SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ બ્રાહ્મી વેદના ૧. જેને લાગી છે, તેને જ લાગી છે, અને તેણે જ જાણે છે. તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય કે જ્યાં વાણીનો પ્રવેશ નથી ? વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે. અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજ સુગમ મોક્ષમાર્ગ નથી. (૨૨-૨૪) ૨. રામરામ ખુમારી પડશે, અમરવરમય જ આત્મદષ્ટિ થઈ જશે, એક “તું હિ” મનન કરવાને પણ અવકાશ નહિ રહે, ત્યારે અમરવરના આનંદને અનુભવ થશે. અત્રે એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતા ઈત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. (૨૨-૨૪) ૩. કેટલોક નિવૃત્તિને વખત મળ્યા કરે છે. પરબ્રહ્મવિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. કયારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહારમાર્ગ છે. પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી! (૨૨-૨૪) ૪. ચિત્તની દશા ચિતન્યમય રહ્યા કરે છે. જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરીચ્છા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy