________________
શ્રીમકાજચંદ્ર –એક સમાલોચના સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પકવ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કર હાય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, પદર્શનસમુચ્ચય, ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથોનું તે તારણ છે. અને છતાં ય તેમાં તાત્કાલિક ગચ્છ, પથ અને એકાંતપ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જે આમાં જન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાંત ચર્ચા હેત, તો એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણી જૈન લોકે તરફથી થાય છે. શ્રીમદ્ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હતી, તો તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત આને સમજવામાં અધિકાર આવશ્યક છે. તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો બુદ્ધિશોધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ઘણું આને સ્પર્શતા કે જાણુતા પણ નથી; બીજી બાજુ આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. બન્ને એકાંતે છે.
આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર થયાં છે; પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાને પાઠવામમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે.
વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકત પ્રાકૃત *પંચાસ્તિકાય'નું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org