________________
શી રાજચકની જીવનયાત્રા
એક પળમાત્ર નહોતું, પરંતુ ગંભીર મંથન અને મનનનું પુરુષાર્થ પૂર્વક મેળવેલું ફળ પણ હતું એ વાચકના ધ્યાનમાં આવે. સામાન્ય રીતે દરેક મહાપુરુષની બાબતમાં બને છે તેમ, તેમના ભકતે હંમેશાં તેમને પ્રથમથી અલૌકિક અવતારી બતાવવાનો પ્રયત્ન કરે છે; અને ટીકાકારો તેમનામાં અમુક કાળે જોવામાં આવતી વિવિધ અપૂર્ણતાઓ ઉપર જ ભાર મૂકી, તે મહાપુરુષ નથી એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈ પણ મહાપુરુષની મહત્તા તેમનામાં કેઈ કાળે કાંઈ જ અપૂર્ણતા ન હોવામાં નથી, પરંતુ અસાધારણ અપૂર્ણતાઓ હોવા છતાં તેમના ઉપર તેમણે મેળવેલા મનુષ્યસાધ્ય વિજયમાં છે. શ્રી રાજચંદ્રમાં સાંસારિક ભગવાસના પ્રથમથી જ નહોતી એમ કહેવાથી કાંઈ જ સિદ્ધ થઈ શકતું નથી. લગ્ન કરવારૂપી ગંભીર પગલું તેમણે તેમની પાકી ઉંમરે–૨૦ વર્ષે–ભરેલું એ આગળ આપણે જોઈશું. - કુમારકાળનું વર્ણન ખતમ કરતાં પહેલાં શ્રી રાજચંદ્રના જીવનના એક વિશેષ પ્રવાહની નોંધ લેવી જોઈએ. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી રાજચંદ્રના પિતામહ વૈષ્ણવ હોવા છતાં તેમનાં માતા જૈન સંપ્રદાયનાં હતાં. અને ગામનાં બીજાં વણિક કુટુંબો મોટે ભાગે જૈન હોવાથી રાજચંદ્રની કંઠીની તથા ભક્તિ વગેરેની સારી પેઠે ઠેકડી થતી. બાળક રાજચંદ્ર તે બધાની સાથે વાદમાં ઊતરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતા. પરંતુ એ અરસામાં જૈનોનાં પ્રતિક્રમણુસૂત્ર વગેરે પુસ્તકે તેમના જેવામાં આવ્યાં અને તેમાં જીવ અને જગત વિષે મિત્રતાનું જે પ્રતિપાદન કર્યું છે તે તેમના પ્રેમાળ સ્વભાવને રુચી ગયું. સ્વચ્છ રહેવાના આચારવિચાર તેમજ જગતકર્તાની શ્રદ્ધા વગેરે વૈષ્ણવ સંપ્રદાયનાં જ ચતાં હતાં, પરંતુ નાનપણથી જ વૈરાગ્યપ્રધાન એવું તેમનું ચિત્ત ભોગપ્રધાન વૈષ્ણવ સંપ્રદાય કરતાં ત્યાગપ્રધાન જૈનધર્મ તરફ વધારે ને વધારે ખેંચાતું ગયું. તે લખે છે: “જ્યાં સ્ત્રીઓ ભોગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રંગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org