________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
શ્રી રાજચંદ્ર સં. ૧૯૪૪ની મહા સુદ ૧૦ને રેજ, ૧૯ વર્ષની યે, સદ્ગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલનાં પુત્રી ઝબકબાઈ સાથે લગ્ન કર્યું. શ્રી રાજચંદ્ર જેવા મૂળથી વિચારવાન પુરુષે, પુખ્ત વયે પહોંચી લગ્નની જવાબદારી સ્વીકારી, એ કઈ મનોદશામાં, એ એમની જીવનસાધનાની દૃષ્ટિએ બેધક ચર્ચા છે. પરંતુ આવી જાતની સફળ ચર્ચા કરવા કદાચ આપણી પાસે પૂરી સામગ્રી નથી. શ્રી રાજચંદ્ર પોતે તે કાળ દરમ્યાન નેધેલા પોતાના વિચારે તેમના પ્રસિદ્ધ ગ્રંથમાંથી મળી આવે છે. એ ઉપરાંત તો તે કાળે તેમની સાથે રહેલા કે બીજી રીતે પરિચયમાં આવેલા લોકો પાસેથી સાંભળનારા પિતાનાં સંસ્મરણો આપે ત્યારે. આપણા મહાન પુરુષોનાં આવાં સંસ્મરણનું સાહિત્ય હજી આપણી ભાષામાં જૂજ જ છે. અને એ બાબતની દૃષ્ટિ પણ ભારે ખીલી ન કહેવાય. એટલે આ ચર્ચા એટલે અંશે અધૂરી છે. છતાં શ્રી રાજચંદ્રનાં પિતાનાં વચને પણ કાંઈક મદશાવ્યંજક તો થશે જ. તે વર્ષમાં મુંબઈથી એક સ્નેહીને લખેલા પત્રમાં તે જણાવે છેઃ
લક્ષ્મી ઉપર પ્રીતિ નહિ છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયેગી થઈ પડશે એમ લાગવાથી, મૌન રહી અહીં તે સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org