________________
શ્રી રાજચંદ્રનાં વિચારને સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિગ વર્તે છે તેને પણ સમાધિmગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નંખાય છે. અને વખતે તે કાર્ય કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તો પણ હાનિ માની નથી. ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે. અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ; જે નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુકત નહિ થાય એમ લાગે છે. અત્યારે તો બધું ય ગમે છે અને બધું ય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધું ય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ “પૂર્ણકામના’ પણ કહેવાય છે જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. (૨૨-૨૪)
૫. અમારી ચિત્તની અવ્યવસ્થા થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી. તે માટે શું કરવું? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠા છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ. અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છેમાટે તે રાખશે; અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે એમ માનીએ છીએ. તે બીજા કોઈને સંતાપરૂપ થવાના તો સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે? તથાપિ વ્યવહારપ્રસંગમાં હરિની માયા અમને નહિ તો સામાને પણ એકને બદલે બીજું આરપાવી દે તો નિરુપાયતા છે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. (૨૨-૨૪)
૬. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી,
૨૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org