવડાઈ (૧૧) તુચ્છ વસ્તુથી આનંદ (૧૨) રસગારવલુબ્ધતા (૧૩) અતિભાગ (૧૪) પારકું અનિષ્ટ ઇચ્છવું (૧૫) કારણ વિના રળવુ (૧૬) ઝાઝાનેા સ્નેહ (૧૭) અયેાગ્ય સ્થળે જવું (૧૮) એક ઉત્તમ નિયમ સાધ્ય ન કરવા. આ અષ્ટાદશ દે।ષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે, ત્યાં સુધી તે મનુષ્ય પણ આત્મસાક કરવાના નથી. (૧૭) ૬. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધના છે. (૧૮–૧૯) ૭. વિષયાદિ ઇચ્છિત પદાર્થો ભાગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે, એમ થવું કઠ્ઠણ છે. કેમકે, જ્ઞાનદશા વિના વિષયનું નિળપણું થવુ સંભવતું નથી. જે જ્ઞાનદશા ન હેાય, તેા ઉત્સુક પરિણામ વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે. જેને જ્ઞાનદશા છે, તેવા પુરુષા [પણ વિષયાકાંક્ષાથી અથવા વિષયના અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવતા જાય, તેા જ્ઞાનને પણ આવરણ આવવાયેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભાગ ૩૬૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : ઈદ્રિયજય પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામથી સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે. કેમકે, જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષને ભાર નથી કે તે વિષયને એ પ્રકારે જીતી શકે. (૨૯) ૮. જીવે અવશ્ય જાગૃત રહેવું. કારણ કે, વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે, તે હરેક પ્રકારે છેતરે છે. વૃત્તિઓ પ્રથમ જાણે છે કે, “હમણું આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી.’ અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે, “આ પદાર્થ ત્યાગી દે” ત્યારે વૃત્તિ ભૂલવે છે કે, “ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ.” આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે “ઠીક થયું. અણીનો ચૂકયો સે વર્ષ જીવે.” એટલામાં શિથિલપણનાં કારણે મળે કે, “આ ત્યાગવાથી રોગનાં કારણે થશે. માટે હમણાં નહિ, પણ આગળ ત્યાગીશ.” આ રીતે વૃત્તિઓ છેતરે છે. (૨૯) ૯. પાંચ ઇકિયે શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દૃષ્ટાંત. ફૂલમાં સુગંધ હોય છે તેથી મને સંતુષ્ટ થાય છે. પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે પછી કાંઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી અને તેથી ક્રમે ઇકિયો વશ થાય છે. વળી પાંચ ઇકિયામાં પણ જિહવા છદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇકિય સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, કઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં. બલિઇ આહાર ન કરવો. (૨૯) ૧૦. તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઈકિયાને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઈદ્રિયો વશ થતી નથી. ૨૬૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન પણ ઉપયોગ હેય તા–વિચારસહિત થાય તો–વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણુ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાને ઉપવાસ આભાર્થે થતો નથી. (૨૯) ૧૧. બાહ્ય ઇકિય વશ કરી હોય, તો પુરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇ િવશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઈકિય વશ હોય અને પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહે. (૨૯) ૧૨. જીવ એમ માને છે કે, હું કાંઈક સમજું છું અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ. પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એ પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પિતાનું જોર રહે છે. જ્યારે એ વખત આવે છે, ત્યારે શિથિલપરિણમી થઈ મેળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવા તથા પરિચય કરવા માંડે. એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી, હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઈકિયેના વિષયના દેશદેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે. હાલ તપાસ દાખલ અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરે તેમાં પણ મોળાશ ન રાખવી. તેમજ રૂઢિને અનુસરી ત્યાગ કરે એમ પણ નહિ. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલતાપણુરહિત તથા બારીબારણાંરહિત કરે. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય, તો તે પણ ચોકસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં. પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જે કરવો હોય તેવો થઈ શકે. ત્યાગ કરવા પછી પોતાને મનગમત અર્થ કરે નહિ. (૩૨) ૨૬૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નિર્માનીપણું ૧. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. (૧૯૪૧) ૨. લોકે માત્ર (આપણને) વિચારવાનું કે સમ્યફ દષ્ટિ સમજે, તેથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિનિષેધના કતૃત્વના માહામ્યમાં કંઈ કલ્યાણ નથી. સ્તુતિ નિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ, તે વિચારવાનને કર્તવ્ય નથી. (૧૯૫૨) ૩. કઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જે આજ્ઞા કરે છે, જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય, ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે, “મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં. (તેના જવાબમાં) જે તે સાધુ એમ કહે, “મારાથી એમ થાય નહીં, એને બદલે આપ કહે તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે કહે તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે, “કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તે પણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી.” વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે, તેને આવી વાતનો આગ્રહ હાય નહીં. (૧૯૫૨) Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો ૪. આપણે વિષે કોઈ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જે કોઈ માણસ આપણું સ્તુતિ કરે, અને જે તેથી આપણે આમા અહંકાર લાવે છે તે પાછો હઠે. પિતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દેખ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જે પિતાના દોષ જુએ, પોતાના આત્માને નિદે, અહંભાવ-. રહિતપણું વિચારે, તે પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. (૧૯૫૨) ૫. જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થતો હેય, સમાધિમય દશા પામતો હોય, તો તેમ કરી લેવું, એટલે કીર્તિ-અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. (૧૯૪૪) ce Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પરિગ્રહ ૧. પરિગ્રહની મૂછ પાપનું મૂળ છે. જે પ્રાણુને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. (૧૭) ૨. પરિગ્રહથી નિરંતર ચળવિચળ અને પાપભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય, તો બહુધા અધોગતિનું કારણું થઈ પડે. (૧૭) ૩. કેવળ પરિગ્રહ તો મુનીશ્વર ત્યાગી શકે; પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. અને વળી જે મળ્યું છે, તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. એથી સુખમાં કાળ જાય છે. (૧૭) ૪. ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કેઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે. પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. (૧૭) ૨૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને પ. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું ઉપદેશ છે. અને કરવા યોગ્ય પણું તેમજ છે કે, આરંભ પરિગ્રહને પિતાનાં થતાં અટકાવવાં. (૨૫) ૬. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહિ. સંયમની રક્ષા અર્થે (જે કાંઈ) રાખવાં પડે છે, તેને પરિગ્રહ ન કહે; પણ મૂછને પરિગ્રહ કહે, એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્ય તેટલો પરિગ્રહ માત્ર રાખે. બાકી પિતાના દેહમાં [પણ] મમત્વ આચરે નહિ. (૧૬ પહેલાં) ૨૭૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ વ્રત–નિયમ ૧. પચ્ચખાણ ( પ્રત્યાખ્યાન) શબ્દ, ‘અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એ જે નિયમ કરવો’ તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષમ છે. રાત્રે આપણે ભજન ન કરતા હોઈએ, પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય, તે તે ફળ ન આપે; કારણ આપણી ઈરછા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે, તેમ ઈચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય, તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે. તે કર્મબંધનનું કારણ છે. અને જે પ્રત્યાખ્યાન હેય, તે પછી એ ભણું દૃષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે. તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે. બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે. જે જે વસ્તુ ત્યાગ કરી છે, તે તે સંબંધી વિશેષ વિચાર કે એવી કોઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી, નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. મને એ નિયમરૂપી લગામમાં આવવાથી, પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે. અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. (10) ૨૭૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભક્તિ ૧. ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય ક્ષણ વારમાં મેક્ષ કરી દે તેવો પદાર્થ છે. (૨૨-૨૪) ૨. આત્મજ્ઞાન દુર્ગમ–પ્રાયે–દેખીને નિષ્કારણ કરુણશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકા છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. (૧૯૫૨) ૩. પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી, પ્રભુભક્તિ અવશ્ય કરવી ગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. (૨૭) ૪. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણમીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આમનિષ્ઠાદિ દેજો ૨૭૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૧: શક્તિ સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન છએ ભક્તિમાર્ગનો તે જ કારણથી આશ્ચય કર્યો છે, અને આજ્ઞાતિપણું અથવા પરમ પુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંધ દીધું છે. (૨૯) પ. સર્વ વિભાવથી ઉદાસીન, અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજિને “તીવ્રજ્ઞાનદશા' કહે છે. તે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં. (પરંતુ) કેઈકે જીવથી (જ) એ ગહન દશાને વિચાર થઈ શકવા ગ્ય છે. કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ છ પ્રવૃત્તિ કરી છે. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અને અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતે નથી. જ્ઞાની પુરુષના આશ્રમમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દેષો છે; તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તેને સાધનોમાંથી આ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. (૧૯૫૧). ૬. શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સર્વ દૂષણરહિત, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. એવા જિનેશ્વરનું સ્વરૂપ [ પરમાર્થરૂપે આપણ] આત્માની [ જ ] રિદ્ધિ હોવાથી, તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને - ભક્તિ વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. ભગવાન તો નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિનિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. ( પરંતુ) તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી ૨૫ 'WWW.jainelibrary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન આત્મસ્વરૂપનું ભાન થાય છે. સર્પ જેમ મેરિલીના નાદથી જાગ્રત થાય છે, તેમ આત્મા પિતાની સત્ય સિદ્ધિ સાંભળતાં મેહનિદ્રાથી જાગ્રત થાય છે. (૧૭). છે. પરમાત્મા અને આમાનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મા ગેટપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્વિકાર ચિતએ જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં એજ્યભાવનો લક્ષ થવાથી, તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐયભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જ્ઞાની તો પરમાત્મા જ છે. અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. પરમાત્મા આ દેહધારીરૂપે થયે છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ થાય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં-ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રકારો છે. (૨૨-૨૪) ૮. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહિ. સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. . . . વહેવારચિતાનું અકળામણ યોગ્ય નથી. સર્વત્ર હરીચ્છા બળવાન છે એ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ નિઃશંકપણે સમજવું. માટે જે થાય તે જોવું. (૨૨-૨૪) ૯. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને (વ્યવહાર વેપારાદિ વિષે) કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂ૫ માયાએ તેવી કઠણાઈ મેકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે [ એમ Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૧.: ભક્તિ માનવું]. એ કઠણાઈ માયાની છે. અને પરમાત્માના લક્ષ્યની તો એ સરળાઈ છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભકતને સરખાં જ છે. અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે. પરમાત્મા એમ કહે છે કે, તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હે, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધરહિત થાઓ. તે તમારું છે એમ ન માને. અને પ્રારબ્ધગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે. (૨૨-૨૪) ૧૦. મહાત્મા કબીરજી તથા નસિંહ મહેતાની ભકિત અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિઃસ્પૃહ હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે– વ્યવહારાર્થે–પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયે છે, તથાપિ તેમની દરિદ્રાવસ્થા હજુ સુધી જગતવિદિત છે, અને એ જ એમનું સબળ માહામ્ય છે. પરમાત્માએ એમના “પરચા’ પૂરા કર્યા છે, તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય. અને હોય તે રહસ્યભકિતની તેમને પ્રાપ્તિ ન હોય. (૨૨-૨૪) ૧૧. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતો નથી, અથવા હોય તો દુઃખ વેઠતો નથી; દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. . . . સંસારમાં પ્રારબ્દાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિઅપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરવો. (૨૩). ૧૨. બગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતનધર્મરૂપ “પરમસત્ય” તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. (૧૫) ૨૭૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ શી શરાબનાં વિચારને ૧૩. ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં આકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિને વિસ્તાર મટે છે. તો પણ ટૂંકામાં લખ્યું . છે. એકાંત પ્રભાત, પ્રથમ પ્રહર એ સેવ્ય ભકિતને માટે જેમ કાળ છે. સ્વરૂપચંતનભકિત તો સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાલ મલાદિકરહિત તન, અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. (૨૨-૨૪) Vain Education International Page #292 -------------------------------------------------------------------------- ________________ રૂ સન્યાસ ૧. કુટુંબરૂપી કાજળની કાઢડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશેા, તે પણ એકાંતથી જેટલા સંસારક્ષય થવાના છે, તેના સામે હિસ્સા પણુ તે કાજળગૃહમાં થવાના નથી. કષાયનું તે નિમિત્ત છે. મેાહને રહેવાના અનાદિ કાળના પર્વત છે. ( ૧૮–૯ ) ૨. સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, નાનનું, યાગનું, અને ભક્તિનુ પ્રત્યેાજન સ્વરૂપપ્રાપ્તિને અર્થે છે. પણ એ વસ્તુએ પ્રાપ્ત કરવા સસંગપરિત્યાગની અવશ્ય છે. ચેાગભૂમિકામાં [ ગૃહવાસમાં ] નિજનાવસ્થા—સહજ સમાધિની પ્રાપ્તિ નથી. તે સસગપરિત્યાગમાં નિયમાવાસિત છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકના બળથી ભાગવવા હ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીનભાવે સેવવાં ચેાગ્ય છે. આવભાવે ગૃહસ્યશ્રેણી છતાં અંતરંગ નિગ થશ્રેણી જોઈએ. અને જ્યાં તેમ થયું છે, ત્યાં સ`સિદ્ધિ છે. (૨૩) ૩. પાણી સ્વભાવે શીતળ છતાં કાઈ વાસણમાં નાખી, નીચે અગ્નિ સળગતા રાખ્યા હાય, તે તેની નિરીચ્છા હાય છતાં તે પાણી ઉષ્ણુપણું ભજે છે. તેવા આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપાના હેતુ થાય છે. વમાન સ્વામીએ ગૃહવાસમાં ૨૦૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત્ન પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી ' એમ જાણ્યું હતું, તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યાં ગ્રહણ કરી હતી. જે વમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભાગી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પિરણમી હતા, તે પણ સ` વ્યવસાયમાં અસારપણું જાણીને દૂર પ્રવર્ત્ય, તે વ્યવસાય ખીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે? તે વિચારીને ફરી ફરી વ્યવસાયના પ્રસંગમાં વતી એવી રુચિ વિલય કરવા યેાગ્ય છે. (૨૭) " ૪. