________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
૧૭મા વર્ષમાં શ્રી રાજચંદ્ર લખે છે : “જૈન પ્રજા (આખા હિંદુસ્તાનમાં થઈને) ૨૦ લાખ છે. તેમાંથી નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષો પણ નહિ હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે.” તે વખતે “અંગ્રેજી શાસનમાં” જે કેળવણી અપાતી હતી તે એવા પ્રકારની હતી કે જાણ્યું કે અજાણ્યે ભણેલામાંથી તે ધર્મવૃત્તિનો મૂળથી જ લોપ કરી દેતી. શ્રી રાજચંદ્ર ૧૮મા વર્ષમાં લખે છે : “ જે લોકે વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્ત્વ ઉપર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈક હોય છે તેને તે વિષયની કંઈ ગતાગમ હેતી નથી. અને ગતાગમવાળો કોઈ હોય તો તે વસ્તુની વૃદ્ધિમાં વિધ્ર કરનારો હોય છે પણ સહાયક નથી હોતું. આમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા છે.” - આથી, “ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવા,” તથા “ કેટલાંક અજ્ઞાન મનુષ્પો નહિ વાંચવાને એગ્ય પુસ્તકે વાંચીને પિતાને વખત ખાઈ દે છે” તેને બદલે “ આત્માનું હિત થાય, જ્ઞાન, શાંતિ અને આનંદ મળે” તથા “તેઓ પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી” થાય તે અર્થે તેમણે સહેલાં, સરળ પુસ્તકો લખવા માંડ્યાં. ૧૭માં વર્ષમાં તેમણે લખેલી મોક્ષમાળામાં તો તે એટલે સુધી કહે છે : “અંગ્રેજ લોકે સંસારસંબંધી અનેક કળાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે તે વિચાર કરતાં આપણને તત્કાળ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહ પાર પાડવા અનેકનું એક સમાજમાં ભેગા મળવું. • • • એ એનું કારણ છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડ્યું છે તેને પ્રકાશિત કરવા અને પૂર્વાચાર્યોએ ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા તથા પડેલા ગચ્છના મતમતાંતર ટાળવા તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org