________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
ઉપસંહારમાં, આ છે પદ વિષે વિચાર કરવાથી તેમ જ તેમને વિષે નિઃશંક થવાથી સમકીત પ્રાપ્ત થશે એમ જણાવી, મિથ્યાત્વરૂપી મહાન રોગ ટાળવા સગુરૂરૂપી મહાવૈદ્યને શોધી, તેની આજ્ઞારૂપી પથ્ય પાળી, તેમને બોધનો વિચાર ધ્યાનમાં લેવા રૂપ ઔષધની ભલામણ કરી છે. તથા “આ કાળ વિષમ હોવાથી મેક્ષ ન મળે” વગેરે વિચારે તજી પુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. અંતમાં, આત્માનું પારમાર્થિક સ્વરૂપ વિચારવા છતાં સવ્યવહારરૂપી મેક્ષનાં સાધનો પ્રત્યે બેદરકાર ન બનવાની ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે, જ્યાં સુધી તે જ્ઞાન યથાર્થ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી પારમાર્થિક સ્થિતિની વાતો કરવામાં માલ નથી; માટે દયા, - શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણાનું સેવન કરતા કરતા જાગ્રત રહેવું એ જ એગ્ય છે.
હવે શ્રી રાજચંદ્ર કરેલાં ભાષાંતરે અને અન્ય લેખકોના ગ્રંથ ઉપર લખેલાં વિવેચનો ટૂંકમાં જોઈ જઈએ. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ તેમણે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને પંચાસ્તિકાય' ગ્રંથ પ્રસિદ્ધ છે. તેનો જ તે સરળ શબ્દશઃ અનુવાદ છે. તેના ઉપર વિવેચન કે ટીકા કાંઈ જ કર્યું નથી. ખૂટતા શબ્દો પણ કેસમાં મૂકી અલગ પાડ્યા છે. મૂળ લેખક જ ગુજરાતીમાં લખતા હોય તેવી પ્રૌઢ અને ગંભીર શૈલીમાં તે અનુવાદ થયેલો છે.
શ્રીદશવૈકાલિક સિદ્ધાંતમાંથી તેમણે સં. ૧૯૪પમાં “સંયતિમુનિધર્મ' વિષે ૫૧ બેલ લખ્યા છે. પ્રથમના આઠ બોલ ચોથા અધ્યયનમાંથી લીધા છે. અને નવમાથી છત્રીસ સુધીના છઠ્ઠા અધ્યાથની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે. છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. આમ એ સંગ્રહ ટક ગાથાઓને અવતરણરૂપ હોવા છતાં, મૂળ માગધીમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org