SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯: પ્રશ્નો પત્રાદિવ્યવહાર તમને હિતકારીરૂપ છે માટે કરવો યોગ્ય લાગતો હોય, તો તે પત્ર કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો; કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કોઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. (૨૭). ૧. જીવ અને કમને સંબંધ શ્રીજિને જીવ અને કર્મને ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ એ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે છતાં પરમાર્થે તે જુદાં છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવકાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જે જ્ઞાને કરીને જીવ ને કાયા જુદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી ન થવું જોઈએ. તેનું સમાધાન આ પ્રકારે છેઃ સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે અને પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના સંસ્કારથી ઉપાર્જિત કરેલાં એવાં વેદનાદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાનયોગને કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવી કર્મ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયે એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવના સંબંધમાં છે, જે આયુષ્યકર્મને નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે, જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિષે કાયામ્બુદ્ધિ થતી નથી. બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત [પ્રારબ્ધ] વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનાર નથી. અવ્યાબાધ પણાને આવરણરૂપ છે. અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી. પણ સંપૂર્ણ ૩૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy