________________
શ્રીમદ રાજચંદ્રને અક્ષરદેહ રહસ્ય છે તેને ટૂંકામાં સરળ ગુજરાતી ભાષામાં એવી ખૂબીથી આપ્યું છે કે તે એક સ્વતંત્ર પ્રબંધ જ લાગે.
સં. ૧૯૫૩માં તેમણે કરેલાં તેવાં અવતરણે “મેક્ષસિદ્ધાંત નામે પ્રસિદ્ધ થયાં છે. તેમાં દ્રવ્યપ્રકાશ' લેખ “દ્રવ્યસંગ્રહ’ ગ્રંથના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરે રહેલો લેખ છે. તે જ -અંકની આઠમા વિભાગમાં “દ્રવ્યસંગ્રહ’ની ૩૧ થી ૪૯ ગાથાઓનું સુસંબદ્ધ ભાષાંતર છે.
શ્રી ચિદાનંદ મહારાજે લખેલા “સ્વરોદય' ગ્રંથના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં ૧૯૪૩માં તેમણે શરૂઆત કરી લાગે છે. તેની પ્રસ્તાવનામાં તેમણે શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંક રૂપરેખા પણ આપી છે. એ ભાગ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૨૬ અંક હેઠળ પ્રસિદ્ધ થયો છે.
ચિદાનંદજીના “સ્વરદય’ના વિવેચનની પેઠે શ્રી આનંદધનજીની ચોવીસીનાં સ્તવનનું વિવેચન પણ વિસ્તારથી તેમણે શરૂ કર્યું છે. પ્રથમ બે સ્તવનોનાં અધૂરાં વિવેચન “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં ૬૯૨ અંક હેઠળ પ્રગટ થયાં છે.
શ્રી યશેવિયજીએ લખેલી આઠ દૃષ્ટિની સઝાયની છઠ્ઠી દષ્ટિમાંથી એક કડી લઈ (“મન મહિલાનું વહાલા ઉપરે બીજાં કામ કરંત રે, તેમ મૃતધર્મે મન દઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત રે') તેનું વિવેચન કરેલું તે ૩૨૦–૧-૨ એ ત્રણ અંકે હેઠળ તે જ ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલું છે. “આત્માનુશાસન’ના સે કેનું ભાષાંતર હજુ પ્રસિદ્ધ થયું નથી. “શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માંથી બાર ભાવનાએનું ભાષાંતર પણ તેમણે શરૂ કર્યું હતું. તે અપૂર્ણ અનુવાદ સ્વ. પૂંજાભાઈ હીરાચંદ તરફથી સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલ ભાવનાસંગ્રહ'માં પ્રગટ થયો છે.
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org