________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
બુદ્ધિપ્રકાશ'માં ઈ. સ. ૧૮૮૫ માં શુરવીરસ્મરણ” નામે શ્રી રાજચંદ્ર લખેલા ૨૪ સવૈયા છપાયા છે. તે ઉપરથી તેમની છટાદાર ભાષા, સદાર શૈલી અને કવિત્વનો ખ્યાલ આવે છે.
ઢાલ ઢળક્તી, ઝબક ઝબક્કી, લઈ ચળક્તી કર કરવાલ, ખરેખરા ખૂંદે રણમાં ત્યાં મૂછ મલક્તી ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર,
અરે, અરે, આ જ ગયા ક્યાં, રઢિયાળા એવા રણધીર ? “ જીવતાવ સંબંધી વિચાર ” અને “જીવાજીવ વિભક્તિ” એ બે લેખ પણ અપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત થયા છે. તેમાં “નવ તત્વ પ્રકરણને મળતો વિષય ચચેલો છે. તે ૧૬મા વર્ષનાં લખાણવાળા ભાગમાં ૧૪ અને ૧૫ અંક હેઠળ “શ્રીમદ્રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયા છે.
શ્રીમકાજચંદ્ર ગ્રંથમાં ૨૦માં અંક હેઠળ સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથનો આદિ અને અંત ભાગ છપાયો છે. તે ગ્રંથમાં શ્રી રાજચંદ્ર પ્રતિમાની સિદ્ધિ કરવા ધારી હોય એમ લાગે છે. તે કહે છે: “જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણાત, અનુભક્ત, અને અનુભવમાં લેવાને યોગ્ય છે.” તે ગ્રંથ સંપૂર્ણાવસ્થામાં મળ્યો નથી. પરંતુ તે અપૂર્ણ લેખ ઉપરથી પણ આપણે તેમની ધાર્મિક અને શાસ્ત્રીય વિષયેામાં ઊંડા ઊતરી નિષ્પક્ષપાતપણે વિચાર કરવાની કુશળતા સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તે કહે છે : “ અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ ન ઇચ્છવું. પણ સત્ય સત્ય થાય એમ ઈચ્છવું. એક વાનને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં
જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. . . . થોગ્ય લાગે નહિ એવા મારા કોઈ વિચાર હોય તો સહર્ષ પૂછશે; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહિ. . . .”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org