________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અવધાન ઉપરાંત તેમનામાં સ્પર્શે કિયની પણ વિલક્ષણ શક્તિ હતી. તેમને બાર જુદા જુદા કદનાં પુસ્તક બતાવવામાં આવ્યાં તથા તેમનાં નામ વાંચવા દેવામાં આવ્યાં. ત્યાર બાદ તેમની આંખોએ પાટા બાંધી દેવામાં આવ્યા અને એક પછી એક જુદા જુદા ક્રમમાં તે તેમના હાથમાં મૂકવામાં આવ્યાં. આમ પુસ્તકને હાથથી સ્પર્શ કરી તેના કદ ઉપરથી દરેકનું નામ તેમણે કહી આપ્યું ! - આ વિધાનના પ્રયોગોએ માત્ર હિંદીઓનાં જ મન મુગ્ધ નહેતાં કર્યા; પરંતુ તે વખતના ઉચ્ચ પદવી ધારણ કરનારા વિદેશી અંગ્રેજ અને યુરોપીય અમલદારોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેવી એક સભામાં મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ, ડોકટર પીટરસન વગેરે વિદેશી તેમ જ અન્ય સંભાવિત હિંદી સગૃહસ્થો હાજર હતા. ત્યાં તેમણે ૧૦૦ અવધાન કરી બતાવ્યાં હતાં. એ શક્તિથી ચકિત થઈ સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈને તેમની શક્તિના પ્રયોગો કરી બતાવવાનું સૂચવ્યું હતું. પરંતુ શ્રી રાજચંદ્ર ધાર્મિક, સામાજિક એમ અનેક કારણોથી તેમ કરવાની ના પાડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org