________________
“શ્રીમકાજચંદ્ર”—એક સમાલોચના નીરખીને નવયૌવના ' ઇત્યાદિ બ્રહ્મચર્યવિષયક દેહરા (મોક્ષમાળા –૩૪) કેાઈ ઊંડા ઉગમમાંથી ઉદ્ભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એને પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુંજથી' ઇત્યાદિ હરિગીત કાવ્ય (“મોક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે. જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય? બ્રહ્મચર્યને દેહરા વિષે પણ એમ જ કહી શકાય.
“હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી ઓતપ્રોત છે, “જડભાવે જડ પરિણમે” એ કાવ્ય (૨૨૬) જૈન આત્મપ્રક્રિયાનું પૂરેપૂરું બેધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને’ એ ધ્રુવપદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્ત્વિક્તાનું નિરૂપણ કરે છે.
આ બધાં ય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે, તે બધામાં એક યા બીજી રીતે જૈન તત્વજ્ઞાન અને જૈન ભાવને બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન પરિભાષાને પડદો વધ્યો, તેને તો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાને અનુભવ થાય એમ છે.
વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્ન ભિન્ન સમયે લખેલા ત્રણ પડ્યા છે. પહેલો પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મટે છે. બીજી વિશેષતા એ છે કે, પ્રશ્નો તાત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે.
• આ ગ્રંથમાં જુઓ ભા. ૨, ખંડ ૧, પ્ર. ૧૧. 3. આ ગ્રંથમાં જુઓ ભાગ ૨, ખંડ ૨.
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org