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હાય એમ શ્રીતીર્થંકરે સ્વીકાયું છે. આત્મપરિણામથી જેટલેા અન્ય પદાર્થોને તાદાત્મ્ય-અભ્યાસ નિવૃત્તવા તેને શ્રીજિન ‘ ત્યાગ' કહે છે. તે તાદાત્મ્ય-અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગના ત્યાગનો અર્થ અંતરત્યાગ, ઘો નથી એમ છે. તા પણ આ વે અંતરત્યાગને અર્થ ખાદ્ય પ્રસંગની નિવૃત્તિને કઈ પણુ, ઉપકારી માનવી યેાગ્ય છે. (૨૮) ૫. શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સ ભૂમિકાને વિષે સ– સંગપરિત્યાગ બળવાન ઉપકારી છે એમ જાણીને જ્ઞાની પુરુષાએ અણુમારત્વ ’ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાથ થી સસંગપરિત્યાગ યથાર્થ એધ થયે પ્રાપ્ત થવા ચેાગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય તે તેવા સમય પ્રાપ્ત થવા યેાગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સસંગપરિત્યાગ જ્ઞાની પુરુષાએ ઉપસ્યેા છે. કે જે નિવૃત્તિને યેગે શુભેચ્છાવાન એવેક જીવ સદ્ગુરુ, સત્પુરુષ, અને સત્શાસ્ત્રની યથાયેાગ્ય ઉપાસના કરી યથા મેધ પામે. (૨૯) ' ૬. સર્વ દુ:ખનું મૂળ સંયેાગ (સંબંધ) છે. સમસ્ત જ્ઞાની પુરુષાએ એમ દીઠું છે. જે સયેાગ મે પ્રકારે મુખ્યપણે કહ્યો છે. ૨૮૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ રર : સન્યાસ અંતરસંબંધીય અને બાહ્ય સંબંધીય. અંતર સંગને વિચાર થવાને આત્માને બાહ્ય સંગને અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયની પરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. (૨૯) ૭. જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ’ શબ્દનો અર્થ એ છે કે, અખંડપણે આત્મધ્યાન કે ધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. (૪૨૮૧) ૮. “જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્યસમરણમાં રાખવાચોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવમાંથી, વિભાવમાં કાર્યોથી, અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયે; વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું, અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી, તે જ વિચાર સફળ છે. (૧૯૫૩) . ૯. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે. કેમકે, ત્યાગ આ શ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. • • • સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંચમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના પ્રહણને “વ્યવહારસંયમ' કહ્યો છે. કેઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાએ-લક્ષ વગર – જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થસંચમની માન્યતા રાખે છે, તેના વ્યવહાર સંયમને તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. (૨૯) ૧૦. ઉપાધિ કરવામાં આવે અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચલ ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજાનાં વિચારના ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલુ અસંપૂર્ણ અસમાધિપણું વતે છે, તે અથવા વર્તી શકે તેવુ હાય તે ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવાયાગ્ય છે. (૧૯૫૧) ૧૧. ક્રોધાદિ અનેક પ્રકારના દેાષા પરિક્ષીણુ પામી ગયાથી સંસારત્યાગરૂપ દીક્ષા યેાગ્ય છે અથવા તેમ કાઈ મહત્પુરુષના યેાગે યથાપ્રસંગે તેમ કરવું યેાગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનુ ધારણુ કરવું, તે સાળપણાને પ્રાપ્ત થતું નથી અને વ તેવી ખીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ મસ્ત થઈ, અપૂર્ણ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તે તેથી વિશેષ અંતરાય પડે એવા યેાગ ઉપાર્જન કરે છે. (અપ્રગટ૦ ૧૧). ૧૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મનુષ્યનું સત્ય સ્વરૂપ ૧. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. (૧૬ પહેલાં) ૨. અંતરંગ મેહમ્રથી જેની ગઈ તે પરમાત્મા છે. (૧૬ પહેલાં) ૩. અમે તમે કર્મબંધમાં વસી રહેલા “વ” છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કર્મ રહિતપણે જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્યા જેને વિષે છે, તે ઈશ્વર કહેવા ગ્ય છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. (૨૭) - ૪. કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની એ આત્માને પ્રાપ્તિ હેય એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પિતે જડ છતાં [કર્મ] ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ, તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસાગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા, અને પૂર્વસંગો સત્તામાં છે તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે. (૨૨) ૨૮૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ શી રાજચંદ્રનાં વિચારને ૫. સર્વ જીવો આમાપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે, તો પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચાર અવસ્યો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્યભકિત કરવી એ પરમ શ્રેય છે. (૨૭) ૬. કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. કોટી વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં શરમાય, તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ, નહી ભોક્તા તું દેહને એ જ ધર્મને મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છે માક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર પામ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૯) ૭. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણ એ કેવું નિરુપમ સુખ છે ? તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારતું નથી. (૨૨) ૨૮૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્મા ૧. (૧) આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા . પણું છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચેતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હવાનું પ્રમાણ છે. (૨) આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવત છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંગે અનુભવ ાગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે. કેમકે, જેની કેઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હાય નહિ. (૩) આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા લાગ્યા વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા કર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ થી રાજસ્થાનમાં વિશાપરના (૪) આત્મા જોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે છે, તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે, તેનું ફળ પણ થવા એગ્ય જ છે. અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હેવાથી ભક્તા છે. (૫) એક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી છવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી બેક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમકે, પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય, પણ તેના અભ્યાસથી–અપરિચયથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. તે તે બધભાવ ક્ષીણ થઈ શકવા કેમ્પ હેવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તેરૂપ મેક્ષપદ છે. (૬) તે મોક્ષનો ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાનદર્શન, સમાધિ, વૈરાગ્ય, ભયાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાનદર્શનસંયમાદિ મૂક્ષપદના ઉપાય છે. - આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. જે છે પદથી સિદ્ધ એવું આત્મસ્વરૂપ, તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. (૨૮) ૨. જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મ કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે. અર્થાત જીવની પિતાની કલ્પના છે. અને તે કલ્પનાને અનુસરી તેના વીર્યસ્વભાવની સ્તુતિ થાય છે. અથવા તેનું સામર્થ તદનુયાયીપણે પરિણમે છે. ૨૮૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪ઃ જામા જે ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કેણું ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડ છે જ નહિ. જેથી ચેતન એટલે છવ કર્મ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. અને તે માટે કર્મને કત કહીએ છીએ. નહિ ચતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી. કેમકે, પ્રકૃત્યાદિ જડ છે. તેને આત્મા પ્રહણ ન કરે તે તે શી રીતે વળગવા યોગ્ય થાય? પ્રકૃતિ નહીં તે અંતઃકરણદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે એમ કહીએ, તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણદિ પણ ચેતનની પ્રેરણ વિના અંતઃકરણદિપે પ્રથમ ઠરે જ કયાંથી? ચેતન જે કર્મવળગણનું મનન કરવા અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહિ, તો કંઈ તે વળગણુમાં મનન કરવાને ધર્મ નથી. તે તો માત્ર જડ છે. જે કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તાપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ક્ષેતૃત્વપણું પણ ન જ કરે. અને જ્યારે એમ જ હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાને જે માર્ગ ઉપદેશે છે, તે શા માટે ઉપદેશે છે? “જે કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો તો આત્માને તે ધર્મ કરે; અને જે જેને ધર્મ હોય તે કયારે પણ ઉચ્છેદ થવા એગ્ય નથી' એમ કાંઈ સિદ્ધાંત સમજવો ગ્ય નથી. કેમકે, જે જે કઈ પણ વસ્તુ પ્રહણ કરી હોય, તે છેડી શકાય એટલે ત્યાગી શકાય. તેથી, જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્ય કર્મ તેનો જીવ ત્યાગ કરે તે થઈ શકવા એગ્ય છે. કૅમકે, તે તેને સહકારી સ્વભાવે છે. સહજ સ્વભાવે નથી. તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે. તેથી તે નિવૃત્ત થવા યોગ્ય છે. અજ્ઞાન કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તો તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. (૨૯) ૨૮૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મોક્ષ ૧. મેક્ષ શું છે ? જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં–દેહાદિમાં– આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી. અજ્ઞાનભાવનાં અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ જેમ જેમ છૂટે છે, તેમ તેમ મેક્ષને અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂ૫ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એ સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ આત્મભાવ અજ્ઞાનાદિભાવથી નિવૃત્તિ થઈ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. અર્થાત એક્ષપદ આ દેહમાં પણ અનુભવવા યોગ્ય છે. (૨૭) ૨. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તેનું નામ “સમજવું' છે. તેથી ઉપયોગ * અન્ય વિકલ્પરહિત થયે તેનું નામ “શમાવું” છે. જે જે સમજ્યા, તેણે તેણે મારું ત્તારું એ આદિ અહેવ મમત્વ શમાવી દીધું. કેમકે, કોઈ પણ નિજસ્વભાવ તે દીઠે નહીં. અને નિજસ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ-કેવળ ન્યારેજે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. (૨૨-૨૪) * જુઓ પાન ૨૪૬ ઉપરની નોંધ. ૨૮૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫: શa ૩. સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે,–કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું, અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે, તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂ૫ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભાસો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, અને તે પુરુષ મુક્ત થાય છે. (૩૩) ૪. દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન. તે જ્ઞાનીને તેજાબ છે. તે વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસે રચ્ચાં છે. જેમાં તેજાબથી સેનું અને કથિર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનરૂપ તેજાબથી સ્વાભાવિક આભદ્રવ્ય . . . પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. (૩૩) પ. આ જીવ સમજે તે સહજ મેક્ષ છે. નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે. અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી, કે વખતે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે! પણ સ્વમદશામાં જેમ ન બનવા પામ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપ યોગે આ જીવ પોતાને પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે. તે જ અશાન છે. તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે. ૬. જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિસ્પૃહપણું વર્તે છે, આત્મસુખે કરી ૨૮૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજયનાં વિચારતને પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહિ થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. (૨૫) ( ૭. કર્મની વર્ગણ જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણું ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે. તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણું ચાલી જાય છે. (૧૯૫૨). ૮. માટીમાં ઘડે થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે. તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય, તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે, તેનાં વચનને મળતું આવવું જોઈએ; નહીં તે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે, એમ કહેવાય. (૧૯૫૨) ૯. જ્ઞાન તેનું નામ કે જે હર્ષશેક વખતે હાજર થાય. અર્થાત હર્ષ, શોક થાય નહીં. સમ્યફ દષ્ટિ હર્ષશેકાદિ પ્રસંગમાં એકાકાર થાય નહીં. તેમનાં નિર્વસ પરિણામ થાય નહીં. અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે. બહુ જ જાગ્રતિ હેય. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતે હોય અને ભય લાગતો નથી, પણ જાણે તે કુતર ચાલ્યા આવતા હોય તેમ લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંયોગ સમજે છે. રાજ મળે આનંદ થાય તો તે અજ્ઞાન. (૧૯૫૨). ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ મુક્ત ૧. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જે જીવને પરિતૃપ્તપણું વત્ન કરતું ન હોય, તે અખંડ એ આત્મબોધ તેને સમજાયું નહીં. (૧૯૪૮) ૨. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવને અક્ત છું એવો બેધ ઉત્પન્ન થઈ, અપ્રત્યયી બુદ્ધિ વિલય પામે છે. (૧૯૪૮) ૩. આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે અર્થાત આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય, ત્યારે કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. (૧૯૪૮) ૪. કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નિપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી. (૩૨) ૫. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને જીવન ધન નથી, અનંત સંસાર નથી, આત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહ નથી. સ–સત નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક્ જ્યોતિમય ચિરકાળ ૨૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને આનંદની પ્રાપ્તિ [અને] અદભુત સતસ્વરૂપદર્શિતાની બલિહારી છે. (૧૮–૧૯) ૬. જ્ઞાનીને સર્વત્ર મેક્ષ છે આ વાત છે કે યથાર્થ છે તો પણ, જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત વિચારી, (જેઈને) પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે. (૨૨-૨૪) ૭. જે જીવને સમ્યફત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવથી હોતી નથી કે જેથી પરમાર્થ વિષે ભાંતિ થાય. અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહિ, ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહિ. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે, અપરમાર્થને ભજતાં છવ બધે પ્રકારે કાયર થયા કરે. સમ્યફદષ્ટિ છવ સંસારને ભજત દેખાય છે તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિ. સંસારી પદાર્થોને વિષ જીવને તીવ્ર સ્નેહ વિના એવાં કેધ, માન, માયા અને લોભ હેય નહિ કે જે કારણે તેને અનંત સંસારને અનુબંધ થાય. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય, ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળે તે જીવ ન હોય. (૨૬). ૮. