________________
કિશોરાવસ્થા વઢવાણના પ્રદર્શનમાં કર્નલ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી બે હજાર જેટલા પ્રેક્ષકે સામે સેળ અવધાન કરી બતાવ્યાં. આટલું થતાં “ગુજરાતી, “મુંબઈ સમાચાર', “લોકમિત્ર” અને “ન્યાયદર્શક' વગેરે પત્રમાં તેમની તે અદભુત શક્તિનાં યશોગાન શરૂ થઈ ગયાં.
ત્યાર બાદ બેટાદમાં એમણે એમના એક ધનિક મિત્ર શેઠ હરિલાલ શિવલાલ સમક્ષ ૧૬થી ઊઠી બાવન અવધાન કોઈ પણ ખાસ પરિશ્રમ કે અભ્યાસ કર્યા વિના જ કરી બતાવ્યાં. એ અવધાનો કેવા પ્રકારનાં હતાં તેનો આછો ખ્યાલ આવી શકે તે માટે અહીં તે બાવન અવધાનની રૂપરેખા આપવામાં આવે છે:
પાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકોરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું, આપેલા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ગણતા જવું, ગંજીફે રમતા જવું, સોળ ભાષાઓના જુદા જુદા ક્રમે આડાઅવળા નંબર સાથે આપેલા અક્ષરે યાદ રાખી વાક્ય ગોઠવતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી માગેલા વિષયની કવિતા કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન સમસ્યાઓ પૂર્ણ કરતા જવું તથા સેળ જુદાં જુદાં માગેલાં વૃત્તોમાં માગેલા વિષયની કવિતા તૈયાર કરતા જવું–એમ બાવન કામની શરૂઆત એકસાથે કરવી; એક કામને કંઈક ભાગ કરી, બીજા કામને કંઈક ભાગ કરો, પછી ચોથાને, પછી પાંચમાને. . . . વળી પાછા પહેલા કામ ઉપર આવવું. . . . એમ સઘળાં કામ પૂર્ણ થતા સુધી કર્યા કરવું. લખવું નહિ કે ફરી પૂછવું નહિ.
સં. ૧૯૪૩માં શ્રી રાજચંદ્રને મુંબઈ જવાનું થયું હતું. ત્યાં પણ અનેક સ્થળોએ તેમની આ શક્તિની પરીક્ષા થઈ હતી. ત્યાં તેમણે સૌ અવધાન અનેક સ્થળે કરી બતાવ્યાં હતાં.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org