________________
શ્રીમદ્ રાજચંદ્રને અક્ષરદેહ પુરુષાર્થને ઉપદેશ કરી અંત મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. એ પાંચ હજાર લોકનો ગ્રંથ તેમણે છ દિવસમાં ર હતો. પરંતુ એ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેમ જ તે છપાયો હતો કે કેમ તે પણ કહી શકાતું નથી. ૧
શ્રીમદાજચંદ્ર' ગ્રંથમાં “વચનામૃત' નામથી ૧૨૦ બોલ તેમણે “પુષ્પમાળા'ની શૈલીમાં લખેલા, તે અંક ૭ હેઠળ છપાયા છે. તેમાં પણ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપ્રમાદ, નીતિ, તથા મોક્ષ તોનું સુત્રાત્મક શૈલીમાં કથન છે. આ વચનામૃતેના ૧૬ મા બલમાં લખ્યું છે કે, “વચન સપ્તશતી’ પુનઃપુનઃ સ્મરણમાં રાખે. તે સૂચવે છે કે તેમણે બીજા પણ તેવા સાતસો બેલ લખ્યા છે. તત્ત્વજ્ઞાન' નામનો તેમનાં વચનામૃતમાંથી તૈયાર કરેલો નાનો સંગ્રહ બહાર પડ્યો છે; તેમાં “મહાનીતિ'ના સાત બેલ આપેલા છે, તે પણ આ અરસામાં જ લખાયા હોય એમ લાગે છે.
સત્તર કે અઢાર વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્ર લખેલા રાષ્ટ્રતિક દેહરા લગભગ એંશી જેટલી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. તે અપ્રગટ છે. તેમાં નીતિવ્યવહારની શિખામણ મુખ્ય છે. તે દરેક દોહરામાં ઘણું કરીને પ્રથમ સિદ્ધાંત જણાવી પછી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. દાખલા તરીકે: ફરી ફરી મળવો નથી, આ ઉત્તમ અવતાર: કાળીચૌદશ ને રવિવાર આવે કોઈક વાર, વચને વલ્લભતા વધે, વચને વધુ વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર. હોય સરસ પણ ચીજ તે યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની પેટ વિષે ઘોંચાય ?
૧. “સાક્ષાત્ સરસ્વતી' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં શ્રી દફતરીએ લખ્યું છે, તેમાં શ્રી રાજચંદ્રનો ૧૦ વર્ષ સુધીનો ટૂંક વૃત્તાંત આપ્યો છે. તેમાં તે જણાવે છે : “એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યનો એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે, જે હમણાં ધ્રાંગધ્રાના એક ડૉકટર પ્રસિદ્ધ કરનાર છે... વૈરાગ્ય વિલાસ' નામે જૈન ધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.” પણ “મોક્ષમાળા' સિવાય શ્રી દફતરીએ જણાવેલા કોઈ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા છે, એવી પણ માહિતી મળી નથી.
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org