________________
શ્રીમદ્ રાજચંદ્રને જીવનબોધ “પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું ને મૂગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.”
તેમને ધંધે ઝવેરીને હતો. એમની શક્તિ અજાયે પણ અહીં ઝળકી ઊઠી. એકવીસમા વર્ષમાં એ આ ધંધામાં પડ્યા અને “ઘણું ટૂંક વખતમાં એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી.' આમ ધંધે કરતા ને તેમાં ફાવતા છતાં, તેમનું તત્વચિંતન અને ઉદાસીન ભાવ બન્યાં જ રહેતાં. ધંધામાં ઘરાક સાથે સેદો પરવારીને તરત પાછા તત્ત્વની અગાધ ગુફામાં ગરક થઈ જતાં તેમને વાર નહિ લાગતી. પાસે જ નેધપોથી હોય તે લઈને, આજ આપણે જે જ્ઞાનભંડાર તેમની પાસેથી પામ્યા છીએ, તે તેમાં ટપકાવતા. આ નિરંતર ધ્યાન ઉપરાંત વર્ષમાં થોડેક કાળ તે ધંધામાંથી ફારેગ થઈ એકાંતમાં ક્યાંક જઈને રહેતા ને ચિંતનમનનમાં કાઢતા. આપણને એમ જ લાગે કે એ પુરુષ તે મુખ્યત્વે ધંધાદારી હતા કે જગતમાં ભૂલા પડેલા જ્ઞાની પુરુષ હતા !
ધંધામાં પડતા પહેલાં તે તેમના પિતાની દુકાને બેસતા, તે વિષે સમુચ્ચયવયચર્યામાં તે જણાવે છે:
દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકે વાંચ્યાં છે. . . . છતાં કોઈને મેં એ છોઅધિક ભાવ કહ્યો નથી, કે કોઈને એાછુંઅધિયું તળી દીધું નથી એ મને ચોક્કસ સાંભરે છે.”
આવી પવિત્ર ભાવનાથી તે પિતાનું કામ કરતા હતા. પરંતુ તેમની મનોદશા એક અંધારમય ઓરડામાં પુરાયા જેવી હતી. સ્વામી વિવેકાનંદે એક જગાએ કહ્યું છે કે ધર્મોદય થતા પહેલાંની ઘડી સાવ અંધકારમય હોય છે. કવિશ્રીએ આ દશાનું જે ચિત્ર આપ્યું છે તે મહાત્મા ટોલ્સ્ટોયની ધર્મોદય વેળાની યાદ આપે એવું છે. કવિ લખે છે :
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org