________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જયંતીની ફતેહને મૂળ આધાર ભક્તો ઉપર છે. અને ભક્તોએ બહુ ઉજવળ ચારિત્ર બતાવી આપવું જોઈએ એ જ મારી નમ્રતાપૂર્વક વિનંતી છે.
[ કચ્છની મુસાફરી દરમ્યાન માંડવીમાં સં. ૧૯૮૨ના કારતક સુદ ૧૫ને દિવસે આપેલું વ્યાખ્યાન, “નવજીવન,” તા. ૯-૧૧-૨૫માં પ્રસિદ્ધ થયેલી નોંધમાંથી.
–સચાહક ] શ્રાવક છતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા મેક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં, ધનપ્રાપ્તિની શક્તિ છતા, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છેડી ઈશ્વરપ્રાપ્તિનાં સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમોત્તમ દિવ્ય દર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીર્તન કરવાનો અમૂલ્ય લાભ મળે એ કેવું ભાગ્ય !
સાહસ તે કોણ કરે, અને શા સારુ કરે? સાહસ વ્યભિચાર માટે ય થાય, સ્ત્રીને માટે ય થાય, ધનને માટે ય થાય. પણ એ તો કુવામાં પડવાના સાહસ બરાબર છે. સાહસ તે તરી જવાને માટે કરવાનું છે. પુરુષાર્થ તો આત્મદર્શનને માટે હોય. વેપાર તો એવા ખેડીએ કે જેમાં કોઈનો અપરાધ ન કરીએ, જેમાં કોઈની કેડી લેવાપણું ન હોય. મારી સાથે બેસનારા, પેલે જ દિવસે જેમની સાથે હું વાત કરતો હતો તેવા કરીડાધિપતિઓના “ સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ ' ના હાલ થયા છે. ત્યારે જે વસ્તુ ક્ષણિક છે તેના ઉપર આટલા વ્યવસાય શા, ઢેગ શા, ચાળા શા? સાહસ તે પરમામાને મહિમા જોવામાં અને ગાવામાં કરવું. પરમાત્માની લીલા નિહાળવામાં દીવાન બનવું એ સાચું સાહસ. આ આકાશમાં ચમકતા અનેક તારાઓ કેને પ્રકાશ વિસ્તારે છે ?
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org