________________
શ્રી રાજયના વિચારરત્ન.
કર્તવ્ય છે. પણ તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામ થયે, “એક આત્મા છે” કે “અનેક આત્મા છે” એ આદિ પ્રકારે સ્વરૂપ વિચારવા યોગ્ય છે. . . . જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતી નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી, યથાર્થપણે પછી વૈરાગ્ય, ઉપશમને ધારણ કરી શકતું નથી. માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે તે સમજવા, આ જીવમાં વૈરાગ્ય, ઉપશમ અને સત્સંગનું બળ હાલ તે વધારવું ઘટે છે. . . . જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય, તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષપણું ઉત્પન્ન થયાં પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. તેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે. (૨૭)
ર૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org