________________
.
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક તામ્બર મુનિ આનંદઘનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિપય પદ્યો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભકના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચન પ્રમાણની દૃષ્ટિએ નહિ પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે, કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચને પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જમ્યાં હોય એવો ભાસ થાય છે. - “ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” * ધ્રુવપદવાળું શ્રીમદ્દનું કાવ્ય (૪૫૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હોવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા છેડે ઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલાસમાંથી લખાયેલ છે કે, વાંચનારને પણ તે શાંતિ આપે છે. જેન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લોકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવા પામે. નરસિંહ મહેતાના “વૈષ્ણવજન તો તેને કહીએ” એ ભજનમાં વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બોધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લોકસેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે. જ્યારે “અપૂર્વ અવસર ' એ ભજનમાંની ભાવનાવાળો આહંત સાધક એકાંત આધ્યામિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળા દેખાય છે.
છે આ પુસ્તકમાં જુઓ વિભાગ , પ્રકરણ ૨૭.
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org