________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
સગવડમાં હતો અને તે બાબત ધારેલું પરિણામ આવવાનો બહુ વખત પણ નહોતે.” આમ “મૌન ગ્રહ’ તે ધનોપાર્જનના કામમાં થડે જ વખત થયાં પડ્યા છે. અને તેમની તે પ્રવૃત્તિનું “ધારેલું પરિણામ આવવાને બહુ વખત પણ નહોતો. તે વખતે કેન્યાપક્ષવાળાઓના “ આગ્રહથી” તથા તેમના પ્રત્યેના પિતાના “મમત્વથી, તે “સઘળું પડતું મૂકી, વદ ૧૩ કે ૧૪ (પિષની) ને રોજ
ત્વરાથી' મુંબઈ છોડી પાણિગ્રહણ કરવા નીકળે છે. ઉપરના જ કાગળમાં તે પુછાવે છે :
આ શુભ પ્રસંગમાં તેઓ (કન્યાપક્ષીઓ) સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? (બીજો) કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ પુનઃ હદયમાં પર્યટન કરે છે.” લગ્નવિધિમાં પણ જૂની રૂઢિઓને અનુસરવાનું છોડી, સવિવેકપૂર્વક વ્યવહાર કરવાની સૂચના તે શા માટે કરી રહ્યા છે તેનું કારણ જેવા જેવું છે :
નિદાન સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, તથા જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટેરિયાને દુર્લભ છે—કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ, અને તે પદની કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું (લગ્નવિધિમાં વિવેક વાપરવા વિષે ), તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને, તો તે પદાભિલાષી પુરુષનાં ચરિત્રને પરમ ઝાંખપ લાગે તેમ છે.”
લગ્ન પહેલાંના વર્ષમાં જ તેમણે લખ્યું છેઃ “કુટુંબરૂપી કાજળની કેટરીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશે તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાને છે, તેને સોમ હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું (મલિન વૃત્તિઓનું) તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળને પર્વત છે.”
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org