________________ સપુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. સપુરુષોનાં લક્ષણો : - તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય; માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે. તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય જ. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળાં જેવાં લાગે. સદ્ગુરુ અને અસગુરુનું ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્દગુરુ મળે, તો કર્મ ટળે. જે પદાર્થને જ્ઞાની ઝેર કહે, તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે, તેને તરવાના કામી કહેવાય. - શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrarong