________________
શ્રીમદ્ રાજચંદ્રના અક્ષરદેહ
66
આ પછીને તેમનેા ૨૯ વર્ષની પાકટ ઉમરે લખાયેલા સ્વતંત્ર પદ્મગ્રંથ તે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.' તે ગ્રંથ કેવા સંજોગામાં કયા હેતુથી લખાયે તે હકીકત આગળ આવી ગઈ છે. ‘ શ્રીમદ્રાજચંદ્ર ’ ગ્રંથમાં તે આખા પ્રબંધ ૪૪૨ અંક હેઠળ પ્રસિદ્ધ થયા છે. તથા ત્યાર પછીના કેટલાય અકામાં તેમાંના શ્લોકા ઉપર શ્રીમદ્ રાજય કે લખેલું સ્વતંત્ર વિવેચન પણ છે.
પ્રથમ ચૂંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન છે. તેમાં, આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહિ એમ જણાવી, વર્તમાનકાળમાં મેાક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ એ દેષા દર્શાવી તે દેાષાનાં લક્ષણ આપ્યાં છે, પછી તે અને દાષા ટાળવાના ઉપાય - સદ્ગુરુચરણની ઉપાસના ' બતાવી, સદ્ગુરુનાં લક્ષણ અને માહાત્મ્ય સંક્ષેપમાં વર્ણવી, સદ્ગુરુના કે તેમના સમાગમના અભાવે આત્માનું નિરૂપણ કરનારાં સંશાસ્ત્રાને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. પછી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે સ્વચ્છંદ અને મતાર્થીપણું ટાળવાં જોઈએ; મેાક્ષમાર્ગોમાં સ્વચ્છંદ (એટલે કે સ્વબુદ્ધિએ તત્ત્વનિષ્ણુય) એ મહાન વિશ્ર્વરૂપ છે તથા મતાર્થીપણું એ તેનુ જ એક રૂપ છે એમ દર્શાવી, સાચા આત્માર્થીનાં લક્ષણા વર્ણવી બતાવ્યાં છે.
ત્યાર આદ એક ગાથામાં છ પદના* નામનિર્દેશ આવે છે. અને તે દરેક પદ ઉપર શિષ્યની શંકાએ અને ગુરુના ખુલાસા શરૂ થાય છે. જેમકે, ‘ આત્મા છે’ એ પદ ઉપર શંકા કરતાં શિષ્ય જણાવે છે કે, ‘ જીવ દેખાતે નથી, માટે જીવ નથી. અથવા દેહ જ આત્મા છે.’ પછી ગુરુ અનેક સરળ યુક્તિએથી તે નાસ્તિકવાદનું ખંડન કરે છે, તે જ પ્રમાણે આત્માના નિત્યત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વ વગેરે પદા ઉપર પણ શિષ્ય શંકાઓ કરે છે અને ગુરુ તેના જવાબ આપે છે. જુઓ આગળ પાન ૫.
Jain Education International
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org