SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ તપ ૧. ત૫ વડે કરી કર્મઘને બાળીને ભસ્મીભૂત [ કરી નખાય છે]. તપના બાર પ્રકારોમાં અનશન, ઊદરી, રસપરિત્યાગ, કાયકલેશ વગેરે બાહ્ય તપ છે; [ અને પ્રાયશ્ચિત્ત, વિત્ય, શાસ્ત્રપઠન, ધ્યાન એ આત્યંતર તપ છે. (૧૬) ૨. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઈચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિને સ્વભાવાનુસાર કરી ન શકે, ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય. તેમ કાઈ મુમુક્ષુ ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તો પણ તે ભગવાનને પામે નહિ. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણું છે. પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં જ સર્વ સાધન સમાય છે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી કપટ છે. અને ૫ટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માને અર્પણ કયાંથી થાય? (૩૧) ૩. ગમે તે ક્રિયા જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy