SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : ગાંધીજી ઉપરના પત્ર ઈચ્છવું હોય તેણે તે ત્યાં પોતાના દેહને જતો કરે એ જ યોગ્ય છે. આત્મહિત ઈચ્છવું ન હોય તેણે તેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને માર એવો ઉપદેશ કયાંથી કરી શકીએ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય; તે તો અમને તમને સ્વપ્ન પણ ન હો એ જ ઈચ્છવાયેગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. “દર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું ય ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય તેવું ક્યાંય પણ હોય તો પણ તે વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે; તો ઘણું કરી તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય એ વધારે યોગ્ય લાગે છે. એ જ વિનંતિ. લ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિદાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદ્રના પ્રણામ. સંવત ૧૯૦૫ના આસો વદ ૬, શનિ, મુંબઈ ૩૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy