________________
કિશોરાવસ્થા
' આપણે આગળ જોઈ ગયા કે નાનપણથી જ શ્રી રાજચંદ્રમાં વિવેકવૈરાગ્ય અને ધર્મભાવનાની સાથે સાથે સંસારમાં વિજય પમાડી શકે તેવી અદ્ભુત શક્તિઓ તેમ જ કામનાઓ હતી. તેમને કારણે તેમને શરૂઆતથી જ એક પ્રકારના આંતરયુદ્ધમાં ઊતરવું પડયું હતું. અને તેથી તેમની વિચારશક્તિ વધુ તીવ્ર અને ગંભીર બની હતી. ધીમે ધીમે તેમના વિચારો દઢ તથા પરિપકવ થતાં તેમનામાં તે વિચારોને પ્રગટ ૨૫ આપવાની, અને બીજાઓને તે વિચારોના ભાગીદાર બનાવવાની વૃત્તિ પ્રગટ થઈ. પરિણામે નાની વયથી જ તે પુસ્તક લખવા અને પ્રસિદ્ધ કરવા પ્રેરાયા.
તેનું એક બીજું કારણ પણ હતું. શરૂઆતથી જ તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્રાધ્યયનની વૃત્તિ બહુ પ્રબળ હતી. ૧૬મા વર્ષ પહેલાંની તેમની નેધામાં પણ નીચેનાં વાક આપણને જોવા મળે છે તે ઉપસ્થી તેને ખ્યાલ આવશે. “વીરનાં કહેલાં શામાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. . . . ઉત્તરાધ્યયન નામનું જૈન સૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવેલેકે. . . . જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્દભુત નિધિના ઉપભોગી થાઓ. ધર્મનું મૂળ વિલા છે. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ–પાપને જાણવું જોઈએ.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org