________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચિત તેના શિરેભાગમાં હું આવી શકું. આ મારાં વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે, અને કાં તો ભ્રમ ગણું વાળશે. પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કાંઈ દુઃખ લેખશો નહિ, લક્ષ્મી સંબંધી લેખશો નહિ, પુત્ર સંબંધી લેખશે નહિ, ભય સંબંધી લેખો નહિ, મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી, કફનું નથી, કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણે બધાયનું છે અને ન ગણે તો એકનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે, કારણ એમાં કઈ ઓર મર્મ રહ્યો છે.”
અને મર્મ બીજે કશો નહિ, પણ દરેક ધર્મપુરુષને જીવનના અંતિમ રહસ્યરૂપ જણાતી જે બ્રહ્મજિજ્ઞાસા છે તે હતે. આ એમનું દુ:ખ, જીવનની મૂળ ખોજ વિષેની આ અશાંતિ, સતત પુરુષાર્થથી જ ટળે, અને એ કરનાર શ્રીમદ્ હતા.
ધર્મજાગૃતિનાં એમનાં આ વર્ષોમાં એમને અનેક સત્સંગીઓ મળ્યા. કેટલાક લોકો એમની પાસે ધર્મજિજ્ઞાસાથી આવતા. તેમનાં તે શંકાસમાધાન કરતા; અધ્યાત્મશાસ્ત્રનાં સનાતન સત્યો પિતે જે સમજતા હતા તે તેમને સમજાવતા. ગાંધીજી આ વેળા દક્ષિણ આફ્રિકા હતા. બેઉની ઓળખાણ તો આ અગાઉની થઈ હતી. ગાંધીજી માટે ય આ વર્ષે ભારે ધર્મમંથનનાં હતાં. દક્ષિણ આફ્રિકાના ખ્રિસ્તી સમાજમાં તેમને સ્વધર્મ વિષે શંકાઓ ઊઠતી. એના નિવારણ સારુ એમણે શ્રીમનું શરણું ખોલ્યું; અને. મને યાદ છે એમ, એથી જ પિતે ધર્મ પરિવર્તન કરતા અટક્યા ને હિંદુધર્મમાં પોતાની શ્રદ્ધા પુનઃ સ્થાપિત થઈ એમ એમણે ક્યાંક એકરાર કર્યો છે.
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org