________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
છે. (જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પા. ૧૨૨, લેખાંક ૩૦ ) તે વર્ષના અંતમાં એક કાગળમાં તે લખે છેઃ
હજુ મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજુ હું સંસારમાં તમારી ધારેલી મુદત કરતાં વધારે રહેવાનો છું. . . . પ્રવર્તન કરવા પંચમકાળમાં જે જે ચમત્કારે છે : જોઈએ છે તે એકત્ર છે અને થતા જાય છે. હમણું એ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. . . . હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાને છું.”
શ્રી રાજચંદ્રની કિશોરાવસ્થા સુધીને વૃત્તાંત પૂરો કરતા પહેલાં આ સમય સુધીના તેમના અવધાનના પ્રયોગોને ઇતિહાસ ટૂંકમાં જોઈ લેવો જરૂરી છે. કારણ ૧૯મા વર્ષમાં જ તેમણે સંપૂર્ણ શતાવધાન સિદ્ધ કરી બતાવ્યાં એમ કહેવાય; અને પછી લગભગ તે જ વર્ષમાં તેમણે તે પ્રકારના પ્રયોગોની નિરર્થકતા તથા તેમાં થતો શક્તિવ્યય જોઈ અવધાન કરવાનું છોડી દીધું.
સં ૧૯૪૦ના અરસામાં રાજચંદ્ર મરબી ગયા હતા ત્યારે ત્યાં તેમણે શંકરલાલ કરીને એક અષ્ટાવધાનીના જાહેર પ્રયોગો જોયા. રાજચંદ્રને તે, જલસામાં આમંત્રણ હતું. તેમણે તરત જ તે અવધાન શીખી લીધાં અને બીજે દિવસે વસંત નામે બગીચામાં પ્રથમ ખાનગી મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ આઠ અવધાન બતાવ્યાં. પછી બીજે દિવસે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ બાર અવધાન કરી બતાવ્યાં. - ત્યાર બાદ ખાનગી પ્રસંગે શ્રી રાજચંદ્રને એક વાર જામનગર જવાનું થતાં, ત્યાં તેમણે ત્યાંના વિદ્વાનની બે સભાઓ સમક્ષ બાર અને સોળ એમ બે વિધિથી અવધાને કરી બતાવ્યાં. ત્યાર બાદ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org