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટા પણે સરખા હાય નહીં; અને જે હેય, તો પછી જ્ઞાની નથી, એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કઈ એવાં વિલક્ષણ કારણેનો ભેદ છે કે જેનાથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેને પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે, તેને ૨૯૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : મુક્ત વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તે જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. (૧૯૪૫) ૯. મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છેઃ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે; જેના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. (૨૫). ૧૦. આટલી વાતને નિશ્ચય રાખવો એગ્ય છે કે, જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી. અને અભોગવ્યું નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે. અને બીજા [ સંસારીઓ ની પ્રવૃત્તિમાં ભવિષ્ય સંસારને હેતુ છે. માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધને એવો નિરધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદયમાં આવે. જેમ શ્રીકૃષ્ણાદિક, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી. પ્રારબ્ધથી નિવૃત્ત થવું તે માત્ર ભગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિષે તેના સ્વરૂપમાટે જીવોને અંદેશાને હેતુ થાય; અને તે માટે જ્ઞાની પુરુષો ઘણું કરી જડમૌન-દશા રાખી, પિતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. (૧૯૪૯) ૧૧. તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે, જ્ઞાની પુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી. તો પણ પુરુષાર્થ મુખ્ય રાખ; કે જે બીજા જીવન પણ આત્મસાધના પરિણામનો હેતુ થાય. જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હેય નહીં; પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હાય. એમ છતાં પણ તેથી નિવૃત્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. (વૃદ્ધિપત્ર ૧) ૧૨. પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા હતાં, ત્યાગવા જતાં બાહ્ય ૨૯૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને કારણે રેકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે; તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. (૨૯). ૧૩. વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવાયોગ્ય માર્ગ ભણું તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાની પુરુષ મનવચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદય–વાયુ–વેગે યત્કિંચિત્ દશાફેર થાય છે. તો પણ પરિણામપ્રયત્ન – સ્વધર્મને વિષે છે. (૧૯૫૨) ૧૪. આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું. તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબંધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે અવલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ કલેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કેઈ પ્રકારે એમ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વરેચ્છાદિ બધા પ્રકારો એક જ ભાવના- સરખા ભાવના છે. તેને શાતાઅશાતા કંઈ કઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી બળવાન જાણીએ છીએ. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને વેગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. અથવા જ્ઞાની સહજ પરિણમી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે. ઈશ્વરેચ્છાને વિષે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. તે સહજસ્વરૂપ છે. [ ૪૩૦૭] Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૧: સુર ૧૫. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી એમ જે કે સામાન્યપણે શ્રીજિનાદિ મહાત્માઓએ કહ્યું છે તો પણ, તે પદ ચોથે ગુણકાણેથી સંભવિત ગણ્યું નથી. આગળ જતાં સંભવિત ગયું છે. જેથી વિચારવાન છવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરંપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી; પણ તેથી જેની એાછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છોડીને સત્સંગ કર્તવ્ય છે. કે જેથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. (૨૭) ૧૬. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પના શુભ તથા અશુભ કર્મ પ્રમાણે [ તેને ] ઉદય વર્તે છે. (૨૯). ૧૭. જ્ઞાની પુરુષ ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી તે સંબંધમાં એમ જણાય છે કે, ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે. અને જ્ઞાનીની પણ અંતર ઈછા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઇ કર્તવ્યરૂપ નહિ હેવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. (૨૨-૨૪) ૧૮. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તે એ છે કે, જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે “સત ” જ આચરે છે – જગત જેને વિસ્મૃત થયું છે. (૨૨-૨૪) ૨૯૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચકનાં વિચારને ૧૯. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમપરિણામે દવા ગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કઈ પણ પ્રકારે તે ઇચછવા યોગ્ય નથી. ઘણું કરીને જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તે તે મુમુક્ષની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષને સંસારિક ફળ આપવાનું છે નહિ. કારણ કે અર્તવ્ય તે જ્ઞાની કરે નહિ. (૨૨-૨૪) ૨૯૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બ્રાહ્મી વેદના ૧. જેને લાગી છે, તેને જ લાગી છે, અને તેણે જ જાણે છે. તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય કે જ્યાં વાણીનો પ્રવેશ નથી ? વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે. અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજ સુગમ મોક્ષમાર્ગ નથી. (૨૨-૨૪) ૨. રામરામ ખુમારી પડશે, અમરવરમય જ આત્મદષ્ટિ થઈ જશે, એક “તું હિ” મનન કરવાને પણ અવકાશ નહિ રહે, ત્યારે અમરવરના આનંદને અનુભવ થશે. અત્રે એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતા ઈત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. (૨૨-૨૪) ૩. કેટલોક નિવૃત્તિને વખત મળ્યા કરે છે. પરબ્રહ્મવિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. કયારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહારમાર્ગ છે. પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી! (૨૨-૨૪) ૪. ચિત્તની દશા ચિતન્યમય રહ્યા કરે છે. જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરીચ્છા Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિગ વર્તે છે તેને પણ સમાધિmગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નંખાય છે. અને વખતે તે કાર્ય કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તો પણ હાનિ માની નથી. ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે. અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ; જે નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુકત નહિ થાય એમ લાગે છે. અત્યારે તો બધું ય ગમે છે અને બધું ય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધું ય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ “પૂર્ણકામના’ પણ કહેવાય છે જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. (૨૨-૨૪) ૫. અમારી ચિત્તની અવ્યવસ્થા થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી. તે માટે શું કરવું? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠા છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ. અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છેમાટે તે રાખશે; અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે એમ માનીએ છીએ. તે બીજા કોઈને સંતાપરૂપ થવાના તો સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે? તથાપિ વ્યવહારપ્રસંગમાં હરિની માયા અમને નહિ તો સામાને પણ એકને બદલે બીજું આરપાવી દે તો નિરુપાયતા છે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. (૨૨-૨૪) ૬. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી, ૨૯૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭: બાલી વેદના કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. શત્રુમિત્ર કઈમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ. અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી. અને બધા ય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. હદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે. જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દેરાઈએ છીએ. પાંચે ઈકિયે શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે. કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી. નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. અમને પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. યોગ્ય વતએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ માનીએ છીએ. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, બેદ પામીએ છીએ, વળી હસીએ છીએ – જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. (૨૨-૨૪) છે. જણાવ્યા જેવું તો [ અમારું] માને છે કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મેરલી ઉપર). તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણુમાં પૂર્ણ મૂકી નથી, અને લેખમાં તો તે વાણુને અનંતમે ભાગ માંડ આવી શકે. એવી તે દશા–સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ–તેને વિષે અમને તમને - અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે. (૨૨-૨૪) ૨૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૮. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વતે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી .આનંદસંપન્ન થયા નહતા. કારણ કે, હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહિ થાય ત્યાં સુધી અમને જગમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. (૨૨-૨૪) ૯. જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સનેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આમા માટે ઈચ્છીએ છીએ, તથા જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ તથા તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવાં જ સર્વ પ્રત્યે વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે શ્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે. કેઈ પ્રત્યે ઓછાપણું અધિપણું કંઈ પણ આત્માને રુચતું નથી. સહજાનંદ સ્થિતિ છે. (૨૬) ૧૦. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે એક જ થઈ શકે છે કે, પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે. (૨૬) ૧૧. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે ? ૩૦૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭ : બ્રાહ્મી વેદના સ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પૃચ જો ? અપૂર્વ ૧ સ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હાય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ હાય જો. અપૂ૦ ૨ દર્શોનમેાહ વ્યતીત થઈ ઊપજ્યા માધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણુ ચારિત્રમેહર વિલેાકીએ, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ કુ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, ૩ મુખ્યપણે તે વર્તે દેહ પર્યંત જો; ધાર પરિષહ૪ કે ઉપસપ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જો. અપૂર્વ૦ ૪ સયમના હેતુથી યેાગ પ્રવત ના, સ્વરૂપ લક્ષે જિનઆના આધીન ો; તે પણ ક્ષણ ક્ષણ ધટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂ૦ ૫ પંચ વિષયમાં રાગદ્વેષવિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષેાભ જો; ૧. ચથારૂપથી પદાર્થીના નિશ્ચય કરવાની. જે રુચિ તે દૃન, તેને ઢાંકી દેનારાં કર્મો તે દનમેહનીય કર્યાં. ૨. આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાના પ્રયત્ન કરવા તે ચારિત્ર. તેને આવરનારાં ક્રમે તે ચારિત્રમાહતીયક્રમેર્યું, ૩. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તેનું નામ યાગ. ૪. પીડા. ૫. વિશ્ર્વ, ૩૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉલ્યાધીન પણ વિતાભ જે. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લાભ પ્રત્યે નહિ લેભ સમાન છે. અપૂર્વ છે બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, - વંદે ચક્રીય તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લોભ નહીં છ પ્રબળ સિદ્ધિનિદાન જે. અપૂર્વ, ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રોમ નખ કે અંગે શુંગાર નહીં; દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે. અપૂર્વ ૯ શત્ર મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, * માન અમાને વર્તે તે જ સ્વભાવ જે જીવિત કે મરણે નહીં જૂનાધિક્તા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા યોગ છે. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે; ૧. ઉદય=પ્રારબ્ધ કર્મ. ૨. ચક્રવર્તી રાજ. ૩૦૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭: બ્રાહી વેદના રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુલ એક સ્વભાવ છે. અપૂર્વ૮ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણુ અપૂર્વ ભાવ જો; શ્રેણું ક્ષેપક તણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ ૧૩ મેહસ્વયંભૂરમણસમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાંક્ષીણમેહગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિમાત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ મટીએ દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મનવચન કાયા ને કર્મની વર્ગણા, * છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અગિગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ છે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડાલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચેતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે. અપૂર્વ ૧૮ ૩૦૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને પૂર્વ પ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ૦ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમપદપ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ જે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. અપૂર્વ ૨૧ (૩૩) ૩૦૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સદુપદેશ ૧. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખે; પુરુષના સમાગામમાં રહે; આહારવિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સન્શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. (૧૬ પહેલાં) ૨. વર્તનમાં બાલક થાઓ; સત્યમાં યુવાન થાઓ; જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (૧૬ પહેલાં) ૩. રાગ કરવો નહિ; કરવો તે પુરુષ પર કરે. દ્વેષ કરવો નહિ; કરો તો કુશલ પર કરે. (૧૬ પહેલાં) ૪. ક્રિયા એ કર્મ; ઉપયોગ * એ ધર્મ; પરિણામ એ બંધ; ભૂલ એ મિથ્યાત્વ; શેકને સંભારો નહિ; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીએ મને આપી. (૧૬ પહેલાં) ૫. આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. (૧૬ પહેલાં) : ૬. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી, “સામાયિક” - [વત] સભાવથી (રાજ અવશ્ય) કરવું. “જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક.’ આર્ત અને રૌદ્ર * ઉપયોગ = ભાન; જાગૃતિ. ૩૫ Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન એ પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન-વચન-કાયાના પાપભાવને રોકીને, વિવેકી શ્રાવક સામાયિક કરે છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. સાઠ ઘડીનાં અહેરાત્ર વ્યર્થ ચાલ્યાં જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાલચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું, તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી કાયોત્સર્ગ કરી [આસન વાળી ] ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું, વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બાલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, નૂતન અભ્યાસ થાય તો કરે,–જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકી કાળ વ્યતીત કરો. કંઈ સાહિત્ય ન હોય તે પંચપરમેષિમંત્ર જાપ જ ઉત્સાહપૂર્વક કરવો. પણ વ્યર્થ કાળ કાઢી નાખ નહિ. ધીરજથી, શાંતિથી, અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારે. (૧૭) ૭. પ્રતિક્રમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવું, ફરીથી જોઈ જવું. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા, તે વખતની અગાઉ તે દિવસે જે જે દેવ થયા છે, તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરવો કે દેશનું સ્મરણ કરી જવું. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે; ત્યાગવા ગ્ય વસ્તુનો વિવેક આવતા જાય છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. (૧૭) ૮. ક્ષમા એ અંતર શત્રુ છતવામાં ખગ છે; પવિત્ર આચારની રક્ષા કરવામાં બખતર છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. (૧૭) ૯. સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બેરૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી, ત્યાં દ્વેષ નથી. આ ૩૦૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે. એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. (૧૭) ૧૦. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (૧૮-૧૯) ૧૧. જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી. (૧૮–૧૯) ૧૨. બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતળીભૂત નિર્લેપ રહે એ જ માન્યતા અને બેધના છે. (૨૩) ૧૩. નીચેને અભ્યાસ તો રાખ્યા કરોઃ (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવે. (૨) સર્વ પ્રકારની અભિલાષા નિવૃત્ત કરતા રહે. (૩) આટલા કાળ સુધી જે. કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ; એ કરતાં હવે અટકે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને અને બાકીના પ્રાણુઓ ઉપર અનુકંપા રાખ્યા કરો. (૫) કોઈ એક સત્ પુરુષ શોધે અને તેનાં ગમે તેવાં વચનમાં શ્રદ્ધા રાખો. આ પાંચે અભ્યાસ અવશ્ય મેગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારે આવવાને નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો–તેની પ્રાપ્તિ સિવાયને–બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી, અને બધા ય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે–સૂક્યું છે. (૨૩) Page #321 -------------------------------------------------------------------------- ________________ S શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૪. