SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા શાસ્ત્ર પી જવામાં જ જતા. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદ્ન ક્રમ પ્રત્યક્ષ મળી ન શકયા એને વિચાર પહેલાં પણ મને ઘણી વાર આવ્યા છે અને આજે પણ આવે છે. એને ખુલાસા મને એક જ રીતે થાય છે અને તે એ કે, ધાર્મિક વાડાવ્રુત્તિ, સત્યશેાધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે. કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધમ ગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા યેાગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધા વખત પસાર થતા તે સ્થાનકવાસી સાધુએ અને આર્યએ તેમ જ કાઈ કાઈ વાર તેમના ઉપાસકેાંના મેઢેથી તે વખતે શ્રીમદ્ વિષે તુચ્છ અભિપ્રાય જ સાંભળતે. તેથી મન ઉપર તે વખતે એટલેા સસ્કારી વગર વિચાર્યે પડેલે કે, રાજચંદ્ર નામને કાઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તા છે પણ મહાવીરની પેઠે પાતાને તીર્થંકર મનાવી પેાતાના ભક્તોને ચરણામાં નમાવે છે અને બીજા કાઈ ને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઇત્યાદિ. મારે કબૂલ કરવુ જોઈએ કે, જો તે વખતે મારું મન જાગ્રત હેત, તે! તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ કુતૂહલદૃષ્ટિથી એક વાર શ્રીમદ્ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હે, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે, લગભગ બધી સગવડ છતાં હું શ્રીમને પ્રત્યક્ષ મળી ન શકયેા એટલે તેમના પ્રત્યા પરિચયથી તેમને વિષે કાંઈ પણ કહેવાને મારે અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમને વિષે કાંઈક યથા જાણકારી મેળવવી એ ભારે અઘરું હતું, અને કદાચ ઘણા વાસ્તે હજી પણ એ અઘરું જ છે. એ તદ્દન સામસામેના છેડાએ ત્યારે વર્તતા અને હદ પણ વર્તે છે. જેએ! તેમના વિરાધી છે, તેમને વાંચ્યા, વિચાર્યા અને પરીક્ષણ કર્યા સિવાય સાંપ્રદાયિક એવા એકાંત ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy