________________
- કિશોરાવસ્થા એક મહાન સમાજ, સદાચરણ શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની જરૂર છે. . . . પવિત્ર જૈનધર્મનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં નહિ આણુએ ત્યાં સુધી સંપ્રદાયની ઉન્નતિ થવાની નથી.”
આ વર્ષો દરમ્યાનનાં શ્રી રાજચંદ્રનાં લખાણને વિચાર આપણે જુદા પ્રકરણમાં કરનાર હોવાથી તે વિષે વધુ વિગતોમાં આ જગાએ જવાની જરૂર નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, તેમને જીવનને આ સમય તેમને માટે નિર્વિઘ કે વિના મુશ્કેલીએ ધારી દિશાએ જનારે નહેતો. એક રીતે તેને નજીકમાં જ આવનારા એક મહામંથનકાળની શરૂઆતને વખત કહેવાય. એટલે તેમનાં આ ઉમર સુધીનાં લખાણમાં પિતાની મનોદશા વિષે જે કેટલાક ઉગારો છે, તે અહી કાંઈ તારવીને વિભાગવાર રજૂ કરવા ઠીક થશે. તે ઉપરથી વાચક જોઈ શકશે કે તેમનામાં એક બાજુ પિતાનામાં ઊઠતી વાસનાઓ અને બહારથી આવી પડેલી ઉપાધિઓને કારણે ગૃહસ્થાશ્રમ સ્વીકારી, તેને નીતિમય બનાવી, પિતાની સુખભેગેની વૃત્તિઓ તેમ જ બાહ્ય ઉપાધિઓને હળવી પાડવાની વૃત્તિ છે; જ્યારે બીજી બાજુ આત્મદર્શનની ઊંડી ઉત્કટ જિજ્ઞાસાને લીધે બધું ત્યાગી, માત્ર આત્મચિંતનમાં લીન થવાની પણ ધાલાવેલી છે. આ રહ્યા તે ઉતારાઃ
૧. આહારવિહારની નિયમિતતા સાચવું; અર્થની સિદ્ધિ કરે; ઉત્તમ પુરુષોએ આચરેલું આર્ય જીવન આચરું, પરહિતને નિજહિત સમજું; પરદુઃખને પિતાનું દુઃખ સમજું; નીતિના બાંધા ઉપર પગ ન મૂકું, જિતેન્દ્રિય થાઉં; વિવેકબુદ્ધિ સાચવું; જ્ઞાનચર્ચા અને શાસ્ત્રાભ્યાસમાં ગૂંથાઉં; સંસારમાં રહ્યા છતાં તેને નીતિથી ભોગવતા રહી વિદેહી દશા પ્રાપ્ત કરું; આત્મજ્ઞાન અને સજજનની સંગત રાખું; તથા એમ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિનો ઉપયોગ કરું.
૨. મારો આત્મા દુઃખી છે. તે દુઃખ ટાળવાનો ઉપાય એટલો જ છે કે તેથી (સંસારથી) બાહ્યાભ્યતરથી રહિત થવું. અને એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org