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્ર જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (૨૩). ૧૫. નીચેના વાકયો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષની સંમતિથી મંગળરૂપ, મેક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છેઃ (૧) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકે થવો નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો એગ્ય જ છે એમ સમજવું. (૨) કોઈ પણ પ્રકારે સદ્ગુરુને શોધ કરવો; શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું. (૩) અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણું પ્રાપ્ત થયું છે; માત્ર “સત્ ' મળ્યા નથી, “સત્ ” “સૂર્યું? નથી અને સત્ શ્રદ્ધયું નથી. અને એ મળે, એ સૂર્ય અને શ્રદ્ધ જ છૂટવાની વાર્તાને અભાથી ભણકાર થશે. (૪) મોક્ષને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. (૫) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયા નથી તે વિચારે. (૨૩) ૧૬. અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. નિરંતર ઉદાસીનતાને કમ સેવક સત પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; પુરુષોનાં લક્ષણોનું ૩૦૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ ચિંતન કરવું; સપુરુષની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. આ જ્ઞાનીઓએ હદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે. અધિક શું લખવું? આજે, ગમે તો તેથી મોડે, અથવા વહેલે એ જ સૂઝ, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંત. (૨૩). ૧૭. સર્વ પ્રકારની ક્રિયાને, જપ, તપને અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજો કે, આત્માને છોડાવવા માટે સર્વ છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં ત્યાગવા યોગ્ય છે. (૨૨-૨૪) ૧૮. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તક વાંચવાને પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજે; અને “જીવે શું નથી કર્યું, હવે શું કરવું' એ ભાગ વાંચવાનો વિશેષ લક્ષ રાખજે. અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઇચ્છે છે, તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાને કારણ પ્રત્યે પ્રીતિ કરવી. સર્વ પ્રકારે એ રચનાના ઉપગની ઇચ્છા ત્યાગવી એગ્ય છે. - લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાન્તર પામ્યા કરે છે. સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂ૫ “સંત” નહિ હોવાથી, ગમે તે રૂપે વર્ણવી (શામાં) તે કાળે બ્રાંતિ ટાળી છે. અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી. બાળ જીવ તો તે સ્વરૂપને શાશ્વત રૂ૫ માની લઈ ભ્રાંતિમાં પડે છે. પણ કઈ જગ જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ “સ” તરફ વળે છે. (૨૨-૨૪) ૩૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૯. અનંતા નય છે. અકેક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તો થાય નહિ. એની વાટ કેઈ બીજી હેવી જોઈએ. ઘણું કરીને આ વાટને જ્ઞાની પુરુષો જ જાણે છે અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કેઈ નયનું એકાંત ખંડન થતું નથી અથવા કાઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યેગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય, એવાં પ્રાણુએ કાઈ નયમાં આગ્રહ કર નહિ અને કેાઈ પ્રાણીને એ વાટે દૂભવવું નહિ. (૨૨-૨૪). ૨૦. વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. પણ સમ્યકજ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું “સાધારણજ્ઞાન’ વાંચવું વિચારવું; બાકી મધ્યસ્થ રહેવું એગ્ય છે. “સાધારણજ્ઞાનને અર્થ આ ઠેકાણે એવો કરવો કે, બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. (૨૨-૨૪). ૨૧. કોઈ પણ પ્રકારે પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહિ. અર્થાત કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખવા વગેરેની ઇચ્છા, મનોકલ્પિત ધ્યાનાદિ, એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંક૯યું હોય કે, “ આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય,’ તો તે સંકલ્પેલું પ્રાયે ખેટું છે. (૨૫). ૨૨. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી, અને બાંધેલાં એવાં ૩૧૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ કર્મોનું ફળ જાણું, સમ્યફ પ્રકારે અહિયાસવા [ સહેવા ] યોગ્ય છે. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણું, તે પ્રત્યેથી મહમમત્વાદિ ત્યાખ્યાં હોય, તો તે મોટું શ્રેય છે. જે કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મડે ફળીભૂત થાય છે. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી ગ્ય છે. એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે, તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહિ, પણ એ દેહ ફરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિથી એ વ્યાધિના ઉપચારે પ્રવર્તાવામાં બાધ નથી. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કરી છે. કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવું યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. અજ્ઞાન દશા વર્તતી હોય ત્યારે તેવા દેહને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવાં બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણે વિષે વિષમતા થતી નથી. (૨૬) : ૨૩. કવિતા કવિતાર્થે આરાધવા ગ્ય નથી–સંસારાર્થે આરાધવા યોગ્ય નથી. ભગવભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય, તો જીવને તે ગુણની ક્ષપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહિ, વિવેક આવ્યો નહિ, કે સમાધિ થઈ નહિ, તે વિદ્યાને વિષે રૂડા છ આગ્રહ કરવો એગ્ય નથી. (૨૭) ૨૪. માયા એટલે જગત–લોક–નું જેમાં વધારે વર્ણન કર્યું છે ૩૧૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં પુરુષનાં ચરિત્ર અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકનો ભાવ રાખજે. મતમતાંતરને ત્યાગ કરવો. અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહિ. (૨૭). ૨૫. મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસાર વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હેય નહિ. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એરૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહિ. અને પૂર્વકર્મના બળે તેવો કઈ ઉદય હોય, તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, ભયાકુળ છે. મહાત્મા શ્રીતીર્થકરે પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. કેાઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય, તો પણ ધીરજ રાખવી, સત્સંગ સપુરુષનો યુગ વિશેષ કરી આરાધો. પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ સપુરુષના યેગે પ્રમાદહતુએ વિલંબ કરવો તે ધીરજ છે. જીવ દિશામૂઢ રહેવા ઇચછે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહિ. (૨૭) ૨૬. સમસ્ત સંસારનાં મુખ્ય કારણો પ્રેમબંધન તથા બંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્ય છે. તેની મૂંઝવણ જીવને નિજવિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતો નથી અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી અને તે સૌ પ્રમાદને હેતુ છે. અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એ મેહ છે. (૨૮) ૨૭. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ ૩૧૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮ઃ સદુપદેશ તથા અપ્રસંગથી છવાનું વિચારબળ પ્રવર્તતું નથી. આરંભ પરિગ્રહનું અ૮૫ત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલો જીવથી મેક્ષ દૂર છે. વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, તો સહજમાં હમણાં જ તેને આમજોગ પ્રગટે. (૨૮) ૨૮. આત્મબ્રાંતિ સમ રાગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. (૨૯) ૨૯. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કરે સાધન છે. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણમાં જ સમાય છે. કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. તે અસંગપણું નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી, શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. (૨૯) : ૩૦. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણમાં જીવે મેક્ષમાર્ગ કયે છે અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયા ઉત્થાપવામાં મેક્ષમાર્ગ કયે છે. અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથનમાત્ર અધ્યાત્મ પામી મેક્ષમાર્ગ કર્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડે આવી, પરમાર્થ પામવામાં થંભભૂત થાય છે. * જે જીવ શુષ્કક્રિયાપ્રધાનપણામાં મેક્ષ કપે છે, (તેમણે) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો ... વિચાર્યા જેવું હોય છે. અને ચારિત્ર શબ્દને અર્થ વેશ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય ૩૧૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને છે. વળી કવચિત જ્ઞાન દર્શન પદ કહેવાં પડે, તો ત્યાં લૌકિક કથન • જેવા ભાવોનાં કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. ૩૧. [જેઓ શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેક્ષમાર્ગ સમજે છે તેમને વિષે ] વ્યવહાર બે પ્રકારના છે. એક પરમાર્થહેતુ મૂળ વ્યવહાર, અને બીજે વ્યવહારરૂપે વ્યવહાર. જે માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ (નરકાદિ) ચાર ગતિ થાય, તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહી શકાય. અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય, તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એને શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. તે પણ એકાંતે નહિ. કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મેક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. અને પરમાર્થહેતુ મૂળ વ્યવહાર–શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સશુરુ, સશાસ્ત્ર અને મન, વચનાદિ સમિતિ [સત પ્રવૃત્તિ] તથા ગુપ્તિ [ નિયમન આદિ ]નો નિષેધ કર્યો નથી. અને તેનો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું? ૩૨. બાર ઉપાંગો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહી. એક બાહ્ય અને બીજી આંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું–તેમાં સમાવું–તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. (૨૯) ૩૩. ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળા પાડવા છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે તેને થોડો થોડો પણ લક્ષ વર્તાશે, ત્યારે પછી સહજ થશે. આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે ત્યારે તેને ખસેડવાને અભ્યાસ કરવો. ક્રોધાદિ થોડે છેડે પાતળા ૩૧૪ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ પડ્યા પછી સહજરૂપ થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખો અને વિચારમાં વખત ગાળવો. (૨૭) ૩૪. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે. પણ મુમુક્ષુ છે આટલો આટલો ઉપદેશ સાંભળીને જરા ય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? (૨૯) ૩૫. અંતઃકરણની શુદ્ધિ વિના બેધ અસર પામતો નથી. માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી. (૨૯) ૩૬. જી ગ્ય થવા માટે હિંસા કરવી નહીં, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહની મર્યાદા કરવી, રાત્રિભોજન કરવું નહિ—એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે. (૨૯) ૩૭. મિથ્યાત્વ, પ્રમાદ, અવત, અશુભ યોગ [પ્રવૃત્તિ ] એ અનુક્રમે જાય તે પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે. તેથી બધા દે અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. (૨૯) ૩૮. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે, તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી, અકાર્ય કરવું નહીં. (૨૯) ૩૯. સમજ્યા વિના રસ્તે ભારે વિકટ છે. હીરે કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે; પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણ આવવી દુર્લભ છે, નહિ તે આત્મા કઈ દૂર નથી. (૨૯) ૪૦. એક વાર જમ્યા તે પચ્યા વગર બીજું ખાવું નહિ તેની પેઠે તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી. માટે તપ કરનારે અહંકાર કરે નહિ. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું કે ૩૧૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય. (૨૯) ૪૧. અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહિ. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહિ. (૨૯) . ૪૨. વ્રતનિયમ કરવાનાં છે તેની સાથે કજિયા કંકાસ, છોકરાયાં, અને ઘરમાં મારાપણું કરવું નહિ. ઊંચી દિશાએ જવા માટે વ્રતનિયમ કરવાં . . . ભૂખે મરવું કે ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તેથી મોક્ષગતિ થાય. . . . કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. (૨૯) ૪૩. એક ને એક વ્રત હોય, પણ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યફદષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. . . . આંધળો વણે ને વાછડ ચાવે એની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે. (૨૯) ૪૪. જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. દર્શન એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચરિત્ર એટલે આત્મા સ્થિર થાય તે. (૨૯) ૪૫. જ્યાં સુધી દેહામબુદ્ધિ ટળે નહિ, ત્યાં સુધી સમ્યફત્વ થાય નહિ. જીવને સાચ કયારે ય આવ્યું નથી. આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે ભે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. દેહામબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. (૨૯) ૪૬. આ સંસારમાં મનુષ્યપ્રાણને જે ખેદના પ્રસંગે પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગોમાને [મૃત્યુ એ ] એક મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. મૂછભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી. !!ાન તે, , ૩૧૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ (વિચારવાન પુરુષો તે પ્રસંગે) સર્વ સંગનું અશરણુપણું, અબંધનપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. (૨૯) ૪૭. આ જીવને દેહસંબંધ હેઈને મૃત્યુ ન હોત, તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહિ. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ ઝેરી છે. તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે. ઘણું છે તો ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને વિચારવાનને) પરમાર્થ વિચારમાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું. (૨૯). ૪૮. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બલવીર્યની હીનતા, એવાં કારણે થી રહિત કેઈક જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહિ જાણેલો, નહિ પ્રતીત કરેલો, નહિ આરાધેલોતથા નહિ સ્વભાવસિદ્ધ થયેલ એ “માર્ગ' પ્રાપ્ત કરે દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખે જ નથી, તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગ પામે છે. (૩૦) ૪૯. ખેદ નહિ કરતાં શરવીરપણું ગ્રહોને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય, તે વખતે વિચારવાનને પોતાનું નિવપણું જોઈને ઘણે ખેદ થાય છે. તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. (૩૧) ૩૧૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૫૦. સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે. . . . તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાને દમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે. અને તેને ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લાભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. . . . મિથ્યાત્વમેહ રૂપી એક રાજાને બરાબર જાળવણથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે. અને જે વખતે જેની જરૂર પડે છે, તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમેહની સેવા બજાવવા મંડી પડે છે. . . . આ ચાર યેહાએ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભેળે માલૂમ પડે છે. કારણકે, તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. (૩૨) ૫૧. વાટે ચાલતાં ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તે બની શકે તે કાંટા દૂર કરવા; પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તે તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેને વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તે જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે. . . . જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે છે તે તેનાથી શી રીતે જાણી–સમજી–શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી, ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી. માટે ઉત્તમ રસ્તો એ છે કે, બીજી બધી વાતો મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરો. