________________
શ્રી રાજાચકનાં વિચારને કર. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થત હય, તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષનાં વચનેને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહિ, જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય પણ ક્ષણભર સ્થાયી થવાને ઈચ્છે નહિ. (૨૬)
૬૩. પારસમણિને સંગ થયો અને લોઢાનું સુવર્ણ ન થયું, તો કાં તો પારસમણિ નહિ અને કાં તે ખરું લોઢું નહિ. તેવી જ રીતે જેના ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય, તો કાં તો તે ઉપદેષ્ટા સપુરુષ નહિ અને કાં તો સામે માણસ એગ્ય જીવ નહિ. યોગ્ય જીવ અને ખરા પુરુષ હોય, તે ગુણો પ્રગટાવ્યા વિના રહે નહિ. (૨૯) - ૬૪. સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય, તો અવશ્ય આ જીવને જ વાંક છે. મિથ્યાગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય, તો જ સત્સંગ કુળવાન થાય નહિ. અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ના હોય, તો ફળવાન થાય નહિ. સત્સંગની ઓળખાણ થયે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિ સંકેચવી. પોતાના દેશ ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જેવા; જેઈને પરિક્ષીણ કરવા અને સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. મુખ્યમાં મુખ્ય અને અવસ્થામાં અવશ્ય નિશ્ચય રાખો કે, જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. જે તે સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહિ–તેને આચરે નહિ–આચરવામાં થતા પ્રમાદને છેડે નહિ, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહિ. (૨૯)
*
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org