________________
કિશોરાવસ્થા . . . પછી જે શ્રેય હેય તે સમાચરવું જોઈએ. . . . જે જીવઅછવનું સ્વરૂપ જાણતા નથી તે સંયમની વાત ક્યાંથી જાણે ?”
આગળ જણાવ્યું છે તેમ તેમની સ્મરણશક્તિ પ્રથમથી જ બહુ તીવ્ર હતી. એટલે ભાષાજ્ઞાન મેળવતાં તેમને ઘણે વખત લાગતો જ નહિ. તેથી એ નાની ઉંમરે પણ, વિચાર અને સિદ્ધાંતિથી ભરેલા અઘરા દાર્શનિક ગ્રંથ તેમણે વાંચ્યા હતા. એ રીતે પિતાનું ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથોમાંથી જ મેળવવા તે શક્તિમાન થયા હતા.એ ઉંમર સુધીમાં તેમણે કથા કયા ગ્રંથને અભ્યાસ કર્યો હતો તે ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ મુખ્યત્વે જૈન આગમાંથી ઘણુને તેમણે પરિચય કરી લીધો હતો. અને તેથી જૈનધર્મનું મૂળ લક્ષ તથા મૂળ શાસ્ત્રોમાં વર્ણવેલા સાચા ગૃહસ્થ અને સાચા મુનિના આચારે જાણવા તથા સમજવા તે શક્તિમાન થયા. પરંતુ પોતાના સમયના જૈન આચારવિચાર સાથે સરખામણી કરતાં તેમને મૂળ સિદ્ધાંતોમાં અને પ્રચલિત આચારોમાં આકાશ જમીનનો ફરક દેખાયે. તેમને દેખાઈ આવ્યું કે લોકે મૂળ શાસ્ત્રો વાંચતાવિચારતા નથી તેથી જ ગમે તેવા વિચારહીન આચાર પરંપરાથી કે અજ્ઞાનથી સ્વીકારી જીવન ગાળ્યા કરે છે. જૈન મુનિએની દશા પણ તેવી જ હતી. “જે આદર્શ શાસ્ત્રમાં કહ્યો હોય તે પિતાથી પાળી શકાય તેવો ન લાગતાં તેને મોળો કરવાની કે ઢાંકવાની વૃત્તિથી, પરસ્પર બે આચાર્યોના વાદવિવાદથી, કદાગ્રહથી, મતિની ન્યૂનતાથી અને મૂળ શાસ્ત્રનું અધ્યયન તથા વિચાર ઘટી જવાથી તેમનામાં જે મતભેદ અને વહેમનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું તે જોઈ તેમને પુરુષાર્થી અને પ્રેમળ આત્મા દુભા. તીર્થકર જેવા પૂર્ણ પુરુષને ધર્મ પામ્યા પછી પણ લોકે જડતા અને પ્રમાદને લીધે તથા સદ્ગુરુ અને સતશાસ્ત્રના પરિચયના અભાવે જે અંધ કવન ગાળી રહ્યા હતા તેથી તે ઘણુ ખિન્ન થયા. અને ત્યારથી, કેમ કરીને લોકમાં સત્યસિદ્ધાંતના જ્ઞાનને પ્રચાર કરી તેમને જગાડું અને પ્રયત્નશીલ કરું એવી તેમને પાલાવેલી લાગી.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org