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર ૩૧૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮: સદુપદેશ બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે થોડા આકાશમાં અનંત જીવનું સમાવું અથવા અનંત પુગલ પરમાણુંનું સમાવું) તેનું કરવાપણું હેતું નથી. (૩૨) પર. શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે. અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. (૩૩). ૫૩. આમ સમય સમય ઉપયોગી છતાં, “અવકાશની ખામી' અથવા “કામના બેજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાને વખત મળી શકતો નથી,” એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક” વચન છે. જે ખાવાનો, પીવાને, ઊંઘવા ઇત્યાદિને વખત મળ્યા ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તે પછી જે સુખની આવશ્યકતા છે ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે, તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહિ. એનો અર્થ એટલો જ છે કે, બીજાં ઇકિયાદિક સુખનાં કામે જરૂરનાં લાગ્યાં છે અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી! મતલબ આ ચિતજે કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. . . . તમો છોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. (૩૩) ૩૧૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રશ્નો ૧. આ કાળમાં મોક્ષ પ્રાપ્ત કરી શકાય? [ક્ષાયક સમકિત, એટલે કે મોક્ષના કારણરૂપ ચિત્તની નિર્મળ અવસ્થા આ કાળમાં નથી સંભવતી અને તેથી કરીને આ કાળે કઈ મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ, એવી માન્યતા જૈન પરંપરામાં ચાલી આવી છે. તે વિષે નીચેની ચર્ચા છે.] કદાપિ એમ ધારે કે, “ક્ષાયક સમકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જિનના આગમ વિષે લખ્યું છે. હવે જીવે વિચારવું યોગ્ય છે કે, “ક્ષાયક સમકિત” એટલે શું સમજવું? જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વૃત્ત-પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભલે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે. ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે લાયક સમકિત કહેવાય? “ભગવાન તીર્થકરને વિષે દઢ શ્રદ્ધા એનું નામ જે ક્ષાયક સમકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં? જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયક સમકિત કહ્યું છે, તો પછી “તે નથી” એમ માત્ર જિનાગમના શબ્દોથી થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજ આશયે કહેવાયા છે; અથવા કઈ પાછળના કાળના વિસર્જન દે લખાયા છે, તો તેને ૩૦. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દેશને પાત્ર થાય, તે સખેદ કરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રેાને નામે ઓળખવામાં આવે છે, તેમાં “ક્ષાયક સમકિત [ આ કાળમાં કોઈને પ્રાપ્ત થઈ શકે તેમ ] નથી' એવું સ્પષ્ટ લખેલું નથી. [ પરંતુ ] પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે. તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય, તે પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યંગ્ય નથી. કારણ કે, તે બધી વ્યાખ્યા જે પુરુષના આશયથી જાણી નથી, તે પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે, ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ કંઈ તમને કલ્યાણકર્તા થાય નહિ, અથવા એક્ષપ્રાપ્તિનું કારણ હોય નહિ. કારણ કે, તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ ઉપયોગી છે, કલ્યાણતી છે. શ્રવણ તો માત્ર વાત છે. તેમજ તેથી પ્રતિકૂળ વાત પણ માત્ર વાત છે. તે બે ય લખી હોય અથવા તો એક જ લખી હોય, અથવા વગરવ્યવસ્થાએ રાખ્યું હોય તે પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. બંધદશા તે બંધ છે, મેક્ષદશા તે મોક્ષ છે. બંધદશા ટળી નથી, અને મોક્ષ-જીવન્મુક્તતા માનવામાં આવે, તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયક દશાએ ક્ષાયક માનવામાં આવે, તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે, ત્યારે હવે આપણે આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયક સમકિતી જીવની દશાને વિચાર કરવાને ગ્ય છે કે કેમ તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીના ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે. ૩૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહિ, તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે;–રાગ, દ્વેષ, અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે તે શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે માટે સેવનીય છે. (૨૫) આ કાળમાં કેઈ આ કાળને જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.' ત્યારે પ્રશ્ન કર્યું કે, કેઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આસઃ હા, જાય. ત્યારે ફરી કહ્યું કે, જે મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મેક્ષ થયો કહેવાય કે નહીં? ત્યારે હા કહી, કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કેઈ આ કાળને જન્મેલો સર્વે કર્મથી ન મુકાય. આમાં પણ ઘણું ભેદ છે. પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્થાવાદ માનીએ તો, જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે; ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. (૧૯૪૭) અજ્ઞાનીઓ “આજ કેવલજ્ઞાન નથી,” “મોક્ષ નથી' એવી હિનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હેય. અજ્ઞાની શિથિલ છે તેથી એવા હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, કે આયુષ્યની વાત મનમાં લાવવી નહીં, અને એવી વાણી પણ સાંભળવી નહીં. (૧૯૫૨) જે જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે, ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, જળહળતે અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જીવને પુરુષાર્થ કર નથી, અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાને વાંક સમજ. (૧૯૫૨) “જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ’ નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે, આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું અને ૩૨૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવલજ્ઞાન હોય નહીં; બાકી સમ્યક્ત્વ હોય નહીં એમ હેય નહીં. આ કાળમાં મેક્ષના નહીં હોવાપણાની આવી વાત કાઈ કહે તે સાંભળવી નહીં. પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં; પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. (૧૯૫૨) આ (કાળનું) દુષમપણું લખ્યું છે, તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ બળને હાનિ ન થાય; પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય, ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ. વર્તમાન કાળ દુષમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી, માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ (કહ્યું) છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં, યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, અજ્ઞાનથી રહિત થવાને માર્ગ પ્રાપ્ત કરવો. (૧૯૫૨) આ કાળને વિષે સર્વથા મુક્તપણું ન હોય તેમ એકાંત જ કહેવા ચોગ્ય નથી. અશરીરિભાવપણે આત્મા સ્થિત છે તો તે ભાવનાથે સિદ્ધપણું છે. અને તે અશરીરિભાવ આ કાળને વિષે નથી એમ કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હોય તે પણ આગમ જેણે ભાખ્યાં છે તે જ આશય સપુરુષ કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. અને તે જ આત્મસ્થિતિને ઉપાય છે. (૨૫). શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલાં જવાય ને પગરસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય ૩૨૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન એમ કાંઈ નથી. વહેલા ચાલે તો વહેલા જવાય. કાંઈ રસ્તે બંધ નથી. (૨૯) ૨. ભવાંતરનું જ્ઞાન થઈ શકે? ભગવતી' વગેરે સિદ્ધાંતોને વિષે જે કઈ કઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. જે પુરુષો માત્ર ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય, તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે–હોય છે. “આત્મા નિત્ય છે, અનુભવરૂપે છે, “વસ્તુ છે,’ એ પ્રકારે અત્યંતપણે દઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગે કહેવામાં આવે છે. ભવાંતરનું જે સ્પષ્ટ જ્ઞાન કેઈને થતું ન હોય તો આત્માનું જ્ઞાન પણ કોઈને થતું નથી. એમ કહેવા તુલ્ય છે. (૨૫) ૩. તીર્થકર અને સુવર્ણવૃષ્ટિ પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા ગ્ય નથી. લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય, તો તે એમ એમ કહે છે કે, “આજે અમૃતના મેહ વ્યા” તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે. શબ્દથી પરભાય અર્થે યથાર્થ નથી. [વળી] આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી. સર્વ મહતપ્રભાવજોગ, પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે ૩૨૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : મશો કાઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયે! નથી, છે નહિ, અને થવાના નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કાંઈ કર્તવ્ય નથી અને જો તેને પ્રભાવજોગને વિષે કઈ કર્તવ્ય ભાસે છે, તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે. જે તીર્થંકર છે તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહિ અને જે કરે તે આત્મસ્વરૂપ એવા તીર્થંકર જ કહેવા યેાગ્ય નહિ એમ જાણીએ છીએ~~ એમ જ છે. (૨૫) Ο પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે એવું આપનું પ્રશ્ન છે. ૪. સિદ્ધિઓ ચમત્કાર થઈ ગયા છે તે નાનીમાં ઘણા સિદ્ધિજોગવાળા જે લેાકથન છે, તે સાચુ છે કે ખાટું એમ ચેાથા ગુણસ્થાનકથી માંડીને આગળનાં સ્થાનાવાળાને સિન્હેિગ હોય છે એ વાત સાચી છે. પરંતુ તે યાગનું સ્ફુરણ કરવાની ઇચ્છા તેને પ્રાયે હેાતી નથી. ધણું કરીને જીવ પ્રમાદવશપણે હોય તે કવિચત્ થાય છે. અને જો થઈ તા સમ્યક્ત્વથી પડવાપણું. અથવા પ્રથમ ગુણસ્થાને આવી પડવાપણું તેને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, જ્યાં સુધી સભ્યપરિણામી આત્મા છે, ત્યાં સુધી તે એકે દ્વેગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. જે સભ્યાની પુરુષાથી સિદ્ધિોગના ચમત્કાર! લેાકાએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે તે સિદ્ધિòગ પરિણામ પામ્યા હાય છે. જા કાઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતા નથી. કાઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિોગ પરિણામી કર્યો હોય છે તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સપૂ જ્ઞાનદશાનું કાર્યાં નથી. (૨૬) ૩૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરે, એ ગીનું લક્ષણ નથી. સર્વોત્તમ ભેગી તો એ છે કે, જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે “સત’ જ આચરે છે– જગત જેને વિસ્મૃત થયું છે. (૧૯૪૭) - જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી. એ સંબંધમાં એમ જણાય છે કે, ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે, અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનીની પણ અંતરની ઈછા તેથી જ જણાય છે. જેની કોઈ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી, જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. (૧૯૪૭) શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાખ્યા, ત્યારે જે જરા એશ્વર્યપણું કરીને (તેમણે) સાધુની રક્ષા કરી હોત તો (તેમને) તીર્થકરપણું ફરી કરવું પડત. પણ જેને હું ગુરુ છું, “મારા શિષ્ય છે” એવી ભાવના નથી, તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. “(હું) શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશનો દાતાર છું; જે હું રક્ષા કરું તો મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ (તેમણે) વિચાર્યું. અર્થાત તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. (૧૯૫૨), લબ્ધિ-સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જેગી વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હેઈને અપવાદ છે. એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે, તેની પાસે તેવું હોતું નથી. (૧૯૫૬) ૩૨૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ધ જીવન દર્શનમેહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, જીવ કૃત્યકૃત્ય થાય છે એ વાત પ્રગટ સત્ય છે. પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેઠવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય નથી. સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેઠવું પડે નહીં, કે દુઃખ હેય નહીં, એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી માત્ર સત્સંગને અલ્પ લાભ હોય, ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ, એમ માનીએ તે પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે. કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવેલું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સસંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે; અને સત્યાસત્યવિવેક થાય; અનંતાનુબંધી ક્રોધાદિ ખપે; અનુક્રમે સર્વ રાગદેષ જાય; એ બનવા છે.. . તથાપિ જે દુઃખ અવસ્ય ભેગળે નાશ પામે એવું ઉપાર્જિત છે, તે તો ભેગવવું જ પડે એમાં કાંઈ સંશય નથી. (૨૨-૩૪) ૫. શાસ્ત્રના વિધિનિષેધ ઘણું કરીને જિનાગમમાં “સર્વવિરતિ” એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્રઉદ્દેશ છે. તથાપિ જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણુ અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઈચ્છા છે તે સર્વને તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ કરી છે. તથાપિ પાંચ મહાવ્રતમાં, ચાર મહાવ્રતમાં [એટલે કે મૈથુનત્યાગ બાદ કરીને] ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે કે, જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ ૩૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાનદષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે, જેમકેઃ (અહિંસાવ્રત લેનાર સાધુને પણ નદી ઊતરવા જેવી હિંસાના પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; કારણ કે, નહિ તો લોકસમુદાયના વિશેષ સમાગમથી સાધુનાં પાંચે વ્રત નિર્મૂળ થવા વખત આવે; તથા, અપરિગ્રહ વ્રત હોવા છતાં પુસ્તક વસ્ત્રાદિને પરિગ્રહ અંગીકાર કરવામાં આવે છે; કારણકે, એ વસ્તુઓ પરિગ્રહની સર્વથા નિવૃત્તિનાં કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ છે અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ છે.) મૂછરહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંધયણનું આ કાળનું તીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે. મૈથુનત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે, રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહિ. નદીનું ઊતરવું, પુસ્તકાદિનું ગ્રહણ રાગદ્વેષ વિના પણ થઈ શકે. પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ લોકસમાગમ વધે, સ્ત્રી આદિ પરિચયમાં આવવાનો હેતુ થાય, એવાં અનંત કારણે દેખી નિષેધ કર્યો છે. તથાપિ કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ થવો મુશ્કેલ હોય તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા કઈ જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ–સસંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો નિષેધ થતો નથી. કારણ કે, પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું ત્યાં જ તે ‘ના’ સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહિ હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ? - તથાપિ તે લોકપચ્ચખાણ પિતાની ઈચ્છાએ તોડવાં ઘટે નહિ. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યાં રોધ થતો હોય ત્યારે તે પચ્ચખાણુ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહજ આકાફેર થવા દઈ, રસ્તા પર લાવવાં. કારણ કે, વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા એગ્ય નથી. [કઈ જ્ઞાની પ્રત્યે] ક્યારેક તેવો ૩૨૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો પત્રાદિવ્યવહાર તમને હિતકારીરૂપ છે માટે કરવો યોગ્ય લાગતો હોય, તો તે પત્ર કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો; કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કોઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. (૨૭). ૧. જીવ અને કમને સંબંધ શ્રીજિને જીવ અને કર્મને ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ એ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે છતાં પરમાર્થે તે જુદાં છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવકાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જે જ્ઞાને કરીને જીવ ને કાયા જુદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી ન થવું જોઈએ. તેનું સમાધાન આ પ્રકારે છેઃ સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે અને પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના સંસ્કારથી ઉપાર્જિત કરેલાં એવાં વેદનાદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાનયોગને કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવી કર્મ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયે એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવના સંબંધમાં છે, જે આયુષ્યકર્મને નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે, જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિષે કાયામ્બુદ્ધિ થતી નથી. બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત [પ્રારબ્ધ] વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનાર નથી. અવ્યાબાધ પણાને આવરણરૂપ છે. અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી. પણ સંપૂર્ણ ૩૨૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાન સાથે તેને વિરોધ નથી. જો કે, તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહિ હોવાથી અવ્યાબાધગુણને પણ માત્ર સંબંધ આવરણ છે – સાક્ષાત્ આવરણ નથી. (૨૭) ૭. સિદ્ધની ભક્તિ પ્રશ્ન : “પરમાત્મસ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ છે કે કેમ ?” ઉત્તર : સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરે છે. તથાપિ ભેદ એટલો છે કે, સિદ્ધને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. વ્યક્તિપણે (પ્રગટતાં) અને શક્તિપણે ( સત્તામાં) ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે, તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટઅપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી, એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાને હેત–પ્રગટ સત્તા જેને વિષે છે. એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ–તે વિચારવા છે, ધ્યાન કરવા ચોગ્ય છે, સ્તુતિ કરવા એગ્ય છે. કેમકે તેથી આત્માને નિજરૂપને વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાને પ્રકાર થાય છે, કે જે કર્તવ્ય છે. (૨૭) ૮. કેવળજ્ઞાન અને સર્વજ્ઞતા [ પ્રશ્ર : કેવળજ્ઞાન પામેલ મુક્ત સર્વજ્ઞ હોય કે નહિ?] ઉત્તરઃ કેવળજ્ઞાનના સ્વરૂપને વિચાર દુર્ગમ્ય છે. ભૂતભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂતભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે. પણ તે કાઈક વિરલા પુરુષોને અને તે પણ વિશુદ્ધ ચારિત્રતારતમ્યુ. ભૂતભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવે તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ ૩૩૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. [ તેને વિષે ] જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણુને કહ્યું છે. કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન [એમ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. આમાં જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે, અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા એગ્ય છે. તે સંદેહ યોગ્ય નથી. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી, સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. (૨૯) પ્રશ્ન : કેવળજ્ઞાનથી પદાર્થ કેવા દેખાય ? ઉત્તર : જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશક્ષણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાને સહજસ્વભાવ જ જેમ પદાર્થ પ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવાને પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં કઈ પદાર્થ હોય છે, તે સહજ દેખાઈ રહે છે, તેમ જ્ઞાનના વિદ્યમાનપણથી પદાર્થનું સહજ દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહજ દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે, કેવળજ્ઞાન પણ અનુભવમાં તે માત્ર આત્માનુસ્વકર્તા છે; વ્યવહારનયથી લોકાલોકપ્રકાશક છે. [૪–૪૯૫] પ્રશ્નઃ કેવળજ્ઞાનમાં ત્રિકાળદર્શન કેવી રીતે? ઉત્તરઃ વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયાકાળના પદાર્થ ગયાકાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં ૩૩૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને દેખાય છે, અને આવતાકાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે, તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થો ભજ્યા છે, તે કારણે પણ વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યાં છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે, તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાનકાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. (૧૯૫૦) | સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિ અર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યર્થ નથી, અને જિનાગમથી તે મુખ્યાર્થ લોકેામાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનને અર્થ હોય, તે તેમાં કેટલાક વિરોધ દેખાય છે. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી, આહારાદિ પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગને તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે. ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીને ઉપયોગ કેવળજ્ઞાનના ય પ્રત્યે વર્તે નહીં, અને જે એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશ, કાળ પ્રતિબિંબિત થાય છે; કેવળજ્ઞાની તેમાં ઉપગ દઈને જાણે છે, એમ નથી; સહજ સ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજ સ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે; તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે, આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી અને અત્રે તો કેવળજ્ઞાનીને તેવું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું એવું કયું સ્વરૂપ છે, કે આહારાદિમાં ઉપગ પ્રવર્યો હોય, ત્યારે કેવળજ્ઞાનમાં થવાયેગ્ય સેય આમા તેથી જાણે? ૩૩૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો ૯. સંન્યાસ અને વશવૃદ્ધિ [ પ્રશ્નઃ જૈન માર્ગમાં ગૃહસંસારનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. પરંતુ મનુષ્યદેહ એ મેક્ષનું સાધન છે. તો સંન્યાસનો ઉપદેશ આપવાથી મેક્ષના સાધનરૂપ મનુષ્યદેહની વૃદ્ધિ જ થતી અટકે તેનું શું? ઉત્તરઃ જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહામ્ય કહ્યું છે તે સત્ય છે. પણ જે તેથી માક્ષસાધન કર્યું તો જ તેનું એ માહામ્ય છે. નહિ તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે. અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે. અને તેવાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું. તે કારણે પ્રાપ્ત થયે તે દેહથી ભેગાદિમાં પડવાનું કહેવું એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય? વળી જિનક્તિમાર્ગનો એવો એકાંત સિદ્ધાંત નથી કે, ગમે તે વયમાં ગમે તે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ સદ્ગુરુનો યોગ થયે, તે આશ્રયે, કોઈ પૂર્વના સંસ્કારવાળે એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે, તો તેણે એગ્ય કર્યું છે. અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું અને પિતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે માક્ષસાધનરૂપ થશે એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું, તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય–ખરેખર મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું થાય.] મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિને છે. પણ તે દેહ પામીને અવશ્ય મેક્ષસાધન કરવું એ વિચાર અલૌકિક દૃષ્ટિનો છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી ૩૩૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિને નાશ કરવો એમ તેમાં આશય રહે છે એમ સમજવું ન જોઈએ. લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણું પ્રસંગમાં હજારે મનુષ્યો નાશ પામવાને વખત આવે છે અને તેમાં ઘણું વંશરહિત થાય છે. પણ અલૌકિક દૃષ્ટિથી નિર્વેરતા, અવિરેાધ, મનુષ્યાદિ પ્રાણુની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહજ બને છે. ' જે એમ ઠરાવવામાં ( વે) કે [પુત્રાદિ ઉત્પન્ન કર્યા બાદ] ક્રમે કરીને જ સર્વસંગપરિત્યાગ કરે, તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહિ. કેમકે, પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કૈક ઉત્તમ જી નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી, કામભેગમાં દોરવા બરાબર [તે ઉપદેશ કહેવાય. [વળી] તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગને અવકાશ [પણ] ન આવે. વળી જે અપુત્રપણે ત્યાગ ન કરાય, તો કૈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી તે માટે શું સમજવું ? વળી કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમના પહેલાંના ત્યાથી વંશવૃદ્ધિ અટકવાનો પ્રશ્ન લઈએ, તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી, અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણુનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ન અટકે, તથા શુભ વૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવાને ગ્ય છે. અને લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગાથી કેટલીક વાર પરમાર્થદષ્ટિ ક્ષોભ પમાડ્યા જેવું પરિણામ આવે છે. (૨૯) ૩૩૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : પ્રશ્નો ૧૦. પદાર્થીની અભક્ષ્યતાનું કારણ વડના ટેટા કે પીપરનાં પીપાંનુ રક્ષણ કઈ તેની વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ કહ્યાં છે એમ સમજવુ ચેગ્ય નથી. તેમાં કામળપણુ હાય છે ત્યારે અનત કાયના [જીવન] સંભવ છે તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે શ્રૃત્તિનું ઘણું તુચ્છપણુ થાય છે તેથી અભક્ષ કહ્યાં છે. પાણીના ટીપામાં અસ`ખ્યાત જીવ છે એ વાત ખરી છે. પણ ઉપર દર્શાવ્યાં તેવાં કારણે તેમાં રહ્યાં નથી તેથી તે અભક્ષ કહ્યુ નથી. જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે એમ કહ્યું નથી. પણ અમુક પાપ થાય એવા ઉપદેશ છે. (૯) ૧૧. ઔષધેાપચાર અને કને નિયમ કેટલાક રાગાદિ પર ઔષધાદિ અસર કરે છે. કેમકે તે રાગાદિના હેતુના કબંધ કઈ પણ તેવા પ્રકારના હેાય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગર્ભાવસ્તારમાં પસરી જઈ ને અથવા ખસી જઈ ને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છેાડે છે. તેવી રીતે નિવૃત્ત થવા યેાગ્ય તે રાગાદિ સબંધી કમબંધ ન હોય, તે તેા તેના પર ઔષધાદિની અસર થતી નથી કે સમ્યક્ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. અમુક કર્માંધ કેવા પ્રકારના છે તે તથારૂપ જ્ઞાનદષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પેાતાના દેહના સંબંધમાં કાઈ એક પરમ આત્મષ્ટિવાળા પુરુષ તેમ વર્તે, તેા, એટલે ઔષધાદિ ગ્રહણુ ન કરે, તે। તે યેાગ્ય છે; પણ બીજા સામાન્ય જીવા તેમ વર્તવા જાય, તે તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પેાતાને આશ્રિત રહેલા એવા જીવાપ્રત્યે અથવા બીજા કાઈ જીવ પ્રત્યે, રૂાગાદિ કારણેામાં તેવે ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે, તે। અનુક`પામા છેાડી દીધા જેવુ થાય. કાઈ ૩૩૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને જીવ ગમે તે પીડાતા હોય, તો પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજવા એગ્ય દષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું; અને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવ (નિર્દોષ) ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી; અને બીજા નિથને શરીરે રોગાદિ થયું હોય, ત્યારે તેની વૈયાવચ્ચાદિ (સેવા વગેરે) કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે, ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેને ત્યાગ અશક્ય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તો પણ તેથી પિતાના ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે; અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાના ગુણ દેખાડ્યા વિના ન રહે; અને તેથી કર્મબંધ થઈ યથાઅવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રાગાદિ થયે જેટલી મુખ્ય આત્મદષ્ટિ રહે તેટલી રાખવી, અને આર્તધ્યાનનું યથાદષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય, તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવ (નિષ્પા૫) ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત પિતાને અર્થે અથવા પિતાને આશ્રિત એવા અથવા અનુકંપાયેગ્ય એવા પર જીવને અર્થે સાવદ્ય ( સદષ) ઔષધાદિનું ગ્રહણ થાય, તે તેનું સાવદ્યપણું નિર્બસ (ક્રર) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પિષે તેવું હેવું ન જોઈએ, એ લક્ષમાં રાખવાને યોગ્ય છે. જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીય ૩૩૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : પ્રશ્નો [ કર્મ] ને બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે એમ કહ્યું નથી. કેમકે તે ઔષધ કર્મરૂપ વેદનીયને નાશ કરે તે અશુભ કર્મ નિષ્ફળ થાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે, તે અશુભ કર્મવેદનીય એવા પ્રકાર [નું] છે કે, તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્તકારણરૂપ થઈ શકે. મંદ કે મધ્યમ, શુભ અથવા અશુભ બંધ . . . કઈ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. કેટલાએક શુભ બંધને કેઈએક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે, તેમજ તેવા અશુભ બંધને કેાઈ એક શુભ કર્મને વેગથી શુભ પરિણામીપણું થાય છે. રોગ વગેરે છે તે એસડથી ટળી શકે છે, તેથી કેાઈને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશભથી શુભ થઈ શકે છે. આવી શંકા થાય તેવું છે, પણ એમ નથી. કોઈ એક (કર્મ) પુગલના પરિણામથી થયેલી વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે, અને કેટલાક સંજોગેથી વધારે થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જેવામાં આવે છે, બાકી ખરી રીતે જોતાં તે તે બંધ પૂર્વેથી જ એ બાંધેલો છે કે, તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. એસડ વગેરે મળવાનું કારણ એ છે કે, અશુભ બંધ મેળે બાં હતો, અને બંધ પણ એ હતો કે તેને તેવાં નિમિત્તે કારણે મળે તો ટળી શકે. પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગને નાશ થઈ શક્ય; અર્થાત પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળા ઓસડની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભકર્મ બંધાવા ગ્ય છે અને તે પાપવાળી ક્રિયા અશુભ ઉદય આવ્યે ભોગવવી પડે છે. એટલે તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃતિ કરાવીને બીજે ૩૩૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત અધ કરાવે. નિશ્ચય મુખ્ય દૃષ્ટિએ તે એસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તા જે થવાનું હાય તે જ થાય છે. (અપ્રગટ : ૯૭) ૧૨. પૂવકની નિવૃત્તિ પૂર્ણાંક એ પ્રકારનાં છે. એક પ્રકારનાં એવાં છે કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભાગવી શકાય. જો પ્રકાર એવા છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભાગવવા યેાગ્ય છે, તે પ્રથમ પ્રકારનાં કર્યું. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવુ થાય છે, તે કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. જ્ઞાની પુરુષ પણ તે કમ ભાગવ્યા વિના નિવ્રુત્ત કરી શકે નહિ. ભાગવવા યેાગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ને કરી નિવ્રુત્ત કરવાની ઇચ્છા કરે નહિ. કને થાયેાગ્યપણે ભાગવવા વિષે જ્ઞાની પુરુષને સકૈાચ હાતા નથી. જીવનું કરેલુ જો વગર ભાગવ્યે અફળ જતુ હોય તે પછી ખધમેાક્ષની વ્યવસ્થા કયાંથી હાઈ શકે ? અમુક શિથિલ કર્મની કવચિત્ નિવૃત્તિ થાય છે. પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહિ. આકારફેરથી તે કર્મોનું વેદવુ. થાય છે. (૩૦) ' ૧૩. અનાદિ ક અને મુક્તિ [પ્રશ્ન : શ્રી જિને ને અને અનાદિ કાળથી અનંત કહ્યું છે. તે તેવાં અનંત કર્મ બળવાન હાય, તે પણુ અનંત રીતે પડી શકે ! ] અનંત કા વ્યવસાયી કહ્યો છે, ના બધ કરતા આવ્યેા છે. એમ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું કાળને પ્રત્યેાજને પણ તે પારવી ઉત્તર: જો કે કેવળ એમ હાય, તેા તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંત કર્મના કર્તા કહ્યો છે; અનંત કાળથી કનેા કર્યાં તે ચાલ્યા આવે છે એમ કહ્યું છે; પણ ૩૩. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : પ્રશ્નો સમયે સમયે અનંત કાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. . . . અર્ચના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો “ઐશ્વર્ય' ગુણ છે; તથાપિ તેને જેવો યોગ થાય છે, તો તેને ગુણ ફળવાન થાય છે. તેમ, અજ્ઞાનપરિણામને વિષે અનાદિ કાળથી જીવનું રખડવું થયું છે; તેમ હજુ અનંત કાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મ, મરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ, જેમ તણખાને અગ્નિ ચોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીય કર્મનું બંધન થાય, તે સિત્તર કોડા કડી સાગરોપમ [વર્ષનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જે અનંત કાળનું બંધન થતું હોય, તે પછી જીવને મેક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયે હોય ..ત્યાં વખતે બીજી તેવી સ્થિતિને સંભવ હોય. પણ એવાં મેહનીય કર્મ . . . એક વખતે ઘણું બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે; તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચેાથું, પાંચમું, છછું એમ સૌ એક મેહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. કારણ કે જીવને એટલો અવકાશ નથી. મેહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ્યકર્મની સ્થિતિ શ્રીજિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય બાંધે; તે પ્રથમ બાંધે નહીં; અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તેને કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબનારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં છવ તેથી નિવૃત્ત થાય એટલે અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ ૩૩૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને પ્રકાર જિને ઘણે સૂક્ષ્મપણ કહ્યો છે; તે વિચારવા ગ્ય છે; – જેમાં જીવને મોક્ષને અવકાશ કહી કમબંધ કહ્યો છે. (૨૭) ૧૪. દેહાંત સમયે મતિ એવી ગતિ? [જીવન દરમ્યાન ગમે તેવાં કર્મ–ભાવના કર્યા હોય, પણ મરણસમયે ક્ષણભર સારી ભાવના કરે, તેથી તે અનુસાર તેને ઉત્તમ ગતિ મળે ખરી ?] વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ઘણું કરીને (જીવન દરમ્યાન) ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત માંડ પરિચિત થયો એવો પરમાર્થ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ – એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ્ય ઉદાસીનતા તો કેઈક વિરલ જીવને કવચિત કવચિત હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે. દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. (૧૯૫૨) ૧૫. તિથિ સંબંધી મતભેદ હિતકારી શું છે, તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીને રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિકહી નથી. માટે આઠમાદિ તિથિનો કદાગ્રહ મટાડવો. જે કાંઈ કહ્યું છે, તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદ્વ્રત સેવવાં. (૧૯૫૨) સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ ૩૪૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પ્રશ્નો કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિને આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે, જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓને નિયમ રહે નહીં. આત્માર્થે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી તિથિબિથિને ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. (૧૯૫૨) કદાગ્રહ મુકાવવા અર્થે તિથિએ કરી છે, તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હાલમાં ઘણું વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની બ્રાંતિ ચાલે છે. તિથિઓનો વાંધે કાઢી તકરાર કરે છે તે મેસે જવાને રસ્તો નથી. કવચિત પાંચમને દિવસ ન પળાય અને છઠ પાળે, અને આત્મામાં કોમળતા હોય, તો તે કુળવાન થાય. જેથી ખરેખરું પાપ લાગે છે, તે રોકવાનું પિતાના હાથમાં છે, પિતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ભલતી ફિકર કર્યો જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ રહ્યો છે. તે મેહ અટકાવવાનો છે. મેટું પાપ અજ્ઞાનનું છે. આ (૧૯૫૨), ૧૧. અવિરતિ રૂપી પાપ એવો સિદ્ધાંત છે કે, કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેને પાપડિયા ચાલી આવે છે. કેઈ જીવ કંઈ પદાર્થ છ મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારથી હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે, આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી ૩૪૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને કાયમ રહેશે, ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી થતી ક્રિયાથી મુક્ત થવું હોય, તો મેહભાવને મૂક. . . . અવિરતિપણું કરવાથી પાપક્રિયા [] બંધ થાય છે. તે વિરતિપણે યોજેલા પદાર્થના જ ભાવને વિષે આદરવામાં આવે, તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવને ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ( ૩ ). ૩૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી ઉપરના પત્રો નેમ – શ્રીસપુરુષને નમસકોર આત્માર્થી, ગુણગ્રાહી, સત્સંગગ્ય ભાઈ શ્રીમોહનલાલ પ્રત્યે, શ્રિી ડરબન. શ્રી મુંબઈથી લે. જીવન્મુક્તદશા ઈચ્છક રાયચંદના ઓત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતાં છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણોથી તેને ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાનો છે એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણું હાલે એમ જાણવામાં આવ્યું કે, હમણું લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે; જેથી મેં આ પત્ર લખ્યું છે. - તમારાં લખેલા પત્રમાં જે આત્માદિ વિષ્ય પર પ્રશ્નો છે, અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતી છે, તે બન્ને પ્રત્યે મારું અનુમદિને સહેજે સહેજે છે; પણ જોવામાં ૩૪૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને તમારું તે પત્ર મને મળ્યું, તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યેને વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતે હતું; અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેવું નહોતું. થોડા વખત જવા દઈ, કંઈ . તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ, તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું; પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી. અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો, અને જેમને અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે, તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખે છે; તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું હતું કે, તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે, તે પણ તમારે સમાગમ થવાથી સામી લાભકારક થશે; કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા. અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું, તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધોદયે જ્યારે સમાગમ થાય, ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી, સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાનો નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે, તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે; તો પણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે એમ મને લાગે છે. તમારા પત્રમાં ર૭ પ્રશ્નો છે; તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. ૩૪૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦: ગાંધીજી ઉપરના પત્રો ૧. પ્ર.-“આમા શું છે? તે કંઈ કરે છે ? અને તેને કર્મ નડે છે કે નહિ?” ઉ૦–(૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છેઃ ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવાં નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ “નિત્ય' પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કેઈ પણ સંયોગથી થઈ શકી ન હોય, તે પદાર્થ “નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી; કેમકે જડના હજારોગમે સંગે કરીએ, તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ પદાર્થમાં હોય નહીં, તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે, તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોનાં પરિણમાંતર કરી સંગ કર્યા હોય, અથવા થયા હોય, તો પણ તે તેવી જ જાતિના થાય. અર્થાત જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંગે આત્મા, કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા ઘટપટાદિ (પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. “જ્ઞાનસ્વરૂપપણું' એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું’ મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણે આત્માને “નિત્ય' પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેને વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં આવે છે, જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવૃત્તનાર, વિચારનાર, પ્રેરણું કરનાર, એ આદિ ભાવો જેના વિદ્યમાનપણથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે ૩૪૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી શજચંદ્રનાં વિચારરત્ને સર્વ કાળ રહી શકે એવા ‘ નિત્ય’ પદાર્થ છે, એમ માનવામાં કઈ પણ દોષ કે બાધ જણાતા નથી, પણ સત્યને સ્વીકાર થવારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે, કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનુ અવસ્ય છે. તે પ્રશ્ન માટે એવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવુ હાલ કાણું હોવાથી, પ્રથમ ‘પેગ્દર્શનસમુચ્ચય’ ગ્રન્થ તમને મોકલ્યા હતા, કે જે વાંચવા વિચારવાથી તમને કાઈ પણ અશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કાંઈ વિશેષ અંગે સમાધાન થાય, એટલુ બની શકે; કેમકે તે સબંધી અનેક પ્રશ્નો ઊઠવા ચેાગ્ય છે, કે જે ફ્રી ફ્રી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી, સમાવેશ પામે, એવી પ્રાયે સ્થિતિ છે. (૨) નાનંદશામાં પેાતાના સ્વરૂપના યથા મેધથી ઉત્પન્ન થયેલી શાંમાં—તે એમાં નિજભાવને એટલે જ્ઞાન, દર્શન ( યથાસ્થિત નિર્ધાર ) અને સહજસમાધિ પરિણામના કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લેાભ એ આદિ પ્રકૃતિને કર્યાં છે; અને તે ભાવનાં ફળને ભોક્તા થતાં પ્રસગવશાત્ ઘટપટાદિ પદાર્થોના નિમિત્તપણે કર્યાં છે; અર્થાત્ ઘટપદિ પદાનાં મૂળ દ્રવ્યાને તે કર્યાં નથી, પણ તેને કાઈ આકારમાં લાવવારૂપ ક્રિયાના કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી, તેને જૈન ‘ક” કહે છે; વેદાંત ‘ભ્રાંતિ' કહે છે; તથા બીજા પણ, તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યેથી આત્મા ઘટાદિના તથા ક્રોધાદિના કર્તા થઈ શકતા નથી. માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામના જ કર્તી એ સ્પષ્ટ સમજાય છે. (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મો પ્રારંભકાળે બીજરૂપ હોઈ, વખતને યાગ પામી ળરૂપ વૃક્ષરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણુપણુાના સબંધ ૩૪૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પગે થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારને તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે; કેમકે જે પ્રકારને સમજી તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે. ૨. પ્રશ્ન–“ઈશ્વર શું છે? તે જગકર્તા છે એ ખરું છે ?” ઉત્તર-(૧) અમે તમે કર્મબંધમાં વરસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કર્મરહિતપણે—માત્ર એક આમત્વપણે– જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્યા જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરના આત્માનું સહજસ્વરૂપ છે, જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણું જ્યારે આમા ભણી દષ્ટિ થાય છે, ત્યારે અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ, સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે; એથી ફેઈ વિશેષ સત્તાવાળા પદાર્થ ઈશ્વર છે એમ નથી; એવા નિશ્ચયમાં સારે અભિપ્રાય છે. - (૨) તે જગકર્તા નથી; અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હવા એગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી. કદાપિ એમ ગણુએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ ગ્ય લાગતી નથી. કેમકે, ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તો તેથી પરસાણ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે, તો સહેજે તે અનિશ્વર્યવાન કરે છે. તેમજ તેથી જીવરૂપ “ચેતનપદાર્થ? ની ઉત્પત્તિ પણ થઈ શકે નહિ. જડ,ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણુએ, તો પછી જડ, ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને કહી, સતિષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો, તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ ગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણુએ અને ઈશ્વરને કમદિને ફળ આપનાર ગણુએ, તો પણ તે વાત સિદ્ધ જણાતી . નથી. એ વિચાર પર “ષદર્શનસમુચ્ચય'માં સારાં પ્રમાણ આપ્યાં છે. ૩. પ્રશ્ન-“મેક્ષ શું છે?” ઉત્તર–જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં–દેહાદિમાં–આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી–મુક્તિ થવી– તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે, જે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. ૪. પ્રશ્ન–“મોક્ષ મળશે કે નહિ તે ચેસ રીતે આ દેહમાં જ જાણી શકાય?” ઉત્તર–એક દેરડીના ઘણા બંધથી હાથે બાંધવામાં આવ્યા હાય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિતિ અનુભવમાં આવે છે, અને તે દોરડી, વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે— અનુભવાય છે, તેમજ અજ્ઞાનભાવનાં અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ આત્માને છે તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પિતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. ૩૪૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પ ૫. પ્રશ્ન “એમ વાંચવામાં આવ્યું કે, માણસ દેહ છેડી કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથરે પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે? ઉત્તર–દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે, અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી, બાકીની બીજી ચાર ઈદ્રિય વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણું આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ, જીવપણે જ હોય છે. બીજી ચાર ઇકિયેનું ત્યાં અવ્યક્ત-(અપ્રગટ)–પણું હોવાથી, “પૃથ્વીકાયરૂપ જીવ” કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે, ત્યારે ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હેતી નથી. અર્થાત્ કેવળ જડ એવો પથ્થર છવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇકિયાને પ્રસંગ અવ્યક્ત થઈ, ફક્ત એક સ્પર્શદ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્યાદિમાં જન્મે છે; પણ કેવળ પૃથ્વીરૂપ, કે પથ્થરરૂપ થઈ જતો નથી; જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે જીવને વેશધારીપણું છે; સ્વરૂપપણું નથી. ૬ઠ્ઠી પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. માં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મનાં કર્તા નથી; તેમાં આવીને ઊપજેલો એવો જીવ કર્મને કર્યા છે, અને તે પણ દૂધ અને પાણીની પડે છે. જેમ તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે, અને પાણી તે પાણું છે, તેમ એકિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું-જડપણુંજણાય છે, તોપણ તે જીવ અંતર તો જીવપણે જ છે. અને ત્યાં પણ તે આહાર ભયાદિ સંતા–જે અવ્યક્ત જેવી છે તે–પૂર્વક છે. ૩૪૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૮. પ્રશ્ન-“આર્યધર્મ” તે શું ? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? ઉત્તર–(૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પિતાના પક્ષને આર્યધર્મ' કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને “આર્યધર્મ' કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ચ, તેને “આર્યધર્મ' કહે છે; અને એમ જ એગ્ય છે. (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે, તેથી સહસ્ત્રગણું આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહ્યું છે, એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહિ; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતાં અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે; તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હાય, એમ કહી શકાય નહિ; અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અસત્ય હાય એમ પણ કહી શકાય નહિ. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ, કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહેશે તથાપિ એ સૌમાં વિશેષ બળવાન-સત્ય-અભિપ્રાય કોને કહેવા યોગ્ય છે તે વિચારવું, એ અમને તમને સૌને ગ્ય છે. . પ્રશ્ન--“વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જે અનાદિ હોય તો અનાદિ એટલે શું?” ૩પ૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પ ઉત્તર–(૧) ઘણુ કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તક્ષણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા છ જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે. અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિ ભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિ ભાવ પણ અનાદિ છે. હિંસાદિ ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિ ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે, એટલું વિચારવું કાર્યરૂ૫ છે. અનાદિ તો બે ય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે. ૧૦. પ્રશ્ન—“ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જે તેમ હોય તો તેને કાંઈ પુરાવો?” ઉત્તર–(૧) ઉપર આવેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા એગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની–સંપૂર્ણજ્ઞાની–એ કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પડે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવાં પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહિ. કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે; અનાદિ નથી હોતું. (૨) ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે; જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે. તે ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા ગ્ય નથી; તેમ આક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા એગ્ય નથી. સક્રિય એટલે કેઈ દેહધારીથી તે ક્રિયા બનવા લગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બંધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે, એમ માનવામાં અડચણ નથી. ૩૫૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૧. પ્રશ્ન–“પશુઆદિના યજ્ઞથી જરા ય પુણ્ય છે ખરું ?” ઉત્તર–પશુના વધથી, હોમથી, કે જરાય તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે, તે કંઈક પુણ્ય હેતુ છે; તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનમેદનગ્ય નથી. ૧૨. પ્રશ્ન-“જે ધર્મ ઉત્તમ છે એમ કહે, તેને પુરા માગી શકાય ખરે કે?” - ઉત્તર-પુરાવો માગવામાં ન આવે, અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે, તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ કરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય, તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. ૧૩. પ્રશ્ન–“ખ્રિસ્તી ધર્મ વિષે આપ કંઈ જાણો છો? જે જાણતા હો તો આપના વિચાર દર્શાવશે?” ઉત્તર–ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડના મહાત્માઓએ જે ધર્મ શો છે–વિચાર્યો છે–તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. જીવનું સર્વદા પરવશપણું [ જેમાં] કહ્યું છે; અને મેક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે; જીવન અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી; કર્મસંબંધી વ્યવસ્થા અને તેથી નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય, “સર્વોત્તમ તે ધર્મ છે” એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારોનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશે. તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. ૩૫ર Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પગે ૧૪. પ્રશ્ન-“તેઓ એમ કહે છેઃ બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરે છે ને હતે. - ઉત્તર–એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણું માટે મેં ઉપર લખ્યું છે, તેમજ બાઈબલ સંબંધમાં પણ ગણવું. જે જન્મમરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી; કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એ ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કાઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહિ તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધ પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય તેમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા ગ્ય છે; જે વિચાર્યથી મને એમ લાગે છે કે, તે વાત યથાયોગ્ય નહિ લાગે. ૧૫. પ્રશ્ન-“જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે, તે બધું ઈસામાં ખરું પડ્યું છે.” ઉત્તર–એમ હોય તો પણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી; કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે; અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મેક્ષમાર્ગ જાણનાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે; તેમ બીજ પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણમાં નથી આવી શકતું. ૧૬. પ્રશ્નમાં “ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉપર Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ઉત્તર–કેવળ, કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થા. બાકી ગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય, તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહિ. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. આત્માના ઐશ્વર્યાનું તેથી અનંતગુણ મહત્ત્વ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યંગ્ય છે. ૧૭. પ્રશ્ન-“આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની?” ઉત્તર–તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વ કારણે કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થે સંભવે છે, તેમજ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૮. પ્રશ્ન-“પડી શકે તો કોને ?” આને ઉત્તર ઉપર આવી ગયો છે. ૧૯ પ્રશ્ન-“મોક્ષ પામેલાનાં નામ આપ આપો છો તે શા આધાર ઉપર?” ઉત્તર–મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો, તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે, અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે તેનાં ૩૫૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પત્રો વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મેક્ષ પરત્વે કહેવાય; અને ઘણું કરી તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્રશ્ન-“બુદ્ધદેવ પણ મેક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો?” ઉત્તર–તેના શાસ્ત્રસિદ્ધાતેના આશ્રયે. જે પ્રમાણે તેમના શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જે તેમનો અભિપ્રાય હોય, તો તે અભિપ્રાય પૂર્વાપરવિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જ્યાં ન હોય, ત્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય, ત્યાં સંસારને સંભવ છે; એટલે કેવળ મક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રામાં જે અભિપ્રાય છે, તે સિવાય બીજે તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે, બુદ્ધદેવનો અભિપ્રાય બીજે હતો, તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કંઈ નથી. ૨૧. પ્રશ્ન–“દુનિયાની છેવટ શી સ્થિતિ થશે?” ઉત્તર–કેવળ મોક્ષરૂપે સર્વ જીવોની સ્થિતિ થાય, કે કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય; તે એક ક્ષેત્રે વધે, તો બીજા ક્ષેત્રે ઘટે; એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય, કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી. ૩૫૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૨૨. પ્રશ્ન“આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી?” ઉત્તર-આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છ, તેને તે (ઉત્તર) ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છેઃ નીતિઅનીતિ. તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ, તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. સર્વ જીવ આશ્રી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. ૨૩. પ્રશ્ન–“દુનિયાનો પ્રલય છે?” ઉત્તર--પ્રલય એટલે જે “કેવળ નાશ' એવો અર્થ કરવામાં આવે, તો તે વાત ઘટતી નથી. કેમકે સર્વ પદાર્થનો કેવળ નાશ થઈ જ સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થનું ઈશ્વરાદિને વિષે લીનપણું, તે કેાઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે; પણ મને તે સંભવિત લાગતું નથી. કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને ? અને જે તેવાં સમપરિણામનો પ્રસંગ આવે, તો પછી ફરી વિષમપણું થવું બને નહિ. અવ્યક્તપણે જીવમાં વિષમપણું અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ, તો પણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ, તો સર્વને એકેદ્રિયપણું માનવાને પ્રસંગ આવે,–અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિએનો અસ્વીકાર કર્યો ગણાય. અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યા હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે એ આદિ ઘણા વિચાર ઉભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. ૨૪. પ્ર.--“અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે?” ૩૫૬ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પગે ઉત્તર–ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહિ. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય, ત્યાં સર્વ ભાષા (લિપિ) જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે, તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કંઈ નિયમ સંભવતો નથી. ૨૫. પ્રશ્ન-“કૃષ્ણાવતાર અને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું? એ સાક્ષાત ઈશ્વર હતા, કે તેના અંશ હતા ? તેમને માનીને મોક્ષ ખરો?” ઉત્તર–(૧) બન્ને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા; સર્વ આવરણ તેમને મટ્યાં હોય, તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરેાધ આપતાં એવાં હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ, મેક્ષ બધાં વ્યર્થ થાય; કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો. એમ અજ્ઞાનાદિનો જે કર્તા થાય, તે પછી સહેજે ઈશ્વર હોય તો ય ઈશ્વરપણું ઈ બેસે, અર્થાત ઊલટું જીવન સ્વામી થવા જતાં ઈશ્વરને નુક્સાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરને અંશ માન્યા પછી પુરુષાર્થ કરવા યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્તાહર્તા કરી શકે નહિ; એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તે પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહામાને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બન્ને “અવ્યક્ત ઈશ્વર’ હતા, એમ ૩૫૭ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને માનવામાં અડચણ નથી; તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટયું હતું કે કેમ? તે વાત વિચારવા યોગ્ય છે. - (૨) “તેમને માનીને મોક્ષ ખરે કે ?” એને ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગ, દ્વેષ, અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મેક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માન્યું, અને તેવું પરમાર્થ સ્વરૂપ વિચારી, સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહામાના . આમાને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય, ત્યારે મેક્ષ કે સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળમાક્ષને હેતુ નથી. તેના સાધનને હેતુ થાય છે. તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા ગ્ય નથી. ૨૬. પ્રશ્ન–“બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર તે કોણ?” ઉત્તર–સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણું તે આશ્રયે રૂપ આપ્યું હોય, તો તે વાત બંધ બેસી શકે છે, તથા તેવાં બાજ કારણથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે; પણ પુરાણમાં જે પ્રકારે તેમનું સ્વરૂપે કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારે વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે, તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લે, અને બ્રહ્માદિના સ્વરૂપનો સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું; એ મને વિશેષ ઠીક લાગે છે. ૨૭. પ્રશ્ન-“મને સર્પ કરડવા આવે ત્યારે તેને મારે કરડવા દે કે મારી નાંખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.” ઉત્તર–સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે; તથાપિ તમે જે “દેહ અનિત્ય છે' એમ જાણ્યું હોય, તો પછી અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને તેમાં પ્રીતિ રહી છે એવા સર્પને, તમારે મારવો કેમ ગ્ય હોય? જેણે આત્મહિત ૩૫૮ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પત્ર ઈચ્છવું હોય તેણે તે ત્યાં પોતાના દેહને જતો કરે એ જ યોગ્ય છે. આત્મહિત ઈચ્છવું ન હોય તેણે તેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને માર એવો ઉપદેશ કયાંથી કરી શકીએ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય; તે તો અમને તમને સ્વપ્ન પણ ન હો એ જ ઈચ્છવાયેગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. “દર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું ય ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય તેવું ક્યાંય પણ હોય તો પણ તે વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે; તો ઘણું કરી તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય એ વધારે યોગ્ય લાગે છે. એ જ વિનંતિ. લ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિદાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદ્રના પ્રણામ. સંવત ૧૯૦૫ના આસો વદ ૬, શનિ, મુંબઈ ૩૫૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞ ભાઈ શ્રી મેહનલાલ પ્રત્યે, શ્રી ડરબન. પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય, તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય, તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. “આત્મા છે,” “આત્મા નિત્ય છે,” “આત્મા કર્મને કર્તા છે,” “આમા કર્મનો ભોક્તા છે,” “તેથી તે નિવૃત્ત થઈ શકે છે,” “અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે,” એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને “વિવેકજ્ઞાન” અથવા “સમ્યફદર્શનની પ્રાપ્તિ' ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા યંગ્ય છે. પૂર્વના કઈ વિશેષ અભ્યાસબળથી એ છે કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. અત્યિ પદાર્થ પ્રત્યે બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ,' નિત્યત્વ,” અને “અવ્યાબાધ સમાધિસુખ” ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે, તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથી છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક ૩૬૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ગાંધીજી ઉપરના પગે છોડી દેવાને યોગ પૂર્વ કાળે ઘણી વાર બન્યો છે; કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહિ; માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી, તે વિષયમાં વિશેષ શ્રમ લે એગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય,’ ‘શાશ્વત,” “સુખસ્વરૂપ' એવું “આતમજ્ઞાન’ થઈ સ્વરૂપઆવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે; અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણું, ઘણે સંતોષ થયો છે. તે સંતોષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારકલેશથી નિવૃત્તવાન તમને પ્રસંગ પ્રાપ્ત થશે, એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ. સંવત ૧૫૧ના ફાગણ વદ ૫, શનિ, તા. ૧૫-૩–૯૫, મુંબઈથી, આ સ્વ. પ્રણામ. ૩૬૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી ભાઈ શ્રીમેાહનલાલ પ્રત્યે, ડરબન. તમારા લખેલા કાગળ મળ્યા હતા. આ કાગળથી તેને ટૂંકામાં ઉત્તર લખ્યા છેઃ નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવ્રુત્તિએ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતભૂત છે. રાજકાટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરુ, એમ માનવામાં હાનિ નથી; કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિધને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહિ; પણ જેની સવ્રુત્તિઓ વિશેષ બળવાન ન હોય, અથવા નિષ્મળ હાય અને તેને ઇંગ્લંડાદિમાં સ્વતંત્રપણે રહેવાનુ હેાય, તે અભક્ષાદિ વિષેમાં તે દેષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચને વિશેષ ચેગ નહિ હોવાથી તમારી સદ્ઘત્તિએ વિશેષતા પામી, તેમ રાજકાટ જેવામાં કાણું પડે એ યથાર્થ લાગે છે; પણ કાઈ સારાં આ ક્ષેત્રમાં સત્સંગાદિ ચેાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અના ક્ષેત્રરૂપે અસર કરે એવુ મારી માન્યતામાં ઘણુ કરીને નથી; પણ સત્સંગાદિ યાગની ધણુ કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આનિરાકરણ ન થાય, તેપ હાનિ માનવી કંઈક વિશેષ યેાગ્ય લાગે છે. અત્રેથી ‘ આય આચારવિચાર ' સાચવવા સબંધી લખ્યું હતું તે આવા ભાવામાં લખ્યું હતુંઃ ‘ આ આચાર' એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષાદિ ગુણાનું આચરવું તે; અને આય " ૩૬૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૦: ગાંધીજી ઉપરના પત્રા વિચાર' એટલે, મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વત માનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણેાની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપ મુખ્ય અર્થથી તે શબ્દ લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક, વિશેષ પારમાર્થિક હેતુ વિના તેા વવું યેાગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જો કે વર્ણાશ્રમધર્મ વમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યા છે; તેાપણુ, આપણે તે। જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય, ત્યાં સુધી તે વાણિયારૂપ વર્ણ ધર્માંને અનુસરવા તે ચેાગ્ય છે. મકે અભક્ષાદિ ગ્રહણુતા તેના વ્યવહાર નથી. ત્યારે એમ આશકા થવા ચેાગ્ય છે કે, “લુહાણા પણ તે રીતે વર્તે છે, તેા તેનાં અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?'' તેા તેના ઉત્તરમાં એટલુ જણાવવુ યેાગ્ય થઈ શકે કે, વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી; કેમકે તેથી પછી બીજા સમાગમવાસી, કે પ્રસ`ગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનુ ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વધર્મ હાનિ પામતા નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણ ધર્મની હાનિના વિશેષ સંભવ છે, અને વર્ણ ધર્મ લેાપવારૂપ દોષ કરવા જેવુ થાય છે. આપણે, કઈ લેાકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હાય, તાપણુ બીજા તેનુ અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણુંકરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તના હેતુ આપણું તે આચરણ છે. માટે તેમ નહિ વવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિતુ ગ્રહણ નહિ કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હાય તે! તે જ પોતે અભક્ષાદિ આહારના ૩૬૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્રનાં વિચારને યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો અથવા જવા આવવાનો પ્રસંગ ન થવા દે જોઈએ. નહિ તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહિ અનુમોદનને અર્થે અભક્ષાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાનદષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી; પણ ભક્ષાભક્ષભેદનો તે ત્યાં પણ વિચાર કર્તવ્ય છે. અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે, તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકેના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને, તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સત્તિની કંઈક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદિચારનું આરાધન થાય, તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિનાં કે તેવાં નિયંત્રણમાં અન્નાહારાદિને બદલે નહિ રાંધેલો એવો ફરહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરે તો સારું છે. એ જ વિનંતિ. સં. ૧૯પરના આસો સુદ ૩, શુક્ર, આણંદ. ૩૬૪. Page #378 -------------------------------------------------------------------------- ________________ સપુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. સપુરુષોનાં લક્ષણો : - તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય; માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે. તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય જ. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળાં જેવાં લાગે. સદ્ગુરુ અને અસગુરુનું ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્દગુરુ મળે, તો કર્મ ટળે. જે પદાર્થને જ્ઞાની ઝેર કહે, તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે, તેને તરવાના કામી કહેવાય. - શ્રીમદ્ રાજચંદ્ર www.jainelibrarong