________________
સિદ્ધાંતચર્ચા ૧. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયું છે, તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર : સિદ્ધાંતનો છે. “જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે, અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હેય નહિ, પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જાણતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે, પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે’–એ આદિ જે શિક્ષા છે, તે “ઉપદેશજ્ઞાન’ છે.
આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મેક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા”—એ આદિને જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે “સિદ્ધાંતજ્ઞાન” છે. વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. અને તે પ્રકારે જોઈ મુમુક્ષુ જીવ સંદેશ – શંકા પામે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનવા યુગ્ય જ છે. કારણ કે, સિદ્ધાંતજ્ઞાન તે જીવને કોઈ અત્યંત ઉજજવળ ક્ષયોપશમે અને સગુરુના વચનની આરાધનાએ ઉદ્દભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સગુરુથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org