________________
શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના કે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર શ્રત, જૈનશ્રુત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું.
ભારતીય દર્શનમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકર મતાનુસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તોને તેમને પરિચય કાંઈક ઠીક હતો એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિષે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના પડદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહનું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે.
તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં— ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. શેકા નામનાં તાત્વિક વિષયનાં ગુજરાતી ભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમો અને તેના રબાઓ એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્ર બધાં નહિ તો એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શી લીધું. પણ એટલાથી તેમની ચક્રવતી થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરે જેવા સાથે મોટા મોટા પુસ્તક ભંડારો વિષે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રશાધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જોવા અને જાણવા મળ્યાં. પછી તો એમ લાગે છે કે, તેમની વિવેચક શક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત, પ્રાકૃત પુસ્તકો મળવા
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org